સુવિચાર – ૧૦ એપ્રિલ, ૨૦૨૩
સુવિચાર – ૧૦ એપ્રિલ, ૨૦૨૩
૧૦ એપ્રિલ, ૨૦૨૩
૧૦ એપ્રિલ, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 10/04/2023 થી 16/04/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.
લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.
સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
મિલન મુલાકાત કે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય.બજારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાભાળવા મળે તેમજ મિત્રવર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમા ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મનપરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો.
મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે. ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગ કે યુવાવર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.
વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે, જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.
જાહેર જીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણી ના દુભાય કે કોઈના ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીકના સગાસ્નેહીમાં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજારના કામકાજમા તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.
ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી ખોટીવાતમા દોરવાઈ ના જવાય. બજારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.
યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિક ભાવના, વધુ જાગે લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. બજારના કામકાજમાં લાભની કોઈવાત સંભવિત બની શકે છે. લગ્ન માટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.
કામકાજમાં વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો. કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે. બજારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે તમારી કોઈ ગમતી વાત સાંભળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે. પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલવર્ગ ને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.
રાશિ ભવિષ્ય 10/04/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.
આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
PM મોદી ઈસ્ટર નિમિત્તે દિલ્હીના ચર્ચ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના અવસર પર રવિવારે (9 એપ્રિલ) દિલ્હીમાં એક મોટા ચર્ચની મુલાકાત લીધી હતી. પીએમ મોદી સેક્રેડ હાર્ટ કેથેડ્રલ કેથોલિક ચર્ચ પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીનો વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદી જેવા ચર્ચમાં પહોંચ્યા, પાદરીઓએ તેમનું સાલ ઓઢાડીને અને ફૂલોનો ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કર્યું. બાળકોએ સાથે મળીને ચર્ચમાં પ્રાર્થના કરી. આ દરમિયાન ચર્ચમાં સામાન્ય લોકો પણ હાજર હતા. પીએમ મોદીએ શાંતમુદ્રામાં ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના સાંભળી.
#WATCH | Prime Minister Narendra Modi reached Sacred Heart Cathedral Catholic Church in Delhi. pic.twitter.com/RCq9EqslfV
— ANI (@ANI) April 9, 2023
પીએમ મોદીને ભગવાન ઇસુનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું
ચર્ચ વતી પીએમ મોદીને ભગવાન ઇસુનું સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. અંતમાં પૂજારીઓ અને બાળકોએ પીએમ મોદી સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા. આ પછી પીએમ મોદી ચર્ચમાં હાજર સામાન્ય લોકોનું અભિવાદન સ્વીકારીને બહાર આવ્યા હતા. મળતી માહિતી મુજબ પીએમ મોદીના ચર્ચ બાદ બીજેપી હેડક્વાર્ટર પહોંચવાનો સમયપત્રક નક્કી કરવામાં આવ્યો હતો.
Happy Easter! May this special occasion deepen the spirit of harmony in our society. May it inspire people to serve society and help empower the downtrodden. We remember the pious thoughts of Lord Christ on this day.
— Narendra Modi (@narendramodi) April 9, 2023
પીએમ મોદીએ કહ્યું- હેપ્પી ઈસ્ટર
વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને ઈસ્ટરની શુભેચ્છા પાઠવી હતી. PM એ લખ્યું, “હેપ્પી ઈસ્ટર! આ ખાસ પ્રસંગ આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને વધુ ઊંડો કરે તેવી પ્રાર્થના. તે લોકોને સમાજની સેવા કરવા અને દલિત લોકોને સશક્ત કરવામાં મદદ કરવા પ્રેરણા આપવી જોઈએ. આ દિવસે આપણે ભગવાન ઇસુ ખ્રિસ્તના પવિત્ર વિચારોને યાદ કરીએ છીએ.
ફાધર ફ્રાન્સિસ સ્વામીનાથને આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી
પીએમ મોદીની મુલાકાત પહેલા ચર્ચના પાદરી ફ્રાન્સિસ સ્વામીનાથને ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે કોઈ વડાપ્રધાન ચર્ચની મુલાકાત લઈ રહ્યા છે. ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, “અમે રોમાંચિત છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમારા ચર્ચની મુલાકાતે છે.
ઇસ્ટર શા માટે ઉજવવામાં આવે છે?
ઇસ્ટરને ‘ઇસ્ટર સન્ડે’ પણ કહેવામાં આવે છે. તે ગ્રુડ શુક્રવાર (શોકનો દિવસ) પછી આવે છે. એવું માનવામાં આવે છે કે ગુડ ફ્રાઇડે એ દિવસે શોક તરીકે ઉજવવામાં આવે છે જે દિવસે ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, જ્યારે ઇસ્ટર ત્રીજા દિવસે ઇસુ ખ્રિસ્તના પુનરુત્થાનના કારણે ઉજવવામાં આવે છે.
