નવી દિલ્હીઃ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 16-વર્ષની સાક્ષી નામની એક છોકરીની કરપીણ હત્યા કરનાર સાહિલ નામના 20 વર્ષીય કિશોરની દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહરમાંથી આજે બપોરે ધરપકડ કરી છે. આરોપી સાહિલ શાહબાદ ડેરી વિસ્તારમાં એસી મિકેનિક તરીકે કામ કરતો હતો.
સાહિલને સાક્ષી સાથે પ્રેમ હતો. પરંતુ ગઈ કાલે રવિવારે એમને કોઈક વાતે ઝઘડો થયો હતો. સાક્ષીએ એનાં એક સંબંધીનાં જન્મદિવસની પાર્ટીમાં જવાનું નક્કી કર્યું હતું. સાહિલને તે ગમ્યું નહોતું. એટલે એણે સાક્ષીનો પીછો કર્યો હતો અને રસ્તામાં એની પર ચાકૂ વડે ઘાતકી રીતે હુમલો કર્યો હતો. શાહબાદ વિસ્તારમાં જે.જે. કોલોનીમાં સાક્ષીનાં ઘરની બહાર જ તેની અત્યંત કરપીણ રીતે હત્યા કરી હતી. એનો કાળજું કંપાવી દે તેવો વિડિયો પોલીસે કબજામાં લીધો છે. સાહિલે નિર્દયતાપૂર્વક સાક્ષીને ચાકૂના 40 ઘા માર્યાં હતાં અને ત્યારબાદ પથ્થર વડે એનું માથું છુંદી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ એ ફરાર થઈ ગયો હતો. રસ્તામાં કેટલાક રાહદારીઓએ તે કરપીણ હત્યા જોઈ હતી, પરંતુ કોઈ સાક્ષીની મદદે ગયું નહોતું.
આ ભયાનક બનાવ અંગે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આઘાતની લાગણી વ્યક્ત કરી છે.
સાહિલને પકડવા માટે દિલ્હી પોલીસે છ ટીમ તૈયાર કરી હતી. પોલીસના ચોપડે અગાઉ સાહિલના નામે કોઈ ક્રિમિનલ રેકોર્ડ નોંધાયો નહોતો.
ગાંધીનગરઃ કર્ણાટકના બેંગલુરુના ઉમેશ ગોપીનાથ જાદવની દેશભક્તિ કંઈક જુદા જ પ્રકારની છે. પુલવામા હુમલામાં દેશના જવાનો શહીદ થયા એટલે ઉમેશનું હ્રદય દ્રવી ઊઠ્યું. તેને થયું દેશના જવાનોને સોશિયલ મિડિયા પર શ્રદ્ધાંજલિ આપીએ એની સાથે કંઈક અનોખી રીતે યાદગીરી ઊભી કરીએ, એટલે ઉમેશ જાદવ નવેમ્બર, 2019 માં બેંગલુરુમાંથી પરિવારની સંમતિ સાથે શહીદોના ઘરની મુલાકાતે નીકળી પડ્યા. શહીદોના પરિવારોને મળ્યા પછી તેમના ઘરઆંગણાંની માટી લેવાનું શરૂ કર્યું. તેમણે તૈયાર કરેલી એક અનોખી કારના પાછળના ભાગે માટી કળશ એકઠા કર્યા હજારો કિલોમીટરનો પ્રવાસ કરી શહીદોના ઘર પાસેથી એકઠી કરેલી માટીનું પરવાનગી લઈ પુલવામામાં સ્મારક પણ તૈયાર કર્યું.
ગાંધીનગર ચિલોડા પાસેની એક હોટેલના સંચાલક આર્યન ચૌધરી ચિત્રલેખા. કોમને કહે છે ગુજરાતમાં ઉમેશભાઈ એ ઋષિકેશ રામાણી, કેપ્ટન નીલેશ સોની જેવા શહીદોના પરિવારોના આંગણેથી માટી લીધી હતી. પોતાના માટે કોઈ પણ ફાળો ઉઘરાવતા નથી, પરંતુ કોઈ રહેવાની સગવડ કરે કે યાત્રામાં સ્થાનિક મદદ સ્વીકારે છે.
કેપ્ટન નીલેશ સોનીના પરિવારના જગદીશ સોની કહે છે ઉમેશ જાદવ ખરેખર કંઈક જુદા જ અંદાજમાં શહીદોને યાદ કરી દેશભક્તિ કરી રહ્યા છે. કોરોનાના કપરા સમયમાં અમદાવાદ આવી અમારા આંગણેથી માટી લઈ ગયા હતા.
