ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૨૯ મે, ૨૦૨૩
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૨૯ મે, ૨૦૨૩
હેઝલવૂડ WTC ફાઇનલમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ
લંડનઃ ભારતની સામે ઓવલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની સાત જૂન રમાનારી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની 15 ક્રિકેટરોની ટીમમાં ઝડપી બોલર જોશ હેઝલવૂડને સામેલ કરવામાં આવ્યો છે. આ 32 વર્ષીય બોલર ઇજાને કારણે IPLમાં વચ્ચેથી સ્વદેશ પરત ફર્યો હતો.
આ ઝડપી બોલર કેપ્ટન પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ અને મિશેલ સ્ટાર્કની સાથે ટીમમાં સ્પેશિયલિસ્ટ ફાસ્ટ બોલર તરીકે સામેલ થયો છે આ ટીમમાં ઓલ રાઉન્ડર મિશ માર્શ અને બેટ્સમેન મેથ્યુ રેનશો સામેલ છે.ભારતે તેના 15 કિક્રેટરોની પુષ્ટિ કરી હતી, જેની ઘોષણા ત્રણ સપ્તાહ પહેલાં વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલના જમણા પગમાં ઇજાને કારણે ખસી ગયા પછી કરી હતી, તેની જગ્યાએ ઇશાન કિશનને ઉમેરવામાં આવ્યો હતો. સ્ટેન્ડબાય ક્રિકેટર હવે ICCની ટેક્નિકલ સમિતિની મંજૂરી પછી ટીમમાં કોઈ ઘાયલ ક્રિકેટરની જગ્યા લઈ શકે છે. આ ફાઇનલ પછી ઓસ્ટ્રેલિયા 16 જૂનથી એજબેસ્ટનમાં ઇન્ગલેન્ડ સાથે એશિઝ સિરીઝ શરૂ થશે.
આ દરમ્યાન નેસર અને એબોટ હજી કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકલોનાલ્ડે હાલમાં કહ્યું હતું કે કોઈ ક્રિકેટર ઇજા થવા પર તેને ટીમમાં સામેલ કરી શકાય છે. હેઝલવૂડ હાલમાં ઇજાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રદર્શન ‘સ્વદેશ’ લંબાવ્યું
મુંબઈ, 29 મે 2023: પરંપરાગત કુશળ કારીગરોને કામ કરતાં જોવાની તક આપનારા રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રદર્શન સ્વદેશની સમય મર્યાદા વધારવાનો નિર્ણય નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે લીધો છે. આ પ્રદર્શન એક એવી જગ્યા છે જ્યાં મુલાકાતીઓને પિછવાઈ, તાંજોર, પટ્ટચિત્ર, પટોળા, વેંકટગીરી, બનારસ, પૈઠણ અને કાશ્મીરના વણાટ તથા જયપુરના બ્લુ પોટરી જેવા પ્રખ્યાત પરંપરાગત કળા સ્વરૂપોના કુશળ નિષ્ણાત કારીગરોને કામ કરતાં જોવાની અને તેમની સાથે વાર્તાલાપ કરવાનો અનન્ય અનુભવ પૂરો પાડે છે. કામ કરતાં કારીગરો – પરંપરાગત લૂમ્સ પર કાર્પેટ અને સાડીઓ બનાવતા, વેજીટેબલ શાહી અને સોયનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ બનાવતા કારીગરો – પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરી શકે છે, અહીં આવતાં મુલાકાતીઓ માટે આ એક અનન્ય અને અત્યંત પ્રશંસાપાત્ર અનુભવ બની રહ્યો છે. આનાથી હસ્તકળાની નૈસર્ગિક અપીલ એક પ્રકારના પર્ફોર્મિંગ આર્ટનો અનુભવ કરાવી જાય છે.
“ભારતના કારીગરો આપણા દેશનું ગૌરવ છે. તેમની કુશળતા અને હસ્તકળા આપણી સંસ્કૃતિના અભિન્ન અંગ છે. એનએમએસીસી ખાતે અમારા માટે સન્માનની વાત છે કે તેમને તેમના કૌશલ્ય અને પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે વૈશ્વિક મંચ મળે, તેમને સન્માનિત કરવામાં આવે અને આ વારસો આવનારી પેઢીઓ સુધી પહોંચે, તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું. ” “અમારા ભારતીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો તરફથી તેમને જે આદર અને પ્રશંસા મળી છે તે જોઈને મને સૌથી વધુ આનંદ થાય છે. હું તેમની સાથેના મારા આદાનપ્રદાન થકી આનંદ અનુભવતી હતી, અને તેમની વાતો સાંભળીને અને હસ્તકળા પ્રત્યેની તેમની અસાધારણ ઉત્કટતા જોઈને મને ખૂબ આનંદ થતો હતો. સ્વદેશ એ આપણા વારસાની ઉજવણી છે અને મને આશા છે કે તે આપણા કારીગરો માટે સન્માન, માન્યતા અને તેમની કળાના સાતત્યની નવી શરૂઆત કરશે.”
