Home Blog Page 443

પશ્ચિમના દબાણ છતાં અમે ભારતને ઓઇલ આપીશું: રશિયા

 નવી દિલ્હીઃ રશિયા અને ભારતના સંબંધો હાલમાં ઘણા દબાણમાંથી પસાર થઈ રહ્યા છે. પશ્ચિમી દેશો ઈચ્છે છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે. ભારત સતત રશિયાથી તેલ ખરીદી રહ્યું છે, જેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી જ ભારત ઉપર ટેરિફ લગાવી ચૂક્યા છે, પરંતુ આ બધાની વચ્ચે ભારતમાં રશિયાના રાજદૂતે મોટું નિવેદન આપ્યું છે.

ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે કહ્યું છે કે રશિયા પશ્ચિમના બધી અવરોધો છતાં ભારતનો સૌથી મોટો ઓઇલ સપ્લાયર છે. અમે ભારતને ઊર્જા સ્ત્રોતોની ખરીદી માટે સારી–સારી ડીલ આપવામાં આગળ પણ તૈયાર છીએ.

રશિયાના રાજદૂતે રોસનેફ્ટ અને લુકોઇલ જેવી રશિયન તેલ કંપનીઓ પર લાગેલા અમેરિકન પ્રતિબંધોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ પ્રતિબંધો ચોક્કસપણે ઓઇલ સપ્લાયને અસર કરી શકે છે, પરંતુ ભારત માટે અમારી પ્રાથમિકતા હંમેશાં યથાવત્ છે. અમને વિશ્વાસ છે કે રશિયા, ભારતના મુખ્ય ઓઇલ સપ્લાયરોમાંનું સ્થાન જાળવી રાખશે. તેમણે કહ્યું હતું કે પ્રતિબંધો હોવા છતાં રશિયા અને ભારત વચ્ચે સહકારનાં નવાં ક્ષેત્રો ઊભાં થયાં છે. અમેરિકન ટેરિફના દબાણને કારણે રશિયાનું બજાર, ભારતીય સમુદ્રી ખાદ્ય પદાર્થો અને અન્ય ચીજવસ્તુઓ માટે નવી તકો આપી શકે છે. સંયુક્ત ખાતર ઉત્પાદન માટે પણ સારી તક ઉપલબ્ધ છે.

પુતિન–મોદીની આગામી સમિટ વિશે શું કહ્યું?

ભારતમાં રશિયાનાં રાજદૂત ડેનિસ અલિપોવએ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં આગામી શિખર સંમેલન અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ સંમેલન બંને દેશો વચ્ચેના સહકારને નવી ઊંચાઈઓએ લઈ જશે, ખાસ કરીને ઊર્જા, વેપાર તેમ જ વૈશ્વિક પડકારોના સંદર્ભમાં. તેમણે વધુમાં કહ્યું હતું કે પુતિન–મોદી શિખર સંમેલન માટે મહત્ત્વાકાંક્ષી યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો દીકરો આગરાની મુલાકાત લેશે, ઉદયપુરમાં માણશે લગ્ન સમારોહ

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ગુરુવારે આગ્રામાં તાજમહેલની મુલાકાત લેશે અને ત્યારબાદ ઉદયપુરમાં ભારતીય-અમેરિકન દંપતીના ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગમાં હાજરી આપશે. તેમની સાથે 40 દેશોના 126 ખાસ મહેમાનો પણ આવશે. ઉદયપુરના જગ મંદિર પેલેસમાં બે દિવસીય લગ્ન સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ગુરુવારે આગ્રા પહોંચી રહ્યા છે. તેઓ પહેલા આગ્રામાં તાજમહેલની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ રાજસ્થાનના ઉદયપુર જશે, જ્યાં તેઓ ભારતીય-અમેરિકન દંપતીના ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગમાં હાજરી આપશે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની આ બીજી ભારત મુલાકાત છે. અગાઉ ફેબ્રુઆરી 2018માં તેમણે દિલ્હી, મુંબઈ, પુણે અને કોલકાતાની મુલાકાત લીધી હતી. આ વખતે, 40 દેશોના 126 ખાસ મહેમાનો પણ તેમની સાથે ભારત આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પ જુનિયર તેમના ખાનગી વિમાન દ્વારા આગ્રાના ખેરિયા એરપોર્ટ પર ઉતરાણ કરશે.

