Home Blog Page 2863

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન 1100થી વધુ ગુજરાતી બાળકોને મદદરૂપ

અમદાવાદઃ તમારું બાળક કે પછી આપના પરિવારના સભ્યો અહીં હજારો કિલોમીટર દૂર અમેરિકા કે પછી કેનેડાની ધરતી પર જાય અને એરપોર્ટ પર જ જો કોઈ પરિવાર આપને કેમ છો?  બોલીને કહે કે આપે તો મારા ઘરે આવવાનું છે, તો કેવી લાગણી અનુભવાય. એવું જ એક ભગીરથ કાર્ય કરી રહ્યું છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થી અથવા પરિવાર કેનેડામાં જાય છે તેને એરપોર્ટથી લેવાથી લઈ રહેવા-જમવા અને જોબમાં પણ મદદરૂપ થવાનું કામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન –કેનેડાની ટીમ કામ કરી રહી છે.

સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1100થી વધુ ગુજરાતી દીકરા-દીકરીઓને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેનેડા ટીમે પરિવારની જેમ મદદરૂપ બની સેટ કર્યા છે. કેનેડા ટીમની તર્જ પર જ હવે અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં પણ કોઈ પણ ગુજરાતી પરિવાર આવશે તેને એરપોર્ટ પર લેવા-જવાથી લઈ રહેવા-જમવાની અને જોબમાં પણ મદદરૂપ થશે. આ અંગે વાત કરતાં અમેરિકાના બોસ્ટન સ્ટેટના રોડ આઇલેન્ડના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સંજયભાઈ પટેલ જણાવે છે કે હવે કોઈ પણ ગુજરાતી પરિવારે ચિંતા કરવાની જરૂર નથી કે બોસ્ટનમાં જઈ અમે શું કરીશું. તમે આવો તમને વેલકમ કરવા અમે તૈયાર જ છીએ.

બોસ્ટનમાં ઉમાસ્વાદમ અને ઉમાપ્રસાદ સેવા શરૂ        

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ સહિતના છ ટ્રસ્ટીઓ અમેરિકાના પ્રવાસે છે ત્યારે ગયા શુક્રવારે અમેરિકાના બોસ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં 500થી વધુ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બોસ્ટન આવતા ગુજરાતીઓને મદદરૂપ થવા ઉપરાંત વિશ્વ ઉમિયાધામ-જાસપુર મંદિરની માફક ઉમાસ્વાદમ્ અને ઉમાપ્રસાદમની શરૂઆત કરવામાં આવી છે. જગત જનની મા ઉમિયાનો પ્રસાદ બોસ્ટનમાં ઘેરેઘેર સુધી પહોંચશે.

 

 

 

 

 

 

‘ડોન 3’માં શાહરૂખને બદલે રણવીરસિંહ

મુંબઈઃ ‘ડોન’ ફિલ્મની ત્રીજી આવૃત્તિમાંથી હટી જવાનું શાહરૂખ ખાને નક્કી કર્યું છે. હાલમાં જ અહેવાલ હતો કે ‘ડોન 3’માં પોતે સામેલ નહીં થાય એવું શાહરૂખે નિર્માતાઓને (દિગ્દર્શક ફરહાન અખ્તરને) જણાવી દીધું છે. એ માટે તેણે એવું કારણ આપ્યું છે કે છેલ્લા અમુક વર્ષોથી તે જે પ્રકારની ફિલ્મોમાં કામ કરવા ઈચ્છે છે એવી આ ફિલ્મ નથી. નિર્માતાઓએ હવે શાહરૂખને બદલે એક નવા હિરોને ડોન તરીકે ચમકાવવાનું નક્કી કર્યું છે. આ નવો ડોન મોટે ભાગે રણવીરસિંહ છે. નિર્માતાઓએ તેની પર પસંદગી ઉતારી છે એવો એક અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે, 1978માં આવેલી મૂળ ‘ડોન’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને શિર્ષક ભૂમિકા ભજવી હતી અને તે ફિલ્મ સુપરડુપર હિટ થઈ હતી. 2006માં ‘ડોન’ની રીમેક બનાવવામાં આવી હતી (‘ડોનઃ ધ ચેઝ બીગિન્સ અગેન’), જેમાં શાહરૂખ ખાન હિરો હતો. ત્યારબાદ 2011માં રીમેક ડોનની સીક્વલ રિલીઝ કરાઈ હતી, ‘ડોન-2’, અને એમાં પણ શાહરૂખ ખાન હિરો હતો.

