પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં પડેલા મતોની ગણતરી ચાલુ છે, ત્યારે ફરી એક વાર બિહારમાં ફરી એક વખત NDAની જ સરકાર બનવાની શક્યતા છે. હાલના પ્રારંભિક વલણોમાં NDAએ ખૂબ મોટી લીડ બનાવી લીધી છે. પ્રારંભિક આંકડા મુજબ NDAએ બહુમત માટે જરૂરી 122 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. NDA હાલમાં 122થી વધુ બેઠકો પર આગળ છે. મતગણતરી હજુ ચાલુ હોવાથી NDAને વધુ બેઠકો પર પણ લીડ મળી શકે છે. . શું બિહારમાં નીતીશકુમાર ફરીથી CM બનશે?
બિહારમાં જીતનો જાદુઈ આંકડો
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના મતોની ગણતરી આજે 8 વાગ્યાથી શરૂ થઈ છે. આજ સાંજ સુધીમાં સંપૂર્ણ પરિણામોની જાહેરાત થઈ જશે. બિહારમાં ફરી એક વાર NDA મોટી જીત તરફ વધી રહ્યું છે જ્યારે મહાગઠબંધન પાછળ રહી ગયું છે. બિહારમાં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 122 બેઠકોનો છે.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન છ નવેમ્બરે અને બીજા તબક્કાનું 11 નવેમ્બરે યોજાયું હતું. બંને તબક્કામાં કુલ મતદાન 67.13%રહ્યું, જે 1951 પછીનો અત્યાર સુધીનો સૌથી વધુ ટર્નઆઉટ છે. એટલું કહી શકાય કે બિહારની જનતાએ ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન કર્યું છે.
આજે પરિણામોનો દિવસ છે અને સૌની નજર એના પર છે કે બિહારમાં આગામી સરકાર કોણ બનશે. હાલ તો થોડા સમયની જ વાત છે—જલદી જ પરિણામ સ્પષ્ટ થઈ જશે.






આ કાર્યક્રમનું નેતૃત્વ ભારતમાં ઇજિપ્તના રાજદૂત કામેલ ગલાલ અને રેહમ હંદૌસા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજદૂત મોનિકા કપિલ મોહતા અને સિદ્ધાંત મોહતા દ્વારા સ્થાપિત સાંસ્કૃતિક પહેલ ઇજિપ્ત એર અને સોપાન દ્વારા સહ-આયોજિત કરવામાં આવ્યું હતું. આ ઉજવણીને લા’ઓપેરા દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
આ ગાલા ઈવનિંગમાં અનેક રાજદ્વારીઓ, બિઝનેસ મેન અને નેતાઓ હાજર રહ્યા હતા. અહીં સાંસ્કૃતિક ચિહ્નોનો એક ભવ્ય મેળાવડો જોવા મળ્યો હતો. સાંજની શરૂઆત ગ્રાન્ડ ઇજિપ્તીયન મ્યુઝિયમની ભવ્યતા દર્શાવતી ફિલ્મની પ્રસ્તુતિથી થઈ. ત્યાર બાદ ભારતીય શાસ્ત્રીય લય સૌંદર્યલક્ષી કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. રાત્રિનું મુખ્ય આકર્ષણ આ પ્રસંગ માટે ખાસ આમંત્રિત ઇજિપ્તીયન કલાકાર દ્વારા જીવંત તનોરા નૃત્ય હતું.
મહેમાનોને ઇજિપ્તની ક્યુરેટેડ VIP મુસાફરીના અનુભવની ઝલક પણ આપવામાં આવી હતી – જેમાં મ્યુઝિયમ અને દેશના સૌથી પ્રતિષ્ઠિત સ્થળોની વિશિષ્ટ મુલાકાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉજવણીનું સમાપન ઇજિપ્તીયન ભોજન સાથે થયું.
આ સંગ્રહાલયમાં 1,00,000થી વધુ કલાકૃતિઓ છે, જેમાં સંપૂર્ણ તુતનખામુન સંગ્રહ – લગભગ 5,000 વસ્તુઓ પ્રથમ વખત એકસાથે પ્રદર્શિત કરવામાં આવી છે. ખુફુની સૌર બોટ, વિશાળ મૂર્તિઓ, શાહી મમી અને ઐતિહાસિક હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.
19 અત્યાધુનિક સંરક્ષણ પ્રયોગશાળાઓથી સજ્જ, GEM પુરાતત્વીય સંશોધન અને વારસા જાળવણી માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પણ કાર્ય કરે છે. સંગ્રહાલયનો વાર્ષિક 5-7 મિલિયન મુલાકાતીઓને આવકારવાનો અંદાજ છે, જે સાંસ્કૃતિક પર્યટન અને શિક્ષણ માટે નવા વૈશ્વિક ધોરણો સ્થાપિત કરશે.

બાળકોને પ્રોત્સાહન આપવા માટે IPS અજય ચૌધરી – જ્વૉઇન્ટ પોલીસ કમિશનર તથા પ્રસિદ્ધ એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ; વિપુલ સેવક – વાઇસ ચેરમેન, AMC સ્કૂલ; કુલિન પટેલ – ઇન્ટીરિયર ડિઝાઇનર અને એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ; હંસા પટેલ તથા નયના મેવાડા – કન્વીનર, ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશન; તેમજ નિરાલી શાહ – સ્થાપક, Mom’s Namkeen Treats ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોની આર્ટનું જીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને તેમને પ્રોત્સાહના આપ્યું.
આર્ટ એક્ઝિબિશનમાં 32 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં 12 સ્પેશિયલ કિડ્સ અને 20 સામાન્ય બાળકો હતા. બાળકોને એક પ્લેટફોર્મ પર લાવવા પાછળનો ઉદ્દેશ્ય સૌહાર્દ, સમાનતા અને સહ-સર્જનાત્મકતાનું વાતાવરણ તૈયાર કરવાનો રહ્યો. “વન કેનવાસ, વન વર્લ્ડ” નામનું આ ખાસ પ્રદર્શન સંદેશ આપે છે કે કલા કોઈ ભેદભાવમાં માનતી નથી અને દરેક બાળક પોતાની રીતે વિશેષ છે.
સપ્તરંગ આર્ટ સ્ટુડિયોઝના સ્થાપક ક્રિનલ શાહના માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શન યોજાયું. તેઓ છેલ્લાં 22 વર્ષથી આ આર્ટ સ્ટુડિયો ચલાવે છે. તેમજ છેલ્લાં આઠેક વર્ષથી સ્પેશિયલ કિડ્સ સાથે પણ કામ કરી રહ્યા છે. જેના વિશે તેમનું કહેવું છે કે દરેક બાળકમાં ખાસ પ્રકારની આર્ટ રહેલી હોય છે. તેને બહાર લાવવી અને બાળકને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે તેમનું ધ્યેય છે. તેઓ કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર પોતાના ખર્ચે સ્પેશિયલ કિડ્સ માટેના વર્કશોપ કરતા હોય છે. આ એક્ઝિબિશન પાછળના હેતુ વિશે તેમનું કહેવું છે કે બાળકોમાં પરસ્પર શીખવાની, વિવિધતાનો ઉત્સવ મનાવવાની અને સાચી કલાના અર્થને – “સમાવેશ” તરીકે સમજવાની ભાવના વિકસાવવાનો છે. આ પહેલ સમાજને પ્રેરણા આપે છે કે સર્જનાત્મકતાનું માપ “ક્ષમતાથી” થાય છે, “અક્ષમતાથી” નહીં।