Home Blog Page 2977

સ્ટોક માર્કેટ : ભારતીય શેરબજાર મામૂલી વધારા સાથે બંધ

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર મામૂલી વધારા સાથે બંધ થયું હતું. બેન્કિંગ શેરોમાં ઘટાડાને કારણે બજાર દબાણ હેઠળ હતું. પરંતુ આઈટી, એનર્જી, ઓટો સેક્ટરના શેરોમાં રોકાણકારો તરફથી ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 13.54 પોઈન્ટના ઉછાળા સાથે 59,846 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25 પોઈન્ટના વધારા સાથે 17,624 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેક્ટરોલ અપડેટ

આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો પ્રભાવશાળી ઉછાળા સાથે બંધ થયા છે. પરંતુ એફએમસીજી, બેન્કિંગ સેક્ટરના શેર નીચે બંધ થયા હતા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર પણ તેજી સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 32 વધ્યા અને 18 નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો ઉછાળા સાથે અને 13 નુકસાન સાથે બંધ થયા હતા.

પવારનો વિરોધ ફરી એકવાર વિપક્ષી એકતાને તોડશે !

નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અને વરિષ્ઠ નેતા શરદ પવારે ફરી એકવાર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા મુદ્દા પર નારાજગી વ્યક્ત કરી છે. વાસ્તવમાં, વિપક્ષ દ્વારા શાસક નેતાઓની ડિગ્રી (PM મોદી ડિગ્રી રો)ને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. શરદ પવારે તેની ટીકા કરી છે અને કહ્યું છે કે આ કોઈ મુદ્દો નથી અને નેતાઓ તેના પર પોતાનો સમય બગાડે છે. તેમણે કહ્યું કે દેશ ઘણી મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના પર ધ્યાન આપવાની જરૂર છે. અગાઉ, શરદ પવારે પણ અદાણી કેસ પર વિપક્ષના વલણની ટીકા કરી હતી અને જેપીસીની માંગને ફગાવી દીધી હતી.

શરદ પવારે શું કહ્યું

શરદ પવારે વડા પ્રધાનની ડિગ્રીના વિવાદ પર કહ્યું કે ‘આજે કોલેજની ડિગ્રીનો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે તમારી પાસે કઈ ડિગ્રી છે કે મારી પાસે કઈ ડિગ્રી છે પરંતુ શું તે રાજકીય મુદ્દો છે? પવારે કહ્યું કે બેરોજગારી, કાયદો અને વ્યવસ્થા, મોંઘવારી કે અન્ય મહત્વના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવી જોઈએ. ધર્મ અને જાતિના આધારે લોકોમાં અલગતા સર્જાઈ રહી છે, મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખેડૂતોના પાકને બરબાદ કરી રહ્યો છે. આપણે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ.

જણાવી દઈએ કે વડાપ્રધાનની ડિગ્રીને લઈને આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દેશના વડાપ્રધાન શિક્ષિત હોવા જોઈએ. કેજરીવાલે ગુજરાત હાઈકોર્ટમાં પણ વડાપ્રધાનની ડિગ્રીની માંગણી કરી હતી, જેના માટે તેમને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનની ડિગ્રીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.

શરદ પવારે ફરી એક વખત વિપક્ષી એકતાનો ત્યાગ કર્યો

આ બીજી વખત છે જ્યારે શરદ પવારે વિપક્ષના સ્ટેન્ડથી અલગ વલણ અપનાવ્યું છે. તાજેતરમાં શરદ પવારે ગૌતમ અદાણીનો બચાવ કર્યો હતો અને જેપીસીની માગણીને પણ ફગાવી દીધી હતી. તે જ સમયે, વિપક્ષ અદાણી કેસની તપાસ માટે જેપીસીની રચનાની સતત માંગ કરી રહ્યો છે. હવે ડિગ્રી વિવાદ પર પણ શરદ પવાર વિપક્ષી એકતાથી અલગ જોવા મળી રહ્યા છે.