ઉદયપુરમાં બે દિવસીય ભવ્ય લગ્ન

ઉદયપુરના પિછોલા તળાવની વચ્ચે આવેલા જગ મંદિર પેલેસમાં 21 અને 22 નવેમ્બરના રોજ એક ભવ્ય લગ્ન થવાના છે. આ સ્થળ તેની સુંદરતા અને રાજવીપણા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઘણા પ્રખ્યાત ભારતીય રાજકારણીઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ લગ્નમાં હાજરી આપી રહ્યા છે, તેથી ઉદયપુરમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. યુએસ સુરક્ષા એજન્સીની એક ટીમ ઉદયપુર પહોંચી ચૂકી છે અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહી છે. ACP અને ADC રેન્કના અધિકારીઓ સહિત આશરે 200 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

ટ્રમ્પ જુનિયર ધ લીલા પેલેસમાં રહેશે

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ઉદયપુરની ધ લીલા પેલેસ હોટેલમાં રોકાશે. ઉદયપુર તેની સંસ્કૃતિ, તળાવો અને શાહી મહેલોને કારણે ભારતના સૌથી સુંદર લગ્ન સ્થળોમાંનું એક માનવામાં આવે છે. ઘણી અગ્રણી હસ્તીઓએ અગાઉ ત્યાં લગ્ન અથવા લગ્ન પહેલાના સમારોહનું આયોજન કર્યું છે. આમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, રવિના ટંડન, નીલ નીતિન મુકેશ અને હાર્દિક પંડ્યા, સહિત ઘણા જાણીતા નામોનો સમાવેશ થાય છે. હવે, ઉદયપુર ફરી એકવાર એક હાઇ-પ્રોફાઇલ લગ્ન માટે હેડલાઇન્સમાં છે, અને તે અમેરિકન રાષ્ટ્રપતિના મોટા પુત્ર સહિત અનેક સેલિબ્રિટી મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં મહિલા બસ ચલાવશે

સુરત: બે વર્ષના લાંબા ગાળા બાદ BRTSની પિંક બસ માટે મહિલા ડ્રાઈવર મળી ગયા છે. ગુરુવારથી શહેરમાં મહિલાઓ માટે સમર્પિત બસ સેવા શરૂ થઈ છે. ઇન્દોરનીા રહેવાસી અને સિંગલ મધર નિશા શર્માને સુરતના પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માત્ર મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ પિંક બસ માટે લાંબા સમયથી મહિલા પાઇલટની શોધ ચાલી રહી હતી.સુરતના ONGC કોલોની BRTS સ્ટેશન પરથી સવારે 11 વાગ્યે ફલેગ ઓફ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે સુરતમાં પિંક BRTS બસ નિયમિત દોડતી જોવા મળશે. તેમાં મહિલાચાલકની સાથે મહિલા કન્ડક્ટર પણ રહેશે અને મુસાફરી પણ માત્ર મહિલાઓ જ કરી શકશે. પહેલો રૂટ ONGCથી સરથાણા સુધીનો રહેશે. વધુ મહિલાઓ આ ક્ષેત્રે આગળ આવે તો પિંક બસોની સંખ્યા પણ વધારાશે. સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશન વધુ સુરક્ષિત, પ્રદૂષણમુક્ત અને સુવિધાસભર બનાવવા માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.મહિલાઓ માટે પિંક BRTS બસ દોડાવવા માટે વહીવટી તંત્રને 20 મહિના સુધી મહિલાચાલક મળતા ન હતા. દરમિયાન નિશા શર્માએ ઇન્દોરના છાપામાં સુરતમાં મહિલા BRTS ડ્રાઈવરની જાહેરાત અંગે વાંચીને સુરત આવવાનું નક્કી કર્યું. સિંગલ મધર હોવાને કારણે પરિવાર સાથે નવા શહેરમાં સ્થાયી થવાનો મોટો પડકાર હોવા છતાં તેઓએ દિવાળી પહેલાં જ હિંમતભેર નિર્ણય લીધો.4 વર્ષના હેવી વ્હીકલ અનુભવ અને કડક માપદંડોમાં તેઓ નિષ્ઠાપૂર્વક ખરા ઉતર્યા. નિશા શર્મા ઇન્દોરમાં 4 વર્ષથી BRTS બસ ચલાવી રહી છે. એક મહિનાની સઘન તાલીમ બાદ હવે તેમને સત્તાવાર રીતે ઓન-બોર્ડ કરવામાં આવ્યા છે. પાલિકાનો દાવો છે કે તેઓ રાજ્યની પ્રથમ મહિલા પાઇલટ છે. સુરતની મહિલાઓ નિશા શર્માને જોઈ પ્રેરણા મેળવશે અને નજીકના ભવિષ્યમાં બસ દોડાવતી જોવા મળે તો નવાઈ નહીં.

