કોરોનાના 9304 નવા કેસ, 260નાં મોત

નવી દિલ્હીઃ વિશ્વભરના તમામ દેશોની સાથે દેશમાં કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,16,919 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 9304 નવા કેસ નોંધાયા છે અને 260 લોકોનાં મોત થયાં છે. દેશમાં પહેલી વાર 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધી આ વાઇરસથી 6075 લોકોનાં મોત થયાં છે. આ બીમારીમાંથી 1,04,107 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.રિકવરી રેટમાં ઘટાડો નોંધાયો છે, એ ઘટીને 47.99 ટકા થયો છે.

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 63 લાખને પાર

વિશ્વભરમાં કોરોના વાઇરસ 180થી વધુ દેશોમાં ફેલાયો છે. વિશ્વમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા63 લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી આ વાઇરસથી સાડાત્રણ લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

WHOએ હાઇડ્રોક્સિક્લોરોક્વીનના પરીક્ષણની મંજૂરી આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોવિડ-19ની એન્ટિ-મલેરિયા ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વીનનું પરીક્ષણ ફરી શરૂ કર્યું છે. આ પહેલાં WHOએ કોવિડ-19ના પ્રાથમિક સારવારમાં મલેરિયાવિરોધી દ્વા હાઇડ્રોક્સિક્લોરોક્વિનના વૈશ્વિક પરીક્ષણ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ મૂક્યો હતો.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.