ચંડીગઢઃ હરિયાણામાં આજથી કોરોના વાઈરસની રસી (કોવાક્સીન – Covaxin)ની અજમાયશનું ત્રીજું ચરણ શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી શાસિત આ રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વિજે અંબાલા કેન્ટ હોસ્પિટલમાં આ રસીનું ઈન્જેક્શન મૂકાવીને ચરણની શરૂઆત કરાવી હતી. વિજ ભારતના પહેલા સ્વાસ્થ્ય પ્રધાન છે જેમણે કોરોનાની રસીનો ટ્રાયલ ડોઝ પોતાના શરીરમાં લીધો છે.
વિજે આ રસીનું ઈન્જેક્શન પીજીઆઈ, રોહતકના નિષ્ણાત ડોક્ટરો તથા પીજીઆઈ હેલ્થ યુનિવર્સિટીના ડોક્ટર ઓ.પી. કાલડાની હાજરીમાં લીધું હતું. રસી મૂકતા પહેલાં ડોક્ટરોએ અનિલ વિજના સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી. ઈન્જેક્શન આપ્યાના લગભગ એક કલાક સુધી વિજ ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રહ્યા હતા.
ટ્રાયલમાં સામેલ થતા પૂર્વે જ અનિલ વિજે કહ્યું હતું કે એમનો ઉદ્દેશ્ય વધુને વધુ લોકો રસીકરણમાં સામેલ થાય એ માટે પ્રેરણા પૂરી પાડવાનો છે. ડોક્ટરો સાથે મસલત કર્યા બાદ પોતે એક સ્વયંસેવક તરીકે ટ્રાયલમાં સામેલ થયા હતા અને પોતાના શરીરમાં રસી મૂકાવી હતી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 90 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,882 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 584 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 90,04,365 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,32,162 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 84,28,409 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,43,794એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.60 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.
અમદાવાદમાં 100 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા માઇક્રો કન્ટેનમેન્ટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા. બોડકદેવમાં કોરોનાના કેસમાં અતિશય વધારો થતા બોડકદેવની સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. બોડકદેવ વિસ્તારની 30થી 45 ફ્લેટની દરેક સ્કીમમાં 10થી 15 પોઝિટિવ કેસ આવતા ફફડાટ ફેલાયો છે. કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવારે સવારના 6 કલાક સુધી સળંગ 57 કલાકનો કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જૉ બાઈડને કહ્યું છે કે દેશમાં કોરોના વાઈરસના કેસ વધશે તોય એની સામેની લડાઈમાં દેશવ્યાપી લોકડાઉનનો ઓર્ડર નહીં આપું. દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું પડે એવા કોઈ સંજોગો મને જણાતા નથી. મારા મતે એ પ્રતિકૂળ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના કેસો વધે તો રાજ્યો અને શહેરો એમની પોતપોતાની રીતે નિયંત્રણો લાગુ કરે છે. ચેપગ્રસ્ત લોકોને એમના ઘરમાં જ રહેવાનું કહે છે, ઈન્ડોર ડાઈનિંગ સુવિધા પણ બંધ કરી દે છે અને જાહેર સ્થળોએ એકત્ર થતા લોકોની સંખ્યા પર કાપ મૂકી દે છે.
અમેરિકામાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 2,51,000થી વધારે લોકો માર્યા ગયા છે અને કેસોની સંખ્યાનો આંક 1 કરોડ 16 લાખને પાર ગયો છે. વિશ્વમાં બીજા કોઈ દેશમાં કોરોના સંબંધિત આટલો મોટો મરણાંક નોંધાયો નથી.
પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં એક રોડ દુર્ઘટનામાં કેટલાય લોકોનાં મોત થયાં છે. પ્રતાપગઢમાં લગ્ન સમારોહથી પરત ફરી રહેલી SUV અને ટ્રકની વચ્ચે ટક્કરમાં 14 લોકોનાં મોત થયાં છે. આ મૃતકોમાં છ બાળકો પણ સામેલ છે. આ દુર્ઘટના આશરે 11.45 કલાકે પ્રયાગરાજ-લખનઉ હાઇવે પર દેશરાજ ઇનારા ગામની પાસે થઈ હતી. આમાં SUV સવાર બધાં લોકોનાં મોત થયાં છે. એની સાથે અન્ય કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આ રોડ દુર્ઘટનામાં મહિન્દ્રા બોલેરો કારે રસ્તા પર ઊભેલી ટ્રકમાં પાછળથી ટક્કર મારી હતી. જેથી ગાડીની આગળનો હિસ્સો ટ્રકના પાછલા હિસ્સામાં બહુ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. પ્રતાપગઢના પોલીસ અધિકારી અનુરાગ આર્યએ કહ્યું હતું કે પંચર પડવાને કારણે ટ્રક રસ્તાની એક બાજુ ઊભી હતી, ત્યારે SUVએ પાછળથી ટક્કર મારી હતી. પોલીસ અધિકારીઓ ટ્રકમાં ફસાયેલા કારના અડધા હિસ્સાને પછીથી બહાર કાઢ્યો હતો. બધા પીડિત એક લગ્ન સમારોહમાં સામેલ થઈને પોતાના ગામ કુંડા પરત જઈ રહ્યા હતા. પીડિતોના પરિવારને દરેક સંભવિત મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં મૃત બાળકોની ઉંમર સાતથી 15 વર્ષની વચ્ચે છે, જ્યારે અન્ય આઠ લોકોની ઉંમર 20થી 60 વર્ષની વચ્ચે છે.
ઉત્તર પ્રદેશના જિરગાનિવાસી સંતલાલ યાદવના પુત્ર સુનીલ યાદવનાં લગ્ન હતાં. જાન નવાબગંજ થાણા ક્ષેત્રના શેખપુરમાં ગઈ હતી અને ત્યાંથી પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.
આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.
મુંબઈઃ BSEની આંતરરાષ્ટ્રીય પાંખ ઈન્ડિયા INXએ સ્થાનિક બજારમાં ESG અને ગ્રીન ફાઈનાન્સ પ્રોજેક્ટ્સના વિકાસ અને ઉત્તેજન માટે લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ સાથે સમજૂતી કરાર કર્યો છે.
વર્ષ 2019માં ઈન્ડિયા INXએ માત્ર ગ્રીન, સોશિયલ અને સસ્ટેનેબલ બોન્ડ્સના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે અલગ પ્લેટફોર્મ GSM ગ્રીનની સ્થાપના કરી હતી. આ પ્લેટફોર્મની રચના ICMAના ગ્રીન બોન્ડ પ્રિન્સિપલ્સ અને ક્લાઈમેટ બોન્ડ્સ પહેલ આધારિત છે, જે વિશ્વના રોકાણકારો માટે આદર્શ પ્લેટફોર્મ છે. લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ ગ્રીન અને સસ્ટેઈનેબલ બોન્ડ્સના લિસ્ચિંગ માટેનું સૌથી લોકપ્રિય સ્થળ છે. આ સમજૂતી કરારને પગલે સ્થાનિક ગ્રીન બોન્ડ્સ ઈશ્યુઅરો ડ્યુઅલ લિસ્ટિંગ, પ્રભાવશાળી ઉપસ્થિતિ પ્રાપ્ત કરી શકશે અને ગ્રીન બોન્ડ્સની સેકંડરી બજારમાં પણ વધારો થશે.
આ પ્રસંગે ઈન્ડિયા INXના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણિયને કહ્યું કે આ સમજૂતી કરારથી માત્ર સ્થાનિક બોન્ડ્સ ઈશ્યુઅરોને લાભ થશે એટલું જ નહિ પણ બંને દેશો વચ્ચેના સંબધો પણ મજબૂત બનશે. લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જના સીઈઓ રોબર્ટ શાર્ફેએ કહ્યું કે એક અગ્રણી આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ તરીકે અમે ભારતીય બજારના સહયોગીઓ સાથે લાંબા ગાળાના સંબંધો સ્થાપિત કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવીએ છીએ અને ઈન્ડિયા INX સાથેનો સમજૂતી કરાર આ દિશામાંનું મહત્ત્વનું કદમ છે.
સક્રિય રાજકારણના અખાડામાં ઊતરેલો એક નવો સવો ખેલાડી પોતાની સામે થતા જાતજાતના આક્ષેપથી મૂંઝાઈને એક દિવસ ઘરભેગા થઈ જવાનો નિર્ણય કરે છે ત્યારે એની પાર્ટીનો એક ખંધો રાજકારણી એને કહે છેઃ “રાજકારણમાં આક્ષેપનું તો અટક જેવું છે… ગમે કે ન ગમે, નામની પાછળ લાગી જ જતા હોય છે”!