2022માં રણવીરની બે ફિલ્મ આવી હતી – ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’. પરંતુ આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. રણવીરની નવી ફિલ્મ આવી રહી છે – ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’. એમાં તેની હિરોઈન છે આલિયા ભટ્ટ. આ બંનેએ અગાઉ ‘ગલી બોય’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

IPL 2023: કોણ બનશે ઓરેન્જ, પર્પલ કેપનો સરતાજ?

નવી દિલ્હીઃ IPLના પોઇન્ટ્સ ટેબલમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. 10માંથી સાત ટીમોના શ્વાસ ઉપર-નીચે થઈ રહ્યા છે. હવે IPLમાં પ્લેફઓફની દાવેદાર ટીમોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને કોઈ હાર માનવા તૈયાર નથી. ગઈ કાલે RCBની SRH પર મળેલી જીત પછી પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. ઓરેન્જ અને પર્પલ કેપમાં પણ ભયંકર ફેરફાર જોવા મળ્યો છે. IPLમાં RCBના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પહેલી સદી ફટકારી હતી. ત્યાર બાદ ઓરેન્જ કેપના દાવેદારોમાં ભાગદોડનો માહોલ બનેલો છે. આ મેચ પછી પણ પર્પલ કેપની યાદીમાં કોઈ ફેરફાર નથી થયો.

IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. RCBના વિરાટ કોહલીએ ભલે સદી ફટકારી હતી, પણ કેપ્ટન ફાફ ડુપ્લેસી હજી પણ યાદીમાં નંબર એક પર છે. તેના 13 મેચમાં 702 રન થયા છે. તે આ વર્ષે 700થી વધુ રન બનાવનારો એકલો બેટ્સમેન છે. બીજા ક્રમે GTનો શુભમન ગિલ છે, તેણે 13 મેચમાં 576 રન બનાવ્યા હતા. એના પથી યશસ્વી જયસ્વાલે 13 મેચમાં 575 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ ચોથા ક્રમે આવીને 13 મેચમાં 538 રન બનાવ્યા છે.

આ સાથે IPLમાં સૌથી વધુ વિકેટ લેવાવાળો બોલર GTનો મોહમ્મદ શમી પહેલા ક્રમાંકે છે. એણે 13 મેચમાં હજી સુધી 23 વિકેટ લીધી છે, જ્યારે રાશિદ ખાને પણ 23 વિકેટો લીધી છે. જોકે શમીની ઇકોનોમી રાશિદથી સારી. જે પછી ત્રીજા ક્રમાંકે  યુઝવેન્દ્ર ચહેલે 13 મેચમાં 21 વિકેટ લીધી છે. ચોથા ક્રમાંકે પીયૂષ ચાવલા છે, જેણે 20 વિકેટ લીધી છે. જે પછી વરુણ ચક્રવર્તી 13 મેચમાં 19 વિકેટ લીધી છે.

 

 

 

દૂધાળા પશુ ડેરીફાર્મ સ્થાપના સહાય યોજનાઃ લાભાર્થી એક, ફાયદા અનેક….

હંસાબેન અરજણભાઇ ભરવાડ…

એમની બાયોડેટામાં અભ્યાસની કોલમમાં લખ્યું છે ‘નિરક્ષર’, પણ ભલભલા ભણેલાને શરમાવી દે એવી તેમની કોઠાસૂઝ છે. સાવ સાદા અર્થમાં, હંસાબેને કોઠાસૂઝમાં ‘પી.એચ.ડી’ કર્યું છે એમ કહીએ તો જરાય ખોટું નથી જ…

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વનપરડી ગામના હંસાબેન ભરવાડ આમ તો સીધું સાદું જીવન જીવે છે પણ તેમના જીવન સાથે વણાયેલા પશુપાલનના વ્યવસાયે તેમને કામ, દામ, નામ એમ બધું જ આપ્યું છે. એક સમય હતો કે હંસાબેન પાસે એક જ ભેંસ હતી અને તેને રાખવા માટે માત્ર એક કાચું છાપરું હતું. છાપરામાંથી છાંયડોને બદલે તડકો અને વરસાદનું પાણી ટપકે તેવા કાણાં વધારે હતા… મૂળ ભરવાડ હતા એટલે સ્વભાવે અને શારીરિક રીતે પણ ખડતલ. એટલે મહેનતમાં તો પાછા પડે જ નહીં…