બેંગલુરુના ઉમેશ જાદવ તાજેતરમાં ગાંધીનગર પહોંચ્યા ત્યારે ચિલોડાની હોટલમાં રોકાયા એ વેળાએ તેમની અનોખી ગાડીમાં કેવી રીતે શહીદોના માટી કળશ એકઠા કરે છે એ વિશે સૌને માહિતગાર કર્યા. દેશના શહીદો સુરક્ષા દળોના જવાનો પ્રત્યે અનોખો પ્રેમ જોઈ સૌકૌઈ અચંબિત થયા હતા.
ચેન્નાઈઃ ભારતે સ્વદેશી જીપીએસ ટેક્નોલોજી વડે અતિશય મહત્ત્વના એવા NVS-1 સેટેલાઈટનું પ્રક્ષેપણ કરવામાં આજે સફળતા હાંસલ કરી છે. આ કૃત્રિમ ઉપગ્રહની મદદથી ચીન અને પાકિસ્તાનની હિલચાલ પર ભારત ચાંપતી નજર રાખી શકશે.
જીએસએલવી રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના એસડીએસસી ખાતેના લોન્ચ પેડ પરથી NVS-01 (Navic)ને લઈને અવકાશ ભણી રવાના થયું હતું. આ સેટેલાઈટને નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સેટેલેશન (NavIC) સર્વિસીસ નામ આપવામાં આવ્યું છે. GSLV-F12 રોકેટનું આ 15મું ઉડ્ડયન હતું.
‘નાવિક’ નેવિગેશન ઉપગ્રહને અંતરિક્ષમાં લોન્ચ કરીને ભારતની કેન્દ્ર સરકાર સંચાલિત અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ એક વધુ સફળતા હાંસલ કરી છે. આ ઉપગ્રહને કારણે અંતરિક્ષમાંથી ભારતની દેખરેખ અને નેવિગેશન ક્ષમતા વધી જશે. ‘નાવિક’ શ્રેણીમાં આ નવો સેટેલાઈટ છે. તેનો ઉપયોગ જીપીએસ સુવિધા પૂરી પાડવા માટે કરાશે. આ સેટેલાઈટ પર પહેલી જ વાર સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત એટમિક ક્લોક ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
ગાંધીનગરઃ નિફ્ટ ગાંધીનગર દ્વારા વર્ષ 2023ના વિદ્યાર્થીઓ માટે ટેક્સટાઇલ્સ ડિઝાઇન વિભાગ- તંતુ, ફેશન કોમ્યુનિકેશન- અમલગમ, ફેશન ટેક્નોલોજી-ટેક્નોવા અને ટેક્નોટોક અને સ્પેસ ડિઝાઇન- D.ડોટ માટે ગ્રેજ્યએશન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાદી અને ગ્રામોદ્યોગ પંચ (KVIC)ના અધ્યક્ષ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રેજ્યુએશન શોનું ઉદઘાટન કર્યું હતું અને એ પ્રસંગે નિફ્ટ- ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. ડો. સમીર સુદ ઉપસ્થિત હતા.
આ કાર્યક્રમમાં જેડબ્લુના MD બિપીન ચૌહાણ, ઝેડેક્સ કલોધિંગ લિ.ના MD સંજય ગોયલ કોમલ ગ્રુપના રાકેશ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુદે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે આજનો દિવસ વિદ્યાર્થી માટે આકરી મહેનત, દ્રઢતા અને દ્રઢ સંકલ્પના ઉત્સવનો જ નહીં, પરંતુ અમારી ફેકલ્ટીના પ્રોફેસરોની મહેનતનો પણ પુરાવો છે. વળી, આજથી તમે નિફ્ટ ગાંધીનગરના ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ છો. આ વિદ્યાર્થીઓએ ઇન્ડસ્ટ્રીમાંથી સારોએવો અનુભવ મેળવ્યો છે અને તેઓ હવે ડિઝાઇન અને વિકાસ સાથે સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ટેક્સટાઇલ વિભાગે ખાદી એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું, જેમાં સૈલિની શેઠ દ્વારા બ્રાન્ડ મોરલ ફાઇબરને દર્શાવવામાં આવ્યું હતું.
