આજે રાજધાની દિલ્હીમાં DAC ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, CDS અને ત્રણેય સેવાના વડાઓ સાથે હાજર રહ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ત્રણેય સેવાઓ માટે શસ્ત્રો અને અન્ય સાધનો માટે આશરે ₹79,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. સૈન્ય પર આ મોટી રકમ ખર્ચવાનો મંત્રાલયનો એકમાત્ર હેતુ ત્રણેય સેવાઓની તાકાત વધારવાનો અને શક્ય તેટલી અન્ય ક્ષમતાઓને મજબૂત બનાવવાનો છે.
આ બેઠકનું મુખ્ય ધ્યાન આગામી પેઢીના એરબોર્ન અર્લી વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ પર હતું. વધુમાં, એમ્બ્રેર-આધારિત AEW&C સિસ્ટમ અને ભારતની સ્વદેશી NETRA AEW સિસ્ટમ પર ચર્ચા પણ એજન્ડામાં હતી. એ નોંધવું જોઈએ કે તેમની ક્ષમતાઓ, જેમ કે ફ્લાઇંગ પેટ્રોલિંગ, સર્વેલન્સ અને સેના સાથે કમાન્ડ અને નિયંત્રણનું સંકલન કેવી રીતે કરવું, તેના પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યવાહી વધારવા માટે હવાઈ દેખરેખ, કમાન્ડ અને નિયંત્રણ મહત્વપૂર્ણ છે. નવી પેઢીના શસ્ત્રો અને મિસાઇલોના અપગ્રેડેશનની સાથે, અન્ય દેશોમાં સ્વદેશી શસ્ત્રોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે રાજકીય વિકાસ પણ જોવા મળી રહ્યો છે. આત્મનિર્ભર ભારતમાં ઉત્પાદિત શસ્ત્રોની ખરીદી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં એવી પણ ચર્ચા થઈ હતી કે જો ત્રણેય સશસ્ત્ર દળો મેક ઇન ઇન્ડિયા શસ્ત્રોનો વધુ ઉપયોગ કરશે, તો સ્વદેશી શસ્ત્રોના વિદેશી ખરીદદારોની સંખ્યામાં વધારો થશે. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, NETRA AEW જેવી સ્વદેશી પ્રણાલીઓનો ઉપયોગ માત્ર સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો કરશે નહીં પરંતુ રોજગારની વધુ તકો પણ ઉભી કરશે. 2025 માં DAC ની આ ચોથી બેઠક છે.
પહેલી બેઠક માર્ચ 2025 માં યોજાઈ હતી, જેમાં ₹54,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.
બીજી બેઠક જુલાઈ 2025 માં યોજાઈ હતી, જેમાં ₹1.5 ટ્રિલિયન મંજૂર કરવામાં આવ્યા હતા.
ત્રીજી બેઠક ઓક્ટોબર 2025 માં યોજાઈ હતી, જેમાં ₹79,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.
ડિસેમ્બર 2025 માં યોજાયેલી ચોથી બેઠકમાં ₹8,000 કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. એ નોંધવું જોઈએ કે 2025 ના અંત પહેલા, અનેક ટેન્ક અને મિસાઇલોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં આગામી પેઢીના T90 ટેન્કનો વિકાસ અને MI-17 હેલિકોપ્ટરના આધુનિક અપગ્રેડનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને MRSAM અને Astra Mark-II મિસાઇલોની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. વધુમાં, Loitering Munitions ની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે.
બોરદુવા: ગૃહ મંત્રી અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ આસામના લોકો, તેમની સંસ્કૃતિ, જમીન અને ઓળખ માટે ખતરો બનતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પોતાનો વોટબેંક માને છે. અહીં એક જનસભાને સંબોધતાં શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર માત્ર આસામમાં જ નહીં, પરંતુ દેશમાં પાડોશી દેશમાંથી આવેલા તમામ ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર ‘આસમી લોકોની સાંસ્કૃતિક ઓળખની સુરક્ષા’ જ નહીં, પરંતુ રાજ્યના સર્વાંગી વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગૃહ મંત્રી શાહે સોમવારે વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બટદ્રવા થાનનું 227 કરોડ રૂપિયાની કિંમતથી પુનર્નિર્માણ બાદ ઉદ્ઘાટન કર્યું હતું. અહીં લોકોને સંબોધતાં તેમણે જણાવ્યું કે આસામમાં હિમંત બિશ્વ શર્મા સરકારે બાંગ્લાદેશી ઘૂસણખોરોના કબજામાંથી એક લાખ વીઘા કરતાં વધુ જમીન મુક્ત કરાવી છે.