(અરવિંદ ગોંડલિયા- સુરત)

નેપાળમાં ફરી શરૂ થયું Gen-Z પ્રોટેસ્ટ, અનેક શહેરોમાં કર્ફ્યુ

કાઠમંડુઃ નેપાળમાં ફરી એક વાર Gen-Zનું પ્રોટેસ્ટ શરૂ થયું છે. તેને પગલે દેશના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. એ પહેલાં સપ્ટેમ્બરમાં થયેલા ઘાતક Gen-Z બળવાએ તત્કાલીન વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકારને દૂર કરી હતી. ત્યાર બાદ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને નેપાળનાં કાર્યકારી વડા પ્રધાન બનાવવામાં આવ્યાં હતાં. હવે ફરીથી ભૂતપૂર્વ શાસક પક્ષના વફાદારો અને યુવા પ્રદર્શકો વચ્ચે નવી અથડામણો ભભૂકી ઊઠી છે. યુવાનોના નવા આંદોલનને કારણે દેશના બારા જિલ્લામાં સભાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સ્થિતિ Gen-Zના સભ્યો અને ભૂતપૂર્વ વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ – યુનિફાઈડ માર્ક્સવાદી લેનિનવાદી (CPN-UML)ના સમર્થકો વચ્ચે થયેલા સીધા સંઘર્ષ પછી સર્જાઈ છે.

હિંસક અથડામણોને કારણે લાગ્યો કર્ફ્યુ

નેપાળમાં પરિસ્થિતિ અચાનક બગડી ગઈ છે, જ્યારે યુવા પ્રદર્શકો અને CPN-UMLના કાર્યકરોએ બારા જિલ્લાના સિમરા વિસ્તારમાં રેલીઓ કાઢી હતી. ત્યાર બાદ બંને જૂથો વચ્ચે અથડામણો શરૂ થઈ હતી. ત્યાર બાદ તંત્રએ સાવચેતીરૂપે એરપોર્ટ નજીક અને અન્ય અનેક સ્થળોએ કર્ફ્યુ લગાવી દીધો હતો. જિલ્લા પ્રશાસને જણાવ્યું હતું કે વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાતને કારણે કર્ફ્યુ ગુરુવાર (સ્થાનિક સમય) સાંજે 8 વાગ્યા સુધી લાગુ રહેશે.