જ્યારે કળાકારો એનએમએસીસીમાં પધાર્યા:
નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર જ્યારથી વિશ્વ માટે ખુલ્યું છે ત્યારથી મુલાકાતીઓ આ સેન્ટર અને તેના આકર્ષણોના ઘણા પાસાઓની પ્રશંસા કરી રહ્યા છે. સ્વદેશ એક્સપિરિયન્સ ઝોને કલ્ચરલ સેન્ટરના પ્રેક્ષકો માટે માત્ર કુશળ કારીગરોને પ્રત્યક્ષ કામ કરતાં જોવાની જ તક નથી આપી, પરંતુ તેમની કૃતિઓ પણ ખરીદી શકે તે માટે સુંદર ડિઝાઇન કરેલા સ્ટોલ સાથે પરંપરાગત કળાકારોની જગ્યાને જીવંત બનાવી છે. અગાઉ બીજી એપ્રિલ સુધી ત્રણ દિવસ માટે નક્કી કરવામાં આવેલું આ પ્રદર્શન હવે કારીગરોને મળેલા જબરજસ્ત પ્રતિસાદના કારણે લંબાવવામાં આવ્યું છે, કારણ કે પ્રસંશકો અહીં વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે અને દરરોજ કારીગરોને મળતાં ઓર્ડરની સંખ્યા વધી રહી છે, જેની સંપૂર્ણ આવક કારીગરોને મળે છે.
જે પ્રદર્શનની સમય મર્યાદા વધારવામાં આવી છે તેમાં પલગાઈ પદમ – તમિલનાડુની તાંજોર પેઈન્ટિંગ, આંધ્રપ્રદેશની વેંકટગીરી વેવ્સ, ગુજરાતના પટોળા વણાટ અને આંધ્રપ્રદેશની થોલુ બોમ્મલતા લેધર શેડો પપેટ્રીનો સમાવેશ થાય છે.
તાંજોર ચિત્રોમાં દેવતાઓનું સોનાના વરખનું અદ્દભૂત નિરૂપણ; વેંકટગિરી વણાટની જટિલ ઝરી પેટર્નિંગ સાથેના સુંદર કાપડ; ગુજરાતના પટોળાના વણાટ; આંધ્રપ્રદેશની થોલુ બોમ્મલતા શેડો પપેટ્રી અને કાગળ તથા માટીના મિશ્રણથી બનાવવામાં આવતાં બોબલ-હેડ રમકડાં; આ પ્રદર્શનનો એક ભાગ છે.
અથાંગુડી ઇકો-ફ્રેન્ડલી ટાઇલ્સ અને રસ્ટિક ક્લાસિક સાઉથ ઇન્ડિયન ‘ધ વૂડન ટચ’ ડેકોર, સાથે આખી જગ્યા જ પોતે જ એક જીવંત અહેસાસ કરવાનો અનુભવ બની રહે છે.
રિલાયન્સ ફાઉન્ડેશને વર્ષોથી પરંપરાગત ભારતીય કારીગરોને તેમની પ્રતિભા રજૂ કરવા અને તેમના કામને વ્યાપક પ્રેક્ષકો સુધી લઈ જવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. પરંપરાગત કળાકારો અને હસ્તકળા કારીગરો માટે આજીવિકાની તકો ઊભી કરવાથી જોખમમાં મુકાયેલા કળાના સ્વરૂપોને નવી જિંદગી મળે છે, જેથી તેમનું કાર્ય ચાલુ રહે તે સુનિશ્ચિત થાય. આ પ્રયાસની અભૂતપૂર્વ સફળતા રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરનારા નવા કલ્ચરલ સેન્ટરની માન્યતામાં વધુ એક બીજું પાસું ઉમેરે છે.
