કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખને પારઃ નોવાવેક્સના વેક્સિન બનાવવા સિરમ સાથે કરાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની ચિંતાજનક સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 90,123 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1290 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 15 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 50,20,360 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 82,066 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 39,42,360 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,95,933 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.

નોવાવેક્સ ઇન્કના સિરમ સાથે કરાર

અમેરિકી દવા કંપની નોવાવેક્સ ઇન્કે કહ્યું હતું કે કંપની કોવિડ-19ની વેક્સિનના નિર્માણ ક્ષમતા વધારવા માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટની સાથે એક કરાર કર્યા છે. વિશ્વનો દરેક દેશ કોરોના વાઇરસની વેક્સિન વિકસિત કરવાનું કમ કરી રહ્યો છે.

નોવાવેક્સ કોવિડ-19ની વેક્સિનના ઉત્પાદનની વાર્ષિક ક્ષમતાને બે અબજ ડોઝ વધારવા ઇચ્છે છે. એ ઉદ્દેશ માટે કંપની પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કર્યો હતો અને એક કરાર કર્યો હતો. પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક છે.

5.94 કરોડ લોકોના સેમ્પલ ટેસ્ટ

દેશમાં અત્યાર સુધી 5,94 29,115 કરોડ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેમાં 16 સપ્ટેમ્બરે 11,16842 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા,. એમ ICMRએ જણાવ્યું હતું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]