અમારું મિશન એ ખાતરી કરવાની છે કે કારીગરોને માલૂમ છે કે બજારમાં તેમનાં ઉત્પાદનોને કેવી રીતે મૂકવાં, ખાસ કરીને ખાદી, કેમ કે ખાદીની માગને વધારવાની તાતી જરૂર છે, એમ તેમણે કહ્યું હતું. ટેક્સટાઇલ ડિઝાઇન વિદ્યાર્થીઓએ પણ ડિઝાઇન ઇન્નોવેશન પર ઉત્તમ કામગીરી કરી હતી. ગપં પારસી સમાજના પુનરુદ્ધાર માટે કામ કરવા ઇચ્છતી હતી, જેથી હું તેમની પસંદનો એક સંગ્રહ લઈને આવી છું, જેમં સાડી, બેગ્સ, સ્ટોલ અને દુપટ્ટા વગેરે છે.
અતિથિઓએ પણ વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમને પ્રોત્સાહન આપ્યું હતું. KVICના અધ્યક્ષ મનોજકુમારે કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા –બે પરિવર્તનકારી પહેલો છે, જેમાં યુઝર્સે એક નવા યુગનો પ્રારંભ કર્યો છે. ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન અને ખાદી ફોર ટ્રાન્સફોર્મેશને લોકો માટે રૂ. 1.15 લાખ કરોડનું સર્જન કર્યું છે, અને વિદ્યાર્થીઓને ઉદ્યાગ સાહસિક બનવા માટે પ્રોત્યાહિત કરીએ છીએ. PMEGP કાર્યક્રમ હેઠળ સરકાર 35 ટકા સબસિડી સાથે રૂ. 50 લાખની લોન પૂરી પાડી રહી છે, જેમાં 70 લાખ લોકોને રોજગારી મળી છે. આ યોજના હેઠળ આઠ લાખ પ્રોજેક્ટોને મંદૂર કરવામાં આવ્યા છે અને રૂ. 22 લાખની સબસિડી આપવામાં આવી છે.
આ કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને આકરી મહેનત માટે એક એવોર્ડ અને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને સંગીતા ફોગાટ સહિત અન્ય પહેલવાનોની ગઈ કાલે અટકાયત કરી છે, જ્યારે તેઓ નવા સંસદ ભવન તરફ કૂચ કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે જંતર-મંતર પર ધરણાં કરી રહેલાં પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા હંગામી ટેન્ટ અને અન્ય સામાન હટાવી દીધો છે. જોકે મોડી સાથે દિલ્હી પોલીસે વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટને છોડી મૂક્યા હતા. જ્યારે બજરંગ પૂનિયાને નહોતો છોડ્યો.
પોલીસે કહ્યું હતું કે જંતર-મંતર પર 109 પ્રદર્શનકારીઓ સહિત દિલ્હીમાં 700 લોકોને અટકાયતમાં લીધા હતા. આ મામલે પ્રતિક્રિયા આપતાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે દિલ્હી પોલીસને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની સામે FIR નોંધવામાં સાત દિવસ લાગ્યા હતા.દિલ્હી પોલીસે ટોચના રેસલરો સાક્ષી મલિક, બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટની વિરુદ્ધ IPCની કલમ 147 ( તોફાન કરવા), 148 (ઘાતક હથિયારોથી લેસ થઈને બળવો કરવો), 149 (ગેરકાયદે રીતે ભીડ એકત્ર કરવી). 352 (કોઈ પણ વ્યક્તિ પર ગંભીર તથા આકસ્મિક ઉત્તેજના વગર હુમલો અથવા બળપ્રયોગ કરવો), 353 (લોક સેવકને એની ફરજથી રોકવા માટે હુમલો કરવો) અને 186 (લોકસેવકની ડ્યૂટીમાં અડચણ નાખવી) હેઠળ FIR નોંધશે.
દિલ્હી પોલીસે જંતર-મંતર પર થયેલી ઘટના સંબંધે પ્રદર્શન આયોજકો સહિત અન્યોની વિરુદ્ધ FIR નોંધી છે. ફોગાટે દેખાવકારો સામે FIR નોંધવા બદલ પોલીસની ટીકાર કરતાં કહ્યું હતું કે મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કરનારા બ્રિજભૂષણની વિરુદ્ધ FIR નોંધવા માટે પોલીસેને સાત દિવસ લાગ્યો હતો. અને શાંતિથી દેખાવો કરવા માટે અમારી સામે FIR નોંધવા સાત કલાક પણ નથી લાગ્યા.
