નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે કોવિડ-19 રોગચાળાની પ્રતિકૂળ અસર પામેલું દેશનું અર્થતંત્ર ધીમે-ધીમે સુધરશે. ‘ફિક્કી’ની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગને સંબોધિત કરતાં કેન્દ્રીય બેન્કના વડાએ કહ્યું હતું કે દેશ હજી પણ કોવિડ-19ના પ્રભાવમાં છે અને ધીમે-ધીમે સામાન્ય ગ્રોથ પર પરત ફરશે. તેમણે કહ્યું હતું કે પહેલા ત્રિમાસિકમાં આર્થિક કામગીરી પર પ્રતિકૂળ અસર પડ્યા પછી બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક કામકાજમાં વેગ આવશે.
વિશ્વ બેન્કના એસેસમેન્ટનો હવાલો આપતાં તેમણે કહ્યું હતું કે વિશ્વ સ્તરે રિકવરીમાં વધુ સમય લાગશે. તેમણે ઉદ્યોગ જગતને વિશ્વાસ અપાવ્યો હતો કે આર્થિક ગ્રોથ અને લિક્વિડિટી માટે મધ્યસ્થ બેન્ક જરૂરી પગલાં લેશે. આ નાણાકીય વર્ષના જૂન ત્રિમાસિકમાં ભારતના GDPમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેનું કારણ લોકડાઉન છે. સરકારે કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે માર્ચના અંતિમ સપ્તાહમાં લોકડાઉન જાહેર કર્યું હતું.
તેમણે ઉદ્યોગ જગતને વિશ્વાસ અપાવ્યો હતો કે કોરોનાની અસરનો સામનો કરવા કેન્દ્રીય બેન્ક લડાઈ માટે તૈયાર છે. RBI જરૂરી બધા ઉપાયો કરશે. તેમણે કંપનીઓને કોરોનાને પગલે વૈશ્વિક સ્તરે ઊભા થયેલા અવસરોનો લાભ ઉઠાવવા પણ કહ્યું હતું.
RBI દ્વારા સતત મોટા પાયે બજારમાં લિક્વિડિટી ઠાલવવામાં આવી છે અને સરકાર નીચા દરે બોરોઇંગ કરી રહી છે. બેન્ક અન્ય ક્ષેત્રોમાં પણ લિક્વિડિટી ઠાલવવા પર કામ કરી રહી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં 21મી સપ્ટેમ્બરથી શાળાઓ નહીં ખૂલે. રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર વતી શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. કોરોના વાઇરસના વધતા સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેને આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.
રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય
આ પહેલાં કેન્દ્ર સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ અને અનલોકની નવી ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી, જેમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિચારવિમર્શ માટે બોલાવી શકશે તેમ જ ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ 50 ટકા સ્ટાફ બોલાવી શકશે, પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છ મહિનાથી શાળાઓ બંધ
રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી. આમ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી સ્કૂલો બંધ છે. રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસનું સંકટ હજી પણ ઘેરું છે, વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને એ સાથે ઓક્સિજનની માગણી પણ વધી રહી છે.
દર્દીઓને ઓક્સિજન સમયસર ઉપલબ્ધ થાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ઓક્સિજન ઉત્પાદક કંપનીઓ, ઓક્સિજન સપ્લાયર્સ દ્વારા હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરવઠો સમયસર પહોંચે એ માટે સરકારે મેડિકલ ઓક્સિજનના સિલિન્ડરોનું વહન કરતા વાહનોને એક વર્ષ સુધી એમ્બ્યુલન્સનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે.
આ વિશેનું નોટિફિકેશન રાજ્યના ગૃહ મંત્રાલયે ઈસ્યૂ કરી દીધું છે. તે અનુસાર, તબીબી ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરતા વાહનો પર સાઈરન બેસાડવામાં આવશે અને આવા વાહનોને રોકી શકાશે નહીં.
મેડિકલ ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરતા વાહનોને એમ્બ્યુલન્સનો દરજ્જો આપવાનો નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લીધો છે.
