સિમ્બાયોટેક ફાર્માલેબ લિનો IPO 24 ઓગસ્ટે ખૂલશે

અમદાવાદઃ સિમ્બાયોટેક ફાર્માલેબ લિમિટેડનો ઇક્વિટી શેરોના IPO સોમવાર, 24 ઓગસ્ટે ખૂલશે. આ ઓફરમાં કંપની દ્વારા રૂ. 1500 મિલિયન સુધીની કુલ રકમના ઇક્વિટી શેરોના ફ્રેશ ઇશ્યુ અને કંપનીના કેટલાક હાલના શેરધારકો દ્વારા રૂ. 16,070 મિલિયન સુધીના ઇક્વિટી શેરોના વેચાણની ઓફર (OFS) સમાવેશ થાય છે.

કંપની આ ઓફરમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક બાકી લોનની સંપૂર્ણ અથવા આંશિક રીતે અગાઉથી ચુકવણી અને/અથવા ચુકવણી કરવા તેમ જ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.  ઓફર ફોર સેલમાં સતવાની હોલ્ડિંગ્સ એલએલપી દ્વારા રૂ. 1440 મિલિયન સુધીની કુલ રકમના ઇક્વિટી શેર્સ, રોઝવુડ ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા રૂ. 9880 મિલિયન સુધીની કુલ રકમના ઇક્વિટી શેર્સ અને ઈન્ડિયા બિઝનેસ એક્સિલન્સ ફંડ -3 દ્વારા રૂ. 4750 મિલિયન સુધીની કુલ રકમના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટેનો બિડ/ઓફર શુક્રવાર, 21 ઓગસ્ટે ખૂલશે અને બંધ થશે. બિડ/ઓફરનો સબસ્ક્રિપ્શન માટે સોમવાર, 24 ઓગસ્ટે ખૂલશે અને ગુરુવાર, 27 ઓગસ્ટ, 2026એ બંધ થશે.

ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 938થી રૂ. 988 નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 15 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 15 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.  એમ્પ્લોયી રિઝર્વેશન હિસ્સામાં બિડ કરનારા પાત્ર કર્મચારીઓને રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા પ્રત્યેક ઇક્વિટી શેર પર રૂ. 90નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઇક્વિટી શેર્સ કંપની દ્વારા 18 ઓગસ્ટે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“RoC”) સમક્ષ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવી રહ્યા છે.કંપનીના ઇક્વિટી શેરોને BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફરના હેતુ માટે બીએસઈ લિમિટેડને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. એમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એવન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.

આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી) (the “SCRR”) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 31 સાથે વાંચવામાં આવતા તથા સેબી ICDR નિયમોના નિયમન 6(1)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs)ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે. આ ઉપરાંત એમ્પ્લોયી રિઝર્વેશન હિસ્સામાં અરજી કરી રહેલા પાત્ર કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે.