નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટાર્ગેટ નક્કી કર્યો છે કે આ વર્ષના જૂન સુધીમાં દેશના તમામ રાજ્યોમાં ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન પહોંચવી જોઈએ. તદુપરાંત, ‘વંદે મેટ્રો’ ટ્રેન સેવાની ડિઝાઈન પણ તૈયાર કરવામાં આવી રહી છે, જે 100 કિલોમીટરથી ઓછા અંતર માટે હશે અને દરરોજ ટ્રેન પ્રવાસ કરનારાઓની સગવડતા માટે હશે. આ જાણકારી રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આપી છે.
વડા પ્રધાન મોદીએ ગઈ કાલે ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના હાવડા વચ્ચે ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ઓડિશા રાજ્યની આ પહેલી ‘વંદે ભારત’ ટ્રેન છે. વૈષ્ણવનું કહેવું છે કે ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન એક સ્થળેથી બીજા સ્થળે દોડે છે ત્યારે ભારતની સ્પીડ અને પ્રગતિનાં દર્શન થાય છે. વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે આ ગતિ હવે ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં પણ જોવા મળશે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે.
વિરાટ કોહલીની તોફાની સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. IPL 2023ની 65મી મેચમાં કોહલીએ 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ જીત સાથે RCBએ પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં પહોંચી ગઈ છે. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા. બેંગ્લોરે 19.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને સદી ફટકારી હતી. RCB શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં પહોંચી ગયું છે. તેણે અત્યાર સુધીમાં 13 મેચ રમી છે અને આ દરમિયાન 7માં જીત મેળવી છે. બેંગ્લોરને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેના 14 પોઈન્ટ છે.
હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા બેંગ્લોર તરફથી કેપ્ટન ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ પછી કોહલી 63 બોલમાં 100 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ભુવનેશ્વર કુમારે તેને શિકાર બનાવ્યો હતો. આ પછી ડુ પ્લેસિસ પણ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 47 બોલમાં 71 રન બનાવ્યા હતા. ડુપ્લેસિસે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અંતે ગ્લેન મેક્સવેલ 5 રન અને બ્રેસવેલ 4 રન બનાવીને અણનમ રહ્યા હતા.
હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર અને નટરાજને એક-એક વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમાર ઘણો મોંઘો સાબિત થયો. તેણે 4 ઓવરમાં 48 રન લૂંટ્યા. નટરાજને 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. કાર્તિક ત્યાગીએ 1.2 ઓવરમાં 21 રન આપ્યા હતા. મયંક ડાગરે 4 ઓવરમાં 25 રન આપ્યા હતા.
For the first time in the history of #TATAIPL, we have had 2 centurions from either side in the same match.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ક્લાસને હૈદરાબાદ માટે વિસ્ફોટક સદી ફટકારી હતી. ચોથા નંબર પર બેટિંગ કરતા તેણે 51 બોલમાં 104 રન બનાવ્યા હતા. ક્લાસેનની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 203.92 હતો. આઈપીએલમાં સદી ફટકારનાર ક્લાસેન હૈદરાબાદનો ચોથો ખેલાડી બન્યો.
Our Top Performer from the second innings is none other than Virat Kohli for his stupendous CENTURY.
આ પહેલા અભિષેક ત્રિપાઠી 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. બ્રેસવેલે તેને ચાલતો કર્યો. ઓપનર રાહુલ ત્રિપાઠી 12 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેસવેલે ત્રિપાઠીને પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો હતો. કેપ્ટન અદીન માર્કરામ 20 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. અંતે હેરી બ્રુક 27 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 19 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. ગ્લેન ફિલિપ્સ 5 રન બનાવીને આઉટ થયો હતો.
આરસીબી માટે સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને એક વિકેટ લીધી હતી. બ્રેસવેલે 2 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. શાહબાઝ અહેમદે 3 ઓવરમાં 38 રન આપીને એક વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 37 રન આપીને એક વિકેટ લીધી હતી. કર્ણ શર્મા અને પાર્નેલને એક પણ વિકેટ મળી ન હતી.
