અમદાવાદઃ ઓગમોન્ટ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડનો ઇક્વિટી શેરનો IPO 21 ઓગસ્ટે ખૂલશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે 20 ઓગસ્ટે રહેશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ મંગળવાર, 25 ઓગસ્ટ રહેશે.

ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. પાંચની ફેસ વેલ્યુ ધરાવતા શેરના પ્રતિ શેર રૂ. 750થી રૂ. 788 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો પ્રતિ ઇક્વિટી શેર રૂ. પાંચની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 19 ઇક્વિટી શેર માટે બિડ કરી શકશે અને ત્યાર બાદ 19 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. ઇક્વિટી શેરની ફેસ વેલ્યુની સરખામણીએ ફ્લોર પ્રાઇસ અને કેપ પ્રાઇસ અનુક્રમે 150 ગણી અને 157.60 ગણી છે. કંપનીના નાણાકીય વર્ષ 2026 માટે બેઝિક અને ડાઇલ્યુટેડ ઈપીએસને આધારે પ્રાઇસ-ટુ-અર્નિંગ્સ રેશિયો (પી/ઈ) પ્રાઇઝ બેન્ડના લોઅર એન્ડ પર (ફ્લોર પ્રાઇઝ) 18.54 ગણો અને પ્રાઇઝ બેન્ડના અપર એન્ડ પર 19.48 ગણો (કેપ પ્રાઇઝ) છે. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન નેટવર્થ પરનું વેઇટેડ એવરેજ રિટર્ન 55.25 ટકા રહ્યું છે.
New Mainboard IPO
Augmont Enterprises Limited
Date : 21-25 August
Price Band : 750-788
Lot Size : 19Size : 825 Crore
Fresh – 620 Crore
OFS – 205 CroreFV : 5
Retail : 35%
Employee Quota : 4 CrM.Cap : 7,200.3 Crore
Peers : No Peers
FY26 PE : 20.7×
FY24
Revenue :… pic.twitter.com/0z6Jo4n5Ni— Tanmay 🇮🇳 (@Tanmay_31_) August 18, 2026
રૂ. 825 કરોડની આ ઓફરમાં પ્રતિ ઇક્વિટી શેર રૂ. પાંચની ફેસ વેલ્યુ ધરાવતા કુલ રૂ. 620 કરોડ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુ અને કેટલાક હાલના શેરધારકો દ્વારા કુલ રૂ. 205 કરોડ સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે. તેમાં નમિતા કેતન કોઠારી દ્વારા પ્રત્યેક રૂ. પાંચની ફેસ વેલ્યુ ધરાવતા રૂ. 69.4 કરોડ સુધીના ઇક્વિટી શેર, વિવેક પૃથ્વીરાજ કોઠારી દ્વારા દ્વારા રૂ. 69.4 કરોડ સુધીના ઇક્વિટી શેર અને ડિમ્પલ મુકેશ કોઠારી દ્વારા દ્વારા રૂ. 66.2 કરોડ સુધીના ઇક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે. આ ઓફરમાં કંપનીના પાત્ર કર્મચારીઓ દ્વારા ખરીદી માટે કુલ રૂ. ચાર કરોડ સુધીના ઇક્વિટી શેર અનામત રાખવાની જોગવાઈ પણ સામેલ છે.

સેબી ICDR નિયમનોના નિયમન 32 (1) મુજબ ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે. ઇક્વિટી શેર્સને NSE અને BSE પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફર માટે NSE નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.
નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.






