ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોના વાઇરસના રેકોર્ડ 1,991 કેસ નોંધાયા હતા અને 24 જણનાં મોત થયાં હતા. એ સાથે આ વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 29,000ને પાર થઈ છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. જોકે પાકિસ્તાને દેશમાં કોરોનાના કેસ વધવા છતાં શનિવારથી લોકડાઉનનાં નિયંત્રણો હળવાં કરવાનો પ્રારંભ એમ કહીને કર્યો હતો કે સરકાર પાસે લોકોને આપવા પૈસા નથી એટલે લોકડાઉન ખોલ્યા સિવાય છૂટકો નથી. સરકારે દેશમાં ઉદ્યોગોને વહેલી સવારથી સાંજે પાંચ વાગ્યા સુધી ખોલવા માટે મંજૂરી આપતાં પ્રતિબંધો દૂર કરવાની જાહેરાત કરી હતી.
ઇમરાન કહે છે, સરકાર પાસે પૈસા નથી
પાકિસ્તાનમાં પાંચ સપ્તાહ પછી વડા પ્રધાન ઇમરાન ખાને લોકડાઉનને હટાવી દેવાની જાહેરાત કરી હતી. જોકે પાટનગર ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં સરકારે આંશિક લોકડાઉનની મુદત 31 મે સુધી લંબાવી છે. દુકાનોને અઠવાડિયામાં પાંચ દિવસ માટે સવારે 8થી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવામાં આવશે. શનિ-રવિવારના દિવસોએ દુકાનો બંધ રહેશે.
ઇમરાને કહ્યું કે લોકડાઉનને કારણે પાકિસ્તાનની હાલત ઠીક નથી. સરકાર તો પહેલેથી જ મુશ્કેલીમાં ચાલી રહી છે. અમે બધાને પૈસા તો ના આપી શકીએ. હિન્દુસ્તાન સાથે તુલના કરો જેની સ્થિતિ આપણાથી સારી છે. અમે તો લોકોને બહુ પૈસા આપ્યા, પણ હવે અમે કેટલી વાર પૈસા આપી શકીએ. જેથી લોકડાઉન ખોલવામાં જ સાર છે, એમ ઇમરાન ખાને કહ્યું હતું.
ડોક્ટરોએ લોકડાઉન ઉઠાવવા સામે ચેતવણી આપી
પાકિસ્તાન સરકારે ગઈ કાલથી લોકડાઉન ઉઠાવી લેવાનો પ્રારંભ કર્યો હતો, પરંતુ ડોક્ટરોએ આ લોકડાઉન ઉઠાવી લેવા સામે ચેતવણી ઉચ્ચારી હતી. પાકિસ્તાન મેડિકલ એસોસિએશને (PMAએ) માગ કરી હતી કે સરકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માર્ગદર્શિકાઓનું પાલન કરે અને લોકડાઉનનો કડક અમલ કરાવે.
છેલ્લા 24 કલાકમાં 21નાં મોત
છેલ્લા 24 કલાકમાં 21 નવાં મોત થયાં હતા અને આ સાથે અત્યાર સુધી કુલ મોતની સંખ્યા વધીને 639 થઈ છે.
કરાચીમાં આ સ્થિતિ તો અન્ય શહેરોમાં?
PMAના પ્રતિનિધિ ડો.ઇકરામ તુનિયોએ જણાવ્યું કે, અમારું માનવું છે કે દેશમાં કોરોના કેસોની સંખ્યામાં ચોક્કસ વધારો થશે. અમારી માહિતી મુજબ કરાચીમાં પાંચ હોસ્પિટલો એવી છે કે જેમાં કોરોના દર્દીઓ માટે કુલ 63 બેડની વ્યવસ્થા છે. જો કરાચી જેવા શહેરની આ સ્થિતિ હોય તો અન્ય શહેરોની તમે કલ્પના કરી શકો છો.
કોચ્ચી (કેરળ) – દુનિયાભરમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે ઘણા દેશોમાં લોકડાઉન લાગુ કરાયું છે. એને કારણે અનેક દેશોમાં ઘણા ભારતીય નાગરિકો પણ ફસાઈ ગયા છે. ટાપુરાષ્ટ્ર માલદીવમાં ફસાઈ ગયેલા એવા 698 ભારતીયોને ભારતીય નૌકાદળના જહાજ INS જલશ્વ દ્વારા આજે ભારત લાવવામાં આવ્યા છે.
શુક્રવારે માલદીવના પાટનગર માલેથી રાતે 10 વાગ્યે રવાના થયેલું જહાજ આજે સવારે લગભગ 10 વાગ્યે કોચ્ચી બંદલે આવી પહોંચ્યું હતું. ભારતીયોને ઉગારીને સ્વદેશ પાછા લાવવા માટે જલશ્વ જહાજ ગયા ગુરુવારે માલે પહોંચી ગયું હતું.
સ્વદેશ પાછા ફરેલા ભારતીયોમાં 19 ગર્ભવતી સ્ત્રીઓ પણ છે.
આ તમામ લોકોએ ભારત સરકાર અને ભારતીય નૌકાદળનો આભાર માન્યો છે.
એક પ્રવાસીએ કહ્યું કે અમને દેશમાં પાછા લાવવા બદલ હું કેન્દ્ર સરકાર અને નૌકાદળનો આભાર માનું છું. મને ખાતરી છે કે માલદીવમાં ફસાયેલા અન્ય ભારતીયો પણ ટૂંક સમયમાં જ સ્વદેશ પાછા ફરશે.
એક અન્ય પ્રવાસીએ કહ્યું કે અમે હવે સુરક્ષિત છીએ. સ્ટાફ ખૂબ જ મિત્રતાભર્યો હતો. એમણે અમારી સંપૂર્ણ કાળજી લીધી હતી.
લોકડાઉન હેઠળનો આ સમય આપણને સૌને કાંઇકને કાંઇક શીખવી રહ્યો છે. જાણે, કુદરત આપણને જિંદગીને નવી જ દ્રષ્ટિથી જોતા શીખવી રહી છે.
