Home Blog Page 4657

અમિત શાહને ફરી AIIMSમાં દાખલ કરાયા; તબિયત સ્થિર છે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ફરી દિલ્હીની નંબર-1 હોસ્પિટલ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે રાતે એમને  શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. એમને રાતે લગભગ 11 વાગ્યે કોવિડ-બાદના ઉપચાર માટે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહની તબિયત સ્થિર છે. એમને વીવીઆઈપી વ્યક્તિઓ માટે અનામત રખાયેલા CN ટાવરમાં રાખવામાં આવ્યા છે. ત્યાં AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયા એમની સારવાર કરી રહ્યા છે. હજી બે અઠવાડિયા પહેલાં જ શાહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

55-વર્ષીય અમિત શાહનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવતા ગઈ 18 ઓગસ્ટે એમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભારતમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 46 લાખથી વધારે લોકો બીમાર પડી ચૂક્યા છે.

અમિત શાહને ગઈ બીજી ઓગસ્ટે ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલ મેદાંતામાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે એમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, 14 ઓગસ્ટે એમણે ટ્વીટ કર્યું હતું કે ડોક્ટરોની સલાહ અનુસાર એમણે થોડાક વધારે દિવસો માટે હોમ ક્વોરન્ટાઈન થવું પડશે.

થાક લાગતો હોવાની અને શરીરમાં કળતર થતી હોવાની ફરિયાદ કર્યા બાદ અમિત શાહને 18 ઓગસ્ટે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં 13 દિવસ સુધી રહ્યા બાદ 31 ઓગસ્ટે એમને રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે ગૃહ પ્રધાન શાહ સાજા થઈ ગયા છે.

હજી ત્રણ દિવસ પહેલાં જ અમિત શાહે કોરોના વાઈરસ રોગચાળાને એક અભૂતપૂર્વ પડકાર તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ દેશ આ રોગચાળા સામે આયોજનબદ્ધ જંગ ખેલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવશે. સભ્યોએ ફેસ માસ્ક ફરજિયાત પહેરવો પડશે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે.

દેશમાં 785 સંસદસભ્યોમાંથી 200 જણ 65 વર્ષથી ઉપરની વયના છે. ઓછામાં ઓછા સાત કેન્દ્રીય પ્રધાનો અને બે ડઝન જેટલા સંસદસભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો

Chitralekha Marathi – September 21, 2020

PDF Version
This post is only available to members.

વાહ ભાઈ વાહ! ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 13/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.


થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.


મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર,  ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈ ના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.

પંચાંગ 13/09/2020

કંગનાની ફ્લાઇટમાં હંગામો થતાં DGCAએ લાલઘૂમ

નવી દિલ્હીઃ ઇન્ડિગોની ફ્લાઇટમાં ચંડીગઢથી મુંબઈ આવી રહેલી બોલિવુડ એક્ટ્રેસ કંગના રણોતની ફોટોગ્રાફી માટે મિડિયા કર્મચારીઓની વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. કોરોના પ્રોટોકોલ તથા સુરક્ષા નિયમોનું પાલન નહીં થવાથી નારાજ વિમાન નિયામક DGCAએ આ મુદ્દે ચેતવણી ઉચ્ચારી હતી. DGCAએ એરલાઇન્સ કંપનીઓને કહ્યું હતું કે જો સરકારી નિયમોની સામે એરક્રાફ્ટમાં કોઈ પણ ફોટો લેતાં માલૂમ પડશે તો બે સપ્તાહ સુધી એ રૂટ પર ફ્લાઇટના ઓપરેટિંગને રદ કરી દેવામાં આવશે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને નિવેદનમાં એરલાઇન કંપનીઓને યાદ અપાવ્યું હતું કે એરક્રાફ્ટ રૂલ્સ 1937ના નિયમ હેઠળ જે ફોટોગ્રાફીથી જોડાયેલો છે, કોઈ પણ વ્યક્તિ ફ્લાઇટમાં ફોટો નહીં લે.

