Home Blog Page 4704

APSEZ 75 કરોડ ડોલરનાં બોન્ડ્સ ઇન્ડિયા INXના ગ્લોબલ પ્લેટફોર્મ પર લિસ્ટ કરશે

મુંબઈઃ BSEની ઇન્ટરનેશનલ પાંખ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા-INX)માં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિકસ ઝોન્સ 75 કરોડ યુએસ ડોલરનાં ફોરેન કરન્સી બોન્ડ્સ લિસ્ટ કરશે. ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટમાં કંપની દ્વારા બોન્ડ્સ ઇશ્યુ કરવાની આ પ્રથમ ઘટના છે. અદાણી પોર્ટ્સ ઓગસ્ટ, 2027માં પાકતાં 4.20 ટકાનાં 75 કરોડ યુએસ ડોલરનાં બોન્ડ્સ ઇશ્યુ કરશે.

ઈન્ડિયા INXનું ગિફ્ટ સિટી ખાતેનું ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ કંપનીઓને આંતરરાષ્ટ્રીય સમકક્ષ શરતોએ વિદેશી ભંડોળ એકત્ર કરવાની સર્વિસિસ પૂરી પાડે છે.

આ પ્રસંગે ઈન્ડિયા INXના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વી. બાલાસુબ્રમણિયમે કહ્યું કે અમે અદાણી પોર્ટ્સ એસઈઝેડના 4.20 ટકાના સ્પર્ધાત્મક દરે કરાઈ રહેલા 75 કરોડ યુએસ ડોલરના બોન્ડ ઈશ્યુનું સ્વાગત કરીએ છીએ. આ ઇશ્યુ ગ્લોબલ રોકાણકારોનો ભારતની મૂલ્યવાન કંપનીઓમાં રહેલો વિશ્વાસ દર્શાવે છે.

અમને એ વાતનો ગર્વ છે કે આવા કપરા કાળમાં પણ મોટી ત્રણ ભારતીય કંપનીઓએ દરિયાપારના રોકાણકારોને ઓફર કરેલા ઇશ્યુ અમારા ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ પર લિસ્ટેડ છે.

 

 

 

આઈપીએલ-2020ની સ્પોન્સરશિપમાંથી ચીની કંપની વિવો હટી ગઈ

નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક વિવો IPL ક્રિકેટ સ્પર્ધાને 2018થી સ્પોન્સર રહી છે, પરંતુ કંપનીએ આ વર્ષે T20 ટુર્નામેન્ટ માટે સ્પોન્સરિંગ કરવામાંથી હાથ પાછા ખેંચી લીધા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર વિવોએ જોકે BCCIની સાથે પોતાનાં પાંચ વર્ષના સ્પોન્સરશિપ કરારનો અંત નથી આણ્યો અને 2021, 2022 અને 2023માં આ જ ટુર્નામેન્ટને સ્પોન્સર કરશે.

ભારતમાં વધી રહેલી ચીનવિરોધી લાગણી વચ્ચે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિવો વિરોધી સૂર વચ્ચે કંપનીએ પોતાની સ્પોન્સરશિપ પાછી ખેંચી છે. આ વર્ષે IPLની મેચો UAEમાં રમાવાની છે, જેમાં દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં મેચો રમાવાની છે.

BCCIના એક સૂત્ર અનુસાર વિવોને બહાર કરવાનું કારણ એ પણ હોઈ શકે કે કંપની ટાઇટલ સ્પોન્સરશિપ માટે ઓછી રકમની ચુકવણી કરવા માગતી હોય. વિવો પ્રતિ વર્ષ 440 કરોડ રૂપિયા IPL ટુર્નામેન્ટ માટે આપે છે, પણ કંપની આ વર્ષે એમાં કપાત કરવા માગતી હોય એવું પણ બને. વળી, દેશમાં ચીનવિરોધી ભાવનાઓને કારણે કંપની પ્રતિકૂળ વેચાણને કારણે સ્પોન્સશિપમાં 130 કરોડ રૂપિયાનો કાપ મૂકવા ઇચ્છતી હતી.

ટાઇટલ સ્પોન્સરશિપ માટે ટેન્ડર જારી કરાશે

BCCI હવે આગામી ત્રણ દિવસમાં આ વર્ષની આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ માટે એક ટેન્ડર જારી કરશે અને પછી સ્પોન્સર્સ વિશે નિર્ણય લેશે. જોકે IPL ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યે કહ્યું હતું કે હું માત્ર એટલું કહી શકું કે અમારા બધા સ્પોન્સર્સ અમારી સાથે છે.

