Home Blog Page 43

ઇઝરાયેલના હુમલાથી લેબેનોનમાં 492નાં મોત

મર્જાયુનઃ લેબેનોનમાં સોમવારે કરવામાં આવેલા ઇઝરાયેલી સેનાના ઘાતક હુમલામાં મૃતકોની સંખ્યા 492એ પહોંચી છે, જેમાં 90થી વધુ મહિલાઓ અને બાળકો સામેલ છે. બાળકોની સંખ્યા 35 છે, જ્યારે 1645 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વર્ષ 2006માં  ઇઝરાયેલ-હિજબુલ્લા યુદ્ધ પછી આ સૌથી ભીષણ હુમલો છે. ઇઝરાયેલી સેનાએ હિજબુલ્લાની વિરુદ્ધ વ્યાપક હવાઈ હુમલા હેઠળ દક્ષિણી અને પૂર્વ લેબેનોનના નિવાસીઓને જગ્યા ખાલી કરવા ચેતવણી આપી હતી. હિજબુલ્લાના લડાકુએ પણ 200 રોકેટનો માર્યો કર્યો હતો.

ઇઝરાયલની સેનાએ લેબનોનમાં લગભગ 1100 જગ્યાઓ પર હુમલા કર્યો છે. આ ઉપરાંત પેજર અને વોકીટોકીમાં થયેલા બ્લાસ્ટનું ષડ્યંત્ર પણ ઇઝરાયલે રચ્યું હોવાના દાવા છે. લેબનોન પણ બદલો લેવા તૈયારી કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલ સરકારે 30 સપ્ટેમ્બર સુધી દેશમાં સ્પેશિયલ હોમ ફ્રન્ટ સિચ્યુએશન એટલે કે ઇમરજન્સી જાહેર કરી છે.ઇઝરાયેલ આર્મી (IDF) સોમવાર સવારથી લેબનોનના બેકા વિસ્તારમાં સતત હુમલો કરી રહી છે. હુમલાનો વ્યાપ વધારવાની વાત કરતાં ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે બેકા ખીણને ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ એક વિડિયો સંદેશ જાહેર કરીને લેબનોનમાં રહેતા લોકોને શક્ય તેટલી વહેલી તકે વિસ્તાર છોડી દેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ ચેતવણીને ગંભીરતાથી લો. અમારું ઓપરેશન પૂરું થયા પછી, લેબનીઝ લોકો સુરક્ષિત રીતે તેમના ઘરે પરત ફરી શકશે.

હજી થોડા દિવસો પહેલાં લેબનોનમાં પેજર એટેક થયો હતો, ઘણા પેજર અચાનક વિસ્ફોટ થયા હતા, જેના પરિણામે 10થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને લગભગ 4000 લોકો ઘાયલ થયા હતા. તે હુમલામાં ઈઝરાયેલની ભૂમિકા સામે આવી હતી, એવું કહેવાય છે કે તે હુમલો મોસાદે કરાવ્યો હતો.

ગુજરાતમાં ફરી જામી મેઘ મહેર, 98 તાલુકામાં નોંધાયો વરસાદ

અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાનો રાઉન્ડ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં ફરી ચોમાસું જામવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બીજી બાજું આ સર્ક્યુલેશમનની રાજ્યમાં અસર વરતાવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે દિવસ દરમિયાન 18 તાલુકામાં હળવાથી મધ્યમ નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં વલસાડના પારડીમાં ચાર કલાકમાં 4.17 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાપીમાં 1.77 ઈંચ, નવસારીના વાંસદામાં 1 ઈંચ જ્યારે સુરતના પલસાણા-મહુવામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી 5 દિવસ મઘ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેમાં આજે (24મી સપ્ટેમ્બર) જ્યાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઇ છે તેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.  25 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જેમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી બાજું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, દક્ષિણ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

વિજયતા પંડિતનું ગાયિકા બનવાનું સપનું પૂરું ના થયું

ફિલ્મ ‘લવ સ્ટોરી’ થી અભિનેત્રી તરીકે શરૂઆત કરનાર વિજયતા પંડિતને ગાયિકા તરીકે અનેક વખત તક મળી હતી પણ એમણે ગાયેલા ગીત પાછળથી અન્ય ગાયિકાના સ્વરમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા. વર્ષો પછી પણ ગાયિકા બનવાનું સપનું પૂરું થયું ન હતું. વિજયતાની બહેન સુલક્ષણા પંડિત પોતે હીરોઈન હોવાથી અનેક ફિલ્મોમાં ગાવાની તક મેળવી લીધી હતી વિજયતાના ભાઈઓ જતીન-લલિત અને પતિ આદેશ શ્રીવાસ્તવ પણ એક સંગીતકાર હોવા છતાં એમણે ગીતો ડબ કરવાનું જ કામ કરવું પડ્યું હતું.