નાણાંપ્રધાન સીતારામન અમેરિકાની એક-સપ્તાહની મુલાકાતે
ન્યૂયોર્કઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અમેરિકાની એક અઠવાડિયાની સત્તાવાર મુલાકાત માટે આજે અહીં આવી પહોંચ્યાં છે. એરપોર્ટ ખાતે કોન્સલ જનરલ ઓફ ઈન્ડિયા રણધીર જૈસ્વાલે એમનું સ્વાગત કર્યું હતું.
(તસવીર સૌજન્યઃ @IndiainNewYork)
સીતારામન તથા એમનાં પ્રતિનિધિમંડળનાં સભ્યો ત્યાંથી વોશિંગ્ટન જવા રવાના થયાં હતાં. સીતારામન વર્લ્ડ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ની મીટિંગોમાં હાજરી આપશે તેમજ G20 દેશોના સમૂહની બેઠકો તેમજ ઈન્વેસ્ટર મીટિંગોમાં પણ હાજરી આપશે. G20 દેશોના નાણાં પ્રધાનો અને કેન્દ્રીય બેન્કોનાં ગવર્નરોની બેઠકમાં એમની સાથે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ તથા અન્ય અધિકારીઓ પણ જોડાશે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રને હાશકારો, હવે પરિણામ પર નજર
આજે રાજ્યભરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઈ છે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરવામા આવ્યા હતા. અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે તંત્રએ પૂર્ણ તૈયારીઓ કરી હતી ત્યારે પરીક્ષા શાંતી પૂર્ણ માહોલમાં પૂર્ણ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્રનો ખુબ ખુબ આભાર. આપના સખત પરિશ્રમ ઝીણવટ ચીવટ અને કાળજી વિના આ શક્ય બન્યું ન હોત.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 9, 2023
જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે પૂર્ણ થઈ છે. રાજ્યમાં આશરે 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી છે.ત્યારે અગાઉ પેપર લીક થયા બાદ આ વખતે પરીક્ષાને લઈને તંત્ર દ્વારા પુરેપુરી તકેદારી રાખવામાં આવી હતી. જેથી આ વખતે ઉમેદવારોએ શાંતિમય વાતાવરણમાં પોતાનું પેપર પૂર્ણ કર્યું છે. ત્યારે પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થતા ગુજરાત સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે શ્રી ફળ વધેરીને ભગવાનનો આભાર માનવામાં આવ્યો હતો.
જૂન મહિનામાં આવશે પરિણામ
ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ ના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ પરીક્ષાના પરિણામ અંગે માહીતી આપતા જણાવ્યું હતુ કે જૂન મહિનામાં આ પરીક્ષાનું પરિણામ આવશે. ત્યારે હસમુખ પટેલના નેતૃત્તવમાં યોજવામાં આવેલ આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભાવનગરમાં 9 શંકાસ્પદ લોકોની અટકાયત
જુનિયર કલાકની પરીક્ષાને લઈ ભાવનગરમાં 9 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામા આવી છે. પરીક્ષા દરમિયાન LCBએ 9 શંકાસ્પદ લોકોની અટકાયત છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા સમયે સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આનંદો ! પંચમહાલ ડેરીએ દૂધના ખરીદ ભાવ વધાર્યા
ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. પંચમહાલ ડેરીએ પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી પશુપાલકોને દૂધના અગાઉ પ્રતિ કિલો ફેટે રૂ.750 મળતા હતા તે હવે પ્રતિ કિલો પંચમહાલના પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પંચમહાલ ડેરીએ પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારો 11 એપ્રિલથી પશુપાલકોને ચૂકવવામાં આવશે. પશુપાલકોને દૂધના ભાવમાં વધારો મળતાં ફાયદો થયો છે.

પંચમહાલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો
અમુલે દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે પંચમહાલની ફેટે રૂ.780 મળશે.
જાણો હવે કેટલા ચૂકવાશે
પંચમહાલ ડેરી દ્વારા ભેંસના એ ગ્રેડ દૂધના ભાવમાં પણ વધારો કરાયો. જે મુજબ અગાઉ દૂધના પ્રતિ કિલો ફેટના 750 રૂપિયા અને ભેંસના એ ગ્રેડ દૂધના પ્રતિ કિલો ફેટના 780 રૂપિયા ચુકવવામાં આવતાં હતાં. જેના બદલે પ્રતિ કિલો ફેટના 780 રૂપિયા એટલે કે 30 રૂપિયા વધારે અને ભેંસના એ ગ્રેડ દૂધના 800 રૂપિયા કિલો ફેટના એટલે કે 20 રૂપિયા વધારે ચુકવવામાં આવશે.આ ભાવવધારો 11 એપ્રિલથી લાગૂ કરવામાં આવશે. પંચમહાલ ડેરી દ્વારા આ ભાવ વઘારો કરાતા અઢી લાખથી વધુ પશુપાલકોને તેનો લાભ મળશે. જેના કારણે પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.






