એવું કહે છે કે ટોળામાં બુદ્ધિ નથી હોતી. અને એટલે જન કદાચ પોતાનું ધાર્યું કામ સિદ્ધ કરવા માટે ટોળાઓનો
ઉપયોગ કરવામાં આવે છે. એક ગાડરિયા પ્રવાહની માફક ટોળું જાય અને કોઈની ઈચ્છાઓ પ્રમાણે વર્તન કરીને પાછુ આવે. શું એમને આવું કર્યા પછી વિચાર આવતો હશે ખરો કે આમાં એમની કોઈ ભૂલ હતી કે પછી કોઈ એમનો ઉપયોગ કરી ગયું? જો વિચાર આવતા હોત તો એ લોકો ટોળાનો ભાગ જ ન હોત. ટોળાને માત્ર ઉશ્કેરણીની જરૂર છે. બાકીની જવાબદારી એ પોતે જ લઇ લે છે. પહેલા ચાર રસ્તા પર કે ગામને પાદરે ટોળા જોવા મળતા હતા. હવે ઈન્ટરનેટ પર પણ જોવા મળે છે.
મિત્રો, આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.
સવાલ: હું તમને બે નકશા મોકલું છું. એક મારા ઘરનો છે અને બીજો એક નક્કામાં માણસનો છે. જે મારા દીકરાની જિંદગી બગાડવા બેઠો છે. મારે એક દીકરો જ છે અને મારા પતિ વરસો પહેલા ધામમાં ગયા છે. બે વરસ પહેલા એક કાર્યક્રમમાં એક સજ્જન મળી ગયા. એમને મારા દીકરાનો અવાજ ગમ્યો એટલે એમણે સલાહ આપી કે તારે વ્યવસ્થિત શિક્ષણ લેવું જોઈએ. એમાં હું તને મદદ કરીશ. એ પોતે રસ લઈને શીખવાડતા. એક કાર્યક્રમમાં મારા દીકરાને એક ગ્રુપ મળી ગયું. એના લીડરે સમજાવ્યું કે મારી પાસે તો સરકારના મોટામોટા કામ છે. હું તને સ્ટાર બનાવી દઈશ. તું તારી ઓળખાણથી કામ લઇ આવ આપણે કાર્યક્રમ કરીએ. મારો દીકરો મૂરખા જેવો બે વરસથી કામ લાવે છે અને પેલા લોકો એમાંથી પુરેપુરા પૈસા લઈને મારા દીકરાને રૂપિયો પણ આપતા નથી. વળી એવી ભૂરકી નાખી છે કે મારા દીકરા જેવા કેટલા બધા લોકો આ માણસ પાછળ ભાગે છે. મારું તો કોઈ બીજું છે નહિ. મારા દીકરાને કોણ સમજાવે? એને આમાંથી બહાર કેવી રીતે કાઢવો?

જવાબ: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. સરકારને ખબર પણ નહિ હોય કે આ માણસ એમનો છે. ઘણા વારસો પહેલા કાદરખાનની એક ફિલ્મ આવી હતી. જેમાં એ રાજકારણીઓના પગ પકડીને પરાણે મનાવતો હોય અને પછી બહાર આવીને બડાસ હાંકતો હોય છે. વળી બે વરસ સતત કોઈ પૈસા ન આપે તોય એની પાછળ તમારો દીકરો ભાગે છે એ નવાઈનો વિષય છે.
પેલા માણસના ઘરનું દ્વાર અગ્નિનું નકારાત્મક દ્વાર છે. એટલે એ માણસ સ્ત્રૈણ વિચારધારા ધરાવતો હોય. અન્યની કુથલી કરવી, લાભ લઇ લેવો, છેતરવું આવા ગુણધર્મ હોય. તમારા દીકરાને તાત્કાલિક એનાથી દુર કરો. હવે રહી વાત તમારા ઘરની. તમારા ઘરમાં પૂર્વનો દોષ છે તેથી મા-દીકરાને ચડભડ થતી હોય. અગ્નિનો દોષ પણ છે. તેથી તમારો દીકરો વધારે પડતી મહત્વકાંક્ષા ધરાવતો હોય. બે સ્વાર્થી વ્યક્તિઓ મળે તો જે વધારે હોંશિયાર હોય એ ફાવે. સવારના વહેલા ઉઠીને ગાયત્રીમંત્ર કરો. સૂર્યને અર્ઘ આપો અને શિવપૂજા કરો. ચોક્કસ લાભ થશે.
તમારા દીકરાએ કોઈ બ્રાહ્મણનું મન દુખાવ્યું હોય એવું પણ બને. જો એવું હોય તો જે તે વ્યક્તિની માફી માંગી અને ફરી આવું નહિ કરવાનું વચન આપવું જરૂરી છે.