અલબત્ત, આપણા બધા માટે આ દ્રષ્ટિ અલગ અલગ જ હોવાની, પણ આમ છતાં ય કેટલીક બાબતો એવી છે જે આપણને સૌને કાંઇક કહી જાય છે.
શું છે એ?
મુંબઇસ્થિત જાણીતા એડવોકેટ-સોલિસિટર શશાંક શાહ લખે છે કે…
—————————————————————-
20 માર્ચ,2020ના શુક્રવારની સાંજે આપણામાંના ઘણાયને ખબર નહોતી કે આગામી સોમવારે આપણે આપણી ઓફિસમાં જઈ શકવાના નથી. ભારતમાં લોકડાઉનની શરૂઆત તો 22 માર્ચથી જ થઈ ગઈ હતી. આ ઘટનાની આપણામાંના ઘણા લોકોએ ધારણા રાખી નહીં હોય. એ મોટા આંચકાસમાન હતું. વેકેશનમાં ફરવા જવાનું હોય કે કોઈ પ્રવાસે જવાનું હોય કે બીજા કાર્યક્રમોમાં હાજરી આપવા સહિત આગામી અઠવાડિયા કે મહિના માટે આપણે નક્કી કરેલા બધા પ્લાન વરાળ થઈ ગયા. જાણે એવું લાગ્યું કે આપણે પેલી ‘સ્ટેચ્યૂ’ની ગેમ રમીએ છીએ (જે આપણે નાનપણમાં રમતા હતા). લોકડાઉનને કારણે પરિવહનના તમામ સાધનો પર નિયંત્રણો આવી ગયા અને આખરે બંધ પણ કરી દેવાયા. આપણને માત્ર આપણા ઘરમાં જ રહેવાનું ફરમાન થઈ ગયું. એ બધું એકદમ ઓચિંતું થઈ ગયું. શું બની રહ્યું છે એની આપણને કંઈ સમજ જ નહોતી પડતી. અત્યાર સુધી ચીન, ઈટાલી જેવા દેશોમાં જે બનતું હતું એ હવે ભારતમાં આપણી સાથે બનવા માંડ્યું અને તે પણ આખા ભારતભરમાં!
વેલ… શરૂઆતના આઘાત બાદ આપણે સંજોગો અનુસાર રહેતા થઈ ગયા. શરૂઆતના દિવસોમાં એવું લાગતું હતું કે જાણે આપણે રજા પર છીએ. આપણે બધા શોર્ટ્સ, ટી-શર્ટ્સ અને ઉનાળાની ઋતુમાં પહેરાતા સુતરાઉ વસ્ત્રોમાં આવી ગયા. ટીવી પર આપણા ફેવરિટ શો જોવા માંડ્યા. આરામથી નિંદર કરતા રહ્યા. જ્યારે મન થાય અને જેની ઈચ્છા થાય એ ખાતા રહ્યા. આપણે આપણા સેલફોનને જ વળગી રહ્યા, જાણે કે આપણું જીવન એની પર જ નિર્ભર હોય. ઘરમાં પરિવારજનો સાથે કેરમ બોર્ડ ગેમ રમ્યા. ટૂંકમાં, આ એકદમ જલસાવાળો અનુભવ થયો.
ઘરમાં લોકોની ભૂમિકાઓ ધીમે ધીમે બદલાઈ ગઈ છે. રોજિંદા ક્રમ બદલાઈ ગયા છે. સમયપત્રકો બદલાઈ ગયા છે. પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. આપણે દરેક જણે એવી કામગીરીઓ સંભાળવી પડી રહી છે જે અગાઉ આપણે કરી નહોતી. ઘણી ભૂમિકાઓ પલટાઈ પણ ગઈ છે. આમાં ફરિયાદ કે કંકાસ-તકરાર કે દલીલબાજીને અવકાશ રહ્યો નથી. કોઈ પણ કામ કે ભૂમિકા ક્ષુદ્ર કે તિરસ્કારપાત્ર રહી નથી. દરેક ભૂમિકા અને કામગીરીનો ખુશીથી, માનપૂર્વક અને પ્રેમ તથા કરૂણાની લાગણી સાથે સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીઓ અને ભૂમિકાઓ આપણે સંપૂર્ણ નિષ્ઠા, સમર્પણ અને આપણી પૂરી ક્ષમતા સાથે નિભાવી રહ્યા છીએ. ઉત્તમ રીતે અને પ્રેમથી કામગીરી બજાવી રહ્યા છીએ. આમાં ક્યાંય પૈસાના લાભની વાત નથી. કોઈ સામાજિક પ્રશંસા કે વાહ-વાહની વાત નથી. કોઈ પ્રસિદ્ધિની વાત નથી. માત્ર આત્મસંતોષની લાગણીની અને પ્રસન્નતાની જ વાત છે.
જિંદગીના નાના નાના આનંદનું મહત્ત્વ ઘણું હોય છે. બાળકો સાથે સાપસીડી, વ્યાપાર કે પાસાંની રમત રમવાથી આપણી નાનપણની યાદ ફરી તાજી થઈ. ઘરનાં મોટેરાં, જે રસોડાની કામગીરીઓમાંથી લાંબા સમયથી નિવૃત્ત થઈ ગયા હતા એમના હાથે ફરી બનાવેલી જૂની સ્વાદિષ્ટ વાનગીઓ ફરી ખાવા મળી. બાળકો દ્વારા ઘરમાં કરાતા સફાઈકામ કે રસોઈકામની પ્રશંસા થઈ. જીવનસાથી સાથે નિરાંતે બેસીને ચા પીવાનો જૂનો રોમેન્ટિક સમય પાછો આવ્યો. આપણા જીવન અને આપણા ઘરની દરેક બાબત માટે આપણા પોતાના જ સ્વજનો લાગણી બતાવતા થયા.