VIDEO | Assam: Addressing a public rally in Nagaon, Union Home Minister Amit Shah (@AmitShah) says, “We will identify all Bangladeshi infiltrators not only in Assam but across the rest of India.”#AmitShah#Assam#Infiltration
શાહે કહ્યું હતું કે કોંગ્રેસે આસામના લોકો, તેમની સંસ્કૃતિ અને ઓળખ માટે ખતરો ઊભો કરનારા ઘૂસણખોરોને પોતાની વોટબેંક માન્યો છે. વડા પ્રધાનમંત્રીએ માત્ર અસામની સાંસ્કૃતિક ઓળખની રક્ષા સુનિશ્ચિત કરી નથી, પરંતુ રાજ્યના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોંગ્રેસે આસામના લોકો, તેમની સંસ્કૃતિ અને ઓળખને ખતરો પહોંચાડનારા ઘૂસણખોરોને પોતાનો વોટબેંક માન્યો છે.
શાહે કહ્યું હતું કે અમે માત્ર આસામ જ નહીં, પરંતુ દેશમાં તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરીશું. તેમણે જણાવ્યું હતું કે આસામમાં હિમંત બિશ્વ શર્મા સરકારે બાંગ્લાદેશી ઘૂસણખોરોના કબજામાંથી એક લાખ વીઘા કરતાં વધુ જમીન મુક્ત કરાવી છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને આસામમાં શાંતિ અને વિકાસ સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધાં છે, જે માત્ર કાગળ પર નહીં પરંતુ હકીકતમાં પણ સાકાર થઈ રહ્યા છે. શાહે કહ્યું હતું કે ભાજપ સરકારે ગયા 11 વર્ષોમાં રાજ્યમાં અનેક ઉગ્રવાદી સંગઠનો સાથે શાંતિ કરાર કર્યા છે અને આ કરારોની 92 ટકા શરતો પૂર્ણ કરી દેવામાં આવી છે.
અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2025 શેરબજારના રોકાણકારો માટે સરળ વર્ષ રહ્યું નથી. આ વર્ષે ભારતીય શેરબજારમાં તેજી કરતાં વધુ સ્થિરતા જોવા મળી હતી. ખાસ કરીને સ્મોલ કેપ શેરોમાં તો નોંધપાત્ર ઘટાડાનું વલણ રહ્યું. આવો જોઈએ કે IPOથી લઈને નિફ્ટી અને સ્મોલ કેપ સુધી, બજારના વિવિધ મોરચાઓ પર 2025નું વર્ષ કેવું રહ્યું.
Nifty 2025: રિટર્ન મળ્યું, પણ અપેક્ષા કરતાં ઓછું
વર્ષ 2025માં ભારતીય ઇક્વિટી માર્કેટ કોન્સોલિડેશન મોડમાં રહ્યું. નિફ્ટી 50એ આખા વર્ષ દરમિયાન અંદાજે 9.4 ટકા રિટર્ન આપ્યું. ભલે આ રોકાણકારોની અપેક્ષા કરતાં ઓછું રહ્યું હોય, પરંતુ બજારની પરિસ્થિતિને જોતાં તેને સંતોષકારક કહી શકાય. ઊંચા વેલ્યુએશન, નબળી થતી ખપત અને કોર્પોરેટ કમાણીની ધીમી ગતિએ બજારની ચાલને મર્યાદિત રાખી.
આંતરરાષ્ટ્રીય સ્તરે જોવામાં આવે તો 21 મોટા ઇન્ડેક્સમાં નિફ્ટી 50 ત્રીજું સૌથી નબળું પ્રદર્શન કરનાર ઇન્ડેક્સ રહ્યો. 2024માં જ્યાં તેની રેન્કિંગ 13મા ક્રમે હતી, ત્યાં 2025માં તે સરકીને 19મા સ્થાને પહોંચી ગયો.