આઠ મહિનાના વિરામ બાદ થિયેટરમાં જઈને ફિલ્મ જોવા જવાનો એક્સપિરિયન્સ ઓવરઑલ આહલાદક રહ્યો. ફિલ્મ હતી ‘યુવા સરકારઃ એક વિચાર’. રાજકોટ અને અમદાવાદ પછી ગયા બુધવારે, એટલે કે 18 નવેમ્બરે, મુંબઈમાં એનો પ્રીમિયર યોજાઈ ગયો. કોરોના મહામારીથી દુનિયા આખી ઍનાકોન્ડા-ભરડામાં સપડાઈ અને દેશભરને તાળાં મારી દેવામાં આવ્યા એ પછી 13 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ ભારતની કોઈપણ ભાષાની પહેલી ફિલ્મ બની છે.
હા, ‘યુવા સરકાર’ રિલીઝ થઇ એના બે દિવસ બાદ 15 નવેમ્બરે અભિષેક શર્મા (‘તેરે બિન લાદેન, પરમાણૂ’)ની ‘સૂરજ પે મંગલ ભારી’ રિલીઝ થઈ એની નોંધ ય લઇએ.
ઓક્કે. ‘યુવા સરકાર’…ની વાર્તાના કેન્દ્રમાં છે યુવાન, સિદ્ધાંતવાદી શિક્ષક આદિત્ય શુક્લા (હર્ષલ માંકડ ‘હેયાન’). વર્ષો પહેલાં એ જ સ્કૂલ સાથે સંકળાયેલા અને હાલ નિવૃત્ત ગુરુજી (મેહુલ બૂચ)ને આદિત્ય પોતાના આદર્શ માને છે. એક દિવસ ગુરુજી આદિત્યને એક શૈક્ષણિક સંસ્થામાં લેક્ચર આપવા મોકલે છે. ટોક-વિધિન-ટોકમાં સંજોગ એવા સર્જાય છે
કે આદિત્યને સક્રિય રાજકારણમાં આવવું પડે છે અને…
ફિલ્મની વાર્તા લખી છે આદિત્યનું મુખ્ય પાત્ર ભજવતા હર્ષલ માંકડ ‘હેયાને’. જ્યારે દિગ્દર્શન જન્મજાત નાટ્યકાર રક્ષિત વસાવડાનું છે. કોઈપણ સિનેમા સર્જનની પહેલી શરત એ છે કે એ ફિલ્મ જેવી લાગવી જોઈએ. તો આરંભથી અંત સુધી કોઈપણ જાતના દેખાડા વિના બનેલી ‘યુવા સરકાર’… ફિલ્મ જેવી લાગે છે.
બીજું, આ કંઈ ગ્રેટ ફિલ્મ નથી કે સર્જકોનો એવો દાવો પણ નથી. હા, એક સારા આશય સાથે, પ્રામાણિક પ્રયાસથી, ગુજરાતી ચલચિત્રના પટ પર કંઈ નવું કરવાની ઊર્જાથી સર્જાયેલી ફિલ્મ છે. આ માટે 100માંથી 100 માર્ક્સ.
અભિનયની વાત કરીએ તો, મુખ્ય પાત્ર ભજવતા હર્ષલ માંકડ સહિત મોટા ભાગના કલાકારો ફિલ્મના માધ્યમ માટે નવા હોવા છતાં એ નવશીખિયા, અપરિપક્વ લાગતા નથી. જેમ કે, હીરો આદિત્ય શુક્લાના પાત્રને હર્ષલ માંકડ ‘હેયાને’ આબાદ ભજવ્યું છે. ગુરુજીના પાત્રમાં મેહુલ બૂચ રાબેતા મુજબ અદભુત. આ જ વર્ષે (જાન્યુઆરી, 2020માં) ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ તથા ‘મુનશી સ્પર્ધા’માં અભિનયનાં પારિતોષિક મેળવનારા હર્ષિત ઢેબર (રીઢા રાજકારણી ભાવિન પંડિત) સુખદ આશ્ચર્યના મસમોટા પડીકા જેવા લાગ્યા. તો જિતેન્દ્ર ઠક્કર, રાજુ યાજ્ઞિક, આસ્થા મહેતા, કાજલ અગ્રાવત પણ નોંધનીય. સંવાદ ચોટદાર હોઈ એની પર રંગભૂમિની અસર વરતાયા વિના રહેતી નથી. ગીત-સંગીત માટે એટલું કહી શકાય કે એ કથાપ્રવાહને અવરોધતાં નથી. નારાયણ સ્વામીના સુપ્રસિદ્ધ ભજન ‘હે જગજનનિ’ ના પુનઃસ્વરાંકનથી લઈને, ચેતન જેઠવા-રચિત ગાંધીરાસ, ઓસમાણ મીરના કંઠે ગવાયેલી ને એમની પર જ ચિત્રિત થયેલી કવ્વાલી કે ‘એકલો જાને રે’ જેવી રચના વાગે છે ત્યારે કોઈને કોઈ પ્રસંગ ઈન્ટરકનેક્ટ થતા રહે છે. અર્થાત સાથે સાથે વાર્તા આગળ વધતી રહે છે.