કાર્યકારી વડા પ્રધાનની શાંતિ માટે અપીલ

નેપાળનાં કાર્યકારી વડા પ્રધાન સુશીલા કાર્કીએ Gen-Z આંદોલનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. સપ્ટેમ્બરના બળવાં બાદ તેમને આંતરિક વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્કીએ યુવાનો સહિત તમામ પક્ષોને અનાવશ્યક રાજકીય ઉશ્કેરણીથી દૂર રહેવા અને 5 માર્ચ, 2026એ યોજાનારી ચૂંટણીઓ પહેલાં લોકતંત્રની પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા કહ્યું. નેપાળ પોલીસનાં પ્રવક્તા આબી નારાયણ કાફ્લેએ જણાવ્યું હતું કે ગુરુવારે પરિસ્થિતિ સામાન્ય છે,. કોઈને ગંભીર ઇજા પહોંચી નથી.

હવે કૂતરાના કરડવાના મોત પર મળશે પાંચ લાખ રૂપિયાનું વળતર, જાણો…

બેંગલુરુ: કર્ણાટક સરકારે રખડતા કૂતરાઓના કરડવાથી થતા મોત અને આવી ઘટનાઓમાં ઘાયલ થનાર લોકોને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. હવે જો કોઈ વ્યક્તિને કૂતરાના કરડવાથી મોત થાય તો તેના પરિવારને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે ઈજા થવાની સ્થિતિમાં પણ સહાય આપવામાં આવશે. જો કૂતરાએ ચામડી કરડી ખાધી હોય, ઊંડો ઘા થયો હોય,  ઉઝરડાની ઈજા થઈ હોય અથવા એકસાથે અનેક જગ્યાએ કૂતરું કરડ્યું હોય તો પીડિતને કુલ  5000 રૂપિયા મળશે. જેમાંથી 3500 રૂપિયા સીધા જ પીડિતને આપવામાં આવશે અને 1500 રૂપિયા સારવાર માટે સુવર્ણ આરોગ્ય સુરક્ષા ટ્રસ્ટને મોકલવામાં આવશે.

તામિલનાડુમાંથી પણ ડરામણા આંકડા

બીજી તરફ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદંબરમે તામિલનાડુમાં કૂતરાઓના કરડવાથી અને રેબીઝથી થતા મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધી તામિલનાડુમાં કૂતરાઓ દ્વારા માણસોને કરડવાના લગભગ 5.25 લાખ કેસ નોંધાયા છે અને રેબીઝથી 28 લોકોનાં મોત થયાં છે. ચિદંબરમે સોશિયલ મિડિયા પર લખ્યું હતું કે કૂતરાઓને પ્રેમ કરનારાઓની લાગણીઓ યોગ્ય છે, પરંતુ આ ડરામણા આંકડાઓ પણ ધ્યાનમાં લેવા જોઈએ. કૂતરાપ્રેમી હોવાનો અર્થ એ નથી કે આપણે રખડતા કૂતરાઓને પકડીને તેમની નસબંધી અને રસીકરણ કરવાનો વિરોધ કરીએ.

સુપ્રીમ કોર્ટનો આદેશ

કૂતરાઓના કરડવાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે દરેક શાળા, કોલેજ, હોસ્પિટલ, રમતગમત પરિસર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવાં જાહેર સ્થળોથી તમામ રખડતા કૂતરાઓને તરત દૂર કરવામાં આવે. કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે આવાં સ્થળોથી પકડી લાવવામાં આવેલા કૂતરાઓને નસબંધી અને રસીકરણ પછી પાછા તે જગ્યાએ છોડવામાં નહીં આવે. કોર્ટે કહ્યું કે આ સંસ્થાઓની જવાબદારી હશે કે કૂતરાઓને પકડીને નિર્ધારિત ડોગ શેલ્ટરમાં મોકલે.