આપણને આ માટે આપણા ફેન્સી ડિઝાઈનર કે બ્રાન્ડેડ વસ્ત્રો કે જૂતાંની જરૂર નથી પડી. આપણી કોઈ બિઝનેસ અપોઈન્ટમેન્ટ બાકી રહી નથી. કોઈ ફેન્સી સ્વાદિષ્ટ ભોજનને બદલે સાદું અને ઘરમાં જ બનાવેલું ભોજન ખાતા થયા. આપણા ફેન્સી વાહનો શાંતિથી પાર્ક થઈને પડ્યા છે. આપણા ક્રેડિટ કાર્ડ અને પાકિટ કબાટમાં જ પડ્યા છે. ખર્ચ કરવાનું આપણી પાસે કોઈ કારણ રહ્યું નથી. ઘરની બહાર જવાની ઈચ્છા રહી નથી. એવું લાગે છે કે જાણે આપણે કોઈ અજીબ શહેરમાં મહેમાનની જેમ રહીએ છીએ. ઘડિયાળના કાંટા એની મેળે ફર્યા કરે છે, એમને હવે પહેલાની જેમ આપણને આપણી ભાગદોડવાળી જીવનશૈલી કે જવાબદારીઓની ચિંતાની યાદ અપાવવાની જરૂર રહી નથી. આપણા મન હવે આશ્ચર્યજનક રીતે માનસિક તાણમુક્ત થઈ ગયા છે જે તાણ લોકડાઉન પહેલાં રૂટિન જેવી બની રહેતી હતી. આપણે એક સુરક્ષાકવચમાં ગરકાવ થઈ ગયા છીએ અને એકાંતવાસી થઈ ગયા છીએ. આપણી પ્રાથમિકતાઓ અને અભિરુચિ બદલાઈ ગઈ છે.
હકીકત એ છે કે, રોગચાળો માથા પર ઝળૂંબી રહ્યો હતો તે છતાં આપણે બેદરકાર બનવાનો પ્રયત્ન કર્યો હતો. આ પરિસ્થિતિ કંઈ સ્થાનિક, પ્રાદેશિક કે રાષ્ટ્રીય નહોતી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરની હતી. વાસ્તવમાં, આપણો આખો પૃથ્વી ગ્રહ સ્થગિત થઈ ગયો. દરેક જણ – તમામ દેશોના, તમામ માનવીઓ આમાં સામેલ છે, પછી ભલે એ આર્થિક રીતે, ટેક્નોલોજીકલી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ સમૃદ્ધ હોય, ગમે તે ધર્મ કે સંસ્કૃતિના હોય. કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં સારી કે ખરાબ સ્થિતિમાં છે એવું નથી. બધાં જ સમાન રહ્યા છે.
પહેલી પ્રાથમિકતા સલામતીની છે. તેથી આપણે આપણા ઘરમાં ખુદને સુરક્ષિત બનાવી દીધા. રોગચાળો બહાર રહ્યો. ઘરની અંદર જ સીમિત રહેવાનું થતાં શારીરિક જરૂરિયાતો પણ ઓછી જ રહેવાની.
તે છતાં, આપણા મનમાં એકદમ અનિશ્ચિતતા રહી છે. આપણને સવાલ થાય છે કે શું કુદરતે માનવજાત પર આ કોપ ઉતાર્યો છે? આ રોગચાળો કેવી રીતે દૂર થશે? આના પછીની અસર કેવી રહેશે? આ બધું કેટલો વખત સુધી ચાલુ રહેશે? આપણે આપણા અગાઉના જીવનમાં ક્યારે પાછા ફરી શકીશું? આવા અનેક સવાલો મનમાં ફર્યા કરે છે…, પરંતુ એના સંતોષકારક જવાબ મળતા નથી. આ બધી માનસિક ગડમથલમાં ઉમેરો કરે છે સોશિયલ મિડિયા એપ્સ પર સંદેશાઓનો મારો. આપણા મનમાં સતત મૂંઝવણ રહ્યા કરે છે. આપણી માનસિક ફિટનેસ પર જોખમ આવી પડ્યું છે. તેથી માનસિક સ્થિરતા જાળવી રાખવી એ આપણી હવે પછીની પ્રાથમિકતા બનશે. જો આ બાબત પર આપણે ધ્યાન નહીં આપીએ તો આપણે માનસિક તાણ, ચિંતા, ડીપ્રેશન, હતાશાનો ભોગ બની જઈશું. આપણને ઝંખના છે ભાઈચારા અને પ્રેમની. આ પરિસ્થિતિમાં આપણી મદદે આવ્યા છે આપણા સ્વજનો, આપણો પરિવાર, આપણા મિત્રો અને સહયોગીઓ. તકલીફ ભોગવનારાઓ, ગરીબો અને મુસીબતમાં અટવાઈ ગયેલા લોકો માટે કરૂણાનો ધોધ વછૂટ્યો છે. દાન કરવાની ઈચ્છા, સત્કર્મો અને સારા વિચારોએ આપણા શાંત મનમાં સ્થાન જમાવી દીધું છે. આ મન એવા લોકોની સરાહના કરે છે. આપણું મન અને દિલ ઈશ્વર પ્રતિ કૃતજ્ઞ થયા છે જેમણે આપણા દરેક જણ ઉપર એમની દયા વરસાવી છે. આ સમયગાળો છે કંઈક પ્રાપ્ત કરવાનો. આપણા પૃથ્વી ગ્રહની સંભાળ લેવાનો સમય પાકી ગયો છે એવું જણાવતા સારા સંદેશાઓ, પ્રાકૃતિક સૌંદર્યની તસવીરોના ઢગલા સોશિયલ મિડિયા પર થતા જ રહે છે. માનવીઓ ઓચિંતા જ અત્યંત ઉદાર, વિવેકી, પરોપકારી, દયાળુ બની ગયા છે. વધુ મહત્ત્વની વાત એ છે કે અત્યારે આપણે આપણી તમામ ફેવરિટ, ફેન્સી અને મોંઘીદાટ ચીજવસ્તુઓ, આદતો, ભોગવિલાસથી વંચિત થઈ ગયા છીએ ત્યારે આપણને આવા વિચારો આવે છે. વૈભવ અને વિલાસ આપણને અત્યારે અર્થહીન અને ક્ષુલ્લક લાગે છે.