કોવિડ-19 દર્દીઓની સમયસર સારવાર કરી શકાય એ માટે હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરવઠો નિયમિત રીતે ઉપલબ્ધ રહેવો જોઈએ. એ માટે સંબંધિત કાયદાઓની કલમ હેઠળ એવા વાહનોને એમ્બ્યુલન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં હાલ આશરે 1000 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે. જરૂરિયાત 500 મેટ્રિક ટનની છે, પરંતુ હાલ કોરોના સંકટ ઘેરું હોવાથી આગળના સમયમાં ઓક્સિજનની જરૂર વધી શકે છે એ બાબતને ધ્યાનમાં લઈને સરકારે ઉત્પાદન વધારે રખાવ્યું છે.
દરરોજ કઈ હોસ્પિટલમાં ઓક્સિજનનો કેટલો ઉપયોગ થાય છે અને તેની જરૂરિયાત વિશેની વિગત હોસ્પિટલોએ દરરોજ ઓડિટ કરવાનું ફરજિયાત બનાવાયું છે અને તેમને રાજ્યસ્તરીય કન્ટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેવા જણાવાયું છે.
ઓક્સિજન લઈ જતી ટેન્કરોની અવરજવરને રોકવી નહીં તેમજ એની અવરજવર આખો દિવસ ચાલુ રહેશે.
મુંબઈઃ બોલિવુડ પીઢ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય જયા બચ્ચને રાજ્યસભામાં ડ્રગ્સ વિવાદ પર આપેલાં નિવેદન પછી સોશિયલ મિડિયા પર ઘણા લોકો તેમના પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈને મુંબઈમાં તેમના નિવાસસ્થાનની બહાર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાં આવ્યો છે. સંસદમાં જયા બચ્ચનનાં બોલિવુડ પર નિવેદનો પછી મુદ્દો ઘણો ગરમ થઈ ગયો છે. સોશિયલ મિડિયા પર જયા બચ્ચનને બહુ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. જયા સિવાય લોકો અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર પર નિશાન સાધી રહ્યા છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના જુહુ વિસ્તાર સ્થિત તેમના ‘જલસા’ નિવાસસ્થાનની બહાર સુરક્ષાનો કડક જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.
લોકો જે થાળીમાં ખાય છે, એ થાળીમાં જ છેદ
જયા બચ્ચને ડ્રગ કનેક્શનને લઈને નિવેદન આપ્યું હતું કે કેટલાક લોકો બોલિવુડને લઈને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જે લોકો જે થાળીમાં ખાય છે, એ થાળીમાં જ છેદ કરે છે. આ નિવેદન પછી જબરદસ્ત હંગામો થયો છે અને સુશાંતના ફેન્સ અને બાકી ઇન્ડસ્ટ્રીઝવાળાઓએ બોલિવુડને ઘેરવાનું શરૂ કર્યું છે.
બોલિવુડને ડ્રગ્સમુક્ત થઈ શકે
ભાજપના સંસદસભ્ય અને ભોજપુરી સુપરસ્ટારે સંસદમાં બોલિવુડમાં ફેલાયેલા ડ્રગ રેકેટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે એ વાત પણ સાથે કહી હતી કે આ મામલે ગંભીરતાથી અને બારીકીથી તપાસ કરવામાં આવવી જોઈએ., જેથી જલદી બોલિવુડને ડ્રગ્સમુક્ત કરી શકાય.
ઇન્ડસ્ટ્રીને સતત બદનામ કરવાની પ્રક્રિયા
જયા બચ્ચને સંસદમાં કહ્યું હતું કે લોકસભામાં એક સંસદસભ્યએ બોલિવુડ વિશે એક નિવેદન આપ્યું હતું, તેઓ પોતે બોલિવુડ ઉદ્યોગમાંથી છે. જે લોકોને નામ અને પ્રસિદ્ધિ મળી છે, એમાં જ કેટલાકે એને ગટર કહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ ફિલ્મ ઉદ્યોગ છે, જેણે કેટલાય લોકોને ખૂબ નામ અને દામ મળ્યાં છે. મુઠ્ઠીભર લોકો દ્વારા કેટલીક ચીજવસ્તુઓને લઈને ઇન્ડસ્ટ્રીને સતત બદનામ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
બચ્ચન ફેમિલી પર નિશાન
આ નિવેદનબાજીને ફેન્સે અને બીજી વાર ઇન્સ્ટ્રીઝવાળાઓએ ઘણી ગંભીર રીતે લીધી છે, ત્યાર બાદ બચ્ચન ફેમિલી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જોકે દરેક મુદ્દે પોતાની સલાહ આપવાવાળા અમિતાભ બચ્ચને અત્યાર સુધી આ મામલે મૌન ધારણ કર્યું છે.