સોનમ કપૂર બીજી વાર બનશે મમ્મી, સ્ટાઈલિશ અંદાજમાં કરી જાહેરાત

બૉલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર બીજી વાર મમ્મી બનવાની છે. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી તેણીએ આ ખુશખબરી આપી છે. સોનમ કપૂરે વર્ષ 2018 માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યાતો. તેણૂીએ 2022માં પહેલા બાળકને જન્મ આપ્યો હતો.

સોનમ કપૂરે આજે પોતાની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના બેબી બમ્પના ફોટા શેર કર્યા છે. આ તસવીરના કેપ્શનમાં તેણીએ મધર લખ્યુ છે.

ફોટામાં સોનમનો બેબી બમ્પ દેખાય છે

સોનમ કપૂર દ્વારા શેર કરાયેલા ફોટામાં, તેણીએ પિન્ક ફોર્મલ ડ્રેસ પહેર્યો છે. ફોટામાં સોનમ કપૂરનો બેબી બમ્પ દેખાય છે. સોનમની પોસ્ટને ઘણા સેલિબ્રિટીઝે લાઈક અને કોમેન્ટ કરી છે.

અભિનેત્રી પરિણીતી ચોપરાએ સોનમ કપૂરની પોસ્ટ પર ટિપ્પણી કરતા લખ્યું, “અભિનંદન.” પ્રિયંકા ચોપરાએ લખ્યું, “શુભેચ્છાઓ.” સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ ટિપ્પણી કરી, “ડબલ ટ્રબલ.” કરીના કપૂરે લખ્યું, “સોના અને આનંદ.” શનાયા કપૂર અને ભૂમિ પેડનેકરે પોસ્ટમાં હાર્ટ ઇમોજી ઉમેર્યા.

 

View this post on Instagram

 

A post shared by Sonam A Kapoor (@sonamkapoor)

સોનમ કપૂર અને આનંદ આહુજાએ ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી મે 2018 માં લગ્ન કર્યા. તેમણે ઓગસ્ટ 2022 માં તેમના પુત્ર વાયુનું સ્વાગત કર્યું. સોનમ કપૂરે હવે તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે.

સોનમ કપૂરના કામની વાત કરીએ તો સોનમ કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાવરિયાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લે 2023 માં આવેલી ફિલ્મ “બ્લાઇન્ડ” માં જોવા મળી હતી. તે આગામી ફિલ્મ “બેટલ ફોર બિટ્ટોરા” ફિલ્મમાં જોવા મળશે.

રાજ્યપાલ બિલને મંજૂર કરે અથવા રાષ્ટ્રપતિને મોકલેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મોટો અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભામાંથી પસાર થઈને આવતા વિધેયકોને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવા માટે કોઈ નક્કી સમયમર્યાદા નક્કી કરી શકાતી નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ પોતાના સ્તરે કોઈ પણ વિધેયકને “માની લીધેલી મંજૂરી” તરીકે જાહેર કરી શકતી નથી, કારણ કે એ તેનું અધિકાર ક્ષેત્ર નથી.

આ નિર્ણય મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠ દ્વારા આપવામાં આવ્યો હતો. પીઠે જણાવ્યું હતું કે જો રાજ્યપાલ બંધારણની કલમ 200માં જણાવેલી પ્રક્રિયા અનુસર્યા વગર વિધેયકોને લાંબા સમય સુધી લંબાવે છે તો તે દેશના સંઘીય માળખા માટે યોગ્ય નથી. તેથી રાજ્યપાલને કોઈ વિધેયક અનંત સમય સુધી અટકાવી રાખવાની શક્તિ હોવી એ યોગ્ય નથી અને એ માન્ય પણ નથી.

ખંડપીઠમાં ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ પી.એસ. નરસિંહા અને ન્યાયમૂર્તિ એ.એસ. ચંદુરકર પણ સામેલ હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ 143 (1) હેઠળ સુપ્રીમ કોર્ટની સલાહ માગી હતી. તેના જવાબમાં કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યપાલ પાસે ફક્ત ત્રણ વિકલ્પ હોય છે—તે અથવા તો બિલને મંજૂરી આપે, અથવા તેને પુનર્વિચાર માટે વિધાનસભા પાસે પાછું મોકલે અથવા તેને રાષ્ટ્રપતિને મોકલે.