નબળાઈ માત્ર થોડા સેક્ટરો સુધી મર્યાદિત નહોતી
વર્ષ 2025ની સૌથી મોટી ખાસિયત એ રહી કે નબળાઈ માત્ર થોડાં સેક્ટરોમાં સીમિત રહી નથી. 100 કરોડ રૂપિયાથી વધુ માર્કેટ કેપ ધરાવતી 2617 કંપનીઓમાંથી આશરે 69 ટકા શેરોએ નેગેટિવ રિટર્ન આપ્યું. 2024માં આ આંકડો માત્ર 28 ટકા હતો.
FPIની વેચવાલી વચ્ચે ઘરેલુ રોકાણકારોનો મજબૂત સહારો
વર્ષ 2025માં (FPI) ભારતીય શેરબજારથી દૂર રહેતા દેખાયા. NSDLના આંકડા મુજબ, FPIsએ વર્ષ દરમિયાન અંદાજે 1.58 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા અને 12માંથી 8 મહિનામાં નેટ સેલર રહ્યા. આની વિરુદ્ધમાં, ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્સે બજારને મજબૂત ટેકો આપ્યો. તેમણે આશરે 4.85 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.
2025માં IPOએ જમાવ્યો રંગ
વર્ષ 2025 ભારતીય બજાર માટે IPOના દૃષ્ટિકોણે ઐતિહાસિક સાબિત થયું. 101 મેઇનબોર્ડ IPO દ્વારા 1.74 લાખ કરોડ રૂપિયાથી વધુ ફંડ એકત્રિત કરવામાં આવ્યું. ટાટા કેપિટલ, HDB ફાઇનાન્શિયલ સર્વિસેસ અને LG ઇલેક્ટ્રોનિક્સે એકલા જ કુલ ફંડનો 22 ટકાથી વધુ હિસ્સો એકત્રિત કર્યો. ખાસ વાત એ રહી કે સેકન્ડરી માર્કેટમાં વેચવાલી હોવા છતાં વિદેશી રોકાણકારોએ IPOમાં આશરે 73,000 કરોડ રૂપિયા રોક્યા. આથી ભારતની મજબૂત કેપિટલ માર્કેટ ઇમેજ વધુ મજબૂત બની.
IPLના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ વિજય માલ્યા સાથે જોવા મળે છે અને કહે છે, “આપણે ભારતના બે સૌથી મોટા ભાગેડુ છીએ.” તેમણે હવે આ વાયરલ વીડિયો માટે ભારત સરકાર પાસે માફી માંગી છે. વિજય માલ્યા સાથેના તેમના વાયરલ વીડિયોએ ભારે વિવાદ જગાવ્યો છે, અને તેમણે હવે સોશિયલ મીડિયા પર પોતાનો પહેલો જવાબ આપ્યો છે.
વિજય માલ્યાના જન્મદિવસ પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં લલિત મોદી તેમને ભારતના બે સૌથી મોટા ભાગેડુ કહેતા સંભળાય છે. વીડિયોના કેપ્શનમાં મોદીએ લખ્યું હતું, “ચાલો ભારતમાં ફરીથી ઇન્ટરનેટ હલાવો. જન્મદિવસની શુભેચ્છાઓ, મારા મિત્ર વિજય માલ્યા. તમને પ્રેમ છે.” સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા પછી, લોકોએ તેને ભારતીય વ્યવસ્થાનું અપમાન ગણાવ્યું. લોકોએ આરોપ લગાવ્યો કે લલિત મોદી અને વિજય માલ્યા ભારતની કાનૂની કાર્યવાહીની મજાક ઉડાવી રહ્યા હતા. મોદીએ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલનો સામનો કરવો પડ્યો.