DGCAએ ભાર દઈને કહ્યું હતું કે વારંવાર જોવા મળ્યું છે કે જો પ્રયાસોમાં ઊણપને કારણે એરલાઇન્સ આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ સાબિત થાય છે. DGCAએ એરલાઇન્સને સખત ચેતવણી આપતાં કહ્યું હતું કે હવે આ પ્રકારનું ઉલ્લંઘન થશે તો જવાબદાર લોકો સામે જરૂરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલાં DGCAએ ઇન્ડિગોને ચંડીગઢ-મુંબઈની ફ્લાઇટમાં મિડિયા કર્મચારીઓ દ્વારા સુરક્ષા અને સામાજિક અંતરના નિયમોના ઉલ્લંઘન માટે એક રિપોર્ટ સોંપવા નિર્દેશ આપ્યો હતો. આ ઘટના એ વખતે બની હતી કે જ્યારે કંગના રણોતે યાત્રા કરી હતી.  DGCAના એક અધિકારીએ આ માહિતી આપી હતી કે અમે કેટલાક વિડિયો જોયા છે, જેમાં મિડિયા કર્મચારીઓ 6E264 ફ્લાઇટમાં એકબીજાની નજીક ઊભા છે.

ઇન્ડિગોએ આ મામલે નિવેદન આપ્યું છે કે અમે નવ સપ્ટેમ્બરે ચંડીગઢથી મુંબઈ માટે 6E264 ફ્લાઇટ સંબંધિત મામલે DGCAને નિવેદન આપ્યું હતું . એરલાઇન્સે કહ્યું હતું કે અમે ફરીથી કહીએ છીએ કે અમારા પાઇલટની સાથે ચાલક દળના સભ્યોનો ફોટો ખેંચવા પર પ્રતિબંધ છે. સામાજિક અંતરનું પાલન કરવા અને સુરક્ષા જાળવી રાખવા માટે ઘોષણા કરવા સમયે બધા જરૂરી નિયમોનું પાલન કર્યું હતું. ઇન્ડિગોએ ઉડાન ભર્યા પછી આ મામલે રેકોર્ડ તૈયાર કરવા માટે જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યું હતું.

 

 

 

 

NCBએ ડ્રગ્સ કનેક્શન મામલે સાત જગ્યાએ દરોડા પાડ્યા

નવી દિલ્હીઃ સુશાંત કેસમાં ડ્રગ એન્ગલથી તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) એક્શનમાં છે. ડ્રગ પેડલર્સનાં સ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મુંબઈમાં NCBએ સાત સ્થળોએ દરોડા પાડ્યા છે. NCBએ ત્રણ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર NCBએ મુંબઈના કુર્લા, વર્સોવા અને પવઈમાં દરોડા પાડ્યા છે.  NCBએ ડ્રગ મામલાથી જોડાયેલા એક આરોપી કરમજિત સિંહને મુંબઈની અંધેરી-વેસ્ટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

ગોવામાં એક આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ

આ પહેલાં NCBએ મુંબઈ અને ગોવામાં એક આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ પકડ્યું હતું. એ દરમ્યાન ડ્રગ્સ માટે સાત લોકોની ધરપકડ પણ કરી હતી. NCBએ આશરે 4.5 કિલોગ્રામ હેરોઇન, 445 ગ્રામ કોકેન અને 1.1 કિલોગ્રામ મારીજુઆનાને જપ્ત કર્યું હતું, જેણે છ પાર્સલના માધ્યમથી ભારત મોકલવામાં આવ્યું હતું. રિયાએ NCBની સામે આશરે 15 બોલિવુડ સેલિબ્રિટિઓનાં નામ લીધાં છે, જે ડ્રગ્સનો ઉપયોગ કરે છે. આ બધા લોકો હવે NCBના નિશાના પર છે.

આરોપીઓની જામીન અરજી ફગાવાઈ

વિશેષ કોર્ટે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતથી જોડાયેલા ડ્રગ્સ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક તથા ચાર અન્ય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. આ બધાને NDPS એક્ટમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ ધરપકડ કરી છે. હલ આ બધા આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે. NCBના અનુસાર રિયા ભાઈ શોવિક અને સુશાંતના ભૂતપૂર્વ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા તથા તેના સ્ટાફ દીપેશ સાવંતની સાથે ડ્રગ્સ સિન્ડિકેટનો હિસ્સો હતી.

રિયાએ નિવેદન આપીને ફેરવી તોળ્યું

રિયાએ જામીન અરજીમાં દાવો કર્યો હતો કે તેને આ મામલે ખોટી રીતે ફસાવવામાં આવી છે. તે NCB દ્વારા ત્રણ દિવસો સુધી તપાસ દરમ્યાન કરેલા કબૂલનામાથી ફરી ગઈ હતી. તેણે દાવો કર્યો હતો કે NCB અધિકારીઓએ તેને દોષી સંબંધી નિવેદન આપવા મજબૂર કરી હતી. બીજી બાજુ NCBએ જામીન અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે રિયા એ વાતથી માહિતગાર હતી કે રાજપૂત ડ્રગ્સ લેતો હતો અને તે ડ્રગ ખરીદતી હતી.  

NCBનું એ પણ કહેવું હતું કે ભલે ડ્રગ્સની માત્રા ઓછી હતી, પરંતુ તે 1,85,200 રૂપિયાના મૂલ્યની હતી. NCBએ જામીન અરજીના જવાબના સોંગદનામામાં કહ્યું હતું કે રિયા અને શોવિક ચક્રવર્તીએ સુશાંત રાજપૂત માટે તેના કહેવા પર ડ્રગ્સ મગાવતી અને તેના પૈસા ચૂકવતી હતી.

 

 

 

કેલિફેર્નિયાનાં જંગલોમાં લાગેલા દાવાનળથી પારાવાર નુકસાન

નવી દિલ્હીઃ એમેઝોનનાં જંગલોમાં લાગેલી આગ પછી હવે કેલિફોર્નિયાનાં જંગલોમાં આગ લાગી છે, જેણે બધાને હેરાન-પરેશાન કર્યા હતા. જંગલોમાં લાગેલી આગ કુદરતી સંશાધનોને નષ્ટ કરી રહી છે. એની સાથે આ આગથી હવામાં ઝેરી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ આગને કારણે શ્વાસની તકલીફોવાળા સિનિયર સિટિજન્સના જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે. એમેઝોનની આગે અનેક જંગલી પ્રાણીઓના જીવ લીધા છે. હવે કેલિફોર્નિયાનાં જંગલોથી પારાવાર નુકસાન થવાનો અંદાજ છે.  

પાંચ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલાયા

કેલિફોર્નિયાની આગ આસપાસનાં શહેરો પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યાં છે. 40 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલી આગ સતત લોકોનાં ઘરોને ચપેટમાં લઈ રહી છે.

આઠ વનોને બંધ કરાયાં

કેલિફોર્નિયાના ગવર્નર ગાવિન ન્યુજોમે જંગલોની આગને લીધે પાંચ રાજ્યોમાં ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે. ઇમર્જન્સી ફ્રેન્સ, મદેરા, મરિપોસા, સૈન બર્નાર્ડિનો અને સેન ડિયેગોમાં લગાવવામાં આવી છે. અમેરિકી વન સેવાએ પહેલા સપ્તાહમાં દક્ષિણી કેલિફોર્નિયામાં આઠ રાષ્ટ્રીય વનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના બધાં 18 વનોએ બુધવારે જાહેર સુરક્ષા માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

આકાશનો રંગ બદલાઈ ગયો

જંગલમાં લાગેલી આગને કારણે સંપૂર્ણ ક્ષેત્ર એક ભયાનક નારંગી રંગવાળા પ્રકાશમાં ઢંકાઈ ગયું છે. આને કારણે ઓરોવિલની પાસે વસેલા હજારો લોકોને પોતાની જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જેનાથી તેઓ આ આગથી નીકળતા ધુમાડા અથવા અન્ય કોઈ ચીજથી શિકાર ના થઈ જાય. કેલિફોર્નિયા યુનિવર્સિટી, લોસ એન્જલન્સના એક જળવાયુ વૈજ્ઞાનિક ડેનિયલ સ્વૈને કહ્યું હતું કે આગ 24 કલાકમાં આશરે 400  સ્કવેર માઇલ (1036 કિલોમીટર)ના ભાગને બાળી કાઢ્યો છે.

આઠ લોકોનાં મોત, 3300 મકાનોને નુકસાન

કેલિફોર્નિયાનાં જગલોમાં અત્યાર સુધી આઠ લોકોના માર્યા જવાના અહેવાલ છે. 33000 મકાનો અને ભવનોને નુકસાન પહોંચ્યું છે પાછલાં ત્રણ સપ્તાહમાં કેલિફોર્નિયાના જંગલોમાં દાવાનળ પ્રસરતો રહ્ છે. ઉત્તરીય કેલિફોર્નિયાના જંગલની આગ ત્રણ સપ્તાહથી નવધુ સમય જારી છે. તેજ હવાઓને લીધે પહાડી  વિસ્તારમાં અને 40 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલી આગે અનેક ઘરોને બાળીને રાખ કરી દીધાં છે.