IPL ટુર્નામેન્ટ 2020 અથવા આઈપીએલ-13 આવતી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 53 દિવસો સુધી ચાલશે. 10 નવેંબરે ફાઇનલ મેચ સાથે ટુર્નામેન્ટનું સમાપન થશે. ટુર્નામેન્ટમાં ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે-બે મેચ રમાશે. બપોરની મેચો 3.30 વાગ્યાથી શરૂ થશે અને સાંજની મેચ 7.30 વાગ્યે શરૂ થશે.

લતાજીએ કિશોરકુમારને એમની 91મી જન્મતિથિએ યાદ કર્યાં

મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા અને ભારત રત્ન સમ્માનિત લતા મંગેશકરે દંતકથા સમાન દિવંગત પાર્શ્વગાયક કિશોર કુમારને એમની 91મી જન્મજયંતીએ યાદ કર્યાં છે અને સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

લતાજીએ એમનાં વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છેઃ ‘નમસ્કાર. આજે આપણા કિશોરદાની જયંતી છે. કિશોરદા એક મોજીલા માનવી હતા. આખો દિવસ બધાયને હસાવવા એ એમનું ગમતીલું કામ હતું. હું તો એમને મળ્યા પછી એક ક્ષણ પણ હસ્યા વગર રહી શકતી નહોતી. એ બધું હોવા છતાં એ પોતાનાં કામમાં 100 ટકા ચોક્કસ રહેતા હતા.’

આ ટ્વીટની સાથે લતાજીએ એક વિડિયો લિન્ક પણ પોસ્ટ કરી છે જે 1974ની હિન્દી ફિલ્મ આપ કી કસમના ખૂબ લોકપ્રિય બનેલા ગીત જય જય શિવશંકરની છે, જેમાં રાજેશ ખન્ના અને મુમતાઝની જોડી હતી. લતા અને કિશોર કુમારે આવા અનેક યુગલ ગીતોની ભેટ શ્રોતાઓ અને ફિલ્મરસિયાઓને આપી છે.

અમુક અન્ય ગીતો છેઃ ‘તેરે બિના ઝિંદગી સે કોઈ’, ‘ગાતા રહે મેરા દિલ’, ‘ભીગી ભીગી રાતોં મેં’, ‘દેખા એક ખ્વાબ તો’, ‘તેરે મેરે મિલન કી યે રૈના’, ‘તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ’, ‘ઈસ મોડ પે જાતે હૈં’ વગેરે.

કિશોર કુમારનો જન્મ 4 ઓગસ્ટ, 1929ના રોજ મધ્ય પ્રદેશના ખંડવામાં થયો હતો. 1987ની 13 ઓક્ટોબરે એમનું મુંબઈમાં નિધન થયું હતું.

સુશાંત મૃત્યુ કેસ સીબીઆઈને આપવા બિહાર સરકારે ભલામણ કરી

પટનાઃ સુશાંત સિંહ રાજપૂત રહસ્યમય મૃત્યુના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ કેન્દ્રીય સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરાવવાની સુશાંતના પિતા કે.કે. સિંહની માગણીને બિહારની સરકારે આજે મંજૂર રાખી છે અને તેણે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવે એવી ભલામણ કરી છે. કે.કે. સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે FIR નોંધાવ્યા બાદ બિહાર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને તપાસ કરવા માટે મુંબઈ પહોંચી છે. આ કેસમાં દરેક દિવસે કંઈક નવું બહાર આવી રહ્યું છે અને તાજા અપડેટ એ છે કે બિહાર સરકારે દિવંગત અભિનેતાના મોતની CBI દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી છે. જોકે હવે જોવું રહ્યું કે બિહાર સરકારની ભલામણ પછી હવે સુશાંત સિંહ રાજપૂત મામલો CBI પાસે જાય છે કે નહીં?

CBI તપાસ માટે મંજૂરી

બિહારના શાસક જનતા દળ યુનાઇટેડ (JDU)ના પ્રવક્તા સંજય સિંહે ખુલાસો કર્યો છે કે બિહાર સરકાર ઇચ્છે છે કે આ મામલો CBI પાસે જાય. મુખ્ય પ્રધાન નીતીશકુમારે જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ વડાએ સવારે સુશાંતના પિતા સાથે વાત કર્યા પછી CBI તપાસ માટે પોતાની સહમતિ દર્શાવી હતી. હવે અમે સરકારના માધ્યમથી CBI તપાસની ભલામણ કરી રહ્યા છીએ.