હંસાબેન કહે છે કે, ‘શરૂઆતમાં મારી પાસે એક ભેંસ હતી. એમાં કંઈ પૂરું થતું નહોતું… પછી પશુપાલન ખાતાના માર્ગદર્શન અને સહયોગથી ક્રમશ: ગાયની સંખ્યા વધારતા ગયા. આજે મારી પાસે ૨૫ ગાય અને ૩ ભેંસ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં મને પશુપાલન ખાતા તરફથી સ્વરોજગારી હેતુસર પશુપાલન યોજના હેઠળ ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજનાનો લાભ મળ્યો. એક પશુ રાખવાની શરુઆત કરી હાલમાં ૨૫ ગાયો અને ૩ ભેંસો રાખી દૈનિક દૂધ ઉત્પાદન મેળવી  સારી એવી આવક હું મેળવું છું,’ એમ તેઓ ઉમેરે છે.

દૂધ દોહવા અને અન્ય પ્રવૃત્તિમાં સહાયરૂપ થતા હંસાબેનનાં પતિ અરજણભાઈ ભરવાડ કહે છે, ‘એક સમય હતો કે અમને ભારે આર્થિક તકલીફ હતી. ઘર કેવી રીતે ચલાવવું એની મુંઝવણ રહેતી, પણ સરકારની સહાયતાથી આજે અમે સાધનસંપન્ન બન્યા છીએ, એટલું જ નહીં પરંતુ સમાજમાં આજે અમારી આગવી આબરૂ પણ છે. તેનો સમગ્ર શ્રેય અમે સરકારને આપીએ છીએ.’

અમદાવાદ જિલ્લાના પશુપાલન વિભાગના નાયબ નિયામક કહે છે કે, “શરૂઆતમાં પશુઓને ખેતરમાં ખુલ્લા રાખવામાં આવતાં હતા. એને લીધે તેમનામાં માંદગીનું પ્રમાણ વધારે જોવા મળતું હતું. એને કારણે આવક તેમજ ઉત્પાદન ઉપર માઠી અસર થતી હતી. પશુપાલન ખાતા દ્વારા મળતી સ્વરોજગારી હેતુસર પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ  સ્થાપના સહાય યોજનામાં હંસાબેનને આવરી લેવામાં આવ્યાં છે. હવે હંસાબેન પશુઓને સ્વચ્છ, કુદરતી વાતાવરણમાં રાખે છે. જેથી પશુઓનું આરોગ્ય સારું રહે છે તેમજ ઉત્પાદનમાં પણ સારી એવી સકારાત્મક અસર જોવા મળી છે.

આ ઉપરાંત ચાફકટર સહાય યોજના અંતર્ગત ચાફકટર ખરીદ કરી ઘાસચારાનો વધુ પડતો બગાડ અટકાવી નફાનું ધોરણ ઉંચું લાવ્યા છે. સાથે સાથે પશુ વીમા સહાય યોજનાનો લાભ પણ તેમને મળ્યો છે. આકસ્મિક પશુમરણની ઘટના થકી થતા નાણાંકીય નુકશાનની ભરપાઇ થઇ શકે છે. યોજના અંતર્ગત મિલ્કીંગ મશીનની ખરીદી કરી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે,” એમ તેઓ ઉમેરે છે.

હંસાબેન આજે ગાય દીઠ વર્ષે ૧.૫ લાખની આવક દૂધના વેચાણમાંથી મેળવે છે. એટલે વર્ષે અંદાજે રૂ. ૧૮ લાખની માતબર આવક મેળવે છે. એટલું જ નહીં ૧૨ ગાયના છાણમાંથી પણ આવક મેળવે છે. એટલે જ, “દૂધનું દૂધ અને છાણનું છાણ…” આને કહેવાય કોઠાસૂઝ…  સલામ છે આવા પશુપાલક અને આ યોજનાને પણ….

