કોરોનાના સંક્રમિતોના 52,000થી વધુ નવા કેસ, WHOએ ભારતને ચેતવ્યું

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 52,050 નવા કેસ સામે આવ્યા છે અને 803 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણના દૈનિક ધોરણે 50,000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 18,55,745 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 38,938 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 12,30,509 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,86,298એ પહોંચી છે. રિકવરી રેટ 66.30 ટકાએ પહોંચ્યો છે.

કોરોનાની વેક્સિનનો રસ્તો હજી ઘણો દૂર

WHOએ ગઈ કાલે ભારત સહિત વિશ્વને સચેત કર્યું હતું કે વેકસિનની મજબૂત દાવેદારી છતાં કોવિડ-19ની અસરકારક સારવારનો રસ્તો હજી દૂર છે. WHOના પ્રમુખ ટ્રેડ્રોસ અધોનામ ઘેબ્રેયેસિસે કહ્યું હતું કે સ્થિતિ હજી સામાન્ય થવામાં ઘણો સમય લાગશે. તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસની સામે કેટલીક વેક્સિનના પરિણામો અનુમાન પ્રમાણે મળ્યાં છે, પણ વિશ્વમાં સ્થિતિ સામાન્ય થવામાં હજી ઘણો સમય લાગશે. માસ્ક પહેરવો, સામાજિક અંતર જાળવવું, હાથ ધોવાનું અને જરૂર પડ્યે ટેસ્ટ કરાવવાના તેમણે ઉપાય સૂચવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બધા લોકો અને સરકારો દરેક સંભવિત પ્રયાસ કરે. અનેક વેક્સિન હાલ ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં છે અને અમને આશા છે કે લોકોને લોકોને ઇન્ફેક્શનથી બચાવવા માટે બની જશે, પણ તેમ છતાં કોરોનાની કોઈ રામબાણ દવા નથી અને ક્યારેય બની શકે.

બ્રાઝિલ અને ભારતની સ્થિતિ ચિંતાજનક

બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં ટ્રાન્સમિશન દર વધુ છે અને તેમણે મોટી લડાઈ લડવા તૈયાર રહેવાનું છે. હજી આમાંતી બહાર નીકળવા રસ્તો ઘણો લાંબો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

Corona, Covid, Corona Virus, Covid-19,