Home Blog Page 4684

પ્યારની વાત – ૨૪ ઓગસ્ટ, ૨૦૨૦

પ્યારની વાત – ૨૪ ઓગસ્ટ, ૨૦૨૦

કોરોના સંક્રમિતોની સંખ્યા 31 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 61,408 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 836 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 31,06,348 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 57,542 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 23,38,035 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,10,771 પહોંચી છે. રિકવરી રેટ વધીને 75એ પહોંચ્યો છે. દેશમાં સક્રિય કેસની 23.45 ટકા છે અને મૃત્યુદર 1.85 ટકા છે.

3.64 કરોડ લોકોના ટેસ્ટિંગ કરાયા

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 23 ઓગસ્ટે દેશમાં નવ લાખ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 21 ઓગસ્ટ સુધી કુલ 3.64 કરોડ લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. પોઝિટિવિટી રેટ સાત ટકાથી ઓછો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

કોરોનાથી બચવા માર્ચથી રાજ્યની અડધી વસતિને હોમિયોપથીની દવા અપાઈ

અમદાવાદઃ રાજ્યના આરોગ્ય વિભાગે ચેપીરોગવિરોધી હોમિયોપથી દવા આર્સેનિકમ એલ્બમ-30 દવાને માર્ચમાં કોવિડ-19ના પ્રકોપ પછી રાજ્યની અડધોઅડધ વસતિને વહેંચી હતી. રાજ્યમાં કોવિડ-19ને અટકાવવા માટે 20 ઓગસ્ટે વિશ્વ આરોગ્ય સંસ્થા સમક્ષ રાજ્યના આરોગ્ય વિભાગે કહ્યું હતું કે વિભાગે રાજ્યના આશરે 3.48 કરોડ લોકોને આર્સેનિકમ એલ્બમ-30ને વિતરિત કરી હતી. જોકે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી મળ્યા કે આ દવા કોવિડ-19ની સારવારમાં સહાય થાય.

ક્વોરોન્ટિન સમયગાળામાં આર્સેનિકમ એલ્બમ-30 વિતરિત

રાજ્ય સરકારે એ પણ દાવો કર્યો હતો કે આયુષ (આયુર્વેદ, યોગ અને કુદરતી સારવાર, યુનાની અને હોમિયોપથી)નો લાભ ઉઠાવવાવાળા 99.6 ટકા લોકો ક્વોરોન્ટિન સમયગાળા દરમ્યાન આ દવાના પ્રયોગ પછી સંક્રમણમાંથી મુક્ત થયા હતા. આયુષ હેઠળ સૂચવેલી સારવાર પ્રતિકારક શક્તિ વધારવામાં સફળ સાબિત થઈ છે. આયુષ સારવારની અસરકારકતાની સમીક્ષા કરવા માટે એક રિસર્ચ પણ કરવામાં આવ્યું હતું.

99 ટકાથી વધુ પર સાનુકૂળ અસર

રાજ્યમાં 33,268 લોકો આઇસોલેશન સમયગાળામાં આયુષ દવાઓનો લાભ થયો, જેમાં અડધાથી વધુ લોકોએ હોમિયોપથીની દવાઓનો લાભ ઉઠાવ્યો હતો.

આર્સેનિકમ એલ્બમ-30 દવાની ક્ષમતા લઈને વિશ્વાસ

રાજ્યનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે સરકારે આર્સેનિકમ એલ્બમ-30 દવાની ક્ષમતા લઈને વિશ્વાસ હતો, કેમ કે હજારો લોકોને આર્સેનિકમ એલ્બમ-30નો ડોઝ આપવામાં આવ્યો હતો, જેમાંથી 99.69 ટકા કોરોના વાઇરસ સંક્રમણથી મુક્ત થયા હતા.

દવાના ક્લિનિકલ ટ્રાયલથી નિર્ણાયક પરિણામ નહીં

રાજ્ય સરકારના દાવાઓની વચ્ચે એક અધિકારીએ એ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાઇરસ માટે આર્સેનિકમ એલ્બમ-30ની પ્રોફિલેક્સિસ નેચરથી સંબંધિત એક ક્લિનિકલ ટ્રાયલ કરી હતી, જેનું અત્યાર સુધી કોઈ નિર્ણાયક પરિણામ નથી આવ્યું.