આમ જોવા જઈએ તો આ રોગચાળાથી એક ફાયદો પણ થયો છે. સમગ્ર માનવજાતને સમજાઈ ગયું છે કેઃ (1) કુદરત સામે આપણે લાચાર છીએ. (2) આપણી તમામ ચીજવસ્તુઓ, સંપત્તિ, મોભો, સામાજિક પ્રતિષ્ઠાનું એટલું મહત્ત્વ નથી હોતું જેટલું આપણે સમજતા હતા. (3) આપણે કુદરત અને એની અખૂટ સંપત્તિ વિશે એક ખોટી માન્યતા બાંધી દીધી હતી. (4) વાસ્તવમાં આપણે આપણા સ્વજનો, પરિવારો, મિત્રો, સહયોગીઓને જોવાની સાચી દ્રષ્ટિ જ ગુમાવી દીધી હતી. (5) આપણા જીવનની નાની બાબતો પર ધ્યાન આપવાનો આપણી પાસે સમય કે ધીરજ જ નહોતા રહ્યા. (6) આપણે આપણા સંબંધિત વ્યવસાય, ધંધા અને નોકરીના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા હતા. (7) આપણા દિલમાં પ્રેમ, કરૂણા અને કૃતજ્ઞતાનો ભંડાર પડેલો છે. અને (8) આપણી પૃથ્વી એક છે, માનવજાત પણ એક છે. આપણે સૌ એક જ છીએ. મૂળ વાત એ છે કે માનવી બનવાનું કુદરતે આપણને યાદ અપાવ્યું છે.
આ રોગચાળાએ આપણા દિલમાં, મનમાં અને આપણા વર્તનમાં એની ઊંડી છાપ છોડી છે. એણે આપણી સંબંધિત ફિલ્મોમાં… જેને જીવન કહેવાય… એમાં એક ‘ઈન્ટરવલ’ આપ્યો છે.
હવે જ્યારે આપણે આપણા જીવનમાં આપણી સંબંધિત ભૂમિકાઓ ભજવવાનું ફરી શરૂ કરીશું ત્યારે આ સુંદર અનુભવો, વિચારો અને લાગણીને ભૂલીએ નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડશે. આપણે એ પણ ભૂલવાનું નથી કે આપણે કુદરતનો એક ભાગ છીએ અને એની પર સર્વોપરિતાનો દાવો કરવાનો નથી. આપણે એ પણ ભૂલવાનું નથી કે આપણે સોશિયલ (સમાજ) છીએ અને એમાં ડિસ્ટન્સિંગ રાખવાનું નથી (એકબીજાથી અંતર રાખીને રહેવાનું નથી). આપણે આપણા જીવનનો આનંદ એને ‘ફાસ્ટ ફોરવર્ડ’ કરવાને બદલે તે જે અવસ્થામાં છે એ રીતે જ માણવાનો છે તે પણ ભૂલવાનું નથી. એને બદલે એને ‘સ્લો મોશન’માં જ ચાલવા દઈએ અને એની ઉત્તમતાને વખાણીએ. એક જ વાક્યમાં કહું તો – ‘આપણે આપણા માનવીય ગુણોને તથા કુદરતને ભૂલીએ નહીં.’
આને આપણે કુદરતની એક નમ્ર સૂચના તરીકે ગણીએ. આપણી સંબંધિત જીવનશૈલીને બદલીએ. આપણા પરિવાર, મિત્રો, સહયોગીઓ તથા અન્ય જીવસૃષ્ટિ પ્રતિ આપણો દ્રષ્ટિકોણ બદલીએ. આપણા વિસ્તારો, શહેરો અને દેશોને બદલીએ. આપણા જગતને… આપણા ગ્રહને બદલવાનો સમય આવી ગયો છે!
નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ત્રણ વર્ષ સુધીની મુદતની ફિક્સ્ડ ડિપોઝિટો પરના વ્યાજદરમાં 20 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ નવા SBI ફિકસ્ડ ડિપોઝિટો (FD)ના વ્યાજદરો 12 મેથી અમલમાં આવશે. જોકે બેન્કે ત્રણથી 10 વર્ષ સુધીની ટર્મ ડિપોઝિટોના વ્યાજદર યથાવત્ રાખ્યા છે. SBIએ ત્રણ વર્ષ સુધીની મુદતની રિટેલ ટર્મ ડિપોઝિટો પરના વ્યાજદરમાં 20 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે, કેમ કે સિસ્ટમમાં અને બેન્કમાં વધારાની લિક્વિડિટી (તરલતા) જળવાઈ રહે. પ્રસ્તાવિત નવા વ્યાજના દર નવી ફિક્સ્ડ ડિપોઝિટો અને પાકતી ડિપોઝિટો પર લાગુ પડશે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના તાજી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદર સામાન્ય લોકો પર 12 મેથી અમલમાં આવશે.
બેન્કે જે વ્યાજદર ઓફર કર્યા છે, એ નીચે મુજબ છે.
મુદત
વ્યાજદર
7 days to 45 days
3.3%
46 days to 179 days
4.3%
180 days to 210 days
4.8%
211 days to less than 1 year
4.8%
1 year to less than 2 years
5.5%
2 years to less than 3 years
5.5%
3 years to less than 5 years
5.7%
5 years and up to 10 years
5.7%
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના તાજી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદર સિનિયર સિટિઝન પર 12 મેથી અમલમાં આવશે.
સ્ટેટ બેન્કે સિનિયર સિટિઝનો માટે બધી મુદતની ડિપોઝિટો પર વધારાનું 50 બેઝિસ પોઇન્ટ વ્યાજદર ઓફર કરી છે. સ્ટેટ બેન્કે સિનિયર સિટિઝન માટે જે વ્યાજદર ઓફર કર્યા છે એ નીચે મુજબ છે.
મુદ્ત
વ્યાજદર
7 days to 45 days
3.8%
46 days to 179 days
4.8%
180 days to 210 days
5.3%
211 days to less than 1 year
5.3%
1 year to less than 2 years
6%
2 years to less than 3 years
6%
3 years to less than 5 years
6.2%
5 years and up to 10 years
6.5%
સ્ટેટ બેન્કે સિનિયર સિટિઝન માટે ઊંચા વ્યાદરવાળી સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ‘SBI Wecare Deposit’ પણ રજૂ કરી છે. આ યોજના હેઠળ બેન્ક સિનિયર સિટિઝનોને પાંચ વર્ષ અને એની ઉપરની મુદત માટે વધારાના 30 બેઝિસ પોઇન્ટનો વ્યાજદર ઓફર કરે છે.
