Home Blog Page 4778

નિયમના ભંગ બદલ મહારાષ્ટ્રમાં રેશનિંગની 483 દુકાનો સસ્પેન્ડ

મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારના આદેશથી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. હાલ એનો પાંચમો તબક્કો ચાલે છે. આ લોકડાઉનમાં જે તે રાજ્યમાં કોઈ ભૂખ્યું ન રહે એની જવાબદારી રાજ્ય સરકારની નક્કી કરવામાં આવી છે. આ જવાબદારી રાજ્ય સરકારના અન્ન, નાગરી પુરવઠા અને ગ્રાહક સંરક્ષણ મંત્રાલય-વિભાગની છે.

નાગરિકોને અનાજનું વિતરણ કરવાની જવાબદારી સસ્તા અનાજના દુકાનદારોને સોંપવામાં આવી છે, પરંતુ આ કામગીરીમાં અનિયમિતતા દાખવવા બદલ અને નિયમોનું પાલન ન કરવા બદલ સમગ્ર મહારાષ્ટ્રમાં ગઈ 23 માર્ચથી 31 મે, 2020 સુધીમાં 483 રેશનિંગ દુકાનોને સસ્પેન્ડ કરવામાં આવી છે, 322 દુકાનદારોના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે તેમજ રેશનિંગની 93 દુકાનોના દુકાનદારોની 100 ટકા અનામત રકમ (ડિપોઝીટ) જપ્ત કરવામાં આવી છે.

મુંબઈ શહેરમાં 25 રેશન દુકાનોને સસ્પેન્ડ કરવામાં આવી છે અને 8 દુકાનદારોના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે.

રાજ્યના અન્ન, નાગરી પુરવઠા ગ્રાહક સંરક્ષણ પ્રધાન છગન ભુજબળે કહ્યું છે કે હવે પછી રાજ્યમાં રેશનિંગની દુકાનોમાં કાળાબજાર કરનાર, ગ્રાહકોને અનાજનું વિતરણ કરતી વખતે ઓછું અનાજ આપવા કે વધારે પૈસા લઈને નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભુજબળના અધ્યક્ષપદ હેઠળ ગઈ કાલે મુંબઈમાં મંત્રાલય ખાતે આ વિભાગના ટોચના અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી.

જૂન મહિનામાં અનાજનું વિતરણ વધારવાનું રહેશે એવું આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. જે ગરીબ લોકો પાસે રેશનિંગ કાર્ડ ન હોય એમને કેન્દ્ર સરકારની યોજન અંતર્ગત અનાજનું વિતરણ કરવાનું રહેશે. સસ્તા દરની અનાજ દુકાનો માટે વીમા કવચ આપવું જોઈએ, સાર્વજનિક વિતરણ વ્યવસ્થા મુજબ ખાદ્યતેલ, આખા ધાન્ય વગેરેનું વિતરણ કરવા માટે નવી યોજના તૈયાર કરવી, તુવેરદાળ-ચનાદાળ વિતરણનું  આયોજન કરવું, શિવભોજન યોજના જેવા વિષયો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.

દરમિયાન, કોરોના વાઈરસને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ઈ-પાસની જે પદ્ધતિ શરૂ કરી છે તે અંતર્ગત ઈ-પાસની મુદત આ જૂન મહિનાના આખર સુધી લંબાવવામાં આવી છે.

જેસિકાનાં હત્યારા મનુ શર્માની સજા-માફીથી ખુશ નથી વિદ્યા બાલન

નવી દિલ્હી: 1999માં દિલ્હીમાં મોડેલ જેસિકા લાલની કરાયેલી હત્યા દેશના સૌથી ચર્ચિત કેસોમાંનો એક રહ્યો છે. એ ઘટનામાં મોડલ જેસિકા લાલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. અપરાધી મનુ શર્માને 1 જૂન 2020ના રોજ દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે મનુ શર્માના ‘સારા વર્તાવ’ ને આધારે સમય પહેલા જ સજા માફ કરવાનો આદેશ આપ્યો છે. બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન આ નિર્ણયથી ખુશ નથી.

વિદ્યા બાલને 2011માં આ ઘટના પર બનેલી ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’ માં જેસિકા લાલની મોટી બહેન સબરીના લાલનો રોલ કર્યો હતો. મનુ શર્માને સજામાંથી મુક્ત કરવાના નિર્ણયને વિદ્યાએ ખોટો ગણાવ્યો છે. વિદ્યા બાલને કહ્યું કે, મને લાગે છે કે આવા લોકો માટે કોઈ પણ સજા ઓછી પડે. શક્ય છે કે, તે સુધરી ગયો હોય. હું આશા રાખું કે, તે સુધરી ગયો હોય.