વિજયતાએ ભારતી પ્રધાન સાથેની એક મુલાકાતમાં પોતે સારું ગાતી હોવા છતાં ગાયિકા તરીકે કેમ આગળ આવી શકી ન હતી એનું રહસ્ય ખોલ્યું હતું. સુલક્ષણા પંડિતને ગાવાની તક મળી રહી હતી તેથી એક ગાયિકા તરીકે નામ થઈ શક્યું હતું. વિજયતાએ બોલીવુડના અનેક હિટ ગીતો ગાયા પણ પછી એને બીજી ગાયિકાઓના અવાજમાં રેકોર્ડ કરવાની નિર્માતા- નિર્દેશકો, સંગીતકારો વગેરની મજબૂરી રહી હતી. એ કારણે એ પોતાને ગાયિકા સાબિત કરી શક્યા ન હતા. વિજયતા નાની હતી ત્યારથી જ ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.

મહેમૂદની ફિલ્મ ‘જીની ઔર જોની’ (૧૯૭૬) માં કિશોરકુમાર સાથે ‘જોની કો મૈંને જાના હૈ આજ’ ગાયું હતું. ભાઈ જતીન-લલિતને જ્યારે પહેલી ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’ (૧૯૯૨) માં કામ મળ્યું ત્યારે ‘પેહલા નશા પેહલા ખુમાર’ વિજયતાએ જ ગાયું હતું. એ ગીત નિર્દેશક મંસૂર ખાનને સંભળાવ્યું ત્યારે એમને પસંદ આવ્યું હતું અને વધુ બહેતર કરવા સૂચના આપી હતી. એ પછી ગીતને ફરીથી તૈયાર કરી વિજયતા અને ઉદીત નારાયણ સાથે રેકોર્ડ કરી મંસૂરને સંભળાવવામાં આવ્યું અને એમણે રેકોર્ડ કરવા પરવાનગી આપી દીધી હતી.

જ્યારે ગીતનું ફાઇનલ રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પણ મંસૂર ખાન હાજર હતા અને એમણે બરાબર હોવાનું કહી દીધું હતું. થોડા દિવસ પછી લલિત પંડિતે બહેન વિજયતાને કહ્યું કે તારું ગીત અન્ય ગાયિકાના સ્વરમાં ડબ થઈ રહ્યું છે. ત્યારે વિજયતાને નવાઈ લાગી કે એણે સારું જ ગાયું હતું તો પછી આમ કેમ થઈ રહ્યું છે. લલિતે કહ્યું કે સંગીતકાર કલ્યાણજી- આણંદજીની ભલામણથી એમની સાથેની એક નવી છોકરી સાધના સરગમ પાસે એનું ફરીથી રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. વિજયતાને દુ:ખ થયું. કેમકે આ ગીતથી એનો ગાયિકા તરીકે ઉદય થાય એમ હતો. પણ એમ માનીને મન મનાવ્યું કે સાધનાની પણ ગાયિકા તરીકે પહેલી ફિલ્મ છે. મને તો આગળ બીજી તક મળતી રહેશે.

જતિનને પણ દુ:ખ હતું કે એની બહેન વિજયતાનું ગીત એના હાથમાંથી જતું રહ્યું. એણે કહ્યું કે તેં બહુ સારું ગાયું હતું. સાધનાના અવાજમાં મરાઠી ટોન આવી રહ્યો હોવાથી રેકોર્ડ કરવામાં તકલીફ પડી રહી છે. વિજયતાએ પૂછ્યું કે તો પછી એની પાસે કેમ ડબ કરાવી રહ્યો છે? ત્યારે જતિને કહ્યું કે અમારી પહેલી ફિલ્મ છે અને તેઓ સાધના સરગમ પાસે રેકોર્ડ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે. અમે ના પાડી શકીએ નહીં. આવું અનેક વખત વિજયતા સાથે બન્યું હતું.