ભારતીય નૌકાદળે હિંદ મહાસાગરમાં 38 ક્રૂ સભ્યો સાથે ડૂબી ગયેલા ચીની જહાજની શોધ અને બચાવમાં મદદ કરવા માટે તેનું એક P-81 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ તૈનાત કર્યું છે. નેવીએ કહ્યું કે બુધવારેના રોજ ખરાબ હવામાન હોવા છતાં, P-81 એરક્રાફ્ટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ડૂબી ગયેલા જહાજ સાથે સંબંધિત હોઈ શકે તેવી ઘણી વસ્તુઓ શોધી કાઢી હતી. નેવીએ કહ્યું કે 17 મેના રોજ, ચીનના માછીમારી જહાજ લુ પેંગ યુઆન 028 ના ડૂબી જવાના સમાચાર મળ્યા પછી, ભારતીય નૌકાદળે તાત્કાલિક કાર્યવાહી કરી અને લગભગ 900 નોટિકલ માઇલ દૂર દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેના જાસૂસી વિમાન તૈનાત કર્યા. ડૂબી ગયેલા ચાઈનીઝ જહાજના ક્રૂ મેમ્બર્સમાં ચીન, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સના નાગરિકો સામેલ છે.
In a swift humanitarian action on 17 May #IndianNavy deployed its Air MR assets in the Southern IOR approx 900 Nm from India, in response to sinking of a #Chinese Fishing Vessel Lu Peng Yuan Yu 028 with 39 crew onboard. The crew incl nationals from China, Indonesia & Philippines pic.twitter.com/gbcbh8DlSc
ભારતીય નૌકાદળે કહ્યું કે પીએલએ (નૌકાદળ) ની વિનંતીના તાત્કાલિક પ્રતિભાવ તરીકે, ભારતીય નૌકાદળે ઘટનાસ્થળે શોધ અને બચાવ સાધનો તૈનાત કર્યા. ભારતીય નૌકાદળના એકમોએ પ્રદેશના અન્ય એકમો સાથે શોધ અને બચાવ પ્રયાસોનું સંકલન કર્યું અને PLA નેવીના યુદ્ધ જહાજોને સ્થળ પર માર્ગદર્શન આપ્યું, સમુદ્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ભારતની જવાબદારી પૂરી કરી.
ઓસ્ટ્રેલિયાએ પણ મદદ કરી હતી
પૂર્વી લદ્દાખમાં સરહદ પર ચીન સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ભારતીય નૌસેનાએ ચીનની મદદ કરી છે. નેવીએ કહ્યું કે ભારતીય નૌકાદળ શોધ અને બચાવના પ્રયાસોમાં શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે તૈનાત છે. ઓસ્ટ્રેલિયાએ પણ શોધ અને બચાવ કાર્યમાં મદદ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બીજિંગમાં કહ્યું કે અમને આશા છે કે પડોશી દેશો ચીન સાથે સંયુક્ત શોધ અને બચાવ કામગીરી ચાલુ રાખશે અને જીવ બચાવવાની આશા છોડશે નહીં.
ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત ક્વાડ સમિટ રદ કરવામાં આવી છે, પરંતુ પીએમ મોદી તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક અને બિઝનેસ મીટિંગ્સ સહિત અન્ય કાર્યક્રમો માટે સિડની જશે. પીએમ એન્થોની અલ્બેનિસે બુધવારેના રોજ આની પુષ્ટિ કરી. એબીસી રેડિયો સાથે વાત કરતાં તેમણે કહ્યું, પીએમ નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે મારી સાથે દ્વિપક્ષીય બેઠક માટે અહીં આવશે.” તેમણે વધુમાં કહ્યું, “હું સિડનીમાં પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સુક છું.
કાર્યક્રમના આયોજકોમાં પીએમ મોદીના મિત્રોનો સમાવેશ
મળતી માહિતી અનુસાર, PM મોદી 23 મેના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાનારા કાર્યક્રમમાં તેમના બાળપણના એક મિત્રને પણ મળશે. 23 મેના રોજ સિડનીના ઓલિમ્પિક પાર્કમાં કુડોસ બેંક એરેના ખાતે એક સમુદાય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સમય અનુસાર સવારે 10 વાગે થશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જણાવવામાં આવ્યું છે કે જે સંસ્થા આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે તેમાં પીએમ મોદીના બાળપણના મિત્ર અબ્બાસભાઈ રામસદાનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ પોતાના એક બ્લોગમાં મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ તેમની માતા હીરાબાના 100મા જન્મદિવસ પર એક બ્લોગ લખ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે અબ્બાસ બાળપણમાં તેના ઘરે રહેતો હતો.