બિહાર પોલીસની પાસે કોઈ અધિકાર નથી

આ નવા ડેવલપમેન્ટ બાબતે રિયા ચક્રવર્તીના વકીલે સતીશ માનેશિંદેએ એક નિવેદનમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં રિયા ચક્રવર્તી દ્વારા અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમમાં જારી રહેલા કેસની તપાસ માટે બિહાર પોલીસની પાસે કોઈ અધિકાર નથી. આવામાં આ મામલાને સ્થાનાંતરણ નથી કરી શકાતો, જેમાં બિહારને સામેલ હોવાનો કોઈ આધાર નથી.

CBI માટે કોઈ અધિકાર ક્ષેત્ર નથી

મોટા ભાગે આ ઝીરો FIR છે અને મુંબઈ પોલીસને ટ્રાન્સફરેબલ કેસ છે. આવા કેસનું સ્થળાંતર જેના પર CBI માટે કોઈ અધિકાર ક્ષેત્ર નથી, કોઈ કાનૂની પવિત્રતા નથી. એ અનુભવ્યા પછી બિહારનું કોઈ અધિકાર ક્ષેત્ર નથી, છતાં એને ગેરકાયદે રીતે કેસની તપાસ કરવામાં આવી રહી છે. અન્યથા તમે અમારા દેશના માળખામાં પાછલા દરવાજાથી હસ્તક્ષેપ કરી રહ્યા છો. આ ફેડરલ માળખાના મૂળને ટચ કરે છે, જેનો આધાર ભારતનાં રાજ્યોનાં સંઘ દ્વારા એક રાષ્ટ્ર બન્યું છે.

રામમંદિર ભૂમિપૂજનની પૂર્વસંધ્યાએ અયોધ્યાનો રંગબેરંગી શણગાર…

યાત્રાધામ અયોધ્યા નગરમાં ભગવાન શ્રીરામના જન્મસ્થળે બાંધવામાં આવનાર રામજન્મભૂમિ મંદિરનું 5 ઓગસ્ટ, બુધવારે ભૂમિપૂજન થશે. એની પૂર્વસંધ્યાએ, 4 ઓગસ્ટ, મંગળવારે પવિત્ર અયોધ્યા નગરીનો રંગબેરંગી શણગાર સજવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુધવારે બપોરે 12.15 વાગ્યે મંદિરનું ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવશે.

BSEના કોન્સોલિડેટેડ ચોખ્ખા ત્રિમાસિક નફામાં રૂ. 32.48 કરોડનો વધારો

મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEના 30 જૂન, 2020ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ.32.48 કરોડ થયો છે. પાછલા વર્ષના સમાન ગાળા અંતે રૂ.1.91 કરોડની ખોટ થઈ હતી એ જોતાં ચોખ્ખો નફો રૂ.34.39 કરોડ વધ્યો છે. સ્ટેન્ડએલોન ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.1.59 કરોડથી રૂ.30.75 કરોડ વધીને રૂ.32.34 કરોડ થયો છે, એમ એક્સચેન્જે જાહેર કરેલાં અનઓડિટેડ ફાઈનાન્સિયલ રિઝલ્ટમાં જણાવાયું હતું.

સ્ટાર મ્યુચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રોસેસ કરાયેલા ટ્રાન્ઝેક્શન્સમાં 30 જૂન, 2020ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન આગલા સમાન ગાળાની તુલનાએ 52 ટકાનો વધારો થયો છે. આ ગાળા દરમિયાન ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા જૂન, 2019 અંતેના ત્રિમાસિક ગાળાના 122 લાખથી વધીને 186 લાખની થઈ છે.

ઉક્ત ત્રિમાસિક ગાળા દરમિયાન ઈક્વિટી સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર 30 જૂન, 2019 અંતેના રૂ.2,683 કરોડથી 39 ટકા વધીને રૂ.3724 કરોડ થયું છે.

BSEના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે સતત નવું કરતા રહેવાનો BSEનો ઉત્સાહ મેમ્બર્સને આ કપરા સમયમાં પણ નવી નવી સર્વિસીસ ઉપલબ્ધ કરાવી રહ્યો છે. BSEએ વીકલી કોન્ટ્રેક્ટની એક્સપાયરી સોમવાર પર શિફ્ટ કરી એને રોકાણકારોનો અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો છે અને પરિણામે BSEના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના વિકાસના નવા તબક્કાનો પ્રારંભ થયો છે. મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં ઈ-કેવાયસી, હેલ્થ અને લાઈફ ઈન્સ્યુરન્સ આદિ સર્વિસીસ દાખલ કરવામાં આવી છે.