આ પ્રયાસોએ કારીગરોને સતત રોજગારીની તકો પૂરી પાડીને કળાના સ્વરૂપની જાળવણી અને તેનું રક્ષણ કરવામાં મદદ કરી છે. કારીગરો પ્રત્યેની આ લાંબા સમયની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સ્વદેશ એ દિશામાં વધુ એક પગલું છે.
અમદાવાદમાં આજે આઈપીએલ-2023 ફાઈનલ માટે ‘ઓલ-ક્લીયર’
અમદાવાદઃ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ-2023ની ફાઈનલ મેચને ગઈ કાલે ધોધમાર અને બરફના કરા તેમજ વીજળીના કડાકાભડાકા સાથેના વરસાદે રમાવા દીધી નહોતી. પરિણામે હજારો ક્રિકેટપ્રેમીઓને નિરાશ થઈને ઘેર પાછાં ફરવું પડ્યું હતું. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રિઝર્વ દિવસે ફાઈનલ મેચ રમાશે.
(તસવીર સૌજન્યઃ https://www.iplt20.com/)
પરંતુ આજે દિવસ સાવ જુદો છે. સાંજે 4 વાગ્યે પણ અમદાવાદમાં તડકો હતો. ખાનગી વેધશાળા એક્યૂવેધરની આગાહી મુજબ, અમદાવાદમાં આજે આખો દિવસ આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે. માત્ર સાંજના સમયે વરસાદ પડવાની 3 ટકા સંભાવના છે. દર કલાકે અપાતી વેધર અપડેટ્સ અનુસાર વરસાદ પડવાની સંભાવના અત્યંત ઓછી છે. મેચ સમયસર શરૂ થશે એવી આશા છે. આઈપીએલ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે સ્ટેડિયમમાં ગઈ કાલે ટિકિટ લઈને આવેલા લોકોએ પ્રવેશ માટે એ જ ટિકિટ આજે બતાવવાની રહેશે.
આઈપીએલના 16 વર્ષના ઈતિહાસમાં આ પહેલી જ વાર ફાઈનલ મેચને રિઝર્વ દિવસે રમાડવી પડશે.
રામ ચરણે નવી ફિલ્મ ‘ધ ઇન્ડિયા હાઉસ’ બનાવવાની ઘોષણા કરી
હૈદરાબાદઃ ફિલ્મ એક્ટર રામ ચરણે વીર સાવરકર જયંતીએ નવી ફિલ્મ ‘ધ ઇન્ડિયા હાઉસ’ની ઘોષણા કરી હતી. આ ફિલ્મમાં એક્ટર નિખિલ સિદ્ધાર્થ અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકાઓમાં નજરે ચઢશે. વીર સાવરકરની 140મી જયંતીએ RRR સ્ટાર રામ ચરણે V મેગા પિકચર્સના બેનર હેઠળ બનનારી પહેલી ફિલ્મના લોન્ચની ઘોષણા કરી હતી. રામ ચરણે તેના મિત્ર UV ક્રિયેશન્સના વિક્રમ રેડ્ડી અને અભિષેક અગ્રવાલ આર્ટ્સના પ્રોડક્શન હાઉસ સાથે ભાગીદારી કરી છે.
‘ધ ઇન્ડિયા હાઉસ’ ફિલ્મ લંડનમાં સ્વતંત્રતા પૂર્વના યુગમાં લઈ જશે. એનું ટીઝર એવી ફિલ્મ તરફ ઇશારો કરે છે, જે ઇન્ડિયા હાઉસની આસપાસ રાજકીય ઊથલપાથલના સમયમાં એક લવ સ્ટોરીને ઉજાગર કરે છે.
On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film – THE INDIA HOUSE
headlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna!
Jai Hind!@actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/YYOTOjmgkV— Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023
જોકે સંયોગથી એ રાષ્ટ્રવાદી ભારતીય વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રવાદી કાયદો અને ભારતીય સમાજશાસ્ત્રીના સંપાદક શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંચાલિત એક નિવાસસ્થાન હતું. શ્યામજી કૃષ્ણ વર્માની સાથે મહાત્મા ગાંધીની પાસે ક્રાંતિ વિરુદ્ધ અહિંસાનો એક તર્ક હતો, જે તેમને 1909ના ઘોષણાપત્ર હિન્દ સ્વરાજ ખવા માટે પ્રેરિત કર્યા હતા.