ઈદ પર માતા અબ્બાસ માટે મનપસંદ વાનગી રાંધે છે
પીએમ મોદીએ તેમાં લખ્યું છે કે, માતા હંમેશા બીજાને ખુશ જોઈને ખુશ રહેતી હતી. ઘરમાં જગ્યા ભલે ઓછી હોય, પણ તેનું દિલ ઘણું મોટું છે. અમારા ઘરથી થોડે દૂર એક ગામ હતું જેમાં મારા પિતાજીના ખૂબ જ નજીકના મિત્રો રહેતા હતા. તેનો પુત્ર અબ્બાસ હતો. મિત્રના અકાળે અવસાન પછી પિતા અબ્બાસને અમારા ઘરે લાવ્યા હતા. પીએનએ લખ્યું, એક રીતે, અબ્બાસ અમારા ઘરે ભણ્યો. અમારા બધા બાળકોની જેમ, માતા અબ્બાસની ખૂબ કાળજી લેતી હતી. ઈદ પર, માતા અબ્બાસ માટે તેમની પસંદગીની વાનગીઓ બનાવતી હતી. તહેવારો દરમિયાન કેટલાક બાળકો પાડોશમાં અમે અહીં જ ભોજન લેતા હતા.તેને પણ મારી માતા દ્વારા બનાવેલ ભોજન ગમતું હતું.અબ્બાસ ગુજરાતના મહેસાણા જિલ્લાના કેસીપ્પા ગામમાં રહેતો હતો, જે પીએમ મોદીના ગામથી પાંચ કિલોમીટર દૂર છે. પીએમ બાળપણમાં તેમના મિત્ર અબ્બાસ સાથે વડનગરની વીએન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. અબ્બાસ હવે તેના યુવાન પુત્ર અને પત્ની સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે.
ભારતીય ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન આ કાર્યક્રમનું આયોજન કરશે
એક વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે કે ભારતીય ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન પીએમ મોદીના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેમના સન્માનમાં એક સામુદાયિક રિસેપ્શનનું આયોજન કરશે અને તેનું આયોજન કરશે. આ ઇવેન્ટ ઓસ્ટ્રેલિયા સ્થિત ભાગીદાર સંસ્થાઓ અને સ્થાનિક સ્વયંસેવકોના સહયોગથી આયોજિત કરવામાં આવી રહી છે.
હવે ક્વોડ સમિટ હિરોશિમામાં યોજાઈ શકે છે
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના બદલે આ અઠવાડિયે જાપાનના હિરોશિમામાં G-7 સમિટમાં ક્વાડ ગ્રૂપના નેતાઓ વિશે વાત થવાની સંભાવના છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગુરુવારે (18 મે) આ અંગે માહિતી આપી હતી. આ કોન્ફરન્સમાં પીએમ મોદી, યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ હાજરી આપશે. G-7 સમિટ દરમિયાન, ક્વાડના સભ્ય દેશોના નેતાઓ અલગ સમયે વાતચીત કરશે.
કર્ણાટકના મુખ્યપ્રધાન-નિયુક્ત સિદ્ધારમૈયા કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર ગુરુવારે સાંજે બેંગલુરુ પહોંચ્યા હતા. જે બાદ કોંગ્રેસ વિધાયક દળની બેઠક યોજાઈ હતી. CLP નેતા તરીકે ચૂંટાયા બાદ સરકાર રચવાનો દાવો કરવા માટે સિદ્ધારમૈયા રાજ્યપાલને મળ્યા
#WATCH | Bengaluru: Karnataka CM-designate Siddaramaiah and Deputy CM-designate DK Shivakumar met Governor Thaawarchand Gehlot today to stake claim to form the Government
The oath ceremony will take place at 12.30 pm on 20th May in Kanteerava Stadium, Bengaluru.
રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને ટીમના સભ્યો સાથે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. શપથ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સિદ્ધારમૈયાને ચૂંટવાનો પ્રસ્તાવ ડીકે શિવકુમાર દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. અગાઉ, ઘણા દિવસોના મંથન પછી, કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન અને ડીકે શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. કર્ણાટકની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. સિદ્ધારમૈયા અને શિવકુમારની સાથે અન્ય ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. કોંગ્રેસે શપથ ગ્રહણ સમારોહ માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને આમંત્રિત કર્યા છે.
The members of the delegation also wished Governor Gehlot on his birthday. https://t.co/PcquSva4no
કર્ણાટકમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે કોંગ્રેસમાં છેલ્લા ત્રણ દિવસથી ઉગ્ર મંથન ચાલી રહ્યું હતું. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે બુધવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ સિવાય બંને નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી હતી. ખડગેએ બુધવારે મોડી રાત સુધી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા સાથે પરામર્શ કર્યો અને પછી ગુરુવારે સિદ્ધારમૈયાને સીએમ બનાવવાની જાહેરાત કરવામાં આવી.
સિદ્ધારમૈયા પહેલા પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
સિદ્ધારમૈયા કુરુબા સમુદાયમાંથી આવે છે અને મે 2013 થી મે 2018 વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસના મુશ્કેલીનિવારક કહેવાતા શિવકુમાર વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 66 બેઠકો મળી હતી.