સુશાંત મૃત્યુ કેસ સીબીઆઈને આપવા બિહાર સરકારે ભલામણ કરી

પટનાઃ સુશાંત સિંહ રાજપૂત રહસ્યમય મૃત્યુના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ કેન્દ્રીય સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરાવવાની સુશાંતના પિતા કે.કે. સિંહની માગણીને બિહારની સરકારે આજે મંજૂર રાખી છે અને તેણે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવે એવી ભલામણ કરી છે. કે.કે. સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે FIR નોંધાવ્યા બાદ બિહાર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને તપાસ કરવા માટે મુંબઈ પહોંચી છે. આ કેસમાં દરેક દિવસે કંઈક નવું બહાર આવી રહ્યું છે અને તાજા અપડેટ એ છે કે બિહાર સરકારે દિવંગત અભિનેતાના મોતની CBI દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી છે. જોકે હવે જોવું રહ્યું કે બિહાર સરકારની ભલામણ પછી હવે સુશાંત સિંહ રાજપૂત મામલો CBI પાસે જાય છે કે નહીં?

CBI તપાસ માટે મંજૂરી

બિહારના શાસક જનતા દળ યુનાઇટેડ (JDU)ના પ્રવક્તા સંજય સિંહે ખુલાસો કર્યો છે કે બિહાર સરકાર ઇચ્છે છે કે આ મામલો CBI પાસે જાય. મુખ્ય પ્રધાન નીતીશકુમારે જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ વડાએ સવારે સુશાંતના પિતા સાથે વાત કર્યા પછી CBI તપાસ માટે પોતાની સહમતિ દર્શાવી હતી. હવે અમે સરકારના માધ્યમથી CBI તપાસની ભલામણ કરી રહ્યા છીએ.

બિહાર પોલીસની પાસે કોઈ અધિકાર નથી

આ નવા ડેવલપમેન્ટ બાબતે રિયા ચક્રવર્તીના વકીલે સતીશ માનેશિંદેએ એક નિવેદનમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં રિયા ચક્રવર્તી દ્વારા અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમમાં જારી રહેલા કેસની તપાસ માટે બિહાર પોલીસની પાસે કોઈ અધિકાર નથી. આવામાં આ મામલાને સ્થાનાંતરણ નથી કરી શકાતો, જેમાં બિહારને સામેલ હોવાનો કોઈ આધાર નથી.

CBI માટે કોઈ અધિકાર ક્ષેત્ર નથી

મોટા ભાગે આ ઝીરો FIR છે અને મુંબઈ પોલીસને ટ્રાન્સફરેબલ કેસ છે. આવા કેસનું સ્થળાંતર જેના પર CBI માટે કોઈ અધિકાર ક્ષેત્ર નથી, કોઈ કાનૂની પવિત્રતા નથી. એ અનુભવ્યા પછી બિહારનું કોઈ અધિકાર ક્ષેત્ર નથી, છતાં એને ગેરકાયદે રીતે કેસની તપાસ કરવામાં આવી રહી છે. અન્યથા તમે અમારા દેશના માળખામાં પાછલા દરવાજાથી હસ્તક્ષેપ કરી રહ્યા છો. આ ફેડરલ માળખાના મૂળને ટચ કરે છે, જેનો આધાર ભારતનાં રાજ્યોનાં સંઘ દ્વારા એક રાષ્ટ્ર બન્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]