મહારાષ્ટ્રમાં સમૂહલગ્નમાં પરણનાર નવદંપતીઓને હવે સરકાર તરફથી રૂ.25,000 અપાશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સમૂહલગ્ન સમારંભોમાં લગ્નગ્રંથિથી જોડાનાર યુગલોને રાજ્ય સરકાર તરફથી અપાતી આર્થિક સહાય રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે મુંબઈ નજીકના પાલઘર જિલ્લા-શહેરમાં એક સમુહ લગ્નસમારંભમાં હાજરી આપી હતી. એ વખતે તેમણે જાહેરાત કરી હતી કે હવેથી આવા સમૂહલગ્ન સમારંભોમાં જે યુગલો પરણશે એમને રાજ્ય સરકાર દ્વારા રૂ. 25,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જે અત્યાર સુધી રૂ. 10,000ની હતી.

પાલઘરના સમૂહ લગ્નસમારોહનું આયોજન પાલઘર જિલ્લા અને આધાર પ્રતિષ્ઠાન, બોઈસર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં 325 યુગલોએ મુખ્ય પ્રધાન શિંદેની ઉપસ્થિતિમાં લગ્ન કર્યાં હતાં. શિંદેએ કહ્યું કે, લોકોને હવે મોટા લગ્નસમારંભનો ખર્ચ પરવડતો નથી એટલે સામુહિક લગ્નો આજના સમયની જરૂરિયાત બની ગઈ છે.

(તસવીરો સૌજન્યઃ @mieknathshinde)