જતિન- લલિતના જ સંગીતવાળી ફિલ્મ ‘રાજૂ બન ગયા જેન્ટલમેન’ (૧૯૯૨) ના બધા ગીતો પહેલાં વિજયતાએ ગાયા હતા. પતિ આદેશ શ્રીવાસ્તવે ફિલ્મ ‘કન્યાદાન’ (૧૯૯૩) નું ગીત ‘ઓ સજના દિલબર’ પહેલાં વિજયતા પાસે ગવડાવ્યું હતું. પણ નિર્માતા સુધાકર બોકાડેને લતા મંગેશકર પાસે ગવડાવવું હોવાથી પાછળથી આદેશે એમના અવાજમાં રેકોર્ડ કર્યું હતું. છેલ્લે નિર્દેશક પ્રકાશ ઝાની ફિલ્મ ‘દિલ ક્યા કરે’ (૧૯૯૯) માં પણ વિજયતાએ ગાયેલું ટાઇટલ ગીત જતિન- લલિતે અલકા યાજ્ઞિકના અવાજમાં રેકોર્ડ કરવું પડ્યું હતું. ત્યાર પછી વિજયતાએ પોતાના ગાયનના શોખને તિલાંજલિ આપી દીધી હતી.

જોડો ક્યાં ડંખે છે, એ પહેરનારને જ ખબર પડે

 

જોડો ક્યાં ડંખે છે, એ પહેરનારને જ ખબર પડે

 

પહેલાં જોડા બરછટ ચામડામાંથી બનતા. આજના જેવુ કમાયેલુ અને કોમળ ચામડું ત્યારે નહોતું વપરાતું. મોજાં પહેરવાનો રિવાજ પણ ઓછો હતો. ત્યારે બૂટ પહેરનારને શરૂઆતમાં ચામડી સાથે જોડાનું જે ઘર્ષણ થાય તેને કારણે ફોલ્લા પડતા. આ ફોલ્લા પડે તેને જોડો લાગ્યો અથવા ડંખ્યો તેમ કહેવાતું. હવે પગ તો બૂટમાં હોય.

બહારથી કોઈ માણસને ખબર ના પડે કે પહેરનારને આ જોડો ક્યાં ડંખ્યો છે. બરાબર આ જ રીતે માણસના પોતાના પ્રશ્નો અને વેદના અંદરખાનેથી તે પોતે જ જાણે છે. દુનિયા સામે તો એણે હસતાં ચહેરે જ પેશ થવાનું છે. આ પરિસ્થિતીના સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાશિ ભવિષ્ય 24/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિક કે ધાર્મિક બાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ ના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 24/09/2024

PM મોદીએ UN પ્લેટફોર્મ પરથી વિશ્વને આપ્યો સંદેશ

સંયુક્ત રાષ્ટ્રમાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘માત્ર જૂન મહિનામાં માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણીમાં ભારતના લોકોએ મને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે અને આજે હું માનવતાની આ એક બેઠક પર છું, હું તેનો અવાજ તમારા સુધી પહોંચાડવા આવ્યો છું. મિત્રો, જ્યારે આપણે વૈશ્વિક ભવિષ્યની વાત કરીએ છીએ, ત્યારે માનવીય અભિગમ પ્રથમ હોવો જોઈએ. ટકાઉ વિકાસને અગ્રતા આપતી વખતે આપણે માનવ કલ્યાણ, ખોરાક અને આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. અમે બતાવ્યું છે કે ભારતમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને ‘સ્થાયીતા સફળ થઈ શકે છે’ અને અમે ગ્લોબલ સાઉથ સાથે સફળતાનો આ અનુભવ શેર કરવા તૈયાર છીએ.

પીએમએ કહ્યું કે વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં પરિવર્તન જરૂરી છે. સુધારણા એ સુસંગતતાની ચાવી છે. નવી દિલ્હી સમિટમાં આફ્રિકન યુનિયનમાં G-20નું કાયમી સભ્યપદ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. એક તરફ આતંકવાદ જેવા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો છે તો બીજી તરફ સાયબર અને સ્પેસ જેવા સંઘર્ષના અનેક નવા ક્ષેત્રો પણ સર્જાઈ રહ્યા છે.

પીએમએ વધુમાં કહ્યું, ‘આ તમામ વિષયો પર હું ભારપૂર્વક કહીશ કે વૈશ્વિક એક્શન વૈશ્વિક મહત્વાકાંક્ષા સાથે મેળ ખાતી હોવી જોઈએ. માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં નહીં પણ આપણી સામૂહિક શક્તિમાં રહેલી છે અને વૈશ્વિક શાંતિ અને વિકાસ સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. પરિવર્તન એ સુસંગતતાની ચાવી છે! G20 સમિટમાં કાયમી સભ્યપદ માટે આફ્રિકન યુનિયનની બિડ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું.

