કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ગયા મહિને રામ નવમી પર થયેલી હિંસાને મામલે તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરશે. કલકત્તા હાઇ કોર્ટે આદેશ કર્યો છે કે આ મામલાની તપાસ NIA દ્વારા કરાવવામાં આવે. ગયા મહિને રામનવમી પર આયોજનોને મામલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં રમખાણો થયાં હતાં. એ દરમ્યાન તોડફોડ, આગચંપી અને પથ્થરમારોથી ઘટનાઓ બની હતી. સૌથી વધુ હિંસાત્મક ઘટનાઓ હાવડા અને દલખોલા જિલ્લામાં થઈ હતી.
ચીફ જસ્ટિસ ટીએસ શિવગણનમની અધ્યક્ષતામાં હાઇકોર્ટની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી હતી. કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો કે આ ઘટનાના તમામ બધા દસ્તાવેજ કેન્દ્ર સરકારને સોંપવામાં આવે, જેથી NIA મામલાની તપાસ શરૂ કરી શકે. આ પહેલાં હાઇકોર્ટે રાજ્ય સરકારને હાવડામાં રામ નવમીની રેલી દરમ્યાન થયેલી અથડામણ પર પાંચ એપ્રિલ સુધી એક્શન રિપોર્ટ આપવા માટે કહ્યું હતું. હાવડાના શિબપુર ક્ષેત્રમાં હિંસાત્મક ઘટનાઓ થઈ હતી. આ પ્રકારની ઘટનાઓ ઉત્તરી દિનાજપુર જિલ્લાના દલખોલામાં પણ જોવા મળી હતી.
કોર્ટ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ જનહિત અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં આ મામલાની NIA તપાસ કરવાની માગ કરવામાં આવી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે મેં સ્થિતિમાં કાબૂ મેળવવા, કાનૂન વ્યવસ્થા જાળવવા અને નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે આવાં ક્ષેત્રોમાં NIA તપાસ અને કેન્દ્રીય દળોની તત્કાળ તહેનાતી માટે પ્રાર્થના કરી હતી.
31 માર્ચે રામનવમી પર કાર્યક્રમોમાં રાજ્યમાં કોમી રમખાણો ફાટ્યાં હતાં.આ તોફાનો દરમ્યાન હાવડાના શિબપુર અને દિનાજપુરમાં તોફાનીઓએ દુકાનો અને વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં તોફાનીઓએ મિડિયા વાહનો અને પત્રકારો પર પણ હુમલો કર્યો હતો.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 9355 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 26 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,24,811 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,424 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,43,35,977 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 12,932 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 57,410એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.13 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.69 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,29,175 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.60 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,54,444 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 4358 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
શિર્ડીઃ મહારાષ્ટ્રના લોકપ્રિય ધાર્મિક યાત્રાસ્થળ શિર્ડીમાં આવતી પહેલી મેથી બેમુદત બંધનું એલાન કરવામાં આવ્યું છે. અત્રેના સુપ્રસિદ્ધ સાઈબાબા મંદિરની સુરક્ષા માટે કેન્દ્ર સરકારી સુરક્ષા દળ CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનોને તહેનાત કરવાનો સરકારે નિર્ણય લીધો છે, પણ મંદિરના સંચાલકમંડળનો આની સામે વિરોધ છે. બેમુદત બંધનો આરંભ 1 મેથી થશે. CISFના જવાનોને સામાન્ય રીતે મોટા ઔદ્યોગિક એકમો, મેટ્રો સ્ટેશનો અને એરપોર્ટ્સના રક્ષણ માટે તૈનાત કરવામાં આવે છે.
શિર્ડી મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલું નાનકડું નગર છે. દર વર્ષે દેશના અનેક ભાગોમાંથી તેમજ દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં અહીં સાઈબાબા મંદિરમાં દર્શન કરવા આવે છે. આ મંદિર એહમદનગર-મનમાડ હાઈવે પર આવેલું છે.
દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં હિન્દૂઓની ધાર્મિક આસ્થા સમાન યાત્રાસ્થળ બદ્રીનાથ ધામ મંદિરના દ્વાર આજે સવારે 7.10 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મંત્રોચ્ચાર, જયકાર અને આર્મી બેન્ડના સંગીતમય તાલ વચ્ચે અને પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે મંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. એ પ્રસંગે શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતાં. સૌ બેહદ ખુશ દેખાતા હતા અને ‘જય બાબા બદ્રીનાથ’ના નારા લગાવતા હતા. જોકે એ સમયે વરસાદ પડવાનું અને હિમવર્ષા ચાલુ હતું. તે છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી નજરે પડી નહોતી.
આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ પ્રાચીન મંદિર 7-9મી સદીમાં બાંધવામાં આવ્યું હોવાનો પુરાવો છે. આ મંદિરના નામ પરથી જ તેની આસપાસ વસેલા નગરનું નામ બદ્રીનાથ જ રાખવામાં આવ્યું છે. મંદિરને 15 ક્વિન્ટલ ગલગોટાના ફૂલથી શણગારવામાં આવ્યું હતું. આ સાથે, ચારધામ યાત્રામાં સામેલ ચારેય મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ માટે ફરી ખોલી દેવામાં આવ્યા છે, જે દર વર્ષે શિયાળાની મોસમ દરમિયાન અત્યંત કાતિલ ઠંડી અને તીવ્ર હિમવર્ષાને કારણે બંધ કરી દેવામાં આવે છે. અન્ય ત્રણ ધામ છે – કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી. આ ત્રણેય મંદિરના દ્વાર પણ ખોલી દેવામાં આવ્યા છે. આ વર્ષની ચારધામ યાત્રાનો આરંભ ગઈ 22 એપ્રિલથી થઈ ચૂક્યો છે.
બે-એક દિવસ પહેલાં એક વિચિત્ર સમાચાર વાંચવામાં આવ્યા. મુંબઈનાં એક બહેન અને એમની સાથે કોઈ ભાઈને શારજાહ ઍરપૉર્ટ પર માદક દ્રવ્ય ધરાવવા બદલ પકડવામાં આવ્યાં. બન્નેને શારજાહની જેલમાં પૂરી દેવામાં આવ્યાં. મુંબઈમાં એમના પરિવારે ફરિયાદ કરતાં પોલીસે ઈન્વેસ્ટિગેશન કર્યું તો ખબર પડી કે એ બહેન, પેલા ભાઈ અને બીજા 4-5 જણને એમની જ સોસાયટીમાં રહેતા કોઈ ભાઈએ એમને ખબર ન પડે એ રીતે માદક દ્રવ્ય સાથે શારજાહ મોકલેલાં, જેથી બધાં પકડાઈ જાય, હેરાન થાય. આનું કારણ એ કે એ ભાઈને આ તમામ લોકો સાથે કોઈ ને કોઈ બાબત ઝઘડા થયેલા. વેર લેવા એમણે આવું તરકટ રચેલું. આ લખાઈ રહ્યું છે ત્યારે (26 એપ્રિલે) એ ભાઈ અને એમના મળતિયાને મુંબઈ પોલીસે જાતજાતની કાયદાની કલમ લગાડીને રિમાન્ડ પર લીધા છે. પેલાં બહેન અને અન્ય એક ભાઈને શારજાહની જેલમાંથી છોડાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, એમને હકીકતથી વાકેફ કરાવવામાં આવી રહ્યા છે કે “બન્નેને ફસાવવામાં આવ્યાં છે. જેણે ફસાવ્યા એ અમારા કબજામાં છે, તમે એમના મોઢે એમની કબૂલાત વિડિયોના માધ્યમથી જુઓ-સાંભળો.” હવે શારજાહના સત્તાવાળાનાં ગળે ક્યારે આ વાત ઊતરશે ને ક્યારે પેલા નિર્દોષ લોકો જેલમાંથી છૂટશે?
કહેવાનું એ કે એક વ્યક્તિની વેર વાળવાની ભાવનાએ કેટલાંનાં જીવન તળેઉપર કરી નાખ્યાં? એ પોતે પણ હેરાન થશે. આના કરતાં પૂર્વગ્રહ મૂકીને જીવનમાં આગળ વધવાની ભાવના રાખી હોત તો?