ઝડપથી પ્રસરી રહી છે આગ

શુક્રવારે રાત્રે જંગલોમાં લાગેલી આગ બહુ તેજીથી ફેલાઈ રહી છે, અને એની ચપેટમાં આશરે 45,000 એકર જમીનને લઈ લીધી છે.  કેલિફોર્નિયામાં રેકોર્ડ ગરમી પછી આગના તાંડવથી ભયભીત છે. લોકોને આગની પાસે નહીં જવા અને ઘરોથી નીકળી જવા કહેવામાં આવી રહ્યું છે.

આગને ઓલવવાના પ્રયાસો

કેલિફોર્નિયાના જંગલમાં આગ પર કાબૂ મેળવવા માટે આકાશથી વિશેષ વિમાન અગ્નિશમક પદાર્થનો મારો કરી રહ્યા છે. જે તરલ પદાર્થ નાખવામાં આવી રહ્યો છે, એનાથી આગ ફેલાતી રોકી શકાય એમ છે.

200 લોકોને બચાવવા ઝુંબેશ

ફાયરબ્રિગ્રેડ આગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. કેલિફોર્નિયાના સિએરા નેશનલ પાર્કમાં ફસાયેલા 200 લોકોને બચાવવા માટે હવાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.અહીં એક જળાશય છે, પર્યટકોની વચ્ચે ઘણું લોકપ્રિય છે.

આગ રાજ્યમાં બે ડઝનથી વધુ જગ્યાએ

નોર્થ કોમ્પ્લેકસની આગ રાજ્યમાં બે ડઝનથી વધુ જગ્યાએ ફેલાઈ ચૂકી છે. કોલોરાડો અને મોંટાનામાં તેજ હવા અને એક વિસ્ફોટને કારણે જંગલમાં આગને ફેલાવવામાં મદદ મળી હતી. 3600થી વધુ ઇમારતો અને અન્ય ચીજોને નુકસાન થયું છે.

બેકાબૂ આગને કારણે કેલિફોર્નિયામાં વીજકાપ પણ થઈ રહ્યો છે. રાજ્યના દક્ષિણ ક્ષેત્રના 70,000 લોકોનાં ઘરોમાં વીજ સપ્લાય ઠપ થયો છે. પાવર પ્લાન્ટ આગની ચપેટમાં આવતાં રાજ્યમાં બ્લેકઆઉટ થઈ ગયો છે.

 

 

 

 

લેટરબોમ્બ પછી કોંગ્રેસમાં સિનિયર નેતાઓ કદ પ્રમાણે વેતરાયા

નવી દિલ્હીઃ કોંગ્રેસના દિગ્ગજ ગુલામ નબી આઝાદને ગાંધી પરિવારના નેતૃત્વ પર સવાલ ઉઠાવનારા અસંતુષ્ટ નેતાઓમાં મુખ્ય માનવામાં આવે છે. આઝાદે કહ્યું હતું કે સંગઠનને મજબૂતી માટે કોંગ્રેસ પાર્ટીમાં ચૂંટણી જરૂરી છે. ત્યાર બાદ પાર્ટીના મોટા ફેરફારોની વચ્ચે પાર્ટીપ્રમુખ સોનિયા ગાંધીએ તેમને મહાસચિવપદથી દૂર કર્યા હતા. સોનિયા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરેલા એક પત્રમાં કહેવામાં આવ્યું હતું કે પાર્ટી દૂર કરવામાં આવેલા મહાસચિવો ગુલામ નબી આઝાદ, મોતી વોરા, અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને લુઇન્જિન્હો ફ્લેઇરોના યોગદાનની કદર કરે છે. ગુલામ નબી આઝાદ કોંગ્રેસ કાર્યસમિતિના સભ્યપદે રહેશે.

પ્રિયંકા ગાંધી વાડરા યુપીના પ્રભારી મહા સચિવ

જે પાર્ટીના ટોચના નિર્ણયોવાળી પેનલ છે. અસંતુષ્ટ નેતાઓના જૂથે એક અન્ય સભ્ય જિતિન પ્રસાદને પણ મહા સચિવ પર નિયુક્તિ કરી હતી, પણ તેમને ઉત્તર પ્રદેશથી બંગાળ સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. પ્રિયંકા ગાંધી વાડરા યુપીના પ્રભારી મહા સચિવ છે.