બેન્કે 28 માર્ચ, 2020એ પણ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદરમાં 20-50 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. આ પહેલાં 10 માર્ચે જ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટો પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો.
નરસિંહપુરઃ મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં એક રોડ દુર્ઘટનામાં પાંચ મજૂરોનાં મોત થયાં હતા. નરસિંહપુર જિલ્લાના મુંહવાની સ્ટેશનના પાઠા ગામની આસપાસ કેરીથી ભરેલી એક ટ્રક અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ ટ્રકમાં 20 મજૂરો હતા. જેઓ હૈદરાબાદથી ઉત્તર પ્રદેશના ઇટા અને ઝાંસી જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં પાંચ મજૂરોનાં મોત થયાં છે, 13 મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બેની હાલત ગંભીર છે. જે મજૂરો ઇજાગ્રસ્તોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે, એમ નરસિંહપુરના જિલ્લા કલેક્ટરક દીપક સક્સેનાએ જણાવ્યું હતું. આમાં ચોંકાવનારી વાત એ છે કે એક મજૂરમાં કોરોનાનાં લક્ષણ જોવા મળ્યાં છે. જેથી ટ્રકની કેરીઓનો નાશ કરવામાં આવ્યો છે.
કોરોના સંકટને કારણે લોકડાઉન દરમ્યાન મજૂરોની હાલત કફોડી થઈ છે. આ પ્રવાસી સેંકડો મજૂરો પગપાળા પોતાના વતન પહોંચી રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશભરમાં લોકડાઉન છતાં કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં કુલ કોવિડ-19ના પોઝિટિવ કેસનો આંકડો 63,000ની નજીક પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના અત્યાર સુધી 2109 લોકોનાં મોત થયાં છે, જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 62,939 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોના 3277 નવા કેસ આવ્યા છે અને 128 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 19,358 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.રિકવરી રેટ સુધરીને 30.75 ટકા થયો છે.
ત્રણ રસી પર અમેરિકી અને ભારતીય કંપનીઓ કામ કરી રહી છે
અમેરિકીમાં ભારતના એમ્બેસેડર તરનજિત સિંહ સંધુએ કહ્યું હતું કે કમસે કમ ત્રણ રસી પર જે ભારતીય અને અમેરિકી કંપનીઓ એકસાથે કામ કરી રહી છે. અમે આ સંકટ સમયે એક મહત્તવપૂર્ણ ભાગીદાર છીએ અને અમેરિકાને બતાવ્યું છે કે ભારત ખભેખભા મિલાવીને કામ કર્યું છે. ભારત અમેરિકાનું વિશ્વસનીય ભાગીદાર છે.
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીના સંકટનો સામનો કરવામાં મદદરૂપ થવા માટે નરેન્દ્ર મોદી સરકારે ‘આરોગ્ય સેતુ’ એપ્લિકેશન તૈયાર કરી છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું છે કે આ એપની મદદથી દેશભરમાં કોરોના વાઈરસના નવા ઉભરતા 300 હોટસ્પોટ્સની જાણકારી મળી છે.
કાંતે કહ્યું કે, ‘આરોગ્ય સેતુ’ એપ ન હોત તો આ 300 હોટસ્પોટ્સ પકડમાં આવી શક્યા ન હોત.
આ એપ્લિકેશને સત્તાવાળાઓને દેશભરમાં કોરોનાના 650 હોટસ્પોટ્સ અને 300 નવા ઉભરતા હોટસ્પોટ્સની જાણકારી આપીને એલર્ટ કરી દીધા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અમિતાભ કાંતે કહ્યું કે મહારાષ્ટ્રમાં આરોગ્ય એપે 18 જિલ્લાઓમાં 60 હોટસ્પોટ્સનો પતો લગાવ્યો છે. દેશભરમાં, 13-20 એપ્રિલ વચ્ચે 130 હોટસ્પોટ્સની ઓળખ કરી હતી. બાદમાં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અનુમાનિત હોટસ્પોટ્સને વાસ્તવિક હોટસ્પોટ્સ તરીકે ઘોષિત કર્યા હતા.
કાંતે કહ્યું કે, ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરનારાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 12,500 જણ કોરોના પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યું છે. ‘આરોગ્ય સેતુ’ દુનિયાના કોઈ પણ અન્ય ટેસ્ટિંગ પ્લેટફોર્મ કરતાં વધારે સારી છે.
અત્યાર સુધીમાં 6 કરોડ 90 લાખ લોકોએ ‘આરોગ્ય સેતુ’થી પોતાના આરોગ્યની જાંચ કરાવી છે. આમાં 34 લાક લોકોએ પોતાને બીમાર ઘોષિત કર્યા હતા, કારણ કે એમનામાં એક અથવા ત્રણથી વધારે લક્ષણ જોવા મળ્યા હતા. 70 સ્વાસ્થ્યકર્મીઓની સમર્પિત ટીમ એવા સાડા છ લાખ લોકો સુધી પહોંચી છે જેમનામાં બે કે તેનાથી વધારે લક્ષણ જોવા મળ્યા હતા.
‘આરોગ્ય સેતુ’ યૂઝર્સને એ જાણકારી મેળવવામાં મદદ કરે છે કે એમની પર કોરોના વાઈરસનું જોખમ છે કે નહીં. આ એપ કોરોના તથા એના લક્ષણોથી બચવાના ઉપાયો પણ દર્શાવે છે.
ભારતમાં કોરોના કેસોની સંખ્યા 60 હજારની નજીક
દરમિયાન, ભારતમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા 59,662 પર પહોંચી ગઈ છે. આમાં, 39,834 જણ સક્રિય છે, 17,846 લોકો સાજા થઈ ચૂક્યા છે અને 1,981 જણના મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્રમાં, ગઈ કાલે કોરોનાના નવા 1,165 કેસો મળ્યા હતા અને વધુ 48 જણના મોત નિપજ્યા હતા. રાજ્યમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 20,228 પર પહોંચી છે.