કોર્ટે જણાવ્યું હતું કે ભારત જેવા લોકશાહી દેશમાં રાજ્યપાલ માટે કોઈ નક્કી સમયમર્યાદા નક્કી કરવી બંધારણ દ્વારા આપવામાં આવેલી લવચિક પ્રણાલિકાની વિરુદ્ધ છે. આ ઉપરાંત કોર્ટે તમિલનાડુના કેસમાં 8 એપ્રિલે અપાયેલી માન્ય મંજૂરીના નિર્ણયને ખોટો ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કલમ 200 હેઠળ રાજ્યપાલના અધિકારો ન્યાયિક સમીક્ષાના વિસ્તારથી બહાર છે.

બિહારમાં CM નીતીશકુમારે 27 મંત્રીઓ સાથે લીધા શપથ

પટનાઃ JDU સુપ્રીમો નીતીશકુમારે આજે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં રેકોર્ડ 10મી વખત બિહારના CM તરીકે શપથગ્રહણ કર્યા હતા. તેમની સાથે 27 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાએ પણ નીતીશ કુમાર સાથે શપથગ્રહણ કર્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને NDA શાસિત અનેક રાજ્યોના મુખ્ય મંત્રીઓ સહિત અનેક ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.

JDUના વિજયકુમાર ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ અને શ્રવણ કુમારે બિહારના મંત્રી તરીકે શપથ લીધા હતા. લેંસી સિંહ, મદન સાહની, નીતિન નબીન, રામકૃપાલ યાદવ, સંતુષ કુમાર સુમન અને સુનીલકુમારે પણ પટનાના ગાંધી મેદાનમાં રાજ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી મેદાનમાં લોકોનું અભિવાદન કર્યું અને પોતાનો ખાસ ગમછો લહેરાવી બિહારના લોકોનો આભાર માન્યો હતો.

હજારોની ભીડની વચ્ચે જેમજેમ નીતીશકુમારે હું નીતીશકુમાર કહ્યું, ત્યારે લોકોમાં ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. નીતીશકુમાર 2005થી સતત બિહારના CM રહ્યા છે. જોકે થોડા મહિના માટે તેમણે જીતન રામ માંઝીને પદભાર સોંપ્યો હતો.

ખાસ મહેમાનો માટે લિટ્ટી-ચોખા, મખાના-ખીરની વ્યવસ્થા

બિહારની નવી સરકાર અને આયોજક સમિતિએ ગુરુવારે પટનામાં શપથ ગ્રહણ સમારોહ માટે આવતા ખાસ મહેમાનો માટે વિશાળ અને સાંસ્કૃતિક રીતે તૈયારીઓ કરી છે. આ સમારોહમાં હાજર રહેલા મહેમાનોનું સ્વાગત બિહારની પ્રસિદ્ધ પરંપરાગત વાનગીઓથી કરવામાં આવ્યું છે.

આવેલા મહેમાનો માટે ખાસ ચા અને પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. છે, જેમાં  નિમકી, ઢોકળા, ઢોકળાં,મઠરી અને ગુજિયા સામેલ છે. મહેમાનોને રાજ્યની સમૃદ્ધ ફૂડ હેરિટેજનું પૂરું સ્વાદ આપવા માટે ઘણા કરતાં પણ બીજી પરંપરાગત બિહારી વાનગીઓ પણ સર્વ કરવામાં આવશે.