(હિમાંશુ ઉપાધ્યાય – અમદાવાદ)

રેડ લિપસ્ટિક, સિલ્વર હુડી ગાઉનમાં ઐશ્વર્યા રાય કાન્સમાં છવાઈ

નવી દિલ્હીઃ બોલીવૂડની દિગ્ગજ એકટ્રેસ અને ઇન્ટરનેશનલ સ્ટાર ઐવર્યા રાય બચ્ચનનો કાન્સનો લુક સામે આવ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ ઐશ્વર્યાએ પોતાના ગ્લેમરસ લુકથી બધાને ચોંકાવી દીધા છે. 76મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ ઘણો હેવી સિલ્વર ગાઉન પહેર્યો હતો, જેમાં લોન્ગ ટ્રેલ અને હુડેડ લુક યુનિક હતો. આ લુકમાં તે બહુ સુંદર દેખાતી હતી. ટ્વિટર પર ઐશ્વર્યાનો કાન્સ લુક વાઇરલ થઈ રહ્યો છે.

ફ્રાન્સ શહેરના ફ્રેન્ચ રિવેરામાં આયોજિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 16 મેએ શરૂ થઈને 27 મે સુધી ચાલવાનો છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા અહીં પહોંચી હતી.

કાન્સમાં ઐશ્વર્યા 21 વાર રેડ કાર્પેટ પર વોક કરતી નજરે ચઢી હતી. તેનો પહેલો કાન્સ લુક બહુ યુનિક હતો.

સ્પેશિયલ ડે પર એકટ્રેસે વૈલેન્ટિનોની બ્લેક એન્ડ વ્હાઇટ કેપ ડ્રેસ કૈરી કરી હતી. એક્ટ્રેસનો એ ગાઉન ઘણો હેવી હતો, જેનું ફેન્સ ‘શાર્ક ગાઉન’ નામ આપી રહ્યા હતા. સિલ્વર હુડેડ લુકમાં શ્વર્યા બહુ બોલ્ડ દેખાતી હતી.  ટ્વિટર પર યુઝર્સ ઐશ્વર્યાના આ લુકને આ વર્ષે સૌથી બેસ્ટ સેલેબ લુક બતાવી રહ્યા છે. એ સાથે તેની ફેશન સેન્સ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ લુકને ઐશ્વર્યાએ હેવી પાર્ટી મેકઅપ અને ખુલ્લા વાળોની સાથે કમ્પ્લીટ કર્યો હતો. એક્ટ્રેસની રેડ લિપસ્ટિક એના લુકને વધુ સેક્સી બનાવી રહી હતી. એ સાથે ઐશ્વર્યાની મિલિયન ડોલર સ્માઇલ અને કાતિલાના અંદાજ એમાં ચાર ચાંદ લગાવી હતી.

 

 

 

સિદ્ધારમૈયાના શપથગ્રહણમાં KCR, કેજરીવાલને આમંત્રણ નહીં

નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન પદની કોંગ્રેસમાં ખેંચતાણ પછી નાટક શાંત થયું છે. સિદ્ધારમૈયા 20 મેએ મુખ્ય પ્રદાનપદના શપથ લેશે. કર્ણટકમાં કોંગ્રેસે 135 સીટોની સાથે પ્રચંડ જીત હાંસલ કરી છે. 2023માં પાંચ રાજ્યોમાં વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં આ જીતે કોંગ્રેસ માટે સંજીવની તરીકે કામ કર્યું છે. આવામાં કોંગ્રેસે આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશભરની તમામ પાર્ટીઓના નેતાઓને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસ કેન્દ્રમાં રહીને આ સમારોહને વિપક્ષનું શક્તિ પ્રદર્શન તરીકે આયોજન કરવા ઇચ્છે છે. જોકે કોંગ્રેસ તરફથી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, તેલંગાણાના CM KCRને આમંત્રણ આપવામાં નથી આવ્યું. કોંગ્રેસ રાજકીય સમીકરણોને જોતાં આ પક્ષોથી અંતર રાખવાનો નિર્ણય કર્યો છે.

કર્ણાટકમાં કોંગ્રેસની દરેક જીતે ભાજપને સત્તામાંથી બેદખલ કરી છે. જેથી દેશમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં જુસ્સો આવ્યો છે. કોંગ્રેસની થિન્ક ટેન્કનું માનવું છે કે એ જીત 2024 લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓમાં ઊર્જા ભરવાનું કામ કરશે. કોંગ્રેસના સિદ્ધારમૈયાએ શપથ ગ્રહણને ભવ્ય બનાવીને વિપક્ષી એકતાનો પણ સંકેત આપવા ઇચ્છે છે.