દુનિયાભરમાં, કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 41 લાખની ઉપર ગઈ છે. મૃત્યુઆંક 76 હજારથી વધુનો થયો છે.
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિક થાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુના અટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચાર મતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિક આસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પ્યુટરક્ષેત્રે કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટી દોરવણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.
લોકડાઉનમાં આજે આપણે બધા આપણી જાત સાથે નજર કેદ બની ગયા છીએ. જોકે આ સ્થિતિ હવે થોડાજ વખતની મહેમાન છે. બધું રાબેતા મુજબ ધીમી ગતિએ ચાલતું થઇ જવાનું. છતાં આ સ્થિતિમાં સહુથી મોટો સહારો બની ગયા હતા ઈન્ટરનેટ અને ટેલિવિઝન. ઈન્ટરનેટનો ઉપયોગ આજે આધુનિક જીવન માટે અનિવાર્ય બની ગયો છે. નાના બાળકોથી લઈને મોટા ધર્મગુરુઓ અને સામાન્ય માનવીથી લઈને ડોક્ટર્સ, વૈજ્ઞાનિક દરેકની માટે ઈન્ટરનેટ જેની જરૂરીયાત એ પ્રમાણે જમણો હાથ બની ગયું છે.
જે ફોન અને સોશિયલ મીડીયાને લોકો ગાળો આપતા હતા એ બધાની માટે આજે આ સંકટ સમયની સાંકળ બની ગયું છે. સાવ એકાંતમાં પણ બધાની સાથે હોવાનો ભ્રમ એકલતા ભાંગવામાં મદદ કરી રહ્યો છે.
વિચાર કરીએ આજની સ્થિતિમાં અચાનક ઈન્ટરનેટ સાવ બંધ થઇ જાય તો આવા ગંભીર વાતાવરણમાં આપણો સમય કેમ પસાર થશે? દૂર રહેતા સ્વજનો અને તેમની સ્થિતિ વિષે કેમ જાણી શકીશું? દુનિયાના આ છેડે થી બીજા છેડા સુધીના સમાચારો આજ માધ્યમાં દ્વારા પળવારમાં જાણી શકાય છે. આજે તો ઈન્ટરનેટ એક હાલતી ચાલતી લાઈબ્રેરી, શોધખોળનો ખજાનો, હરતું ફરતું દવાખાનું બની ગયું છે. અહી ભાતભાતના લોકો અને સલાહોનો રોજ ઢગલો ખડકાય છે તેમાંથી તમારે જોઈતું અને મનગમતું વાંચો, જૂઓ અને સમય પસાર કરો.
દરેક સારી ખોટી પરિસ્થિતિ એકજ વસ્તુ કે ટેવને કઈક અલગ રીતે જોવા વિચારવાની તક આપે છે. આજે ફોનકોલ, વિડીયોકોલ દ્વારા ચેટીંગ દ્વારા આજે લાગણીઓનું અરસપરસ આદાન પ્રદાન થાય છે. ભલે રૂબરૂમાં મુલાકાત શક્ય ના બને પરંતુ આ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની સહાયથી રોજીંદી હુંફ લાગણીઓ જળવાઈ રહે છે.
સામાન્ય સ્થિતિમાં કહેતા હતા કે આ બધા ઉપકરણોના વપરાશથી સોશિયલ મીડિયા સાથેના વધુ સંપર્કને કારણે અંગત જીવનમાં કૌટુંબિક પ્રિયજનો સાથેના સંબંધમાં તિરાડ પડે છે દૂરતા આવે છે. જોકે એકરીતે આ વાત સાચી હતી. પરંતુ આજે સમય પસાર કરવાનું હાથવગું સાધન બની ગયું છે.
ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાનું કઈ ખોટું નથી, પરંતુ આમ કરતા જેઓ સાવ નજીક છે પાસે છે તેમને અવગણવા નહિ. મોટાભાગના રોજીંદી બીઝી લાઈફમાં પરિવારને પુરતો સમય આપી શક્યા નથી, તેમની માટે તો આ સુવર્ણ અવસર બની જશે. ગોલ્ડન સમય છે બાળકો સાથે વિતાવવાનો. એમાય જેમના બાળકો નાના છે તેમની માટે આ સમય જીવનભરની યાદ બનીને રહી જશે તેમાં જરાય શંકા નથી. બાળકો સાથે આપણે ના કરીએ એટલું ઓછું છે.
તેમાંય અમેરિકા જેવા દેશોમાં કે શહેરોમાં જ્યાં માતાપિતા બંને બહાર કામ કરતા હોય ત્યારે નાના બાળકોને ડે કેર કે અર્લી એજ્યુકેશન જેવા સેન્ટરોમાં મૂકવા પડે છે. ના છૂટકે બાળકોને દુર રાખવા પડે છે. આ લોકડાઉનમાં અહી ઘણાને ઘરે રહીને કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે તેમની ખુશી બેવડાઈ ગઈ છે.
એક ઉદાહરણ. પ્રણાલી અને પ્રણવ બંને બહાર કામ કરે છે. આવા સમયમાં તેમની ૩ વર્ષની દીકરી આયાના હાથે મોટી થતી રહી છે. અત્યારે બંનેને ઘરે થી કામ કરવાનું બનતા તેઓ વારાફરતી કામ કરી દીકરીને સાચવી રહ્યા છે. રોજ રાત્રે સુતા પહેલા તેમની દીકરી એકજ પ્રશ્ન પૂછે છે. મોમ-ડેડ કાલે પણ વિકેન્ડ છે ને? ખુબ મઝા પડી ગઈ છે તેને. આમ, બાળકો માટે આ ડિઝનીલેન્ડ જેવું સુખદ સંભારણું બની રહ્યું છે.