જયપુરઃ રાજસ્થાનના કોટા જિલ્લામાં ચંબલ નદીમાં આજે સવારે લગભગ 8.45 વાગ્યે 45 જેટલા શ્રદ્ધાળુઓ સાથેની એક બોટ ઊંધી વળી જતાં ઓછામાં ઓછા 8 જણનાં મરણ થયાનો અહેવાલ છે.
20-25 લોકો તરીને કિનારે પહોંચવામાં સફળ થયા હતા અથવા એમને બચાવી લેવામાં આવ્યા હતા. 10-12 જણ લાપતા છે.
બોટમાં મહિલાઓ અને બાળકો પણ સવાર થયાં હતાં. તેઓ આજે સવારે કોટા શહેરની હદમાં આવેલા ખતોલી વિસ્તારના ગામડાઓમાંથી ઈન્દરગઢમાં આવેલા કમલેશ્વર મહાદેવ મંદિર માટે બોટમાં બેસીને જતાં હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.
આ દુર્ઘટના કોટા શહેરની હદમાં આવેલા ઢીબરી ચંબલ વિસ્તારમાં બની હતી.
રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવારને રૂ. 1 લાખની એક્સ-ગ્રેસિયા રકમ ચૂકવવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની ચિંતાજનક સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 90,123 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1290 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 15 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 50,20,360 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 82,066 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 39,42,360 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,95,933 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.
નોવાવેક્સ ઇન્કના સિરમ સાથે કરાર
અમેરિકી દવા કંપની નોવાવેક્સ ઇન્કે કહ્યું હતું કે કંપની કોવિડ-19ની વેક્સિનના નિર્માણ ક્ષમતા વધારવા માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટની સાથે એક કરાર કર્યા છે. વિશ્વનો દરેક દેશ કોરોના વાઇરસની વેક્સિન વિકસિત કરવાનું કમ કરી રહ્યો છે.
નોવાવેક્સ કોવિડ-19ની વેક્સિનના ઉત્પાદનની વાર્ષિક ક્ષમતાને બે અબજ ડોઝ વધારવા ઇચ્છે છે. એ ઉદ્દેશ માટે કંપની પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કર્યો હતો અને એક કરાર કર્યો હતો. પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક છે.
5.94 કરોડ લોકોના સેમ્પલ ટેસ્ટ
દેશમાં અત્યાર સુધી 5,94 29,115 કરોડ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેમાં 16 સપ્ટેમ્બરે 11,16842 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા,. એમ ICMRએ જણાવ્યું હતું.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
લંડનઃ તામિલનાડુના એક મંદિરથી આશરે 10 વર્ષ પહેલાં ચોરવામાં આવેલી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ ગઈ કાલે ભારત સરકારને પરત કરવામાં આવી હતી. આ મૂર્તિઓ જમા કરાવનારાએ આ મૂર્તિઓનો ઇતિહાસ જાણ્યા પછી સ્વૈચ્છિક રૂપે એને પરત કરી છે. અજ્ઞાત જમાકર્તાએ શ્રદ્ધાથી આ પ્રતિમાઓ ખરીદી હતી. ત્યાર બાદ મેટ્રો પોલીસ દ્વારા એ મૂર્તિઓના અસલી સ્થાન વિશે જણાવવામાં આવ્યું હતું, જેથી તેણે આ મૂર્તિઓ પરત કરવાનો નિર્ણય કર્યો હતો.
