યુરોપિયન રોલર

યુરોપિયન રોલર એ નામથી જ ખબર પડે કે આ તો યાયાવર (માઇગ્રેટરી) પક્ષી હશે. આ પક્ષી યુરોપ અને યુરોપ નજીકના વિવિધ એશિયાના દેશોમાંથી આવે અને ચોમાસુ પૂરું થવાના દિવસો આસપાસ લગભગ સપ્ટેમબર આસપાસ ગુજરાતમા દેખાવાના શરું થાય અને શિયાળા સુધી દેખાય.
જંગલ કરતા વધારે આ પક્ષી જંગલ આસપાસના ખેતર વિસ્તાર પાસે આવેલ વિજળીના તાર પર બેસીને ખેતરમાં વિવિધ ઉડતા જીવજંતુને મારવા માટે તૈયાર બેઠેલ વધુ જોવા મળે. આપણે ભારતમાં યુરોપના લોકોને સમયસર કામ કરવા અને મોડા ન પડવા માટે જાણીતા છે તેમ યુરોપીયન રોલર પણ લગભગ દર વર્ષે સમયસર માઇગ્રેશન કરે.
પોતાના શિકાર એવા વિવધ જીવ-જંતુને પકડવા એ વિવિધ રોલ ઓવર અને કરતબ કરે. આકાશમાં આ વિવધ કરતબો અને રોલ ઓવર કરવાના કારણ તેને રોલર કહેતા હશે તેવુ મારું માનવુ છે.
(શ્રીનાથ શાહ)
નાયિકાનું આધુનિક સ્વરૂપઃ ઝીનત અમાન

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેત્રી, મોડેલ અને બ્યુટીક્વિન ઝીનત અમાનનો આજે ૧૯ નવેમ્બરના રોજ ૬૯મો જન્મદિન. સિત્તેર અને એંશીના દાયકાના સ્ટાર અભિનેત્રી ઝીનત ૧૯૭૦માં ‘મિસ એશિયા પેસિફિક’ ટાઈટલ જીતનાર પહેલી સાઉથ એશિયન યુવતી હતી. હિન્દી ફિલ્મોમાં એમને નાયિકાના આધુનિક સ્વરૂપ માટે હંમેશા યાદ કરાશે.
પંચગીનીની સ્કૂલમાં ભણ્યા પછી ઝીનત અમેરિકા ભણવા ગયા, પણ એ સ્નાતક ન થઇ શક્યા. મોડેલિંગ તરફ વળ્યા. મિસ ઇન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનર-અપ પણ બન્યા. ૧૯૭૧માં ઓ.પી.રાલ્હનની ‘હલચલ’માં નાની ભૂમિકા કરીને ઝીનતે કરિયરની શરૂઆત કરી હતી. દેવ આનંદની ‘હરે રામ હરે ક્રિષ્ણ’માં ઝાહિદાએ ના પાડતાં છેલ્લી ઘડીએ ઝીનતને તક મળી અને પછી તો દેવ-ઝીનતની જોડીએ અડધો ડઝન સફળ ફિલ્મો આપી.
ઝીનતે બી. આર. ચોપ્રા, રાજ કપૂર, મનમોહન દેસાઈ, ફિરોઝ ખાન, નાસીર હુસૈન, મનોજ કુમાર, પ્રકાશ મેહરા, રાજ ખોસલા અને શક્તિ સામંત જેવા પ્રથમ હરોળના નિર્દેશકો સાથે કામ કર્યું છે. રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુન્દરમ’ માં ઝીનતની સેક્સ અપીલનો ભરપૂર ઉપયોગ થયો એ માટે એમની ખૂબ ટીકા પણ થઇ.
જો કે ‘ડોન’ની સફળતાએ બધું બદલી નાંખ્યું. આ ફિલ્મના નિર્માતા નરીમાન ઈરાની ‘ડોન’ બનતી હતી ત્યારે જ ગુજરી ગયા એટલે ઝીનતે આ ફિલ્મ માટે કોઈ ફી લીધી નહોતી. એ પછી ‘ધરમ વીર’, ‘છૈલાબાબુ’ અને ‘ધ ગ્રેટ ગેમ્બલર’ ની સફળતાથી ઝીનત અમાન પરદા પર છવાઇ ગયા.