આમ, નવા કલાકાર-કસબી નવો ઈનોવેટિવ વિષય લઈને આવે, પહોળી છાતીવાળા નીલેશ કાત્રોડિયા જેવા નિર્માતા એ વિષયને પરદા પર સાકાર કરવા ફદિયાં ફાળવે, અને આવા અઘરા સમયમાં ફિલ્મ રિલીઝ પણ કરે ત્યારે કવિરાજ શૈલેન્દ્રની આ ગીતપંક્તિ ફટકારવાનું મન થાય છેઃ
એ તો આપણે જાણીએ જ છીએ કે, ભારતીય વાસ્તુના નિયમો કુદરતને આધીન છે. કુદરતના પાંચ તત્વોની સકારાત્મક ઉર્જા અને વ્યક્તિના પાંચ તત્વોની ઉર્જા જાગૃત કરવા માટેના આ નિયમો જીવનમાં ચેતના જગાડી શકે છે.
આજે જયારે કોરોનાના ભય અને અસલામતી વચ્ચે જીવન આગળ વધી રહ્યું છે ત્યારે અનેક લોકોના મનમાં પોતપોતાની સમસ્યાઓને લઈને ઘણા બધા સવાલો ઉદ્ભવે છે. એમાંથી કેટલાક ઉર્જાના વિજ્ઞાન સાથે જોડાયેલા પણ છે.
કેટલાક વાચકોના સવાલો સાથે આ નવા વિભાગની આજે શરૂઆત કરીએ છીએ. અમદાવાદસ્થિત જાણીતા વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટન્ટ મયંક રાવલ આ સવાલોના જવાબ આપશે, દર અઠવાડિયે.
વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો…
સવાલઃલાંબા લોકડાઉનના લીધે અમારા ઘરમાં બધાનો આત્મવિશ્વાસ ઓછો થઇ ગયો છે. આંતર કલેશ પણ વધ્યા છે. નાની નાની વાતમાં મન ઊંચા થઇ ગયા છે. અને જીવવામાં મજા નથી આવતી. અમારા ઘરનું દ્વાર પૂર્વમાં મધ્યમાં છે. બેડરૂમ અગ્નિમાં છે અને બ્રહ્મમાં સ્ટોર છે. કોઈના કહેવાથી ઈશાનમાં સેવનનું ઝાડ વાવ્યું છે પણ એના પછી તકલીફો વધી છે. અમારી સમસ્યાનું કોઈ સમાધાન હોય તો જણાવવા વિનંતી.
જવાબઃ બહેન, કુદરતનું સાનિધ્ય હમેશા આપણી ઉર્જામાં વધારો કરે છે. લોકડાઉન દરમિયાન તમે ફ્લેટમાં નાની જગ્યામાં રહ્યા તેથી તમારો કુદરત સાથેનો સંપર્ક ઓછો થઇ ગયો. બ્રહ્મમાં સ્ટોર આવતો હોય તો તે આત્મવિશ્વાસ ઓછો કરી શકે. ઈશાનમાં કોઈ પણ
ઊંચું વૃક્ષ ન વવાય. ઇશાન દિશાના દોષના લીધે ઘરમાં એવા સંજોગો ઉદ્ભવે જે હૃદયને ન ગમે. આપ અગ્નિના બેડરૂમમાં સૂવો છો. જો કોઈ યુગલ આ જગ્યાએ રહેતું હોય તો એમને નાની નાની વાતમાં ચર્ચા થઇ જાય. આ બધું જ તમારી સાથે થઇ રહ્યું છે.
પણ એનાથી હતાશ થવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં આવી સમસ્યાનો હલ છે. અને હા, કોઈ તોડફોડ કરવાની જરૂર નથી. તમારા ઘરના ઈશાનમાં પાંચ તુલસી વાવી દો. તમારા બેડરૂમની દક્ષિણની દીવાલ પર કેસરી રંગ લગાવી દો અને ઘરમાં ગુગળનો ધૂપ
ફેરવો. બ્રહ્મમાં સંધ્યા સમયે સફેદ બલ્બ ચાલુ રાખો. મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરો. આપને ચોક્કસ સારું લાગશે. ભારતીય વાસ્તુ નિયમો માનવ જાતિને મદદ કરવા માટે રચાયેલા છે. તેથી તેને યોગ્ય રીતે સમજવા જરૂરી છે.
