લેટરબોમ્બ પછી કોંગ્રેસમાં સિનિયર નેતાઓ કદ પ્રમાણે વેતરાયા

નવી દિલ્હીઃ કોંગ્રેસના દિગ્ગજ ગુલામ નબી આઝાદને ગાંધી પરિવારના નેતૃત્વ પર સવાલ ઉઠાવનારા અસંતુષ્ટ નેતાઓમાં મુખ્ય માનવામાં આવે છે. આઝાદે કહ્યું હતું કે સંગઠનને મજબૂતી માટે કોંગ્રેસ પાર્ટીમાં ચૂંટણી જરૂરી છે. ત્યાર બાદ પાર્ટીના મોટા ફેરફારોની વચ્ચે પાર્ટીપ્રમુખ સોનિયા ગાંધીએ તેમને મહાસચિવપદથી દૂર કર્યા હતા. સોનિયા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરેલા એક પત્રમાં કહેવામાં આવ્યું હતું કે પાર્ટી દૂર કરવામાં આવેલા મહાસચિવો ગુલામ નબી આઝાદ, મોતી વોરા, અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને લુઇન્જિન્હો ફ્લેઇરોના યોગદાનની કદર કરે છે. ગુલામ નબી આઝાદ કોંગ્રેસ કાર્યસમિતિના સભ્યપદે રહેશે.

પ્રિયંકા ગાંધી વાડરા યુપીના પ્રભારી મહા સચિવ

જે પાર્ટીના ટોચના નિર્ણયોવાળી પેનલ છે. અસંતુષ્ટ નેતાઓના જૂથે એક અન્ય સભ્ય જિતિન પ્રસાદને પણ મહા સચિવ પર નિયુક્તિ કરી હતી, પણ તેમને ઉત્તર પ્રદેશથી બંગાળ સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. પ્રિયંકા ગાંધી વાડરા યુપીના પ્રભારી મહા સચિવ છે.

કોંગ્રેસમાં મોટો ફેરફાર એક મહિના પછી થયો

કોંગ્રેસ પાર્ટીમાં આ મોટા ફેરફાર એ ઘટનાના એક મહિને પછી થઈ હતી, જ્યારે 23 વરિષ્ઠ સભ્યોએ બળવાખોર તેવર જોતાં કોંગ્રેસનાં ઇન્ટરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં આંતરિક ચૂંટણી કરાવવા અને પારદર્શી નેતૃત્વની માગ કરી હતી. આજે થયેલા ફેરફારમાં મુકુલ વાસનિક- જે 23 પત્ર લેખકોમાંના એક છે.તેમને કોંગ્રેસના મધ્ય પ્રદેશના મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

મુકુલ વાસનિકને એ છ નેતાઓમાં સામેલ કરવામાં આવ્યા છે, જે કોંગ્રેસ અધ્યક્ષને સંગઠનાત્મક અને સંચાલન મામલે સહાય કરશે, એમ સોનિયા ગાંધીએ 24 ઓગસ્ટની બેઠકમાં કહ્યું હતું. આ પેનલના અન્ય નેતાઓમાં એકે એન્ટની, અહેમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ અને રણદીપ સૂરજેવાલા છે.

પત્ર લેખકોને પાર્ટીમાંથી સાઇડલાઇન કરવામાં આવ્યા

આ વિશેષ સમિતિ અસહમતિ પત્રના કોઈ પણ પ્રભાવનો એકમાત્ર સંકેત છે, જેણે પાર્ટીને વચમાં વિભાજિત કરી દીધી હતી અને પત્ર લેખકોને પાર્ટીમાંથી સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. રણદીપ સિંહ સૂરજેવાલા ફેરબદલના સૌથી મોટા લાભાર્થીઓમાંથી એક છે. તેમને કર્ણાટકના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને વિશેષ સમિતિમાં અને એની સાથે મુખ્ય પ્રવક્તાના રૂપમાં કાર્યકાળ જારી રાખશે.

ગુલામ નબી આઝાદ અને પત્ર પર અન્ય હસ્તાક્ષરકર્તાઓ પર CWCની 24 ઓગસ્ટની બેઠકમાં વિશ્વાસઘાતીના રૂપમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી-બંને ઉપસ્થિત હતાં. આ બેઠક એ ઘોષણાની સાથે પૂરી થઈ છે કે આગામી છ મહિનામાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) સત્ર સુધી સોનિયા ગાંધી ઇન્ટરિમ કોંગ્રેસના અધ્યક્ષસ્થાને રહેશે.

આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પાર્ટી પત્ર લેખકોની ફરિયાદોની તપાસ કરશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]