દિલ્હીમાં 16-વર્ષની છોકરીની કરપીણ હત્યા કરનાર યુવકને પોલીસે યૂપીમાંથી પકડ્યો
નવી દિલ્હીઃ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 16-વર્ષની સાક્ષી નામની એક છોકરીની કરપીણ હત્યા કરનાર સાહિલ નામના 20 વર્ષીય કિશોરની દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહરમાંથી આજે બપોરે ધરપકડ કરી છે. આરોપી સાહિલ શાહબાદ ડેરી વિસ્તારમાં એસી મિકેનિક તરીકે કામ કરતો હતો.
સાહિલને સાક્ષી સાથે પ્રેમ હતો. પરંતુ ગઈ કાલે રવિવારે એમને કોઈક વાતે ઝઘડો થયો હતો. સાક્ષીએ એનાં એક સંબંધીનાં જન્મદિવસની પાર્ટીમાં જવાનું નક્કી કર્યું હતું. સાહિલને તે ગમ્યું નહોતું. એટલે એણે સાક્ષીનો પીછો કર્યો હતો અને રસ્તામાં એની પર ચાકૂ વડે ઘાતકી રીતે હુમલો કર્યો હતો. શાહબાદ વિસ્તારમાં જે.જે. કોલોનીમાં સાક્ષીનાં ઘરની બહાર જ તેની અત્યંત કરપીણ રીતે હત્યા કરી હતી. એનો કાળજું કંપાવી દે તેવો વિડિયો પોલીસે કબજામાં લીધો છે. સાહિલે નિર્દયતાપૂર્વક સાક્ષીને ચાકૂના 40 ઘા માર્યાં હતાં અને ત્યારબાદ પથ્થર વડે એનું માથું છુંદી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ એ ફરાર થઈ ગયો હતો. રસ્તામાં કેટલાક રાહદારીઓએ તે કરપીણ હત્યા જોઈ હતી, પરંતુ કોઈ સાક્ષીની મદદે ગયું નહોતું.
આ ભયાનક બનાવ અંગે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આઘાતની લાગણી વ્યક્ત કરી છે.
સાહિલને પકડવા માટે દિલ્હી પોલીસે છ ટીમ તૈયાર કરી હતી. પોલીસના ચોપડે અગાઉ સાહિલના નામે કોઈ ક્રિમિનલ રેકોર્ડ નોંધાયો નહોતો.
દેશભક્તિ: શહીદોના આંગણામાંથી માટી એકઠી કરી સ્મારકનો સંકલ્પ
ગાંધીનગરઃ કર્ણાટકના બેંગલુરુના ઉમેશ ગોપીનાથ જાદવની દેશભક્તિ કંઈક જુદા જ પ્રકારની છે. પુલવામા હુમલામાં દેશના જવાનો શહીદ થયા એટલે ઉમેશનું હ્રદય દ્રવી ઊઠ્યું. તેને થયું દેશના જવાનોને સોશિયલ મિડિયા પર શ્રદ્ધાંજલિ આપીએ એની સાથે કંઈક અનોખી રીતે યાદગીરી ઊભી કરીએ, એટલે ઉમેશ જાદવ નવેમ્બર, 2019 માં બેંગલુરુમાંથી પરિવારની સંમતિ સાથે શહીદોના ઘરની મુલાકાતે નીકળી પડ્યા. શહીદોના પરિવારોને મળ્યા પછી તેમના ઘરઆંગણાંની માટી લેવાનું શરૂ કર્યું. તેમણે તૈયાર કરેલી એક અનોખી કારના પાછળના ભાગે માટી કળશ એકઠા કર્યા હજારો કિલોમીટરનો પ્રવાસ કરી શહીદોના ઘર પાસેથી એકઠી કરેલી માટીનું પરવાનગી લઈ પુલવામામાં સ્મારક પણ તૈયાર કર્યું.
ગાંધીનગર ચિલોડા પાસેની એક હોટેલના સંચાલક આર્યન ચૌધરી ચિત્રલેખા. કોમને કહે છે ગુજરાતમાં ઉમેશભાઈ એ ઋષિકેશ રામાણી, કેપ્ટન નીલેશ સોની જેવા શહીદોના પરિવારોના આંગણેથી માટી લીધી હતી. પોતાના માટે કોઈ પણ ફાળો ઉઘરાવતા નથી, પરંતુ કોઈ રહેવાની સગવડ કરે કે યાત્રામાં સ્થાનિક મદદ સ્વીકારે છે.