વરિષ્ઠ નાગરિકોને સમયસર પેન્શન ચૂકવોઃ સરકારોને SCનો આદેશ

 નવી દિલ્હીઃ કોવિડ-19 સંકટ દરમ્યાન બધા વરિષ્ઠ નાગરિકોને સમયસર વૃદ્ધાવસ્થાનું પેન્શન ચૂકવવા, માસ્ક, સેનિટાઇટર અને આવશ્યક ચીજવસ્તુઓ સેવાઓ પૂરી પાડવાનો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણ આ ખંડપીઠનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે  ખાસ કરીને એકલા રહેતા સિનિયર સિટિઝનોને આ સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકારોને જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.

વૃદ્ધાશ્રમોમાં કોવિડ-19ના નિયમોનું પાલન થાય એ જરૂરી

સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોને વૃદ્ધાશ્રમોમાં કોવિડ-19 રોગચાળા સામે ઉચિત સાવધાની  અને સલામતી રાખવા નિર્દેશ આપ્યો છે. ખંડપીઠે એ બાબતો પર ભાર મૂક્યો હતો કે તેમની સારસંભાળ લેનારા લોકો માસ્ક અને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE કિટ) અને સેનેટાઇઝથી સંપૂર્ણ સજ્જ હોવા જોઈએ.

સિનિયર સિટિઝનનોની દુર્દશા

આ આદેશ ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદાપ્રધાનની નવી અરજી પર અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી જનહિત અરજી (PIL) પર આવ્યો છે, જેમાં દેશમાં સિનિયર સિટિઝનોની દુર્દશા વર્ણવવામાં આવી હતી.

આ સુનાવણી દરમ્યાન કુમારે ખંડપીઠને કહ્યું હતું કે કોવિડ-19ના રોગચાળા દરમ્યાન સિનિયર સિટિઝનોને ભોજન, પાણી, દવાઓ, માસ્ક અને અન્ય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ, ખાસ કરીને જે એકલા રહી રહ્યા છે, કેમ કે તેમને ભોજન, બજાર દવાઓ લેવામાં મુશ્કેલીઓ પડે છે.

વૃદ્ધાશ્રમોની યાદી બનાવવા નિર્દેશ

ગયા વર્ષે ડિસેમ્બરમાં ઉચ્ચ કોર્ટે કેન્દ્રને વૃદ્ધાશ્રમોની સંખ્યા અને તેમને મળતી મેડિકલ સુવિધા અને સારસંભાળની સુવિધાઓ પર એક પેન-ઇન્ડિયા રિપોર્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે રાષ્ટ્રના સિનિયર સિટિઝનો માટે પેન્શન પર ધ્યાન આપવા માટે પણ સૂચનો કર્યાં હતાં.

અમેરિકામાં જોગિંગ કરતી ભારતીય મૂળની મહિલાની કરપીણ હત્યા

હ્યુસ્ટનઃ ભારતીય મૂળની 43-વર્ષીય એક મહિલાની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. એ મહિલા જોગિંગ કરી રહી હતી ત્યારે એની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં તપાસ આદરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, સર્મિષ્ઠા સેન નામનાં મહિલા ટેક્સાસ રાજ્યના પ્લાનો શહેરમાં રહેતાં હતાં. ગઈ 1 ઓગસ્ટે તેઓ ચિશોલમ ટ્રેલ પાર્ક નજીક જોગિંગ કરી રહ્યાં હતાં ત્યારે એમની પર હુમલો કરવામાં આવ્યો હતો અને એમને મારી નાખવામાં આવ્યાં હતાં.

એમનો મૃતદેહ ખાડી વિસ્તાર નજીક પડેલો મળી આવ્યો હતો. એક રાહદારીએ એ જોયા બાદ પોલીસને જાણ કરી હતી.

સર્મિષ્ઠા સેન બે પુત્રનાં માતા હતાં અને ફાર્માસિસ્ટ તથા સંશોધક હતાં. એમણે મોલેક્યૂલર બાયોલોજીનો અભ્યાસ કર્યો હતો અને કેન્સરના દર્દીઓ માટે સેવા બજાવી હતી.

એક અહેવાલ અનુસાર, આ કેસના સંબંધમાં એક શખ્સની લૂંટના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એ શખ્સને બકારી એબીઓના મોન્ક્રીફ (29) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. હાલ એ કોલિન કાઉન્ટી જેલની કોટડીમાં છે.