કોંગ્રેસે કેજરીવાલને આમંત્રણ નહીં આપવાનું કારણો ઘણાંબધાં છે, જેમાં કોંગ્રેસને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલના શપથ ગ્રહણમાં આમંત્રણ નહોતું આપ્યું. બીજી કારણ આપ પાર્ટીએ દિલ્હીમાં 2020માં દિલ્હી વિધાનસભામાં ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનું ખાતું પણ નહોતી ખોલી શકી. આ ઉપરાંત દિલ્હી સિવાય પંજાબમાં પણ કેજરીવાલની આપ પાર્ટીએ કોંગ્રેસને હરાવી હતી, જેમાં આપ પાર્ટીએ 92 સીટો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 18 સીટો પર સમેટાઈ હતા.

 

 

 

 

વાસ્તુ અને જ્યોતિષને લગતી ખોટી માહિતી થી કેવી રીતે બચવું?

તમારાથી કેટલા લોકો ડરે છે? શું તમને ગમે કે તમારાથી ડરીને લોકો તમને સન્માન આપે? જો આ સવલોના જવાબો હા માં હોય તો તમારે આત્મ વિશ્લેષણની જરૂર છે. કોઈ પ્રેમ થી મળે અને કોઈ ડર થી મળે એમાં ઘણો ફર્ક હોય છે. પરાણે પ્રેમ ન થાય. કોઈને ડરાવીને પામવું તે નકારાત્મકતાની હદ છે. વળી પ્રેમમાં જયારે ભારોભાર અપેક્ષાઓ જાગે ત્યારે માત્ર સ્વાર્થ જ જાગૃત રહે છે. સામે વાળી વ્યક્તિનો વિચાર આવતો જ નથી. આ લાગણીમાં ક્યાંક પ્રેમ ખૂટે છે. જો માત્ર પોતાની જ લાગણીનો વિચાર આવતો હોય તો પ્રેમ ન જ કરાય. કારણકે એમાં પરિણામો દુખદ હોય. પ્રેમ એ આત્માની અનુભૂતિ છે, અપેક્ષાઓની નહિ.

મિત્રો આ વિભાગ આપનો જ છે. જો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે આપેલા મેઈલ આઈડી પર પર પૂછી શકો છો.

સવાલ: મેં એક ફેસબુક પેજ જોઈન કર્યું છે. વાસ્તુ અને જ્યોતિષને લગતું છે. લગભગ એક લાખ લોકો એમાં છે. પણ અંધશ્રદ્ધા અને નેગેટીવ વાતો એમાં વધારે હોય છે. જેમકે દરેક રાશિ પ્રમાણે જ્યોતિર્લિંગની પૂજા બદલાય. કાગડાને રોટલી નાખવી જોઈએ. વિગેરે જેવી અસંખ્ય વાતો એમાં જોવા મળે છે. શું આવા ગ્રુપ પર પ્રતિબંધ ન લાવી શકાય?

જવાબ: ઇન્ફોર્મેશન એટલે માહિતી. આ યુગ જ માહિતીનો છે. વળી કોઈ એવા કાયદા નથી જે આ વાતને રોકી શકે. આપણા દેશની એક દુખદ વાત એ દેખાઈ રહી છે કે બધાજ મફત શોધવા દોડી રહ્યા છે. અથવાતો સહેલાઈથી પૈસા કમાવા છે. આ બંને બાબતો સંસ્કૃતિના વિકાસ માટે બાધક છે. જે પ્રજામાં આત્મવિશ્વાસ જ નથી એ શું કરશે? શું સરકારી નોકરી ન મળે તો ભૂખે મારે જવાનું? જો બધા જ સરકારી નોકરી કરશે તો અન્ય કામો કોણ કરશે? દેશની અર્થ વ્યવસ્થાનું શું? રસ્તા પર દૂધ ઢોળી નાખવાનું, પાક બાળી નાખવાનો આ વૃતિ જાગી છે એટલે મફતમાં જે મળે તે લેવાનું મન થવાનું. કહે છે કે ગમે તેટલી ભૂખ લાગી હોય પણ ઝેર તો ન જ ખવાય. બસ માહિતીની થાળી પીરસાઈ રહી છે. એમાંથી શું અને કેટલું લેવું એની સભાનતા જે તે વ્યક્તિએ કેળવવી પડશે.