મોટાભાગના દરેકે તેમના બાળપણમાં રવિવારના દિવસે સવારમાં અડઘો કલાક પપ્પા સાથે પથારીમાં પડ્યા રહી ધમાલ કરી હશે, ઘરમાં કશુજ કરવા જેવું ના હોય ત્યારે બોર્ડ ગેઈમ જેમકે સાપસીડી, કેરમ, સોગઠા કે કુકીઓ અને અમદાવાદ તથા સંતાકૂકડી કે પકડદાવ જેવી રમતો રમી હશે. જે લગભગ આજે શહેરોમાં લુપ્ત થઇ ગઈ છે. પ્રદેશમાં તો બાળકોએ આ નામ પણ નથી સાંભળ્યા. એ સુખ એ સંભારણાને ફરી જીવવાનો સમય આવી ગયો છે. બસ, જીવી લઈએ ફરી ફરી અને દુઃખના આ દિવસોને હરાવી દઈએ.
આજે અમેરિકામાં ઘરઘરમાં બાળકો પોતાની દુનિયા છોડીને આવી ગયા છે. અત્યારની સ્થિતિ પ્રમાણે બહાર બધુજ બંધ છે તેથી તેમની પાસે ગમે કે ના ગમે એકજ વિકલ્પ બાકી છે ઘરમાં રહી સમય વિતાવવો. જેઓ બહાર રહી મિત્રો સાથે વધુ રહેતા તે બધા આજે ફેમીલી સાથે સમય પસાર કરી તેમની વધુ નજીક આવી રહ્યા છે. સમય પસાર કરવાના બહાને પણ નવું શીખી રહ્યા છે.
આપણે બધાને ટૂંકમાં અતિ વ્યસ્તતાના બહાના હેઠળ બાકી રહેલા બધા કામ પુરા કરવાનો સમય મળ્યો છે. દરેકે મનમાં એકજ વિચાર રાખવો જોઈએ કે “આ સમય મારા જીવનભરનું સંભારણું બની રહે”. ઘરમાં દરેક વ્યક્તિ એકબીજાને ગમતું કરે, બધા કામ હળીમળીને કરે તો સમયનો સહુથી સારો ઉપયોગ કર્યો ગણાય. આમ કરવાથી એકબીજાની તકલીફ તેના ગુણ અને ઉણપ સમજી શકાય છે. પ્રેમમાં ચોક્કસ વધારો થાય છે.
પતિ-પત્નિ બંનેની માટે આ દિવસો સંભારણા બની જવા જોઈએ. એવી રીતે જીવી લેવું કે આ મળેલી રજાઓ ફક્ત એકબીજા માટેની ભેટ છે. બાકીના દિવસોમાં ઘડિયાળનાં કાંટા સાથે જીવતા હોય તેઓને અત્યારે સંપૂર્ણ રાહત લાગે છે. સમયની મોટી ભેટ મળી લાગે છે.
ઘરમાં ઘરડા માતાપિતા હોય તેમની સાથે ઘડીભર બેસી ગપાટા મારવાનું કદાચ રોજબરોજની જીંદગીમાં નહિ બન્યું હોય તો આ સમયનો ઉપયોગ કરી તેમની સાથે જુના સંસ્મરણો દોહરાવતા બાળપણમાં આંટો લગાવી અવાશે. આ સમયે તેમના ચહેરાની આભા તમારું બધુજ દુઃખ હળવું કરી નાખશે.
અત્યારે કોઈ સોશિયલ પ્રસંગોમાં કે બહાર જવાનું ના હોવાથી જવાનું, કોઈ દેખાડો કે કોમ્પીટીશન રહ્યા નથી. જીવન સાદાઈમાં સમેટાઈ ગયું છે, બધું જ માત્ર ઘર અને કુટુંબને અનુલક્ષીને ગોઠવાઈ ગયું છે. ક્યારેક એવું લાગે છે કે આપણે સદિયો પાછળ ધકેલાઈ ગયા છીએ, માત્ર ઇલેક્ટ્રિસિટી, ઈન્ટરનેટ અને ટેલીવીઝન વધારાની મળેલી ભેટ છે. કાલની ચિંતા છોડી બસ મનભરીને જીવી લેવું, કારણ કાલે શું કરીશું એ વિચારવાથી આજ અને કાલ બન્ને ભારે લાગશે..
માત્ર તકલીફ પડી રહી છે એ લોકોને જેમને વીકલી પગાર ઉપર જીવવાનું છે. દેશમાં અને પરદેશમાં ઘણા લોકો એવા છે જેમની પાસે પોતાના ઘર નથી સાથે કોઈજ મૂડી નથી. બસ અઠવાડીયાના પગારમાં ચલાવવાનું અને ફરી પગારના દિવસની રાહ જોવાની. જોકે અહીની ગવર્મેન્ટ તરફથી આ સમય માટે દરેક વ્યક્તિ દીઠ ૧૨૦૦ ડોલર્સ અને બાળક દીઠ પાનસો ડોલર્સ ચૂકવ્યા છે. જેથી બધું રાબેતા મુજબ થતા સુધી ઘરખર્ચ નીકળી શકે. દરેક દેશની સરકાર આ કરી શકે તેમ નથી એથી એ લોકોને ચોક્કસ મુશ્કેલીઓ પડવાની.
કોઈ પણ જટિલ સંજોગોમાં, એમાય એકલતામાં જ્યારે કઈ પણ ના કરવા જેવું હોય, ત્યારે ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું જોઈએ. જેથી કરીને વ્યસ્તતામાં આ સમય નીકળી જાય. પ્રવૃત્તિઓની વાત આવે એટલે સહુ પહેલા શોખના વિષયો નજર સમક્ષ આવી જાય છે. આપણા બધામાં કંઈકને કઈ આવડત રહેલી છે, જો એ પ્રમાણે શોખને વિકસાવવામાં આવે તો વ્યસ્તતા સાથે કશુંક પ્રાપ્ત થયાની ખુશી મેળવી શકાય છે.