I apologise if I have hurt anyone feelings especially the Indian Government who I have the highest respect and regard for. The statement was misconstrued and was never intended to be as played out. Once again my deepest apologies
પોતાના નિવેદન બદલ માફી માંગતા, લલિત મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, “મારો ક્યારેય કોઈને, ખાસ કરીને ભારત સરકારને, જેના માટે મને સૌથી વધુ આદર અને આદર છે, નારાજ કરવાનો ઈરાદો નહોતો. મારા નિવેદનને ‘ગેરસમજ’ કરવામાં આવ્યું હતું, અને તેનું અર્થઘટન જે રીતે કરવામાં આવ્યું તે રીતે ક્યારેય કરવામાં આવ્યું ન હતું.” મોદી અને વિજય માલ્યા પર ભારતમાં ગંભીર આરોપો લાગ્યા છે, જેના કારણે વ્યાપકપણે ટ્રોલ કરવામાં આવ્યા છે. જોકે, માલ્યાએ હજુ સુધી આ બાબતે માફી માંગી નથી.
નવી દિલ્હી: કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંહે શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક પહેલાં ભાજપ અને RSSની સંગઠનશક્તિની પ્રશંસા કરીને પાર્ટીને અસહજ સ્થિતિમાં મૂકી દીધી છે. જોકે તેમણે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું હતું કે તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને RSSની નીતિઓના ઘોર વિરોધી છે. પરંતુ ત્યાં સુધીમાં પાર્ટીની અંદર સ્થિતિ કાફી તણાવપૂર્ણ બની ચૂકી હતી. રવિવારે પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીની દિગ્વિજય સિંહ સાથે મુલાકાત થઈ, ત્યારે તેમણે મજાકિયા અંદાજમાં દિગ્વિજય સિંહને કહ્યું,‘તમે તમારું કામ કરી ગયા. તમે બદમાશી કરી ગયા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
દિગ્વિજય મામલે રેવંત રેડ્ડીની એન્ટ્રી
બીજી તરફ, તેલંગાણાના મુખ્ય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા રેવંત રેડ્ડીની પણ આ મામલે એન્ટ્રી થઈ હતી. તેમણે દિગ્વિજય સિંહનું નામ લીધું નહીં, પરંતુ ઇશારામાં પલટવાર કર્યો હતો. રેડ્ડીએ કહ્યું હતું કે કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ 1991માં પીવી નરસિમ્હા રાવને અને 2004 તથા 2009માં ડો. મનમોહન સિંહને વડા પ્રધાન બનાવીને બહુ સારો નિર્ણય લીધો હતો. રેડ્ડીના આ નિવેદનને દિગ્વિજય સિંહની પોસ્ટ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
શું છે મામલો?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન પણ પાર્ટી સંગઠનમાં વિકેન્દ્રીકરણની વકાલત કરી. સૂત્રોએ જણાવ્યું કે કેટલાક સિનિયર નેતાઓએ દિગ્વિજયને ટોક્યા અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટોકીને કહ્યું કે હજી બીજા નેતાઓને બોલવું છે.
વર્કિંગ કમિટીની બેઠક શરૂ થવા પહેલાં દિગ્વિજય સિંહે X પર એક જૂની તસવીર શેર કરી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગળની તરફ જમીન પર બેઠેલા છે અને તેમના પાછળ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ આડવાણી ખુરશી પર બેઠેલા દેખાય છે.
દિગ્વિજય સિંહે પોસ્ટમાં લખ્યું, “વેબસાઇટ પર મને આ તસવીર મળી. બહુ જ પ્રભાવશાળી છે. કેવી રીતે RSSનો જ મિની સ્વયંસેવક અને જનસંઘ-ભાજપનો કાર્યકર નેતાઓના ચરણોમાં જમીન પર બેઠો રહીને રાજ્યનો મુખ્ય મંત્રી અને દેશનો વડા પ્રધાન બન્યો. આ સંગઠનની શક્તિ છે. જય સિયારામ.” આ પોસ્ટ બાદ વિવાદ ઊભો થયો હતો.
સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.
લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.
સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
મિલન મુલાકાત કે હરવા ફરવા માં સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસ ના કોઈ જાહેર કાર્યક્રમ માં જવા ના યોગ છે તેમાં તમારી હાજરી નું વર્ચસ્વ પણ દેખાય.બજાર ના કામકાજ માં તમને ઉત્સાહ અને નવીન કાર્ય કરવા ની વૃતિ જાગે. યુવા વર્ગ ને તેમના મિત્ર વર્તુળ માંથી સારી જાણકારી કે વાત સંભાળવા મળે તેમજ મિત્ર વર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારો ની માયાજાળ માં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર ના કામકાજ માં ધીરજ નો અને અનુભવ નો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજ માં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફ થી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિ માં ધ્યાન અને મન પોરવી રાખો તો ઘણી માનશીક શાંતિ નો અનુભવ કરી શકો.