પરિયાવરણીય સંકટો હવે કલ્પિત વાતો રહી નથી. હકીકતો એવી રીતે ગોઠવાયેલી છે કે તે એક સ્પષ્ટ વિધાન છે. અત્યારે આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ, તે એક આફતજનક રસ્તો છે. પણ આપણે તેને “રોજનો ધંધો” કહીએ છીએ. જો આપણે “રોજના ધંધા” સાથે આગળ વધીએ છીએ, તો ગ્રહ તેની કાર્યરત રીતથી ખૂબ ગંભીરરીતે કામ ખેંચી શકશે.
લોકો કહે છે કે રિસાયકલિંગ, વૈકલ્પિક ઉર્જાનો ઉપયોગ અને આવા સમાન વિચારો મદદરૂપ થશે. હા, તે બધા જ ઉપયોગી થશે, પણ ખૂબ જ મામૂલી માત્રામાં. હાલમાં, બધી જ વૈકલ્પિક ઉર્જા ઉત્પન્ન કરતી પધ્ધતિઓનો સરવાળો કરતાં તે દુનિયામાં જરૂરી ઉર્જાના ટકાવારીના અમુક અંક જ થાય છે. હું તેને વખોડી કાઢવા માંગતો નથી. તેઓ ચોક્કસ રીતે જરૂરી છે, પણ આપણે હજી સુધી ઈલાજ શોધી નથી રહ્યા, આપણે આફતની ગતિમાં માત્ર ઘટાડો કરવાનું જોઈ રહ્યા છીએ. આપણે આપણાં બાળકોને આફતની ભેટ આપવાનું ઈચ્છીએ છીએ, આપણે તે આપણાં સમયમાં થાય તેવું ઇચ્છતા નથી.
જો આપણે માનવતાની દ્રષ્ટિએ ગંભીર છીએ, તો એક વાત આપણે સમજવી જરૂરી છે કે બધા જ પરિસ્થિતિવિષયક સંકટો એટલા માટે આવ્યા છે કેમ કે માણસોનું બેજવાબદરીપૂર્વકનું પ્રજનન. આજે, આપણે આપણી બુધ્ધિ અને ટેક્નોલોજીની મદદથી જોઈ શકીએ છીએ કે મોટા ભાગના દેશમાં પ્રત્યેક બાળક જે જન્મે છે તે જીવી જાય છે. બાળ મૃત્યુદર ઘણા દેશોમાં બહુ જ નીચો આવી ચૂક્યો છે, જો કે ભારત સહિતના બીજા ઘણા બધા દેશોમાં તેના પર કામ કરવું ઘટે છે. તબીબી વિજ્ઞાને મૃત્યુને પાછળ ઠેલવ્યું છે, પણ આપણે જન્મને પાછું ઠેલવવા તૈયાર નથી.
આપણે જે પરિસ્થિતિમાં છીએ તેને સમજવી ખૂબ મહાત્વપૂર્ણ છે. જે દરે વસ્તુઓ આગળ વધી રહી છે, લોકો કહે છે કે આ ગ્રહ પર આપણાં માટે માત્ર 15-20 વર્ષ જ બાકી રહ્યા છે. ગ્રહ પાસે પ્રચંડ સામર્થ્ય છે કે તે થયેલ નુકસાનને ભરપાઈ કરી શકે, પણ આપણે તેને ચોક્કસ સમય આપવો પડે, નહિતર તે નહીં કરી શકે. તેથી, આપણે તેને સભાનપણે કરીએ અથવા તો માં ધરતી તેને આપણી સાથે ક્રૂરતાપૂર્વક કરશે.
આ સંભાવના આપણી સામે ઊભરી રહી છે, પણ આપણે સ્વ-વિનાશની સ્થિતિમાં છીએ. આને કયામતના દિવસની ભવિષ્યવાણી તરીકે લેવાની જરૂર નથી. આપણે જે કાઈનો સામનો કરી રહ્યા છીએ તેની ગંભીરતાનું ભાન થવું મહત્વપૂર્ણ છે. તમે ટચૂકડી આંગળીથી એક ટન વજન ઊંચકવાનો પ્રયત્ન કરશો નહીં. પણ હાલ આપણે તે જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે મોટા સંકટને અહી-તહી નાના પ્રોત્સાહનથી સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જો તમે ઈલાજ માટે ગંભીર છો, તો તે રીતે તેને સંબોધવું અયોગ્ય છે.
