ફૂટપાથ પરના વેપાર થકી આત્મનિર્ભર થવાનો પ્રયાસ

અમદાવાદ: કોરોનાની મહામારી ભારતમાં પ્રવેશી પછી રોગપ્રતિકારક શક્તિ વધારવાની વસ્તુઓ ચપોચપ વેચાવા માંડી છે. જેમાં આયુર્વેદિક, હોમિયોપેથી અને એલોપથી દવાઓની સાથે લીંબુ અને મોસંબી જેવા ફળ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે.

લૉકડાઉનમાં છૂટછાટ મળ્યા પછી પણ ચોક્કસ જીવનજરૂરી ચીજવસ્તુઓનું જ વધારે વેચાણ થઇ રહ્યું છે. ફેરિયા અને ફૂટપાથ પર વેપાર ધંધો કરતાં લોકો પણ કોરોના કાળમાં વેચાય એવી જ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.

અમદાવાદ જેવા શહેરના માર્ગો પર ઠેરઠેર મહારાષ્ટ્રથી આવેલી મોસંબી વેચાઇ રહી છે. ઉત્તર ગુજરાતથી આવેલા ફૂટપાથ પર જ રહી સિઝનલ વેપાર કરી આત્મનિર્ભર થવા પ્રયાસ કરતાં લોકોને હાલ પેટિયું રળવામાં દબાણની ગાડીઓની પરેશાની છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)