મન ની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગી ની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્ય માં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજાર ના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસ માં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદ ની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થી વર્ગ કે યુવા વર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાય માં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.
વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્ન ની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવા વર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવા માં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજાર ના કામકાજ માં ગણતરી અને આયોજન પૂર્વક ના કામકાજ માં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ ના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.
જાહેર જીવન માં તમને લોકો વચ્ચે થોડી મજાક મસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈ ની લાગણી ના દુભાય કે કોઈ ની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીક ના સગા સ્નેહી માં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવા ની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજાર ના કામકાજ માં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.
ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગ થી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાત માં દોરવાઈ ના જવાય. બજાર ના કામકાજ માં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પેહલા વિચાર કરવો જરૂ છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.
યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા માં ધાર્મિક ભાવના,વધુ જાગે લોક કલ્યાણ ના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવા માં અઘરો પડતો હોય તો તે વિષય શીખવા માં વધુ મહેનત કરવાથી સરાફ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.બજાર ના કામકાજ માં લાભ ની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટે ની વાતચીત ગોઠવવી અને તેમાં મિલન મુલાકાત કરવી તેમાં કોઈ નો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.
કામકાજ માં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજ માં સમય નો વ્યય પણ વધુ થઇ શકે કોઈ નો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામ માં રચ્યા પચ્યા રેહવું વધુ યોગ્ય છે. બજાર માં કામકાજ દરમિયાન નિર્ણય શક્તિ નો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘર માં વડીલ વર્ગ કે ઓફીસ માં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવા ની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભ ની વાત ની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન મુલાકાત માં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજાર ના કામકાજ માં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્ર માં તમારી જૂની મિલન મુલાકાત ની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ નું આયોજન સંભવિત બની શકે છે. પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.
ગુજરાતમાં છેતરપિંડી કરનારાઓએ બધી હદો વટાવી દીધી છે. આ વખતે, તેમણે એક ધારાસભ્યને ડિજિટલી એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, ધારાસભ્ય યોગેશ પટેલની સક્રિયતાને કારણે, ગુનેગારો તેમના પ્લાનમાં નિષ્ફળ ગયા. વાંચો સંપૂર્ણ અહેવાલ.
ગુનેગારોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. ડિજિટલ યુગમાં ગુનેગારો ડિજિટલ એરેસ્ટના હથિયારનો ખૂબ ઉપયોગ કરવા લાગ્યા છે. હવે ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ જનપ્રતિનિધિઓ પણ આ ગુનેગારોના નિશાને છે. આવો જ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. ગુજરાતના વડોદરા શહેરમાં સાયબર ક્રાઈમ કરનારાઓએ ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે ભાજપના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ પોલીસ અધિકારી તરીકે ઓળખાવનારા આ સ્કેમરે ફોન પર તેમના વિરુદ્ધ ગંભીર કેસ નોંધવાનું કહીને ધારાસભ્ય પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પટેલની સુઝબુઝના કારણે આ પ્રયાસ નિષ્ફળ ગયો.
અહેવાલો અનુસાર, ધારાસભ્ય યોગેશ પટેલને એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ગુજરાતીમાં બોલતા ફોન કરનારે પોતાને મુંબઈ પોલીસ અધિકારી તરીકે ઓળખાવ્યો અને તેણે દાવો કર્યો કે ધારાસભ્યનું નામ એક ફોજદારી કેસમાં સામે આવ્યું છે અને તેમની સામે “ડિજિટલ એરેસ્ટ” પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
વાતચીત દરમિયાન શંકા ગઈ
ફોન કરનારે તેમને કથિત નોટિસ, કેસ અને કાનૂની કાર્યવાહીની ધમકી આપી અને તેમને વિડીયો કોલ પર આવીને આ બાબતે વધુ ચર્ચા કરવા દબાણ કર્યું. જોકે, વાતચીત દરમિયાન જ ધારાસભ્યને શંકા ગઈ કે તે કોઈ સાયબર ગેંગનો સભ્ય હોઈ શકે છે. ધારાસભ્ય યોગેશ પટેલે ફોન કરનારને ધમકીભર્યા સ્વરમાં જવાબ આપતા કહ્યું, “તુ જે સ્કુલમાં ભણ્યો છે, તેનો હું પ્રિન્સિપાલ રહી ચુક્યો છું” આ સાંભળીને, ફોન કરનાર ગભરાઈ ગયો અને તરત જ કોલ કાપી નાખ્યો.