ખાલિસ્તાન હુમલા બાદ કાર્યવાહી ન કરતા ભારતે બ્રિટનની કરી ટીકા

ગયા મહિને યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડનમાં ભારતીય હાઇ કમિશન પર ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત સરકારે બ્રિટિશ સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઇએ. જો કે તે પછી પણ ખાલિસ્તાની સમર્થકોની ગેરરીતિઓ સામે આવી રહી છે. ભારત-યુકે સંબંધો પર તેની અસર થવાની શક્યતા છે. બ્રિટિશ મીડિયા સંસ્થા ‘ધ ટાઈમ્સ’ એ સમાચાર પ્રકાશિત કર્યા છે કે ભારત સરકારે બ્રિટિશ સરકાર સાથેની વેપાર વાટાઘાટોમાંથી ખસી ગઈ છે. બ્રિટિશ સરકારના સૂત્રોને ટાંકીને ધ ટાઇમ્સે સોમવારે જણાવ્યું હતું કે યુકેમાં ભારતના રાજદ્વારી ઇમારતો અને કર્મચારીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે ભારત સરકાર નારાજ છે. જો ભારતના વાંધાને નજરઅંદાજ કરવામાં આવશે તો ભારતીય કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ બ્રિટન સાથેની વેપાર મંત્રણા બંધ કરી શકે છે, આ સ્થિતિમાં બે દેશો વચ્ચે મુક્ત વેપાર સોદાની યોજના પર પાણી ફરી શકે છે.

શીખ અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગ

ધ ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘બ્રિટિશ સરકાર ખાલિસ્તાની અલગતાવાદીઓના ઉગ્રવાદની જાહેરમાં નિંદા કરે અને તેમની સામે નક્કર પગલાં ન લે ત્યાં સુધી ભારતીયો વેપાર વિશે વાત કરવા માંગતા નથી. ભારત તરફથી, 19 માર્ચની ઘટનાઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક હુમલાખોરોએ બ્રિટનના ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં પણ ભારતીય હાઈ કમિશન પર હુમલો કર્યો હતો. તેમણે હાઈ કમિશન પરિસરના પહેલા માળની બાલ્કનીમાંથી ભારતીય ધ્વજ પણ હટાવી દીધો હતો. આ ઘટના બાદ લંડનમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોએ પ્રદર્શન કર્યું હતું અને શીખ અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

બ્રિટિશ સરકારે હજુ સુધી નક્કર પગલાં લીધાં નથી

બ્રિટિશ રાજકારણીઓએ શીખ અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ‘આ હિંસાના કૃત્યો અસ્વીકાર્ય છે’. પરંતુ, કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. તે જ સમયે, ન તો ભારત સરકાર કે તેના મંત્રાલયોએ બ્રિટન સાથે વેપાર વાટાઘાટો અટકાવવાના સમાચાર પર હજુ સુધી પ્રતિક્રિયા આપી નથી.

 વીએસ હોસ્પિટલના ઓરડાનો સ્લેબ તૂટ્યોઃ સારવારની જરૂર

અમદાવાદઃ શહેરના માદલપુરમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલના OPDની ઇમારતના ત્રીજા માળે એક ઓરડાનો સ્લેબ તૂટી પડ્યો હતો. અમદાવાદની 1931માં સ્થપાયેલી શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, શેઠ ચિનાઈ પ્રસૂતિ હોસ્પિટલ શહેરમાં ખૂબ જ જાણીતા છે. લાખો દર્દીઓએ  વર્ષોથી આ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હાલ આ હોસ્પિટલ કેમ્પસની  મોટા ભાગની ઇમારતો જર્જરિત થઈ ગઈ છે. તમામ વિભાગોના  છજાઓમાંથી સળિયા દેખાઈ રહ્યા છે. સ્લેબ પર છોડ ઊગી ગયા છે, જેના વિશાળ મૂળિયા ઇમારતની આરપાર ડોકાય છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌને સરળતાથી સારવાર આપી શકે એવું હોસ્પિટલનું મોટા ભાગનું કેમ્પસ ખખડી ગયું છે. જુદી-જુદી દીવાલો પર- ઇમારત ભયજનક છે, અહીં પાર્કિંગ કરવું નહીં- નાં પાટિયાં લગાડવામાં આવ્યાં છે.

સરકાર દ્વારા વીએસ કેમ્પસની બાજુમાં જ એસવીપી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, પરંતુ હેરિટેજ અમદાવાદની ઓળખ અને જ્યાં હજારો ગરીબોને સારવાર અપાતી એ વીએસ હોસ્પિટલને આજે સારવારની જરૂર છે.