આ બંને શાસ્ત્રો જીવનના સુખ દુખ સાથે જોડાયેલા છે. એક જ ખોટી માહિતી ઘણું નુકશાન કરી શકે છે. શું આવી માહિતી સાવ મફતમાં ક્યાંય થી મળે? લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન જ મરે. પ્રતિબંધ તમે પોતે જ લગાવો. તમે એ ગ્રુપ છોડી દો. એક લાખ અલગ અલગ મત વાંચવાનો આપની પાસે સમય છે ખરો? કાગડાને રોટલી નાંખવાની વાત પણ શાસ્ત્રોક્ત નથી અને દરેક જ્યોતિર્લિગ દરેક વ્યક્તિએ પૂજાય. આવી પોકળ વાતો સાંભળી- વાંચીને મગજ ખરાબ ન જ કરાય.

સવાલ:  તમારા વિચારો, પ્રભાવશાળી દેખાવ અને આધ્યાત્મિક અવાજ એ દર્શાવે છે કે તમે કોઈ સંત છો. તમે આશ્રમ કેમ નથી ખોલી દેતા? કેટલા બધા અનુયાઇઓને એનો લાભ મળે?

જવાબ: દેખાવ, અવાજ અને જ્ઞાન એ બધુજ ઈશ્વરની દેન છે. મારા લેખથી હું મારા વિચારો લોકો સુધી પહોંચાડું છું. શું આશ્રમ ખોલીએ તો જ વિચારોની આપલે થાય? શું અનુયાઇઓ હોય તો જ લોકો સુધી વિચારો પહોંચાડાય? મારો ધર્મ છે કે મારું જ્ઞાન લોકો સુધી પહોંચાડવું. એ હું સફળતાપૂર્વક કરી રહ્યો છું. જે વ્યક્તિ સુધી એ પહોંચવાનું હશે, મારા ઈશ્વર એ પહોંચાડશે જ. આશ્રમ ખોલીને એને સંચાવવાની જવાબદારીમાં હું મારું કર્તવ્ય વિસરી જાઉં એ પણ બને. કદાચ થોડો અહમ પણ આવે. એ મારું કામ નથી. આપની લાગણી માટે ખુબ આભાર. વળી ઈશ્વરની ઈચ્છા હશે તે થશે.

સુચન: કોઈને ભયથી ન જીતાય. પ્રેમથી જ જીતાય. એના માટે શિવ પૂજા મદદરૂપ થાય છે.  

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com )

નવા વિશ્વ માટે નવું જ્ઞાન

સંસારમાં સુખ-દુ:ખ, દિવસ-રાત, સત્ય-અસત્ય, નવું-જુનુ વિગેરે વિરોધાભાસી બાબતોનું ચક્કર ચાલતું જ રહે છે. જ્યારે નવું છે ત્યારે જુનુ નથી, જૂનું છે ત્યારે નવું નથી. જેવી રીતે અમૃત અને ઝેર એક સાથે નથી રહી શકતા, તેવી જ રીતે આ વિરોધી બાબતો પણ એક સાથે નથી રહી શકતી. જેવી રીતે નાના બાળકનો જન્મ નવું શરીર મેળવવાના કારણે નવો કહેવાય છે, પરંતુ નવા શબ્દની બધી વિશેષતાઓ તેનામાં નથી હોતી, કારણ કે જન્મની વિધિ, પાંચ તત્વ કે જેનું શરીર બનેલ છે તે તો જ છે. નવું વિશેષણ તો ત્યારે જ સાચું કહેવાય કે જ્યારે જન્મ ભોગબળના બદલે યોગબળથી થાય અને શરીર જે પાંચ તત્વોનું બનેલું છે એ પણ સતોપ્રધાન હોય. એવી જ રીતે નવ જવાનો માટે પણ નવું લોહી કહેવામાં આવે છે, પરંતુ તમો પ્રધાન ખોરાક તથા તમો પ્રધાન હવા પાણીથી બનેલ લોહી નવું નથી.