તમને જણાવી દઈએ કે, રાજકારણમાં પ્રવેશતા પહેલા, યોગેશ પટેલ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા અને તેમણે ઘણા વર્ષો સુધી સ્કુલના પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. પોલીસ આવા કિસ્સાઓમાં લોકોને સતર્ક રહેવાની અપીલ કરતી રહે છે. સાયબર ગુનેગારો, પોલીસ, CBI અથવા અન્ય તપાસ એજન્સીઓના અધિકારીઓ તરીકે પોતાને ઓળખાવીને, પીડિતોને કલાકો કે દિવસો સુધી વીડિયો કોલ દ્વારા ઓનલાઈન “કેદ” રાખે છે. આ સમય દરમિયાન, તેમને ખોટા કેસ, મની લોન્ડરિંગ અથવા ડ્રગના આરોપોની ધમકી આપવામાં આવે છે અને તેમના બેંક ખાતાઓમાંથી મોટી રકમ ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવે છે.
નવી દિલ્હીઃ જરા કલ્પના કરો—તમે તમારી મહેનતની કમાણીથી એક શાનદાર લક્ઝરી ફ્લેટ ખરીદો છો, કરોડો રૂપિયા ચૂકવો છો, પરંતુ પછી ખબર પડે કે એ ફ્લેટ વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી. દિલ્હી પોલીસે આવી જ એક સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેણે ગુરુગ્રામના સૌથી પ્રીમિયમ પ્રોજેક્ટ ‘DLF કેમેલિયાસ’માં એક એવો ફ્લેટ 12 કરોડ રૂપિયામાં વેચી દીધો, જે ક્યારેય હતો જ નહીં. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અત્યાર સુધીમાં અનેક રાજ્યોમાં 200 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી ચૂકી છે.
ખરીદદારો કેવી રીતે ફસાયા
પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગનો કામ કરવાની રીત ખૂબ જ પ્રોફેશનલ અને વિશ્વસનીય દેખાતી હતી. મુખ્ય આરોપી મોહિત ગોગિયા અને તેના સાથીઓએ પીડિતને બેંક હરાજીના નકલી દસ્તાવેજો બતાવ્યા. તેમણે દાવો કર્યો હતો કે તેમની કંપનીએ DLF કેમેલિયાસનો એક લક્ઝરી એપાર્ટમેન્ટ બેંક ઓક્શન દ્વારા જીત્યો છે અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે તરત ટ્રાન્સફર કરી શકે છે.
દસ્તાવેજોને સાચા માનીને પીડિતે ગયા વર્ષે ઑગસ્ટથી ઓક્ટોબર વચ્ચે 12 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. પરંતુ જ્યારે ખરીદદારે વેરિફિકેશન માટે બેંકનો સંપર્ક કર્યો, ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. બેંકે સ્પષ્ટ કર્યું કે આવી કોઈ હરાજી થઈ જ નથી અને તમામ સર્ટિફિકેટ, રસીદો તથા લેટરહેડ્સ સંપૂર્ણપણે નકલી છે.
ગેરકાયદે ફંડ ટ્રેલનો થયો ખુલાસો
DCP ક્રાઈમ આદિત્ય ગૌતમના જણાવ્યા મુજબ આ ગેંગ પૈસાનો પત્તો છુપાવવા માટે શેલ કંપનીઓ અને અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કરતો હતો. 38 વર્ષીય મોહિત ગોગિયાની ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે તે મુંબઈથી ભાગીને ઉત્તરાખંડમાં છુપાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે તેને ઋષિકેશ-દેહરાદૂન રોડ પરથી પકડી લીધો.