જૂની, જર્જરિત અને મેઇનટેઇનન્સના અભાવે ખંડેર જેવી લાગતી હોસ્પિટલનો આજે એક સ્લેબ તૂટી પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ તંત્ર દોડતુ થઈ ગયું હતું. તાત્કાલિક અસરથી તૂટેલા સ્લેબવાળા ઓરડાનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)

દેશમાં આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદનો અંદાજઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે.  ખાનગી એજન્સી સ્કાયમેટે જારી કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી છે. એજન્સીએ કહ્યું હતું કે અલ નિનો સિવાય આ વર્ષે મોન્સુનને અન્ય બાબાતો પણ પ્રભાવિત કરી શકે છે. એજન્સીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કૃષિનો કટારો કહેવાતા પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા ઉત્તર ભારત જેવાં રાજ્યોમાં આ વર્ષના અર્ધવાર્ષિક ગાળામાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. સ્કાયમેટની અપેક્ષા છે કે દેશના ઉત્તરીય અને મધ્ય ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદનું જોખમ છે.

એજન્સીએ અન્ય ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચોમાસાના મુખ્ય મહિનાઓ-જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય મહિનાઓમાં અપૂરતો વરસાદ થશે. સ્કાયમેટે ચોથી જાન્યુઆરી, 2023એ જારી વર્ષના પહેલા પૂર્વાનુમાનમાં ણ મોન્સુનની સરેરાશથી ઓછા વરસાદની ભવિષ્યવાણી કરી હતી. એજન્સીએ આ ભવિષ્યવાણીને યથાવત્ રાખી છે.

જોકે કેન્દ્ર સરકારા હવામાન વિભાગ પણ જલદી મોન્સુનને લઈને વાર્ષિક અંદાજ જારી કરવાનો છે. એજન્સીએ આ વર્ષ મોન્સુન સીઝન (જૂનથી સપ્ટેમ્બર)માં વરસાદના સામાન્ય 94 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતીન સિંહે એક નિવેદનમાં કહ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષોંમાં અલ નિનોને પગલે સતત સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ થઈ છે, પણ આ વખતે ભૂમધ્ય સાગરમાં અલ નિનો રહેવાની સંભાવના વધતી જઈ રહી છે. અલ નિનોની વાપસીથી આ વર્ષે મોન્સુન સીઝન નબળી રહેવાની શક્યતા છે.

 

 

 

 

વિશાલ, રેખા ભારદ્વાજ સાથે કામ કરવાનું સપનું સાચું થયું: લારા દત્તા

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી લારા દત્તાએ કહ્યું હતું કે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ અને ગાયિકા રેખા ભારદ્વાજ સાથે આગામી વેબ સિરીઝ ‘ચાર્લી ચોપડા એન્ડ ધ મિસ્ટ્રી ઓફ સોલાંગ વેલી‘ માટે કામ કરવાનું સપનું સાચું થયા જેવું છે. અભિનેત્રીએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે વિશાલ સર અને રેખાજી –બંને સાથે કામ કરવું એક સપનું સાચું થયા જેવું છે. હું લાંબા સમયથી એની ઇચ્છા કરી રહી હતી. બંને માટે પ્રેમ, પ્રશંસા અને સન્માન.

પ્રોડ્યુસર અને ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ આ વેબ સિરીઝની સાથે OTT (ઓવર ધ ટોપ)  મંચ પર પદાર્પણ કરી રહ્યા છે. એ અગાથા ક્રિકસ્ટીની નવલકથા ‘ધ સિટાફોર્ડ મિસ્ટ્રી’ પર આધારિત છે, જેનું પ્રસારણ OTT મંચ સોની લિવ પર હશે.