નવી દિલ્હીને પણ ભીડ, ગંદકી, પ્રદુષણ, અકસ્માતના કારણે જૂની દિલ્હીથી અલગ નહીં કહી શકીએ. દર વર્ષે નૂતન વર્ષના અભિનંદન આપવામાં આવે છે તેમાં પણ ફક્ત તિથિ-તારીખ બદલાય છે બાકી મનુષ્યની વૃત્તિઓતો એ જ જુના વર્ષ વાળી જ રહે છે. આ પ્રમાણે ઘણા ઉદાહરણ આપી શકાય તેમ છે જે સાબિત કરે છે કે આ કળિયુગી જુના વિશ્વમાં નવા શબ્દની નીચેની તમામ વસ્તુઓ જૂની જડજડીભૂત બની ગહેલી હોય છે. કારણકે માનવની નૈતિકતાનું પતન થયું છે. આજે દુનિયા ભોગી બની ગઈ છે. સંબંધોમાં સ્નેહ તથા સન્માનની ભાવના નથી રહી. નિરક્ષરતા, બેરોજગારી, બાળ મજુરી, વેશ્યા વૃત્તિ, અત્યાચાર વિગેરે વધી રહ્યા છે. એકલા ભારતમાં 60 કરોડ લોકો અશિક્ષિત છે. 6 કરોડથી વધુ ભણેલા યુવાનો બેરોજગાર છે. 12 કરોડથી વધુ બાળકો બાળ મજુરીનો ભોગ બનેલ છે.

1 કરોડથી પણ વધુ છોકરીઓ વેશ્યાવૃત્તિ તરફ ધકેલાઈ ગઈ છે. બે કરોડ જેટલા કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. પરસ્પરનો વિશ્વાસ તથા ભાઈચારો સમાપ્ત થઈ ગયો છે. ત્યાગ, ઉદારતા તથા આતિથ્યનું સ્થાન સ્વાર્થ વૃત્તિએ લીધું છે. સહાનુભૂતિની ભાવના ઓછી થઈ રહી છે. ચારે તરફ હિંસા તથા લૂંટફાટ જોવા મળે છે. મનુષ્ય આત્માઓમાંથી નીકળતા ચિંતા, ભય, ગુસ્સો, ઉદાસી વિગેરે ના તરંગો વાતાવરણને ચિંતા વાળુ બનાવી રહેલ છે. આ સમસ્યાઓના નિવારણ માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેનાથી સંપૂર્ણ સમાધાન મળતું નથી પરંતુ એક નવી સમસ્યા ઉભી થાય છે.

આજે એ પ્રશ્ન બધાને ચિંતામાં મૂકી રહ્યો છે કે વિશ્વને આ મુશ્કેલી માંથી કેવી રીતે બહાર લાવી શકાય! તેને સુંદર, સુખી, સંપૂર્ણ બનાવીને નવા વિશ્વમાં કેવી રીતે બદલી શકાય! અત્યારે ભૌતિક પદ્ધતિઓ તથા અનેક વર્ષોથી ચાલી રહેલ ધાર્મિક પદ્ધતિઓ તેને સુધારવામાં નિષ્ફળ જઈ રહેલ છે. આનેક ધર્મ છેલ્લા 2500 વર્ષથી જે બોધ આપી રહેલ છે તેનાથી માનવ જગતને દૈવી રૂપ નથી મળી શક્યુ. તેનાથી વિપરીત દ્વાપરયુગમાં મનુષ્યની પવિત્રતાની જે આઠ કળા હતી તે ધીરે ધીરે કળિયુગના અંતમાં શૂન્ય પર આવી ગઈ છે. આનો અર્થએ થયો કે વર્તમાન પદ્ધતિઓ એ દવા કરવાના બદલે દર્દને વધાર્યું છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

કોરાનાના 864 નવા કેસો, ચારનાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 864 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,84,923 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,818 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,44,013 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1948 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 9092એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.02 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.79 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1.35,873 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.91 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,95,872 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1050 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

મુંબઈ એરપોર્ટ પર રૂ.બે કરોડની ગોલ્ડ ડસ્ટ કબજે કરાઈ

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ્સ અધિકારીઓએ ગઈ કાલે એક ભારતીય નાગરિક પાસેથી 4.2 કિલોગ્રામ વજનની અને રૂ. 2 કરોડ 28 લાખની કિંમતની ગોલ્ડ ડસ્ટ (સ્વર્ણભસ્મ) કબજે કરી હતી. તે ભારતીય મસ્કતથી આવી પહોંચ્યો હતો.

તે પ્રવાસીએ ગોલ્ડ ડસ્ટ એના જીન્સ પેન્ટમાં ચાલાકીપૂર્વક સીવેલા ખિસ્સાઓમાં સંતાડી હતી. બીજી થોડીક ગોલ્ડ ડસ્ટ એણે તેના અન્ડરગાર્મેન્ટમાં સંતાડી હતી અને બીજી થોડીક એણે પહેરેલી ની કેપ્સ (ઘૂંટણ પર પહેરાતો પાટો)માં સંતાડી હતી.