હવે જરા આ જુઓઃ ધારો કે કોઈ તમને કહે કે “હું રાજધાની એક્સપ્રેસના મોંઘામાં મોંઘામાં ક્લાસની તમારી મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હીની રિટર્ન ટિકિટ કરાવી દઉં, તમતમારે કરો પ્રવાસ.” તમે આનંદિત થઈને હા પાડવા જાઓ ત્યાં એ ઉમેરેઃ “આમાં તમારે કરવાનું એ કે રાજધાની જેટલાં સ્ટેશને ઊભી રહે ત્યાંથી તમારે ભારેખમ સામાન ટ્રેનમાં ચડાવવાનો.” તમે વિચારશો કે આ રીતે યાત્રાનો આનંદ માણી શકીશ?
જી ના, કારણ કે, યાત્રાનો આનંદ મેળવવા હળવાશ અને મોકળાશ જોઈએ. સ્ટેશને સ્ટેશને પોટલાં ચડાવવામાં અને સાચવવામાં શું આનંદ આવે?
એ જ રીતે આપણું જીવન પણ એક યાત્રા છે. જન્મથી મૃત્યુ સુધી આપણે ઘણાંબધાં સ્ટેશને ઊભા રહેવાનું થાય, વાટમાં મિત્રો, સગાં-સ્નેહીને મળવાનું થાય, એમાં સારા-માઠા અનુભવો પણ થાય. જો દરેક સ્ટેશને આપણે વેરઝેર કે પૂર્વગ્રહનાં પોટલાં ચઢાવતા જઈએ તો આપણી જીવનયાત્રા કેટલી બોજારૂપ બની જાય? ખરેખર જો જીવનને માણવું હોય તો હળવાશ અને સમયની મોકળાશ જોઈશે. એના માટે આપણે પૂર્વગ્રહનાં, વેરઝેરનાં કે બદલો લેવાની ભાવનાનાં પોટલાં ફગાવીને આગળ વધવું પડશે. જો આપણું હૃદય ધિક્કાર, કડવાશ અને વેરઝેરથી ભરેલું હશે તો મુક્તિ હોવા છતાં આપણે બંધનમાં જ છીએ.
હવે જરા આ પ્રસંગ જુઓઃ અમદાવાદમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મળવા એક મોટા ગજાના ઈતિહાસકાર આવેલા. આવતાંવેંત એ સ્વામીજીના પગમાં પડી રડવા લાગ્યા. કહેઃ “મેં આપનો મોટો દ્રોહ કર્યો છે. મને માફ કરી દો.”
બનેલું એવું કે અમુક પૂર્વગ્રહના કારણે એ ઈતિહાસકારે સ્વામિનારાયણ ભગવાન અને પ્રમુખસ્વામીના વિરોધમાં ખૂબ લખેલું, પરંતુ એક વખત જ્યારે એ કોઈ કપરી મુશ્કેલીમાં ફ્સાયા ત્યારે તેમના પ્રત્યે લેશમાત્ર દ્વેષ રાખ્યા વિના પ્રમુખસ્વામી મહારાજે તેમની સહાય કરેલી. આથી અંતરમાં પસ્તાવો ધરી આજે એ માફી માગવા આવેલા. તેમને શાંત રાખતાં પ્રમુખસ્વામી મહારાજ બસ એટલું જ બોલ્યાઃ “બધું ભૂલી જાઓ, કાંઈ બન્યું નથી, કાંઈ થયું નથી.”
સામેવાળાની ભૂલને માફ કરવી એ એક ઉચ્ચ ભૂમિકા છે, પરંતુ ભૂલને ભૂલીને સામેવાળાનું ભલું કરવું એ પરાકાષ્ઠા છે. તો પ્રમુખસ્વામી અને એમના જેવા મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈએ, પૂર્વગ્રહનાં પોટલાં ફગાવી દઈએ, ઉદાર દિલે માફ કરીએ અને હળવાફૂલ થઈ જીવનયાત્રાને માણીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.
આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.
આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે, વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.
કાશ્મીરના પૂંચમાં થયેલા આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે. ત્યારથી પાકિસ્તાન ડરી ગયું છે અને ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈકનો ડર તેને સતાવી રહ્યો છે. આ માહિતી ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહી ચૂકેલા અબ્દુલ બાસિતે આપી હતી. તેમણે કહ્યું છે કે ભારત ટૂંક સમયમાં બીજી સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. 20 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ભારતીય સૈનિકો પર હુમલો થયો હતો. ત્યારથી સમગ્ર પાકિસ્તાનમાં ચર્ચા છે કે ભારત ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. અબ્દુલ બાસિતે આ અંગે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણે આ મામલે પોતાની વાત રાખી છે.
અબ્દુલ બાસિતે શું કહ્યું?
વીડિયોમાં બાસિત કહે છે, “પાકિસ્તાનમાં લોકો ભારત તરફથી બીજી સર્જિકલ સ્ટ્રાઈક અથવા એર સ્ટ્રાઈકની વાત કરી રહ્યા છે. જો કે, મને નથી લાગતું કે તે ફરીથી આવું કરશે કારણ કે ભારત આ વર્ષે SCO મીટિંગ અને G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. જ્યાં સુધી તેઓ SCOના અધ્યક્ષ છે, ત્યાં સુધી ભારત કોઈ દુ:સાહસ નહીં કરે પરંતુ આવતા વર્ષે ચૂંટણી દરમિયાન, ભારત ફરીથી તે કરી શકે છે. ભારતમાં ચૂંટણી પહેલા આવું થઈ શકે છે.
બાસિતે આતંકવાદી હુમલાને યોગ્ય ઠેરવવાનું શરૂ કર્યું
આ પછી, બાસિત પૂંચમાં આતંકવાદી હુમલાને યોગ્ય ઠેરવવાનું શરૂ કરે છે. તે કહે છે, “જેણે પણ આ કર્યું, તે મુજાહિદ્દીન હોય કે અન્ય કોઈ. તેઓએ નાગરિકોને નહીં પરંતુ સેનાને નિશાન બનાવ્યા છે. તેઓ કાયદેસરના સંઘર્ષમાં રોકાયેલા છે. જો તમે આંદોલન કરી રહ્યા છો, તો તમે સેનાને નિશાન બનાવી રહ્યા છો પરંતુ નાગરિકોને નહીં. આંતરરાષ્ટ્રીય કાયદો પણ આને મંજૂરી આપે છે. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે ભારત જાણે છે કે આપણે ક્યાં ઉભા છીએ.
અબ્દુલ બાસિતનો આ વીડિયો જમ્મુ-કાશ્મીરના પૂંચમાં થયેલા આતંકી હુમલાના થોડા દિવસો બાદ સામે આવ્યો છે. હકીકતમાં, 20 એપ્રિલના રોજ, અજાણ્યા આતંકવાદીઓએ રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પૂંછમાંથી પસાર થતા આર્મીના વાહન પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા, સેનાએ આ ઘટના અંગે જારી નિવેદનમાં કહ્યું હતું કે શહીદ સૈનિકો રાષ્ટ્રીય રાઈફલ્સના હતા.
સુદાનમાં ગૃહયુદ્ધ વચ્ચે સરકાર ભારતીય સેનાની મદદથી ભારતીય નાગરિકોને ત્યાંથી બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવી રહી છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે (24 એપ્રિલ)ના રોજ માહિતી આપી હતી કે યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે સરકાર દ્વારા ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યું છે. હવે આ અંતર્ગત ફ્લાઇટ 360 મુસાફરો સાથે દિલ્હી પહોંચી છે.