આ શૃંખલામાં લારા દત્તા સિવાય વામિકા ગબ્બી, પ્રિયાંશુ પેન્યુલી, નસીરુદ્દીન શાહ, નીના ગુપ્તા, રત્ના પાઠક શાહ, ગુલશન ગ્રોવર, ચંદન રોય સાન્યાલ અને પાઓલી ડેમ પરણ નજરે ચઢશે. ‘ચાર્લી ચોપડા એન્ડ ધ મિસ્ટ્રી ઓફ સોલાંગ વેલી’ અગાથા ક્રિસ્ટી લિ.ના સહયોગથી પ્રીતિ શાહની ટસ્ક ટેલિફિલ્મ્સ અને વિશાલ ભારદ્વાજ પિક્ચર્સના બેનર હેઠળ બની રહી છે. વિશાલ ભારદ્વાજ આ સિરીઝનું ડિરેક્શન અને કો-પ્રોડક્શન કરશે. તેઓ અંજુમ રાજાબલિ અને જ્યોત્સ્ના હરિહરનની સાથે સહ-પટકથા લેખકના રૂપે કામ કરશે.

 

 

 

બીજી સૌથી શ્રીમંત પ્રાદેશિક પાર્ટી BJD, આવકમાં 318 ટકાનો વધારો

ભુવનેશ્વરઃ BJD DMK પછી દેશની સૌથી બીજા ક્રમની શ્રીમંત પ્રાદેશિક પાર્ટી બની ગઈ છે. વર્ષ 2021-22માં વાર્ષિક આવકમાં આશરે 318 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021-22માં પ્રાદેશિક પાર્ટીએ રૂ. 307.28 કરોડની કમાણી કરી હતી, જે 2020-21માં રૂ. 73.34 કરોડ હતી. નાણાકીય વર્ષમાં આશરે રૂ. 28.63 કરોડના ખર્ચ પછી રૂ. 278.65 કરોડની વધારાની આવક થઈ હતી, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો તાજો અહેવાલ કહે છે.  

વર્ષ 2020-21માં પાર્ટીની આવકમાં ઘટાડા પછી BJDએ રૂ. 233.94 કરોડની આવકમાં સૌથી વધારો થયો હતો, ત્યાર બાદ TRS અને DMKએ 2021-22માં ક્રમશઃ રૂ. 180.45 કરોડ અને રૂ. 168.79 કરોડના વધારાની જાહેરાત કરી હતી. 36 પ્રાદેશિક પક્ષોની રૂ. 1213.13 કરોડની કુલ આવકમાં BJDની આવકનો હિસ્સો 25.33 ટકા રહ્યો હતો, જે બીજા ક્રમે સૌથી વધુ હતો.

રાષ્ટ્રીય પક્ષોમાં તૃણમૂલ કોંગ્રેસે આવકમાં સૌથી વધુ 633 ટકાનો વધારો કર્યો હતો, જે રૂ. 74.41 કરોડથી વધીને રૂ. 545.74 કરોડ થઈ હતી. ખાસ કરીને ચૂંટણી બોન્ડના માધ્યમથી આવકમાં 96 ટકાનો વધારો થયો હતો, જ્યારે ભાજપની આવક રૂ. 752.33 કરોડથી 154 ટકા વધી રૂ. 1917.12 કરોડ થઈ હતી, જ્યારે કોંગ્રેસની આવક રૂ. 285.76 કરોડથી 89.4 ટકા વધીને રૂ. 285.76 કરોડ થઈ હતી.

જોકે વર્ષ 2019-20 અને 2020-21નાં નાણાકીય વર્ષોમાં પાર્ટીઓની આવકના તુલનાત્મક વિશ્લેષણથી માલૂમ પડે છે કે BJDની આવકમાં 19 ટકાનો ઘટાડો થયો હતો, જેમાં 2019-20માં રૂ. 90.35 કરોડથી ઘટીને 2020-21માં રૂ. 73.34 કરોડ થઈ હતી.

 

 