પંકજ ત્રિપાઠી બન્યા નિર્માતા, યુટ્યુબ પર રિલીઝ થશે ‘પર્ફેક્ટ ફેમિલી’

અભિનેતા પંકજ ત્રિપાઠી હવે વેબ સિરીઝ “પર્ફેક્ટ ફેમિલી” સાથે નિર્માતા તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. ગુરુવારે રિલીઝ થયેલું ટ્રેલર ખૂબ જ મનોરંજક છે અને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે.

પંકજ ત્રિપાઠી “પર્ફેક્ટ ફેમિલી” વેબ સીરિઝથી નિર્માતા તરીકે પોતાની શરૂઆત કરી રહ્યા છે. ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સીરિઝમાં નેહા ધૂપિયા, મનોજ પાહવા, સીમા પાહવા, ગુલશન દેવૈયા અને ગિરિજા ઓક સહિત અન્ય જાણીતા કલાકારો છે. આ સીરિઝ માનસિક સ્વાસ્થ્યના મહત્વ અને ભારતીય પરિવારોમાં તેને કેવી રીતે અવગણવામાં આવે છે તેના પર ભાર મૂકે છે. ટ્રેલર ખૂબ મનોરંજક છે.

વેબ સીરિઝનું ટ્રેલર જાર પિક્ચર્સની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. સીરિઝની વાર્તા કરકરિયા પરિવાર પર કેન્દ્રિત છે, જેમાં દાદા-દાદી, માતાપિતા અને ફઈબા બધા સાથે રહે છે. પરિવારની સૌથી નાની સભ્ય દાનીને પેનિત અટેક આવે છે. ગભરાટના હુમલાથી પીડાય છે. સાઈકોલોજિસ્ટ(નેહા ધૂપિયા) ની સલાહ લીધા પછી ખબર પડે છે કે દાની ખૂબ જ સંવેદનશીલ છે અને પરિવારના વાતાવરણમાં અનુકૂલન સાધી શકતી નથી. જોકે, આખો પરિવાર માનસિક સમસ્યાની શક્યતા સ્વીકારી શકતો નથી.

માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પાગલપણું નથી

એક મનોવૈજ્ઞાનિક આખા પરિવારને ફોન કરે છે અને શોધે છે કે આખા પરિવારને ઉપચારની જરૂર છે. જોકે, તે એટલું સરળ નથી. પરિવારના સભ્યો પોતે જ પ્રતિકાર કરે છે. પછી, જ્યારે સમાજને ખબર પડે છે કે કરકરિયા પરિવાર ઉપચાર લઈ રહ્યો છે, ત્યારે તેમને “પાગલ” અને “માનસિક” તરીકે ઓળખવામાં આવે છે. પરિવારના વડા (મનોજ પાહવા) પોતે ડૉક્ટરને કહે છે, “કોઈ માનસિક બીમારી આપણને સ્પર્શી શકતી નથી.” ડૉક્ટર હસીને કહે છે, “મેં નથી કહ્યું કે તમને માનસિક બીમારી છે.”

સીરિઝ ક્યારે અને ક્યાં રિલીઝ થશે?

ધીમે ધીમે, આખો પરિવાર પરિસ્થિતિને સમજે છે અને ઉપચાર માટે તૈયારી કરે છે. “પરફેક્ટ ફેમિલી” એ આઠ એપિસોડની સીરિઝ છે જે સીધી YouTube પર રિલીઝ થશે. તે YouTube ના પેઇડ મોડેલ હેઠળ ઓફર કરવામાં આવશે. પહેલા બે એપિસોડ મફત છે, અને તે પછી, દર્શકો બાકીના એપિસોડ 59 રૂપિયા ચૂકવીને જોઈ શકે છે. જ્યારે સીરિઝ ચોક્કસપણે એક ગંભીર મુદ્દાને સંબોધિત કરે છે, ત્યારે તેનો આધાર ખૂબ રમૂજી છે. આ સીરિઝ તમને ચોક્કસપણે હસાવશે. “પરફેક્ટ ફેમિલી” સમાજમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિના સતત અભાવને રમૂજી રીતે ઉજાગર કરે છે. આ સીરિઝ 27 નવેમ્બરના રોજ JAR સિરીઝ યુટ્યુબ ચેનલ પર પ્રીમિયર થશે.