પુડુચેરીની ફ્રેન્ચ સ્કૂલમાં રાખવામાં આવેલા 1950ના પુરાતત્ત્વના ફોટોને મળાવ્યા પછી એ સાબિત થયું હતું કે એની પાસે જે મૂર્તિઓ છે, એ વિજયનગર સામ્રાજય કાળથી સંબંધિત છે. આ મૂર્તિઓ તામિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના અનંતમંગલમના શ્રી રાજાગોપાલસ્વામી મંદિરથી ચોરવામાં આવી છે. લંડનમાં ઇન્ડિયા હાઉસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લંડનમાં શ્રીમુરુગન મંદિરના પૂજારીઓ દ્વારા ભારતની મૂર્તિઓ સોંપવામાં આવતાં નાનકડો ધાર્મિક સમારોહ કરવામાં આવ્યો હતો.
ઘણી વખત લોકોથી તમે કંટાળી જાઓ છો? એવો અનુભવ કરો છો, કે જો સામી વ્યક્તિને સરળતાથી સમજી શકતાં હોઈએ તો જીવન કેટલું સુગમ બની જાય! ક્યાંય કોઈ ગેરસમજનો અવકાશ જ ન રહે તો કેટલું સારું! પરંતુ પ્રિય મિત્ર, વાસ્તવમાં, કોઈ પણ દેશમાં, સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં લોકો હોય જ છે. કોની સાથે કેવો વ્યવહાર કરવો તે એક કળા છે. તો પહેલાં એ સમજીએ કે, કયા કયા પ્રકારનાં લોકો આપણી આસપાસ હોય છે.
પહેલાં પ્રકારનાં લોકો એટલે એવા લોકો જે હમેશા ઉત્સાહથી તરવરતાં હોય છે. કોઈ અવરોધોને તેઓ ગણકારતાં નથી. તેઓ હમેશા ખુશ રહે છે, અને પોતાનાં ધ્યેયને પ્રાપ્ત કરીને રહે છે.
બીજા પ્રકારનાં લોકો ખૂબ સુંદર સંચાલન કરી જાણે છે. આ લોકો નવું સર્જન કરી નથી શકતાં, નવું સાહસ પણ નથી કરી શકતાં, પરંતુ જે કઈં તેમની પાસે છે, તેને ખૂબ સાચવે છે. માવજત કરે છે. તેમની વિચારસરણી પરંપરાગત હોય છે.
ત્રીજા પ્રકારનાં લોકો ક્રાંતિકારી અથવા તો બંડખોર હોય છે. તેઓ ચીલાચાલુ પરિસ્થિતિને બદલવા ઈચ્છે છે. પરિવર્તન લાવવા માટે તેઓ વિનાશકારી પ્રવૃત્તિઓ કરતાં પણ અચકાતાં નથી.
ચોથા પ્રકારનાં લોકો તેજસ્વી, મેધાવી અને સર્જનશીલ હોય છે. તેઓ નવા નવા રચનાત્મક કાર્યો અને પ્રયોગો કરતાં રહે છે.
પાંચમા પ્રકારનાં લોકો હમેશા સહુને સાથે લઈને ચાલે છે. તેમનામાં અપાર કરુણા હોય છે. જ્યાં જ્યાં સમાજમાં સમસ્યાઓ ઊભી થાય છે, તેઓ મદદ કરવા તત્પર હોય છે, અને કોઈને અન્યાય ન થાય, દુખ ન પહોંચે તે રીતે સમસ્યાનું સમાધાન કરે છે. આ લોકો શાંતિ દૂત બનતા હોય છે, અને સર્વે પ્રતિ અપાર કરુણા અને અપનત્વની ભાવના ધરાવતાં હોય છે.
તમારી ભીતર જુઓ. તમારી શું લાક્ષણિકતાઓ છે, તેના પર ધ્યાન આપો. મનનાં ક્ષેત્રમાં બે સમાન પરિબળો પરસ્પર આકર્ષે છે. તો આ પાંચ પ્રકારોમાંથી તમે કયા પ્રકાર પ્રત્યે આકર્ષણ અનુભવો છો? જાણો કે તમે એ જ પ્રકારનાં વ્યક્તિ છો. એ મુજબ તમે તમારાં જીવનની દિશા નક્કી કરી શકો છો.
પરંતુ ભિન્ન ભિન્ન પ્રકાર ધરાવતી વ્યક્તિઓ, ભાવનાત્મક રીતે પણ તદ્દન ભિન્ન હોય છે. તો અલગ અલગ ભાવનાત્મક ભૂમિકા ધરાવતી વ્યક્તિઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ? જેથી તમારું પોતાનું મન શાંત અને નિશ્ચલ રહે! તો આ માટે ચાર પ્રકારનાં અભિગમ તમે અપનાવી શકો છો.
