મુંબઈ એરપોર્ટ પર રૂ.બે કરોડની ગોલ્ડ ડસ્ટ કબજે કરાઈ

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ્સ અધિકારીઓએ ગઈ કાલે એક ભારતીય નાગરિક પાસેથી 4.2 કિલોગ્રામ વજનની અને રૂ. 2 કરોડ 28 લાખની કિંમતની ગોલ્ડ ડસ્ટ (સ્વર્ણભસ્મ) કબજે કરી હતી. તે ભારતીય મસ્કતથી આવી પહોંચ્યો હતો.

તે પ્રવાસીએ ગોલ્ડ ડસ્ટ એના જીન્સ પેન્ટમાં ચાલાકીપૂર્વક સીવેલા ખિસ્સાઓમાં સંતાડી હતી. બીજી થોડીક ગોલ્ડ ડસ્ટ એણે તેના અન્ડરગાર્મેન્ટમાં સંતાડી હતી અને બીજી થોડીક એણે પહેરેલી ની કેપ્સ (ઘૂંટણ પર પહેરાતો પાટો)માં સંતાડી હતી.