જ્યારે સાવ નવરા હોઈએ, ઘરમાં પૂરાએલા હોઈએ ત્યારે કરવા જેવું ઘણું છે જેમકે શોખ પ્રમાણે વાંચન કરવું, લેખન કરવું, જો વાંચવાનો શોખ નથી તો સ્ત્રીઓને ભરવા ગૂંથવાનો કે ફેશનમાં રસ હોય તો એ પ્રમાણે ડીઝાઈનનું કલેક્શન ભેગું કરી શકાય. પુરુષ હોય તો હેન્ડીમેન બની ઘરમાં નાનામોટા ફેરફાર કરી શકે, કેટલાકના મનમાં રસોઈ કરતા શીખવાની ઈચ્છા રહેલી હોય છે તો તેમની માટે આ ગોલ્ડન ટાઈમ છે. મોટાભાગના પુરુષો બહાર કામમાં વ્યવસ્થિત હોય છે, પરંતુ ઘરમાં આળસ રાખે છે. તેઓ આ સમયમાં અસ્તવ્યસ્ત રહેલા પેપર ફાઈલો બધુજ ઓર્ગેનાઈઝ કરી શકે છે.
આ બધામાં વ્યસ્ત રહેવાને કારણે સામાન્ય જીવનમાં તાણ ઉભી થતી હતી. દરેક વ્યક્તિને ફરિયાદ હતી કે સમય મળતો નથી. પરંતુ આજે કોરોનાને કારણે લગભગ બધાને સાવ ઘરમાંજ બેસી રહેવાનું બન્યું છે. બહારના બધાજ સંપર્કો લગભગ બંધ થઇ ગયા છે ત્યારે ખુબ સમય મળી રહ્યો છે. વધારામાં હાથવગા ફોન અને ઈન્ટરનેટ છે.
સમયના અભાવે જે પણ મિત્રો સંબધીઓ સાથે વાતચીત ઘટી ગઈ હોય તેમની સાથે સુખ દુઃખ જાણવા વહેચવા માટે ફોન કરી લેવા જોઈએ. આવા સમયમાં કોઈને પણ યાદ કરશો તો સબંધોમાં મીઠાશ વધી જશે. અને સમય પણ કપાઈ જશે. લગભગ દરેક આ વાતને કબુલ કરશે કે આ સમયમાં જુના સંબધો અને મિત્રો સાથે વાતચીતના દોર સંધાયા હશે, સુખદ અનુભવ થયા હશે.
તણાવની પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટેનો સરળ માર્ગ છે ઇન્ટરનેટનો સારો અને સાચી દિશાનો ઉપયોગ. કંટાળા કે એકલતાને ચપટી વગાડતા ભગાવી દઇ શકાય છે. ઘણું વાચવાનું શીખવાનું કે સોશ્યલ સંપર્ક બધું એકજ ક્લિકમાં નજર સમક્ષ મળી જાય છે ત્યારે શું કામ ઉદાસીનતા અનુભવવી. બસ આને વળગણ અને વ્યસન નાં બનાવતા તેનો ઉપયોગ કરતા શીખી લેવું જોઈએ. સમય પસાર કરવા હવે ઓનલાઈન ગેમ પણ ખુબ વધી રહી છે. જેમાં દૂર રહીને પણ સામસામે રમત રમી હારજીતની મઝા માણી શકાય છે.
ઈન્ટરનેટ દ્વારા ઑનલાઇન શોપિંગનું ચલણ વધી ગયું છે જે આજે ખૂબ કામમાં આવે છે. તેના વિકલ્પથી બંધ માર્કેટ હોવા છતાં ઘરેબેઠા જરૂરી વસ્તુઓ આવી જાય છે. ભારતમાં પણ ઓનલાઈન શોપિંગનું ચલણ વધતું ગયું છે જેના દ્વારા આજે સટડાઉન સ્થિતિમાં ઘણા વિકલ્પો ખુલી ગયા છે. છતાં ગામડા અને ગરીબાઈમાં જીવતા લોકો માટે આ સુવિધાઓ સ્વપ્નવત રહી છે.
અમેરિકામાં ગ્રોસરીથી માંડી આલ્કોહોલ પણ ઘરે આવી જાય છે આથી એ પ્રશ્ન પણ હવે સોલ્વ થઇ ગયો છે. જેટલી જરૂર અહી લોકોને કરિયાણાની છે તેટલીજ જરૂરીયાત લોકોને આલ્કોહોલની રહે છે. બીઝી હોય કે નવરા, સુખ હોય કે દુઃખ બસ ડ્રીન્કસ જોઈએ જ. અને એટલે અમેરિકામાં કટોકટીનાં લોકડાઉન ના સમયમાં પણ મોટાભાગના સ્ટેટમાં આલ્કોહોલના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો નથી.
ઑનલાઇન ચેટિંગ દ્વારા પણ સમય વ્યતીત કરી શકાય છે. જોકે અહી સમયનો વપરાશ ઓછો થાય એટલુજ સારું છે. આમ પણ ફેમિલીની સાથે રહેતા લોકોનું ચેટીંગ ઓછુજ થઇ જાય છે. પોતાને મનગમતી પ્રવ્રીત્તિમાં કુટુંબ અને મિત્રોની ઉપેક્ષા ના કરવી, દુઃખના આપત્તિના આ સમયમાં વ્યસ્ત રહેવું એજ ઉપચાર છે.
પરંતુ જેઓ બીજાની તકલીફો જોઇને પણ ઘણા દુઃખી થતા રહે છે. આવા સમયે ગમે તેટલું ગમતું કરે છતાં તેઓ ખુશ રહી શકતા નથી. વિચારો સમય પ્રમાણે આવતા જતા રહે છે, તેને ડામી દેવા પણ યોગ્ય નથી. આમ કરવાથી સંવેદનશીલતા બુઠ્ઠી થતી જાય છે. આપણી ઉપર દુઃખ આવે તેને સહન કરવા જેમ તાકાત જોઈએ તેમ તેને દુર કરવા માટે પણ હિંમત જોઈએ. કપરા સમયમાં બને તેટલી બીજાઓને મદદ મળી રહે એ માટે પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ.
દરેક સમયની એક જરૂરીયાત હોય છે એ પ્રમાણે યથાશક્તિ યોગદાન આપવાથી કંઇક કર્યાની અનુભૂતિ થવાથી મન હળવું થશે. આમ કરીને સમયનો સાચો સદુપયોગ કરી શકાશે.