પરિયાવરણની સમસ્યાના ઈલાજ માટે વધુ ગંભીર થવાની જરૂર છે. હજું પણ આપણે કોઈને સંતોષ આપવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે કોઇની સામે પર્યાવરણ-મિત્ર બનવાનો દેખાડો કરી રહ્યા છીએ. આપણે મૂળ સમસ્યાને જોઈ રહ્યા નથી જે હાલ આકરી સ્થિતિમાં છે. જો આપણે અત્યારે કોઈ સુધારાત્મક પગલાં લેતા નથી તો આપણે એવો વારસો મૂકીને જઈશું જેના માટે આપણે સ્વયં શરમ અનુભવીશું અને જેના માટે આપણને આપણાં બાળકો અને આવનારી પેઢી ગુન્હેગાર ગણશે અને ધિકકારશે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.
આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.
આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય..
આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.
આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.
આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.
આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 310 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,90,054 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,866 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,53,479 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 571 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4709એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 44,812 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.02 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,07,591 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 500 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
અમદાવાદઃ અત્રેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ક્વાલિફાયર-2’ મેચમાં ગુજરાત ટાઈટન્સ ટીમના હાથે પરાજય થતાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આઈપીએલ-2023 સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. તે મેચમાં ગુજરાત ટીમના ઓપનર શુભમન ગિલે ધમાકેદાર સદી (129 રન) ફટકારતાં ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સે 233 રનનો ખડકલો કર્યો હતો. મુંબઈ ટીમ 171 રન જ બનાવી શકી હતી.
આઈપીએલ-2023માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના પડકારના આવેલા અંત અંગે ટીમનાં માલિકણ નીતા મુકેશ અંબાણી અને એમનાં મોટા પુત્ર આકાશ અંબાણીએ ટીમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નોંધ મૂકી છે જેમાં તેમણે મુંબઈ ટીમને આખર સુધી અને અવિરત ટેકો આપવા બદલ પ્રશંસકોનો આભાર માન્યો છે.
એમણે એમ પણ લખ્યું છે કે હાલની સીઝનમાંથી ટીમે ઘણી સકારાત્મક બાબતોને ધ્યાનમાં રાખી છે અને 2024ની સીઝનમાં વધારે મજબૂત બનીને રમશે. માલિકોએ ટીમના તિલક વર્મા, નેહલ વાઢેરા, આકાશ મધવાલ અને કેમરુન ગ્રીન ખેલાડીઓનાં નામનો ઉલ્લેખ કરીને એમના દેખાવની સરાહના કરી છે.
નવી દિલ્હીઃ ભારતના ટોચના કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું છે કે દેશ માટે આ એક ભયાનક બાબત કહેવાય કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહ નવા સંસદભવનના ઉદઘાટન પ્રસંગે હાજર હતા.
પુનિયા તથા બીજા આંદોલનકારી પહેલવાનોએ ગઈ કાલે નવા સંસદભવનની બહાર દેખાવો કરવાના ઈરાદા સાથે જંતર-મંતરથી નવા સંસદભવન તરફ કૂચ શરૂ કર્યા બાદ દિલ્હી પોલીસે તમામને અટકાવીને વિખેરી નાખ્યા હતા. પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, સંગીતા ફોગાટ સહિત ટોચના પહેલવાનોને પકડી લીધા હતા. મોડી રાતે સહુને છોડી મૂક્યા હતા, પણ એમની સામે એફઆઈઆર કેસ નોંધ્યો છે. પોલીસે છોડી મૂક્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં પુનિયાએ કહ્યું હતું કે નવા સંસદભવનના ઉદઘાટન પ્રસંગે આરોપી અને ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણની હાજરી આપણા દેશ માટે એક કમનસીબ ક્ષણ હતી.
બ્રિજભૂષણ સિંહ 2009ની સાલથી ભાજપના સંસદસભ્ય છે. 2019ની ચૂંટણીમાં તેઓ ઉત્તર પ્રદેશના કૈસરગંજ મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
પહેલવાનોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો છે. તેઓ ગઈ 23 એપ્રિલથી આંદોલને ચડ્યાં હતાં. બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે એવી માગણી સાથે તેઓ જંતર-મંતર ખાતે ધરણા પર બેઠાં હતાં.