સવાલઃમને કોઈએ નૈરુત્યમાં પત્થરનો પહાડ બનાવવાનો કહ્યો છે, પણ બજેટ બહુ મોટું થઇ જાય છે. તો એ પહાડ બનાવ્યા વિના ન ચાલે?
જવાબઃ ભાઇશ્રી, ભારતીય શાસ્ત્રોની ગૂઢતાને સમજ્યા વિના જયારે તેનો વિચાર કરીએ ત્યારે આવી વાતો જાણવા મળે. જમીનની દક્ષિણ પશ્ચિમ દિશામાં પહાડ હોય તો સૂર્યના નકારાત્મક કિરણો ઘરમાં સીધા ન આવે અને ઘરમાં પરાવર્તિત કિરણો વધારે આવે.
તેથી આવી જમીનને સારી ગણાય. પણ એનો અર્થ એ પણ નથી કે નૈરુત્યમાં પહાડ ન હોય એવી જમીન ખરીદાય જ નહીં. કે પછી જો જમીન પર પહાડ ન હોય તો ત્યાં પહાડ બનાવવો જ પડે. જેમ કોઈ વ્યક્તિ શ્રેષ્ઠ નથી તો તે ખરાબ છે એવું ન માની લેવાય
એમ જ જમીન માટે પણ વિચારી શકાય. નૈરુત્યમાં પહાડ ન હોય તો પણ સારી જમીન હોઈ શકે. ખોટી રીતે ગભરાઈ જઇને ખોટા ખર્ચા કરવાની જરૂર નથી.
આજનું સૂચન: મિત્રો, કેટલીક નાની નાની વાતી જીવનમાં મોટા મોટા ફેરફારો લાવે છે. તમારું દેવસ્થાન જો ઈશાનમાં હોય તો તે સમગ્ર વાસ્તુની ઉર્જામાં વધારો કરી શકે છે. હા, દેવાત્ષણ યોગ્ય રીતે બનેલું હોય અને તેની વ્યવસ્થા યોગ્ય હોય એ જરૂરી છે.
(આપના સવાલો પૂછવા માટે ઈ-મેઈલઃ vastunirmaan@gmail.com)
હિન્દી ફિલ્મ અને ટેલીવિઝનના જાણીતા અભિનેત્રી શિલ્પા શિરોડકરનો આજે ૫૧મો જન્મદિન. ૨૦ નવેમ્બર, ૧૯૬૯ના રોજ એમનો જન્મ. પહેલા એ ફોટોમોડેલ બન્યાં અને પછી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું. ૧૯૮૯થી ૨૦૦૦ સુધી ફિલ્મોમાં અભિનય કર્યો. ૧૩ વર્ષ સુધી કેમેરાથી દૂર રહ્યા પછી ૨૦૧૩માં એ નાના પડદા માટે ફરીથી કેમેરા સામે ‘એક મુઠ્ઠી આસમાન’ દ્વારા પ્રેક્ષકો સમક્ષ આવ્યા.
જાણીતા મરાઠી અભિનેત્રી મીનાક્ષી શિરોડકરના પૌત્રી શિલ્પાના મોટી બેન નમ્રતા શિરોડકર પણ અભિનય ક્ષેત્રે કામ કરી ચૂક્યા છે અને અને મિસ ઇન્ડિયાનો તાજ પણ જીતી ચૂક્યા છે.
શિલ્પા શિરોડકરે રમેશ સિપ્પીની ૧૯૮૯ની ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’થી ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને અંધ છોકરીની ભૂમિકા કરી. ૧૯૯૦ની ફિલ્મ ‘કિસન કન્હૈયા’માં ડબલ રોલ કરતા અનિલ કપૂર સામે શિલ્પા નાયિકા હતા. સફળતાના આ દૌરમાં ‘ત્રિનેત્ર’, ‘પેહચાન’, ‘હમ’, ‘ખુદા ગવાહ’, ‘આંખેં’ ‘પેહચાન’, ‘ગોપી કિશન’, ‘બેવફા સનમ’, કે ‘મૃત્યુદંડ’ (૧૯૯૭)ને યાદ કરી શકાય. છેલ્લે એમણે ‘ગજ ગામિની’ (૨૦૦૦) માં અભિનય કર્યો હતો. સૌથી વધુ, નવ વખત એ પરદા પર મિથુન ચક્રવર્તીના નાયિકા બન્યા.