અમૂલનું FY24માં 66,000 કરોડનું ટર્નઓવર થવાની સંભાવના

નવી દિલ્હીઃ દૂધની વધતી માગ વચ્ચે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે (GCMMFએ) વર્ષ 2023-24 માટે આવકમાં 20 ટકા વધારા સાથે ટર્નઓવર રૂ. 66,000 કરોડ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. કંપનીએ નાણાં વર્ષ 2022-23માં રૂ. 55,055 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જે પાછલા વર્ષની તુલનામાં 18.5 ટકા વધુ છે, એમ કંપનીના MD જયેન મહેતાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અપેક્ષા છે કે બધાં ઉત્પાદનોનું વેચાણ આ ઝડપે થતું રહેશે. ઉત્પાદનોની માગ હવે અસંગઠિત ક્ષેત્રથી સંગઠિત કંપનીઓ તરફથી આવી રહી છે. તેમણે કહ્યું હતું કે ફેડરેશન ઓર્ગેનિક ફૂડ અને ખાદ્ય તેલના વેપારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે હાલના નાના પાયે ચાલી રહ્યા છે. દૂધની કિંમતો વિશે તેમણે કહ્યું હતું કે હાલમાં અમારી દૂધની કિંમતો વધારવાની કોઈ યોજના નથી. ગયા વર્ષે પડતર ખર્ચમાં 15 ટકાનો વધારો થયો હતો, જેનાથી સહકારી સમિતિને ગયા વર્ષે રિટેલ કિંમતોમાં વધારો કરવા માટે મજબૂર થવું પડ્યું હતું. GCMMFએ કોવિડને કારણે વર્ષ 2020 અને 2021માં કિંમતોમાં વધારો નહોતો કર્યો, પણ ગયા વર્ષે કિંમતો વધારવી અમારી મજબૂરી હતી, એમ તેમણે કહ્યું હતું.

હાલ ખેડૂતોને સારી કિંમતો મળી રહી છે. દૂધના પુરવઠામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વળી, દક્ષિણ ભારતમાં પણ સીઝન ચાલુ થવાની હોવાથી પુરવઠામાં વધારો થવાની વકી છે. વળી, નજીકના ભવિષ્યમાં માગ-પુરવઠો સંતુલિત રહેશવાની ધારણા છે. GCMMF હાલમાં દેશભરમાં 98 ટકા દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ધરાવે છે, જેની સ્થાપિત ક્ષમતા પ્રતિદિન 470 લાખ લિટર છે. કંપની પ્રતિદિન સરેરાશ 270 લાખ લિટર દૂધની આવક કરે છે.

 

 

કોરાનાના 5878 નવા કેસો, 14નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 5878 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 14 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,62,496 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,979 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,96,318 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3481 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 35,199એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.08 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.73 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 85,076 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.25 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.02 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,23,527 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 205 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

કારની નંબર પ્લેટ રૂ. 122.6 કરોડમાં વેચાઈઃ વર્લ્ડ રેકોર્ડ

દુબઈઃ મનગમતું વાહન ખરીદવાની સાથે ઘણાં લોકોને એની નંબર પ્લેટ પર ખાસ આંકડાનો નંબર મેળવવાની પણ ઈચ્છા-ઘેલછા રહેતી હોય છે. એ માટે કેટલાક લોકો મોટી રકમ ચૂકવવા પણ તૈયાર થઈ જતાં હોય છે. ભારતમાં વાહનોની ઓળખ માટે અપાતી નંબર પ્લેટ કે લાઈસન્સ પ્લેટ ઈસ્યૂ કરવાની જવાબદારી રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ અથવા રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)ની હોય છે. કોઈ નંબર પ્લેટ કરોડો રૂપિયામાં વેચાઈ હોય એની તમને જાણકારી છે? દુબઈમાં એવી એક કારની નંબર પ્લેટ કરોડો રૂપિયામાં વેચાઈ છે.

એક હરાજીમાં, P7 લાઈસન્સ પ્લેટ 5 કરોડ 50 લાખ દિરહામ એટલે કે આશરે રૂ. 122 કરોડ 60 લાખમાં વેચાઈ છે. મુંબઈમાં સૌથી વૈભવશાળી વિસ્તારમાં પણ હજી સુધી કોઈ ઘર કદાચ આટલી મોટી રકમમાં વેચાયું નથી.

દુબઈમાં વીઆઈપી કાર નંબર પ્લેટ ખરીદનાર વ્યક્તિનું નામ હજી જાહેર કરવામાં આવ્યું નથી. પણ આ સોદાએ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે. આ સોદામાં ઉપજેલી રકમ સીધી ‘એક અબજ ભોજન સુવિધા ઝુંબેશ’ની મદદાર્થે આપી દેવામાં આવશે. હરાજી કાર્યક્રમ જુમૈરાની ફોર સીઝન્સ હોટેલમાં યોજવામાં આવ્યો હતો.