એંશીના દાયકામાં મલ્ટીસ્ટારર ફિલ્મો આવી. આ બધી હીરો-ઓરીએન્ટેડ ફિલ્મોમાં સેક્સ અપીલ માટે પણ ઝીનતનો ઉપયોગ થતો હોવાની ટીકાઓ થઇ, પણ બી.આર.ચોપરાની ફિલ્મ ‘ઇન્સાફ કા તરાઝુ’માં પોતાના અભિનયથી ઝીનતે ટીકાકારોને ખોટા પાડયા. એ પછી ‘કુરબાની’, ‘અલીબાબા ઔર ૪૦ ચોર’, ‘દોસ્તાના’ અને ‘લાવારીસ’ની સફળતાએ ઝીનતને આસમાનની ઉંચાઇએ પહોંચાડી.
૧૯૮૫માં એમણે મઝહર ખાન સાથે લગ્ન કર્યા અને એમને આઝાન અને ઝહાન નામના બે દીકરા છે. ૧૯૯૮માં પતિ મઝહર ખાનનું નિધન થયું. આજે ઝીનત દીકરાઓ સાથે રહે છે અને સામાજિક કે એવોર્ડ ફંક્શનમાં જાહેરમાં દેખા દે છે.
(નરેશ કાપડીઆ-સુરત)
રાશિ ભવિષ્ય 19/11/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
પંચાંગ 19/11/2020

(મયંક રાવલ)
ટીમ ઈન્ડિયા આવતા વર્ષે ઈંગ્લેન્ડમાં ટેસ્ટશ્રેણી રમશે
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષના ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે અને ત્યાં પાંચ-મેચોની ટેસ્ટ શ્રેણી રમશે. આ જાહેરાત ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ કરી છે. પાંચ ટેસ્ટ મેચનો કાર્યક્રમ આ મુજબ છેઃ પહેલી ટેસ્ટ ઓગસ્ટ 4-8 (ટ્રેન્ટબ્રિજ), બીજી ટેસ્ટ ઓગસ્ટ 12-16 (લોર્ડ્સ), ત્રીજી ટેસ્ટ ઓગસ્ટ 25-29 (હેડિંગ્લી), ચોથી ટેસ્ટ સપ્ટેમ્બર 2-6 (ઓવલ), પાંચમી ટેસ્ટ સપ્ટેમ્બર 10-14 (ઓલ્ડ ટ્રેફર્ડ).
ઈંગ્લેન્ડની ટીમ તે પહેલાં 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં ભારતના પ્રવાસે આવશે અને ટેસ્ટ સિરીઝ રમશે.
વિરાટ કોહલી અને તેના સાથીઓ એમના છેલ્લા ઈંગ્લેન્ડ પ્રવાસમાં પાંચ-ટેસ્ટની શ્રેણી 1-4થી શરમજનક રીતે હારી ગયા હતા.
ઝોમેટોની ટેકઅવે સર્વિસઃ રેસ્ટોરાં પાસેથી કમિશન નહીં લે
નવી દિલ્હીઃ વધુમાં વધુ લોકો રેસ્ટોરામાંથી ઓનલાઇન ખાવાના ઓર્ડર આપી શકે એ માટે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ કહ્યું છે કે તે એના રેસ્ટોરાં ભાગીદારોને ટેકઅવે સર્વિસ મફતમાં ઉપલબ્ધ કરાવશે. અમે કોઈ પણ કમિશન ચાર્જ નહીં કરીએ અને બધા ટેકઅવે ઓર્ડર પર પેમેન્ટ ગેટવે ચાર્જીસ જતા કરી દઈશું, એમ ઝોમેટોએ એના બ્લોગમાં કહ્યું છે.