મનુ શર્મા હરિયાણા કોંગ્રેસના નેતા વિનોદ શર્માનો પુત્ર છે. 30 મે 1999માં એક રેસ્ટોરન્ટ-કમ-બારમાં પોતાને દારુ આપવાની મનાઈ કરવા પર મનુ શર્માએ જેસિકાની ગોળી મારી હત્યા કરી દીધી હતી. ત્યારપછી લગભગ 7 વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યા બાદ મનુ શર્માને આજીવન જેલની સજા સંભળાવી હતી.

મહત્વનું છે કે, વર્ષ 2011માં રાજ કુમાર ગુપ્તાએ આ ઘટના પર એક ફિલ્મ બનાવી હતી ‘નો વન કિલ્ડ જેસિકા’. એ ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત રાની મુખર્જી પણ હતી જે એક ટીવી પત્રકારના પાત્રમાં હતી.

કોરોનાના 9304 નવા કેસ, 260નાં મોત

નવી દિલ્હીઃ વિશ્વભરના તમામ દેશોની સાથે દેશમાં કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,16,919 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 9304 નવા કેસ નોંધાયા છે અને 260 લોકોનાં મોત થયાં છે. દેશમાં પહેલી વાર 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધી આ વાઇરસથી 6075 લોકોનાં મોત થયાં છે. આ બીમારીમાંથી 1,04,107 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.રિકવરી રેટમાં ઘટાડો નોંધાયો છે, એ ઘટીને 47.99 ટકા થયો છે.

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 63 લાખને પાર

વિશ્વભરમાં કોરોના વાઇરસ 180થી વધુ દેશોમાં ફેલાયો છે. વિશ્વમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા63 લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી આ વાઇરસથી સાડાત્રણ લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

WHOએ હાઇડ્રોક્સિક્લોરોક્વીનના પરીક્ષણની મંજૂરી આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોવિડ-19ની એન્ટિ-મલેરિયા ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વીનનું પરીક્ષણ ફરી શરૂ કર્યું છે. આ પહેલાં WHOએ કોવિડ-19ના પ્રાથમિક સારવારમાં મલેરિયાવિરોધી દ્વા હાઇડ્રોક્સિક્લોરોક્વિનના વૈશ્વિક પરીક્ષણ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ મૂક્યો હતો.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

સુવિચાર – ૪ જૂન, ૨૦૨૦

સુવિચાર – ૪ જૂન, ૨૦૨૦

પંચાંગ 04/06/2020

અમેરિકાનાં હિંસક પ્રદર્શનોમાં ગાંધીની પ્રતિમા ખંડિત

વોશિંગ્ટનઃ અમેરિકાના પાટનગર વોશિંગ્ટન DCમાં #blacklivesmatter પ્રદર્શનમાં સામેલ કેટલાંક તોફાની તત્ત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. જોકે સ્થાનિક પોલીસે મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પાછલા કેટલાક દિવસોથી અમેરિકામાં અશ્વેત શખસ જ્યોર્જ ફ્લાઇડના મોત પછી પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને કેટલીક જગ્યાએ આ પ્રદર્શનો હિંસક થઈ ગયાં છે. અનેક જગ્યાએ દેખાવકારો દ્વારા તોડફોડના સમાચારો આવી રહ્યા છે.  

જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ પછી હિંસા

અમેરિકામાં પોલીસ હિરાસતમાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઇડના માર્યા ગયા પછી ભડકેલાં હિંસક પ્રદર્શનોના કેટલાય દિવસ પછી રસ્તાઓ પર હવે શાંતિ દેખાઈ રહી છે અને દેખાવો હવે ધીમે-ધીમે શાંતિપૂર્ણ થઈ રહ્યાં છે. મિનિયાપોલિસમાં 25 મેએ એક શ્વેત પોલીસ અધિકારી દ્વારા ફ્લોઇડને ગળા પર ઘૂંટણભેર દબાવવાનો વિડિયો વાઇરલ થયા પછી અમેરિકામાં વ્યાપક જનાક્રોશ છે.આ વિડિયોમાં ફ્લોઇડ પોલીસ અધિકારીને કહી રહ્યો છે કે તે શ્વાસ નથી લઈ શકતો, છતાં એ પોલીસ અધિકારીએ પોતાના ઘૂંટણ એના ગળાથી હટાવતો નથી અને ધીમે-ધીમે ફ્લોઇડ શ્વાસ રૂંધાવા લાગતાં અંતે મૃત્યુ પામે છે.

