રાજ્યમાં કોરોનાના નવા 485 કેસઃ 30 દર્દીના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 5 દિવસમાંથી દરરોજ 400થી વધુ કેસ નોંધાયા છે.  આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે મંગળવારની સાંજથી આજ સાંજ સુધીમાં નવા 485 કેસ નોંધાયા છે, જ્યારે 30 દર્દીના મૃત્યુ થયા છે. આજે 318 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 18117 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1122એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12212 દર્દીઓને સાજા થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 10, આણંદમાં 1, રાજકોટમાં 1, અરવલ્લીમાં 2, મહેસાણામાં 4, પંચમહાલમાં 3, ખેડા અને પાટણમાં 5-5, ભરૂચમાં 3, સાબરકાંઠા, દાહોદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં 1-1 અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]