બુધવારે જેદ્દાહથી 360 ભારતીયોને લઈને જતું વિમાન લગભગ 9 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ પહેલા કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને જેદ્દાહથી વિમાનના પ્રસ્થાન અંગે માહિતી આપી હતી. તે જલ્દી જ તેના પરિવારના સભ્યોને મળી શકશે. તે જ સમયે, વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વીટ કર્યું કે ભારત તેના પ્રિયજનોના પરત આવવાનું સ્વાગત કરે છે. ઓપરેશન કાવેરી હેઠળ 360 ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી
#WATCH | A special flight, carrying 360 Indian evacuees from Sudan, lands in Delhi from Jeddah, Saudi Arabia pic.twitter.com/v7WmyR9sDm
બુધવારે રાત્રે ભારત આવેલી ફ્લાઈટમાં ઉત્તરાખંડના 10 લોકોને પણ પાછા લાવવામાં આવ્યા હતા. નવી દિલ્હી પહોંચતા, આ 10 લોકોનું ઉત્તરાખંડના નિવાસી કમિશનર શ્રી અજય મિશ્રા અને સહાયક પ્રોટોકોલ અધિકારી શ્રી અમર બિષ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સુનીલ સિંહ, વિનોદ નેગી, પ્રવીણ નેગી, અનિલ કુમાર, શીશપાલ સિંહ, અંકિત બિષ્ટ, જુનૈદ ત્યાગી, જુનેદ અલી, ઇનાયત ત્યાગી અને સલમા ત્યાગીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકરનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે સરકાર સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે.
#WATCH | Delhi: “Indian govt supported us a lot. It’s a big thing that we reached here safely as it was very dangerous. I thank PM Modi and Indian Govt,” says an Indian national, who returned from Sudan pic.twitter.com/iyRo6gpEYr
સુદાનથી સાઉદી અરેબિયા થઈને ભારત આવતા મુસાફરોની રાજ્યવાર વિગતો આપવામાં આવી છે. જેમાં આસામમાં 3, બિહાર 98, છત્તીસગઢ 1, દિલ્હી 3, હરિયાણા 24, હિમાચલ પ્રદેશ 22, ઝારખંડ 6, મધ્ય પ્રદેશ 4, ઓડિશા 15, પંજાબ 22, રાજસ્થાન 36, ઉત્તર પ્રદેશ 116, ઉત્તરાખંડ 10 અને પશ્ચિમમાંથી 22 છે. બંગાળનો સમાવેશ થાય છે. સુદાનથી પરત ફરેલા એક ભારતીય નાગરિકે કહ્યું, ભારત સરકારે અમારો ઘણો સાથ આપ્યો. આ એક મોટી વાત છે કે અમે સુરક્ષિત રીતે અહીં પહોંચ્યા કારણ કે તે ખૂબ જ ખતરનાક હતું. હું પીએમ મોદી અને ભારત સરકારનો આભાર માનું છું.
#WATCH | Delhi: “I went there for an IT project and got stuck there. Embassy and the govt also helped a lot. Around 1000 people are present in Jeddah. Govt is doing fast evacuation,” says Surender Singh Yadav, an Indian national who returned from Sudan pic.twitter.com/TGxyVKfYUn
આ સિવાય ભરત નામના એક નાગરિકે કહ્યું, હું ભારત સરકારનો આભાર માનું છું. સાઉદી અરેબિયાએ પણ સારું કામ કર્યું છે. સારી વ્યવસ્થા માટે હું પીએમ નરેન્દ્ર મોદી અને ડૉ. એસ જયશંકરને સલામ કરું છું.
સુદાનમાં આશરે 3,000 ભારતીયો છે
સમગ્ર સુદાનમાં લગભગ 3,000 ભારતીયો છે. સુદાનની રાજધાની ખાર્તુમમાં અનેક સ્થળોએથી ભારે લડાઈના અહેવાલો સાથે સુદાનમાં સુરક્ષાની સ્થિતિ અસ્થિર છે. છેલ્લા 10 દિવસથી અહીં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની ભીષણ લડાઈમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
#WATCH | Delhi: “I am thankful to Indian Govt. Saudi Arabia also did a good job. I salute PM Narendra Modi and Dr S Jaishankar for the good arrangements,” says Bharat, an Indian national who returned from Sudan pic.twitter.com/xRgRQ3Wz0U
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી હતી. વિદેશ મંત્રી જયશંકરે તાજેતરમાં સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના વિદેશ મંત્રીઓ સાથે સુદાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.