આ કેસમાં વિશાલ મલ્હોત્રા, સચિન ગુલાટી, અભિનવ પાઠક અને ભારત છાબડાને પણ ધરપકડ કરવામાં આવી છે. તેમના પર મની લોન્ડરિંગ અને નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરવાનો આરોપ છે. ઠગાઈના પૈસાથી ખરીદેલી બે લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે અને અનેક શંકાસ્પદ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના મુંબઈના BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાવાની છે, અને પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર થશે. ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ બીએમસી ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 66 નામોનો સમાવેશ થાય છે, જેમાં પીઢ નેતા કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયાનો પણ સમાવેશ થાય છે. ભાજપ દ્વારા નીલને મુલુંડ પશ્ચિમમાં બીએમસી વોર્ડ 107 માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીમાં મોટાભાગની બેઠકો માટે ભાજપે શિવસેના સાથે જોડાણ જાળવી રાખ્યું છે. આ દરમિયાન અજિત પવાર અલગથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કેટલીક બેઠકો પર શરદ પવાર જૂથ સાથે જોડાણ પણ કર્યું છે.
ભાજપના 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ છે. જીતેન્દ્ર પટેલ, રાણી ત્રિવેદીથી લઈ નીલ સોમૈયા સહિતના નામ યાદીમાં સામેલ છે.
અજિત પવારની NCP એ ભાજપ પહેલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાને લઈને NCP માં હોબાળો મચી ગયો છે. પાર્ટીના ઘણા કાર્યકરો નવાબ મલિકથી નારાજ છે. NCPની મુસ્લિમ ઉમેદવારોની યાદીથી થોડી નારાજગી થઈ છે. ઘણા ભાજપના કાર્યકરો પણ નારાજ છે. એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાણને કારણે, કલ્યાણ પૂર્વમાં ભાજપને માત્ર સાત બેઠકો આપવામાં આવી છે, જેનાથી પાર્ટીના કાર્યકરો નારાજ છે. આ દરમિયાન, શરદ પવાર જૂથ સાથે જોડાણ કર્યા પછી અજિત પવારે પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ જનતાના પૈસા છે, કોઈની અંગત મિલકત નથી.
નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ કાંડમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મૂક્યો છે, જે કુલદીપ સેંગર માટે મોટો આંચકો છે. CBI તરફથી રજૂ થયેલા વકીલે આ કેસને પહેલેથી જ એક ભયાનક અપરાધ ગણાવી કડકથી કડક સજા કરવાની માગ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેંગરના જામીન બાબતે ચુકાદો આપ્યો છે અને હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે.
હજી થોડા દિવસો પહેલાં હાઈકોર્ટે ચુકાદામાં સેંગરની આજીવન કેદની સજા નિલંબિત કરીને તેને જામીન આપ્યા હતા. જોકે તે નિર્ણય બાદ પણ સેંગર જેલમાં જ રહ્યો હતો, કારણ કે તે રેપ પીડિતાના પિતાની કસ્ટડીમાં થયેલી મોતના કેસમાં 10 વર્ષની સજા પણ ભોગવી રહ્યો છે. આ મામલે પણ સેંગરે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. આ સુનાવણીમાં કોર્ટે 1984ના એ.આર. અંતુલે કેસના ઐતિહાસિક ચુકાદાનો હવાલો આપીને કુલદીપ સેંગરને તક્નિકી રીતે લોકસેવક માનવાનો ઇનકાર કર્યો હતો.
દિલ્હીની એક નીચલી અદાલતે સગીર યુવતી સાથે રેપના મામલે વર્ષ 2019માં કુલદીપ સેંગરને આજીવન કેદની સજા સંભળાવી હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં વર્ષ 2017માં થયેલી આ ઘટનાએ દેશભરમાં ભારે આક્રોશ જગાવ્યો હતો.
ઉન્નાવ રેપ પીડિતાએ કહ્યું હતું કે મને સુપ્રીમ કોર્ટ પર પૂરો વિશ્વાસ છે. તેણે કહ્યું હતું કે મને સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે કે તે ન્યાય આપશે. હું દરેક મહિલાનો અવાજ ઉઠાવી રહી છું. જો CBIએ આ પહેલા કર્યું હોત, તો મને ન્યાય મળી ગયો હોત.