કંપનીએ કહ્યું છે કે કોવિડ રોગચાળા પૂર્વે ફૂડ ડિલવરી બિઝનેસમાં એનો જીએમવી આંક (ગ્રોસ મર્કેન્ડાઈઝ વેલ્યૂ) 110 ટકા હતો. દેશભરમાં 55,000થી વધુ રેસ્ટોરાં અમારી ટેકઅવે સેવા મેળવી રહી છે અને સાપ્તાહિક ધોરણે આ પ્રકારે અમે આવા ઓર્ડર લઈને લાખો લોકો સુધી ખાવાનું પહોંચાડીએ છીએ, એમ કંપનીએ જણાવ્યું હતું. આ ટેકઅવે સર્વિસથી રેસ્ટોરાંને વધારાનો લાભ થશે. રેસ્ટોરાંઓને ડિલીવરી અને ટેકઅવે, એમ બે વિકલ્પ અપાશે. ગ્રાહકો દ્વારા ઝોમેટો એપ પરથી ફૂડ ઓર્ડર કરી શકશે, ટેકઅવે વિકલ્પમાં ઓર્ડર કરવામાં આવેલા ફૂડની ડિલિવરી ઝોમેટોનો ડિલિવરી બોય નહીં કરે. બલકે ગ્રાહક ખુદ રેસ્ટોરામાં જઈને પોતાનો ઓર્ડર પિકઅપ કરશે. આના માટે ઝોમેટો રેસ્ટોરાં પાસેથી કોઈ કમિશન નહીં લે અને પેમેન્ટ ગેટવે ચાર્જ પણ નહીં વસૂલે. આનાથી રેસ્ટોરાંનું વેચાણ વધશે અને એને નફો વધુ થશે.
કંપનીએ કહ્યું છે કે માર્ચમાં લોકડાઉન લાગુ થયા પછી એણે 13 કરોડથી વધુ ઓર્ડરની ડિલિવરી કરી છે અને ફૂડ અને પેકેજિંગના માધ્યમથી કોવિડ-19નો એક પણ કેસ નોંધાયો નથી. ઓવરઓલ ફૂડ ડિલિવરી સર્વિસ ઇન્ડ઼સ્ટ્રી હજી સંપૂર્ણ રીતે રિકવર નથી થઈ. તે છતાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ઓર્ડર વોલ્યુમની સાથે 200 ટકાથી વધુ વૃદ્ધિની સાથે અમારી એપ પર ટેકઅવેમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.
‘શાબાશ મિથુ’ માટે તાપસી મેળવશે 3-મહિનાની ક્રિકેટતાલીમ
મુંબઈઃ તાપસી પન્નૂ બે સ્પોર્ટ્સ-બેઝ્ડ હિન્દી ફિલ્મમાં કામ કરી રહી છે. એક છે, ‘રશ્મી રોકેટ’, જેમાં એ રનરનો રોલ કરી રહી છે અને બીજી છે ‘શાબાશ મિથુ’, જેમાં એ બનવાની છે ભારતની મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ. રશ્મી રોકેટનું શૂટિંગ હાલ ચાલુ છે જ્યારે ‘શાબાશ મિથુ’નું શૂટિંગ આવતા વર્ષના આરંભમાં શરૂ થશે. ‘શાબાશ મિથુ’ ફિલ્મ મિતાલી રાજનાં જીવન પર આધારિત હશે.
તાપસી છેલ્લે ‘થપ્પડ’માં જોવા મળી હતી. ‘રશ્મી રોકેટ’માં એ કચ્છની વતની રનરનાં પાત્રને ન્યાય આપી શકાય એ માટે જિમ્નેશિયમમાં કસરત કરે છે તેમજ ટ્રેક ઉપર દોડવાની સતત પ્રેક્ટિસ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થાય એ પછી ‘શાબાશ મિથુ’ માટે એની ક્રિકેટ તાલીમ શરૂ થશે.
તાપસીએ જોકે ‘શાબાશ મિથુ’ માટે મિતાલીની મિત્ર અને સાથી ક્રિકેટર નૂશીન અલ ખાદીર સાથે ક્રિકેટની તાલીમ લેવાની શરૂઆત કરી દીધી છે. ‘શાબાશ મિથુ’નાં દિગ્દર્શક રાહુલ ધોળકીયા છે જે આ પહેલાં ‘પરઝાનિયા’ અને ‘રઈસ’ બનાવી ચૂક્યા છે. ‘શાબાશ મિથુ’ને 2021ની પાંચ ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનું પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના વાઈરસ લોકડાઉનને કારણે હવે આ તારીખ પાછળ જશે અને નવી તારીખ જાહેર કરાશે.