 

 

રાશિ ભવિષ્ય 24/08 થી 30/08/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાની વૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

હતાશા અને નિરાશાઃ શું તે ખરીદવા જેવી વસ્તુ છે?

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

પ્રશ્નકર્તા: હું એન્જિનિયરિંગ એન્ટરન્સ પરીક્ષા પાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ એમાં બે વાર નિષ્ફળ ગયો . હું ખૂબ નિરાશ થઈ ગયો છું અને તેમાંથી બહાર આવી નથી શકતો.

સદગુરુ: હતાશા, નિરાશા અને હિમ્મત ગુમાવવી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર તમે નિરાશ થઈ જશો તો તમે હિમ્મત ગુમાવશો. અને જો એકવાર તમે હિમ્મત ગુમાશો તો તમે હતાશ થઇ જશો.

ચાલો, હું તમને એક વાર્તા કહું. શેતાને ધંધો છોડી દેવાનું નક્કી કર્યું, તેથી તેણે તેના ધંધાના તમામ સાધનો વેચવા નાખ્યા. તેમાં ક્રોધ, વાસના, લોભ, ઈર્ષ્યા, સંપત્તિ પ્રત્યેની લાલસા, અહંકાર હતાં – તેણે બધું વેચવા કાઢ્યું અને લોકોએ તે બધું ખરીદી લીધું. પરંતુ પછી કોઈકે જોયું કે તેની પાસે હજી પણ તેની થેલીમાં કંઈક હતું. તેથી તેઓએ તેને પૂછયું, “તમારી પાસે થેલીમાં હજી શું છે?” શેતાને કહ્યું, “આ મારા સૌથી અસરકારક સાધનો છે. હું તેમને વહેંચીશ નહીં, કદાચ હું ધંધામાં પાછા આવવાનું નક્કી કરું તો? અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો હું તેમને વેચવા કાઢું તો પણ, તે ખૂબ મોંઘા હશે, કેમ કે કોઈક રીતે જીવનનો નાશ કરવા માટેના મારા કાર્યના આ શ્રેષ્ઠ સાધનો છે.”

લોકોએ પૂછ્યું, ” અમને કહો કે તે શું છે?” શેતાને કહ્યું, “નિરાશા અને હતાશા.”

એકવાર જ્યારે ઉત્સાહ ખતમ થઈ જાય અને તમારામાં ઉદાસીનતા આવી જાય ત્યારે જીવનની સંભાવના નથી. જ્યારે તમે કહો છો કે “હું કોઈ વસ્તુથી નિરાશ થઈ રહ્યો છું,” તો તમે નિરાશા અને હતાશાથી દૂર નથી. નિરાશા એ પ્રથમ પગલું છે.

-તો, તમે નિરાશાને કેવી રીતે છોડશો? તેને ખરીદશો નહીં! તમારે તેને છોડવાની કોઈ જ જરૂર નથી, કારણ કે જીવન – દરેક જીવન – એક ઉત્સાહ છે. કીડી જે રીતે ફરે છે તેને જુઓ. જો તમે તેને રોકવાનો પ્રયાસ કરો છો, તો શું તે ક્યારેય નિરાશ અથવા હતાશ થાય છે? જ્યાં સુધી તે મૃત્યુ પામે નહીં ત્યાં સુધી તે પ્રયાસ કરશે. જીવન ઉર્જા કોઈ પ્રકારની નિરાશા જાણતી નથી. તે મર્યાદિત મન છે જે નિરાશાને જાણે છે, કારણ કે મર્યાદિત મન ખોટી અપેક્ષાઓ થકી કાર્ય કરે છે. જ્યારે તમારી અપેક્ષાઓ જીવન સાથે સુસંગત ન હોય,  તમારી અપેક્ષાઓ જીવંત ઘટનાને બદલે કાલ્પનિક મનોવિજ્ઞાન હોય છે, અને જ્યારે તે અપેક્ષા પૂર્ણ નથી થતી ત્યારે મનને લાગે છે કે તે જીવનનો અંત છે.