સવાલ: હું એક સંસ્થામાં નોકરી કરું છુ. એક વ્યક્તિનો પગાર બાકી હતો મેં આનાકાની કરી તો એમણે ગુસ્સામાં કહ્યું કે તો એને દાન સમજીને રસીદ આપીદો. એટલે પતે. આ વાત મેં મારા સાહેબને કહી એટલે હવે એમણે પણ પૈસા આપવાની ના પડી છે. પછી મારા જીવનમાં ઘણી સમસ્યા આવે છે. આ બંનેને કોઈ સંબંધ હોય ખરો?
જવાબ: હોય જ. એમને પૈસા અપાવી દો. તમને પરિણામ દેખાશે. જેટલું જલ્દી કરશો એટલા કર્મો ઓછા ચડશે.
સુચન: કોઈને દુખી કરીને સુખી થવાની વાત કોઈ પણ ધર્મનો ભાગ નથી.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )


ના મળે તો ખાસ મજા આવતી નથી. પણ જો આપણા વિચારો જેની સાથે મળી જાય પછી તો કલાકો ક્યાં જતા રહે એ ખબર પડતી નથી. અમુક લોકો કોઈ સાથે મિક્સ થતાં નથી. એમના વિચારો પર લોકો હસી પડે છે, અથવા તો એ લોકો સહેલાઈથી આઉટ ઓફ બોક્સ થઇ જાય છે. બૌદ્ધિક લોકો સાથે આ પ્રોબ્લેમ સર્વ સામાન્ય છે જ્યાં તેમના વિચારોને સમજવા માટે લોકો ઓછા હોય છે.





૧૯૪૧માં જાપાનના કોબે શહેરમાં જન્મેલા પ્રો. મિઝોકામીને બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ અને ભાષાઓ પ્રત્યે ગહન રુચિ હતી. ૧૯૬૫માં ઓસાકા યુનિવર્સિટી ઓફ ફોરેન સ્ટડીઝમાંથી ભારતીય અધ્યયનમાં સ્નાતક થયા પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવ્યા. ૧૯૬૫થી ૧૯૬૮ દરમિયાન તેમણે અલ્હાબાદમાં હિન્દી અને શાંતિનિકેતનમાં બંગાળી ભાષાનો ગહન અભ્યાસ કર્યો. ૧૯૭૨માં દિલ્હી યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. મેળવી અને પંજાબમાં ભાષા-સંપર્ક પર મહત્વપૂર્ણ સંશોધન કર્યું, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણ મેળવ્યા.
પ્રો. મિઝોકામીએ દાયકાઓ સુધી ઓસાકા યુનિવર્સિટીમાં ભારતીય ભાષાઓનું અધ્યાપન કર્યું. નિવૃત્તિ પછી પણ ૨૦૦૭થી પ્રોફેસર ઇમેરિટસ તરીકે સક્રિય છે. તેઓ હિન્દી, પંજાબી, બંગાળી, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી સહિત અનેક ભાષાઓમાં નિપુણ છે. તેઓ પંજાબી ભાષા પર સંશોધન કરનાર પ્રથમ જાપાની વિદ્વાન છે.
તેમણે ગુરુ નાનકદેવજીની ‘જપજી સાહિબ’નો જાપાની અનુવાદ કર્યો અને અનેક પુસ્તકો લખ્યા. જેમ કે ‘Introductory Punjabi’ અને ‘Language Contact in Punjab’. આ કાર્યોએ જાપાનમાં ભારતીય આધ્યાત્મિકતા અને સાહિત્યને નવી ઓળખ આપી.
૧૦ જાન્યુઆરીએ ઉજવાતા વિશ્વ હિન્દી દિવસના પ્રસંગે પ્રો. મિઝોકામીની વારસત વધુ પ્રસ્તુત થાય છે. જાપાન જેવા દેશમાં હિન્દીને અકાદમિક પ્રતિષ્ઠા અપાવવામાં તેમનો યોગદાન ઐતિહાસિક છે. આજે જ્યારે ભારત-જાપાનના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે, ત્યારે પ્રો. તોમિયો મિઝોકામી બંને દેશો વચ્ચે મૈત્રીના જીવંત પ્રતીક છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.
અમદાવાદ ખાતે તા.૧૨ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’ના મુખ્ય આકર્ષણના કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વિવિધ પ્રકારના શ્રેષ્ઠ મોટા પતંગોની ઉડાન કરશે. આ ઉપરાંત તા. ૧૩ જાન્યુઆરીના રોજ રાત્રિ પતંગ ઉડાન કરવામાં આવશે. અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથોસાથ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ તથા ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો એમ કુલ મળીને ૧,૦૭૧ પતંગ રસિયાઓ ભાગ લેશે. આ મહોત્સવ દરમિયાન ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જે સ્થાનિક કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે.