કેપ્ટન નીલેશ સોનીના પરિવારના જગદીશ સોની કહે છે ઉમેશ જાદવ ખરેખર કંઈક જુદા જ અંદાજમાં શહીદોને યાદ કરી દેશભક્તિ કરી રહ્યા છે. કોરોનાના કપરા સમયમાં અમદાવાદ આવી અમારા આંગણેથી માટી લઈ ગયા હતા.
બેંગલુરુના ઉમેશ જાદવ તાજેતરમાં ગાંધીનગર પહોંચ્યા ત્યારે ચિલોડાની હોટલમાં રોકાયા એ વેળાએ તેમની અનોખી ગાડીમાં કેવી રીતે શહીદોના માટી કળશ એકઠા કરે છે એ વિશે સૌને માહિતગાર કર્યા. દેશના શહીદો સુરક્ષા દળોના જવાનો પ્રત્યે અનોખો પ્રેમ જોઈ સૌકૌઈ અચંબિત થયા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)
ઈસરોના ‘નાવિક’ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ: ચીન, પાકિસ્તાન પર હવે અંતરિક્ષમાંથી ભારતની નજર રહેશે
ચેન્નાઈઃ ભારતે સ્વદેશી જીપીએસ ટેક્નોલોજી વડે અતિશય મહત્ત્વના એવા NVS-1 સેટેલાઈટનું પ્રક્ષેપણ કરવામાં આજે સફળતા હાંસલ કરી છે. આ કૃત્રિમ ઉપગ્રહની મદદથી ચીન અને પાકિસ્તાનની હિલચાલ પર ભારત ચાંપતી નજર રાખી શકશે.
જીએસએલવી રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના એસડીએસસી ખાતેના લોન્ચ પેડ પરથી NVS-01 (Navic)ને લઈને અવકાશ ભણી રવાના થયું હતું. આ સેટેલાઈટને નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સેટેલેશન (NavIC) સર્વિસીસ નામ આપવામાં આવ્યું છે. GSLV-F12 રોકેટનું આ 15મું ઉડ્ડયન હતું.
‘નાવિક’ નેવિગેશન ઉપગ્રહને અંતરિક્ષમાં લોન્ચ કરીને ભારતની કેન્દ્ર સરકાર સંચાલિત અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ એક વધુ સફળતા હાંસલ કરી છે. આ ઉપગ્રહને કારણે અંતરિક્ષમાંથી ભારતની દેખરેખ અને નેવિગેશન ક્ષમતા વધી જશે. ‘નાવિક’ શ્રેણીમાં આ નવો સેટેલાઈટ છે. તેનો ઉપયોગ જીપીએસ સુવિધા પૂરી પાડવા માટે કરાશે. આ સેટેલાઈટ પર પહેલી જ વાર સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત એટમિક ક્લોક ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
નિફ્ટ ગાંધીનગર દ્વારા ગ્રેજ્યુએશન શોનું આયોજન કરાયું
ગાંધીનગરઃ નિફ્ટ ગાંધીનગર દ્વારા વર્ષ 2023ના વિદ્યાર્થીઓ માટે ટેક્સટાઇલ્સ ડિઝાઇન વિભાગ- તંતુ, ફેશન કોમ્યુનિકેશન- અમલગમ, ફેશન ટેક્નોલોજી-ટેક્નોવા અને ટેક્નોટોક અને સ્પેસ ડિઝાઇન- D.ડોટ માટે ગ્રેજ્યએશન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાદી અને ગ્રામોદ્યોગ પંચ (KVIC)ના અધ્યક્ષ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રેજ્યુએશન શોનું ઉદઘાટન કર્યું હતું અને એ પ્રસંગે નિફ્ટ- ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. ડો. સમીર સુદ ઉપસ્થિત હતા.
આ કાર્યક્રમમાં જેડબ્લુના MD બિપીન ચૌહાણ, ઝેડેક્સ કલોધિંગ લિ.ના MD સંજય ગોયલ કોમલ ગ્રુપના રાકેશ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુદે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે આજનો દિવસ વિદ્યાર્થી માટે આકરી મહેનત, દ્રઢતા અને દ્રઢ સંકલ્પના ઉત્સવનો જ નહીં, પરંતુ અમારી ફેકલ્ટીના પ્રોફેસરોની મહેનતનો પણ પુરાવો છે. વળી, આજથી તમે નિફ્ટ ગાંધીનગરના ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ છો. આ વિદ્યાર્થીઓએ ઇન્ડસ્ટ્રીમાંથી સારોએવો અનુભવ મેળવ્યો છે અને તેઓ હવે ડિઝાઇન અને વિકાસ સાથે સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ટેક્સટાઇલ વિભાગે ખાદી એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું, જેમાં સૈલિની શેઠ દ્વારા બ્રાન્ડ મોરલ ફાઇબરને દર્શાવવામાં આવ્યું હતું.