ધોળેદહાડે 30 જ મિનિટમાં રૂ. સાત કરોડની દિલધડક લૂંટ

બેંગલુરુઃ બેંગલુરુમાં બુધવારે અજ્ઞાત આરોપીઓની એક ગેંગે RBI અધિકારીઓ તરીકે પોતાના ઓળખ આપીને ATM કેશ વેન અટકાવી અને પછી ૭ કરોડ રૂપિયા જેટલી રોકડ લઈને ભાગી ગયા હતા. આ ઘટનાની યોજના અને તેનો અમલ એ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શું તેમાં અંદરથી કોઈ વ્યક્તિ મદદગાર હતી? સુરક્ષામાં ક્યાં ચૂક થઈ ગઈ? અને એટલી મોટી ચોરી શહેરના મધ્ય ભાગમાં કેવી રીતે થઈ ગઈ?

કેવી રીતે થઇ ૭ કરોડ રૂપિયાની કેશ વેનની લૂંટ?

આ ઘટના અશોક પિલર જંક્શન નજીક બુધવારે બપોરે બની હતી. CMSની એક કેશ વેન JP નગરમાં આવેલી બેંક શાખા પરથી રોકડ લઇને નીકળી રહી હતી.

  • FIR મુજબ વેને HDFC કરન્સી ચેસ્ટમાંથી રૂ. 11 કરોડ ભેગા કર્યા હતા. આ રોકડ શહેરનાં વિવિધ ATMમાં ભરવા માટે લઈ જવામાં આવી રહી હતી.
  • બપોરે લગભગ 12:24 વાગ્યે, સરકારી સ્ટિકર SUV વેન સામે આવીને અટકાવી હતી. SUVમાંથી 5-6 લોકો ઊતરીને તેઓ RBI અધિકારી કહી દસ્તાવેજ ચેક કરવાને નામે સ્ટાફને બહાર બોલાવ્યા.
  • થોડીક જ મિનિટોમાં તેમણે વેનના કસ્ટોડિયન અને બે ગનમેનને તેમની ઇનોવા ગાડીમાં બેસાડ્યા અને ડ્રાઇવરને વેન ચલાવતા રહેવાનો આદેશ આપ્યો હતો

 શું આરોપીઓ પાસે હથિયાર હતાં?

આ લૂંટ કેસમાં FIR અનુસાર ગેંગ પાસે ઓછામાં ઓછી એક પિસ્ટોલ હતી.

  • તેમણે ડ્રાઇવરને ધમકી આપી કે વેનને ડેરી સર્કલ ફ્લાયઓવર પર અટકાવો.
  • ત્યાર બાદ આરોપીઓએ બધી કેશ ટ્રંકને પોતાની ગાડીમાં શિફ્ટ કરી લીધી અને થોડી જ મિનિટોમાં ત્યાંથી ભાગી ગયા.

તેમની સાથે વેનનો DVR (CCTV રેકોર્ડિંગ સિસ્ટમ) પણ લઈ ગયા, જેથી અંદરનો વિડિયો ફુટેજ મળવાનું અસંભવ બની ગયું.

 પોલીસ શું કહી રહી છે?

  • કર્નાટકના ગૃહમંત્રી એચ. પરમેશ્વરે આ ઘટનાને અત્યાર સુધીનાં વર્ષોમાં પ્રથમ અને સૌથી અનોખી ઘટના કહી છે, અને જણાવ્યું છે કે અનેક ટીમો તપાસમાં જોડાઈ ગઈ છે.
  • બેંગલુરુ પોલીસ કમિશનર સીમંત કુમાર સિંહે કહ્યું છે કે ૫૦થી વધુ CCTV ફુટેજ તપાસવામાં આવી રહ્યા છે.