હતાશા, નિરાશા અને હિમ્મત ગુમાવવાનો અર્થ એ છે કે તમે તમારા પોતાના જીવનની વિરુદ્ધ કામ કરી રહ્યા છો. જ્યારે લોકો તેમની પરીક્ષામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેમાંથી ઘણા લોકો આત્મહત્યા કરે છે, શું તેમ નથી? કારણ કે તેઓને એવું લાગે છે કે તે જીવનનો અંત છે. તમે જેમની પૂજા કરો છો તે બધા લોકો – રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈસુ – તેઓએ ક્યારેય કોઈ પરીક્ષા પાસ કરી નથી. તમે તેમની પૂજા શા માટે કરો છો?  પરીક્ષા પાસ કરવા માટે, તમે એવા લોકોને બોલાવી રહ્યા છો કે જેમણે ક્યારેય પરીક્ષા પાસ કરવાની કાળજી લીધી ન હતી. તેમ કરવું અર્થહીન છે.

તમારી પરીક્ષા પાસ ન કરવાનો અર્થ કંઈ જ નથી. તમે સામાજિક આવશ્યકતાને કારણે પાસ થવા માંગો છો, તે અલગ વાત છે. પરંતુ નિરાશ થવું એ જીવનની ઘટના નહીં પણ સંપૂર્ણપણે એક માનસિક ઘટના છે. જ્યારે તમે નિરાશ થાવ અને તમારું મન એમ કહે કે “આ જીવન જીવવા જેવું નથી, મને મરી જવા દો,” ફક્ત તમારું મોં બંધ કરો, તમારા નાકને બે મીનિટ સુધી પકડો અને જુઓ, તમારી અંદરનું જીવન કહેશે કે, “મને જીવવા દો.”

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)

રાશિ ભવિષ્ય 24/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

૨૪ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 24/08/2020

ગણેશોત્સવઃ મીરા-ભાયંદરમાં દોઢ દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન…

હાલ ગણેશોત્સવ ચાલુ છે ત્યારે મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ અને ભાયંદર ઉપનગરોમાં દોઢ દિવસની પૂજા કરવા માટે સ્થાપના કરેલા ગણપતિજીની મૂર્તિઓનું વ્યક્તિગત શ્રદ્ધાળુઓ તથા સાર્વજનિક મંડળોએ 23 ઓગસ્ટ, રવિવારે મીરા-ભાયંદર મહાનગરપાલિકા દ્વારા રચાયેલા કૃત્રિમ તળાવોમાં ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે વિસર્જન કરાવ્યું હતું. કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા માટે મહાપાલિકાએ ચોપાટી અને તળાવોમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મહાપાલિકાના સ્વયંસેવકો જાતે જ લોકોના ઘેર કે મંડળો ખાતે જઈને મૂર્તિઓ લઈ જતા હતા અને કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરી આપતા હતા. (તસવીરોઃ દીપક ધુરી)

મીરા-ભાયંદરમાં ચોપાટી, તળાવોમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના મીરા રોડ અને ભાયંદર ઉપનગરોમાં મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ ગણેશોત્સવ નિમિત્તે વિસ્તારના ચોપાટી અને તળાવોમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા માટે મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે.

મહાપાલિકાએ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે બંને શહેરમાં 51 ગણેશમૂર્તિ સ્વીકૃતિ કેન્દ્ર સ્થાપિત કર્યા છે. જ્યાં ગણેશ ભક્તો એમણે ગણેશોત્સવ માટે પધરાવેલી ગણપતિ બાપાની મૂર્તિ સુપરત કરી દેવાની જ્યાં મહાપાલિકાના સ્વયંસેવકો મૂર્તિનું વિસર્જન કરે છે.

મહાપાલિકાએ વાસ્તવમાં ગઈ 11 ઓગસ્ટે જ નિયમોની જાહેરાત કરી દીધી હતી.

લોકોને તથા સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને સૂચના આપવામાં આવી છે કે તેમણે કાં તો પોતાના ઘરમાં જ ગણપતિની ધાતુની મૂર્તિનું પૂજા કરીને એનું પ્રતીકાત્મક રીતે વિસર્જન કરવું અથવા મહાપાલિકા રચિત કૃત્રિમ તળાવોમાં મૂર્તિનું વિસર્જન કરાવવું.

ચોપાટી અને તળાવો ખાતે લોકોની ભીડ જામે નહીં એટલા માટે મહાપાલિકાએ નિર્ણય લીધો છે.

કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં તો લોકોને એમના ઘરમાં જ ગણપતિ વિસર્જન કરવાનું કહી દેવામાં આવ્યું છે.