૧. મૈત્રી: જે લોકો ખુશ છે, ઉત્સાહી છે તેમની સાથે મૈત્રી રાખો. જો ખુશ અને ઉત્સાહી વ્યક્તિ સાથે તમારી મિત્રતા નથી તો ચોક્કસ ક્યારેક એમના પ્રત્યે ઈર્ષા-ભાવ થવા નો જ. એના કરતાં ખુશમિજાજ, ઉત્સાહી વ્યક્તિ સાથે દોસ્તી કરી લો. અને જુઓ કે તમારું મન પણ વધુ ને વધુ પ્રસન્ન રહેશે.
૨. કરુણા: જેઓ દુ:ખી છે, તેમની સાથે મિત્રતા ન રાખો, પણ અપાર કરુણા રાખો. જો દૂ:ખી વ્યક્તિ સાથે મૈત્રી કેળવશો તો તમે પણ દૂ:ખી થઈ જશો. અને તમે જ દૂ:ખી છો, તો અન્યને કઈ રીતે દૂ:ખી માનસિક્તામાં થી બહાર લાવી શકશો? ઘણી વાર દૂ:ખી વ્યક્તિની સાથે આપણે પણ દૂ:ખી રહેવું જોઈએ તેમ માનવા લાગીએ છીએ. આ મોટી ભૂલ છે. આ તો એવું થયું કે દર્દી ની સારવાર માટે ડૉક્ટરએ પણ બીમાર થવું પડે! ડૉક્ટર બીમાર હશે તો સારવાર કે રીતે કરી શકશે? તો જેઓ દૂ:ખી છે, તેમના પ્રત્યે દયા નહીં પરંતુ કરુણા રાખો, મદદ કરો.
૩. પ્રસન્નતા: જેઓ સારું કાર્ય વિશ્વમાં કરી રહ્યા છે, પોતાનાં ક્ષેત્રમાં સફળ છે તેમના તરફ અત્યંત પ્રસન્નતાનો ભાવ રાખો. જો કોઈ સંગીતમાં પારંગત છે તો તેમના પ્રત્યે હ્રદયપૂર્વક પ્રસન્નતા વ્યક્ત કરો. જો કોઈ પોતાનાં ક્ષેત્રમાં પ્રગતિ કરે છે તો તેમની પ્રવીણતા અને પ્રગતિ પ્રતિ પ્રસન્ન બની જાઓ. તમારી પોતાની ચેતનાનું ઊર્ધ્વીકરણ થશે.
૪. નિર્લેપતા : જે લોકો સમાજમાં ભાંગ-ફોડ કરી રહ્યા છે, નુકશાન કરી રહ્યા છે, તેમના તરફ સામાન્ય રીતે આપણે ગુસ્સાની લાગણી અનુભવીએ છીએ. પરંતુ જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે તમે તમારી ઉર્જા અને તમારા ઉત્સાહને ખોઈ બેસો છો. આ તો કેટલું મોટું નુકશાન છે! અને આ સ્થિતિમાં તમે પણ તેમના જેવા બનતા જાઓ છો. જે પરિસ્થિતિ, જે વ્યક્તિનો તમે અસ્વીકાર કરો છો, અને પરિણામ રૂપે ક્રોધ કે તીરસ્કાર કરો છો, ત્યારે અંતત: તમારામાં અને તે વ્યક્તિમાં કોઈ તાત્વિક ફેર રહેતો નથી. તો આ સંજોગોમાં શું કરવું જોઈએ? સામી વ્યક્તિનો સ્વીકાર કરો અને નિર્લેપ બની જાઓ. ત્યાર પછી તમે અસરકારક પગલાં લઈ શકશો.
આ ચાર પ્રકારનાં અભિગમથી તમારું મન શાંત રહેશે. એક શાંત અને ધ્યાનસ્થ મન ઉર્જાનો અનંત સ્ત્રોત છે અને કોઈ પણ સકારાત્મક પરિવર્તન લાવવા સક્ષમ છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.
નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.
લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.
આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.
આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.
થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.
કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.