પ્લાનો સિટીના પોલીસ પ્રવક્તાનું કહેવું છે કે હત્યા થઈ બરાબર એ જ વખતે માઈકલ ડ્રાઈવના 3400 બ્લોક પરના એક ઘરમાં કોઈકે લૂંટ કરી હતી. આ ઘટના વિચિત્ર છે. આપણા બધાયને માટે ચિંતાજનક છે. મને વિશ્વાસ છે કે આ એકલ બનાવ જ રહેશે.

સર્મિષ્ઠા સેન એક એથ્લીટ પણ હતાં. તેઓ રોજ સવારે એમનાં સંતાનો જાગી જાય તે પછી બાજુના ચિશોલમ ટ્રેલ ખાતે જોગિંગ કરવા આવતાં હતાં.

બનાવને કારણે લોકોમાં ગમગીની વ્યાપી ગઈ છે. એમનાં ભાઈ સુમિતે કહ્યું કે સર્મિષ્ઠા મળતાવડાં સ્વભાવનાં હતાં.

ઘટનાના બીજા દિવસે સર્મિષ્ઠાનાં પડોશીઓ, ઓળખીતાઓ તથા અન્ય લોકોએ પાર્ક નજીકના બે ઝાડની ફરતે ફૂલો અને રનિંગ શૂઝ મૂકીને સર્મિષ્ઠા સેનને શ્રદ્ધાંજલિ આપી હતી.

જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણગીતોનો ઓચ્છવ… યૂટ્યૂબ ચેનલ પર લાઈવ

‘ચિત્રલેખા’ના સથવારે, લાલુભાઈ પ્રસ્તુત…

જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ઠાકોરજીની મનગમતી સેવાઓ સમર્પિત કૃષ્ણગીતોનો ઓચ્છવ…

‘જય કનૈયાલાલ કી…’

માણોઃ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૦, રાતે ૯ કલાકે.

ચિત્રજી સેવાઃ રૂપા ‘બાવરી’

શબ્દ સેવાઃ કાજલ ઓઝા વૈદ્ય

સૂર સેવાઃ હિમાલી વ્યાસ નાયક અને ચિંતન રાણા

નૃત્ય સેવાઃ અવની શાહ

હિંડોળા દર્શનઃ મુખિયાજી મુકુંદ ઉપાધ્યાય

મંચ શણગાર સેવાઃ લાલુભાઈ

કોરોનાના સંક્રમિતોના 52,000થી વધુ નવા કેસ, WHOએ ભારતને ચેતવ્યું

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 52,050 નવા કેસ સામે આવ્યા છે અને 803 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણના દૈનિક ધોરણે 50,000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 18,55,745 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 38,938 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 12,30,509 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,86,298એ પહોંચી છે. રિકવરી રેટ 66.30 ટકાએ પહોંચ્યો છે.

કોરોનાની વેક્સિનનો રસ્તો હજી ઘણો દૂર

WHOએ ગઈ કાલે ભારત સહિત વિશ્વને સચેત કર્યું હતું કે વેકસિનની મજબૂત દાવેદારી છતાં કોવિડ-19ની અસરકારક સારવારનો રસ્તો હજી દૂર છે. WHOના પ્રમુખ ટ્રેડ્રોસ અધોનામ ઘેબ્રેયેસિસે કહ્યું હતું કે સ્થિતિ હજી સામાન્ય થવામાં ઘણો સમય લાગશે. તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસની સામે કેટલીક વેક્સિનના પરિણામો અનુમાન પ્રમાણે મળ્યાં છે, પણ વિશ્વમાં સ્થિતિ સામાન્ય થવામાં હજી ઘણો સમય લાગશે. માસ્ક પહેરવો, સામાજિક અંતર જાળવવું, હાથ ધોવાનું અને જરૂર પડ્યે ટેસ્ટ કરાવવાના તેમણે ઉપાય સૂચવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બધા લોકો અને સરકારો દરેક સંભવિત પ્રયાસ કરે. અનેક વેક્સિન હાલ ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં છે અને અમને આશા છે કે લોકોને લોકોને ઇન્ફેક્શનથી બચાવવા માટે બની જશે, પણ તેમ છતાં કોરોનાની કોઈ રામબાણ દવા નથી અને ક્યારેય બની શકે.

બ્રાઝિલ અને ભારતની સ્થિતિ ચિંતાજનક

બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં ટ્રાન્સમિશન દર વધુ છે અને તેમણે મોટી લડાઈ લડવા તૈયાર રહેવાનું છે. હજી આમાંતી બહાર નીકળવા રસ્તો ઘણો લાંબો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

Corona, Covid, Corona Virus, Covid-19,