ન્યુ યોર્કમાં રાત્રે લૂંટફાટ

ન્યુ યોર્ક શહેરમાં રાતભર લૂંટફાટના સમાચાર છે અને હિંસક પ્રદર્શન શરૂ થયા પછી બુધવાર સુધીમાં 9000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેથી વોશિંગ્ટન અને ન્યુ યોર્ક જેવાં શહેરોમાં લોકોને દિવસે પણ રસ્તાઓ પર ના આવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દેખાવકારો લોસ એન્જલસ, મિયામી, સેન્ટ પોલ, મિનિસોઆ, કોલંબિયા, સાઉથ કૈરોલિના અને હ્યુસ્ટન સહિત અનેક જગ્યાએ રસ્તા પર ઊતરી આવ્યા હતા.

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 04/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારી કામકાજ, સોના, ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલન મુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિક કે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગ ક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગ ક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવો તો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

Chitralekha Gujarati – June 15, 2020

PDF Version

ફૂટપાથ પરના વેપાર થકી આત્મનિર્ભર થવાનો પ્રયાસ

અમદાવાદ: કોરોનાની મહામારી ભારતમાં પ્રવેશી પછી રોગપ્રતિકારક શક્તિ વધારવાની વસ્તુઓ ચપોચપ વેચાવા માંડી છે. જેમાં આયુર્વેદિક, હોમિયોપેથી અને એલોપથી દવાઓની સાથે લીંબુ અને મોસંબી જેવા ફળ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે.

લૉકડાઉનમાં છૂટછાટ મળ્યા પછી પણ ચોક્કસ જીવનજરૂરી ચીજવસ્તુઓનું જ વધારે વેચાણ થઇ રહ્યું છે. ફેરિયા અને ફૂટપાથ પર વેપાર ધંધો કરતાં લોકો પણ કોરોના કાળમાં વેચાય એવી જ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.

અમદાવાદ જેવા શહેરના માર્ગો પર ઠેરઠેર મહારાષ્ટ્રથી આવેલી મોસંબી વેચાઇ રહી છે. ઉત્તર ગુજરાતથી આવેલા ફૂટપાથ પર જ રહી સિઝનલ વેપાર કરી આત્મનિર્ભર થવા પ્રયાસ કરતાં લોકોને હાલ પેટિયું રળવામાં દબાણની ગાડીઓની પરેશાની છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કંગનાએ નાની બહેન માટે બનાવ્યું આલિશાન ઘર

બોલિવુડ અભિનેત્રી કંગના રણૌતની નાની બહેન રંગોલી ચંદેલનું નવું ઘર તૈયાર થઈ ગયું છે. તાજેતરમાં જ રંગોલીએ તેનાં નવા ઘરની કેટલીક તસવીરો શેર કરી હતી.

રંગોલી ચંદેલનું આ ઘર તેમના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામમાં છે. લોકડાઉન વચ્ચે ગયા મહિને જ રંગોલીએ આ નવા ઘરમાં ગૃહપ્રવેશ પૂજા કરી હતી. આ વાસ્તુ પૂજામાં કંગના અને અન્ય પરિવારજનો હાજર રહ્યા હતા.

તમને થતું હશે કે અહીં કંગનાના બહેનના ઘરની શા માટે વાત કરવામાં આવી રહી છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે, રંગોલીનાં આ ઘરની ઈન્ટીરિયર ડિઝાઈન કંગના રણૌતે જાતે તૈયાર કરી છે.

રંગોલીએ તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવા ઘરની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કંગના ઘરના ઈન્ટીરિયર પર કામ કરી રહી છે. આ ઉપરાંત કંગના કર્મચારીઓને ડિઝાઈન અંગે સમજાવી રહી હોય તેવી તસવીર પણ રંગોલીએ શેર કરી છે.

પોતાની એક્ટિંગથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી ચૂકેલી કંગનાએ સાબિત કરી બતાવ્યું કે તે ખરેખર મલ્ટી ટેલેન્ટેડ છે.

રંગોલીએ જણાવ્યું કે તેણે કંગનાની સ્ટાઈલથી અલગ અને થોડો મુશ્કેલ ટાસ્ક આપ્યો છે, પણ કંગનાએ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને કમાલ કરી દીધી.

કંગના એની બહેન રંગોલી અને બનેવી અજય ચંદેલ સાથે.