PM એ એમ પણ કહ્યું કે આપણને આવા વૈશ્વિક ડિજિટલ ગવર્નન્સની જરૂર છે, જે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને અખંડિતતાને અકબંધ રાખે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સેતુ બનવું જોઈએ, અવરોધ નહીં, ભારત વૈશ્વિક સારા માટે સમગ્ર વિશ્વ સાથે તેના ડિજિટલ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને શેર કરવા તૈયાર છે. એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય એ ભારત માટે પ્રતિબદ્ધતા છે. આ પ્રતિબદ્ધતા એક પૃથ્વી, એક સૂર્ય, એક વિશ્વ, એક આરોગ્ય, એક મહાજન જેવી અમારી પહેલોમાં પણ દેખાય છે. ભારત સમગ્ર માનવતા અને વૈશ્વિક સમૃદ્ધિના હિતોના રક્ષણ માટે સંકલ્પ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

મોતનું તાંડવ, ઇઝરાયેલે કરેલા હુમલામાં 274 લોકોના મોત

લેબનોન પર ઇઝરાયેલના હુમલા ચાલુ છે. સોમવારે ઇઝરાયેલે લેબનોન પર ફરી એક મોટો હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 274 લોકોએ જીવ ગુમાવ્યા અને 800 થી વધુ ઘાયલ થયા. અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું કે તેણે હિઝબુલ્લાહના 300 થી વધુ સ્થાનો પર હુમલો કર્યો. સ્કાય ન્યૂઝ અનુસાર, લેબનોનના સિડોનની બહારના વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે હુમલા પહેલા ઈઝરાયેલે નજીકમાં રહેતા લોકોને તેમના ઘર ખાલી કરવા ચેતવણી આપી હતી. ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈઝરાયેલ દ્વારા નિશાન બનાવવામાં આવેલા ઠેકાણાઓમાં હિઝબુલ્લાહના શસ્ત્રો અને રોકેટ છુપાયેલા છે.


ઇઝરાયેલ સરકારના પ્રવક્તા ડેવિડ મેન્સરે એક ટેલિવિઝન દૈનિકને જણાવ્યું કે ઇઝરાયેલની ધીરજ અતૂટ નથી. હિઝબુલ્લા સાથે ચાલી રહેલી અથડામણ વચ્ચે તેણે કહ્યું, ‘હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર 9,000 થી વધુ રોકેટ છોડ્યા હતા. 325 ઇઝરાયેલ ઘાયલ થયા, બાળકો સહિત 48 લોકોએ જીવ ગુમાવ્યા. તે IDF હતું જેણે લેબનોનના રહેવાસીઓને હવાઈ હુમલા પહેલા સ્થળાંતર કરવાની અપીલ કરી હતી.

લેબનોનના વડા પ્રધાને શું કહ્યું?

ઇઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી લેબેનોન પર હુમલો કરી રહ્યું છે. લેબનીઝ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઇઝરાયેલ હુમલો ઓક્ટોબરથી કરવામાં આવેલા હુમલાઓમાં સૌથી ઘાતક હતો. ઈઝરાયેલના કાર્યવાહક વડાપ્રધાન નજીબ મિકાતીએ આ હુમલાને નરસંહાર ગણાવ્યો છે. બેરૂતમાં કેબિનેટની બેઠકમાં પીએમ નજીબ મિકાતીએ કહ્યું, ‘ઈઝરાયેલના હુમલાનો ઉદ્દેશ્ય લેબનીઝ નગરો અને ગામડાઓને નષ્ટ કરવાનો છે. ઇઝરાયેલ કહી રહ્યું છે કે તે હિઝબુલ્લાહના હથિયારો ધરાવતી ઇમારતોને નિશાન બનાવી રહ્યું છે. તેનો ધ્યેય તે શસ્ત્રોનો નાશ કરવાનો છે તે પહેલાં તે પોતે હુમલો કરે છે.

શું છે ઈઝરાયેલની યોજના?

ઈઝરાયલની યોજનાનું વર્ણન કરતા વડાપ્રધાન નજીબ મિકાતીએ કહ્યું કે, ‘ઈઝરાયેલ માત્ર લેબનીઝ ગામડાઓ અને નગરોને નષ્ટ કરવા પર જ વળેલું છે.’ વડા પ્રધાન નજીબ મિકાતીએ સંયુક્ત રાષ્ટ્રને આગળ આવવા અને ઇઝરાયલની આક્રમકતાને રોકવા માટે વિનંતી કરી. મિકાતીએ આરોપ લગાવ્યો કે ઈઝરાયેલ નિર્દોષોને નિશાન બનાવી રહ્યું છે, જે ગુનો છે.