કોંગ્રેસમાં મોટો ફેરફાર એક મહિના પછી થયો

કોંગ્રેસ પાર્ટીમાં આ મોટા ફેરફાર એ ઘટનાના એક મહિને પછી થઈ હતી, જ્યારે 23 વરિષ્ઠ સભ્યોએ બળવાખોર તેવર જોતાં કોંગ્રેસનાં ઇન્ટરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં આંતરિક ચૂંટણી કરાવવા અને પારદર્શી નેતૃત્વની માગ કરી હતી. આજે થયેલા ફેરફારમાં મુકુલ વાસનિક- જે 23 પત્ર લેખકોમાંના એક છે.તેમને કોંગ્રેસના મધ્ય પ્રદેશના મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

મુકુલ વાસનિકને એ છ નેતાઓમાં સામેલ કરવામાં આવ્યા છે, જે કોંગ્રેસ અધ્યક્ષને સંગઠનાત્મક અને સંચાલન મામલે સહાય કરશે, એમ સોનિયા ગાંધીએ 24 ઓગસ્ટની બેઠકમાં કહ્યું હતું. આ પેનલના અન્ય નેતાઓમાં એકે એન્ટની, અહેમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ અને રણદીપ સૂરજેવાલા છે.

પત્ર લેખકોને પાર્ટીમાંથી સાઇડલાઇન કરવામાં આવ્યા

આ વિશેષ સમિતિ અસહમતિ પત્રના કોઈ પણ પ્રભાવનો એકમાત્ર સંકેત છે, જેણે પાર્ટીને વચમાં વિભાજિત કરી દીધી હતી અને પત્ર લેખકોને પાર્ટીમાંથી સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. રણદીપ સિંહ સૂરજેવાલા ફેરબદલના સૌથી મોટા લાભાર્થીઓમાંથી એક છે. તેમને કર્ણાટકના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને વિશેષ સમિતિમાં અને એની સાથે મુખ્ય પ્રવક્તાના રૂપમાં કાર્યકાળ જારી રાખશે.

ગુલામ નબી આઝાદ અને પત્ર પર અન્ય હસ્તાક્ષરકર્તાઓ પર CWCની 24 ઓગસ્ટની બેઠકમાં વિશ્વાસઘાતીના રૂપમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી-બંને ઉપસ્થિત હતાં. આ બેઠક એ ઘોષણાની સાથે પૂરી થઈ છે કે આગામી છ મહિનામાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) સત્ર સુધી સોનિયા ગાંધી ઇન્ટરિમ કોંગ્રેસના અધ્યક્ષસ્થાને રહેશે.

આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પાર્ટી પત્ર લેખકોની ફરિયાદોની તપાસ કરશે.

 

 

 

સી પ્લેનનો સામાન સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસનને વેગ મળે એ માટે 31 ઓક્ટોબરથી ગુજરાતમાં સી પ્લેન સેવાનો પ્રારંભ થવાનો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની (સ્ટેચ્યુ ઓફ યુનિટી) વચ્ચે સી પ્લેન શરૂ થશે. આ સી પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન માટેની જેટી તૈયાર કરવાનો સામાન વિશાળ ટ્રકોમાં આવી ગયો છે.

શહેરના સરદાર બ્રિજ નીચે NID તરફના રિવરફ્રન્ટ પર શનિવારે છ ટ્રકોમાં સી પ્લેનની જેટીનો સામાન આવી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે સી પ્લેન એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આગામી દિવસોમાં ગુજરાતમાં સી પ્લેન ઊડાઊડ કરશે. ભૂતકાળમાં ચૂંટણી ટાણે સાબરમતી નદી પરથી સી પ્લેન ઉડાડવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પર્યટન ક્ષેત્રે સી પ્લેન નવું નજરાણું બની રહેશે.

દેશમાં સી પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કરવામાં આવ્યાં

વિદેશમાં તો સી પ્લેનનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ભારતમાં  સી-પ્લેનનો ઉપયોગ થાય એ માટે કેન્દ્ર સરકારે દિશા-નિર્દેશ આપ્યા છે જેના ભાગરૂપે દેશમાં સી પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કરવામાં આવ્યાં છે જેમાં પ્રથમ તબક્કામાં ગુજરાતમાં માત્ર એક જ રૂટ પર સી પ્લેન શરૂ કરવા નક્કી કરવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)