અમારું મિશન એ ખાતરી કરવાની છે કે કારીગરોને માલૂમ છે કે બજારમાં તેમનાં ઉત્પાદનોને કેવી રીતે મૂકવાં, ખાસ કરીને ખાદી, કેમ કે ખાદીની માગને વધારવાની તાતી જરૂર છે, એમ તેમણે કહ્યું હતું. ટેક્સટાઇલ ડિઝાઇન વિદ્યાર્થીઓએ પણ ડિઝાઇન ઇન્નોવેશન પર ઉત્તમ કામગીરી કરી હતી. ગપં પારસી સમાજના પુનરુદ્ધાર માટે કામ કરવા ઇચ્છતી હતી, જેથી હું તેમની પસંદનો એક સંગ્રહ લઈને આવી છું, જેમં સાડી, બેગ્સ, સ્ટોલ અને દુપટ્ટા વગેરે છે.
અતિથિઓએ પણ વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમને પ્રોત્સાહન આપ્યું હતું. KVICના અધ્યક્ષ મનોજકુમારે કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા –બે પરિવર્તનકારી પહેલો છે, જેમાં યુઝર્સે એક નવા યુગનો પ્રારંભ કર્યો છે. ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન અને ખાદી ફોર ટ્રાન્સફોર્મેશને લોકો માટે રૂ. 1.15 લાખ કરોડનું સર્જન કર્યું છે, અને વિદ્યાર્થીઓને ઉદ્યાગ સાહસિક બનવા માટે પ્રોત્યાહિત કરીએ છીએ. PMEGP કાર્યક્રમ હેઠળ સરકાર 35 ટકા સબસિડી સાથે રૂ. 50 લાખની લોન પૂરી પાડી રહી છે, જેમાં 70 લાખ લોકોને રોજગારી મળી છે. આ યોજના હેઠળ આઠ લાખ પ્રોજેક્ટોને મંદૂર કરવામાં આવ્યા છે અને રૂ. 22 લાખની સબસિડી આપવામાં આવી છે.
આ કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને આકરી મહેનત માટે એક એવોર્ડ અને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું.
FIR નોંધવા પર પહેલવાનોએ કહ્યું, ધરણાં જારી રહેશે
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને સંગીતા ફોગાટ સહિત અન્ય પહેલવાનોની ગઈ કાલે અટકાયત કરી છે, જ્યારે તેઓ નવા સંસદ ભવન તરફ કૂચ કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે જંતર-મંતર પર ધરણાં કરી રહેલાં પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા હંગામી ટેન્ટ અને અન્ય સામાન હટાવી દીધો છે. જોકે મોડી સાથે દિલ્હી પોલીસે વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટને છોડી મૂક્યા હતા. જ્યારે બજરંગ પૂનિયાને નહોતો છોડ્યો. 
પોલીસે કહ્યું હતું કે જંતર-મંતર પર 109 પ્રદર્શનકારીઓ સહિત દિલ્હીમાં 700 લોકોને અટકાયતમાં લીધા હતા. આ મામલે પ્રતિક્રિયા આપતાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે દિલ્હી પોલીસને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની સામે FIR નોંધવામાં સાત દિવસ લાગ્યા હતા.દિલ્હી પોલીસે ટોચના રેસલરો સાક્ષી મલિક, બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટની વિરુદ્ધ IPCની કલમ 147 ( તોફાન કરવા), 148 (ઘાતક હથિયારોથી લેસ થઈને બળવો કરવો), 149 (ગેરકાયદે રીતે ભીડ એકત્ર કરવી). 352 (કોઈ પણ વ્યક્તિ પર ગંભીર તથા આકસ્મિક ઉત્તેજના વગર હુમલો અથવા બળપ્રયોગ કરવો), 353 (લોક સેવકને એની ફરજથી રોકવા માટે હુમલો કરવો) અને 186 (લોકસેવકની ડ્યૂટીમાં અડચણ નાખવી) હેઠળ FIR નોંધશે.
દિલ્હી પોલીસે જંતર-મંતર પર થયેલી ઘટના સંબંધે પ્રદર્શન આયોજકો સહિત અન્યોની વિરુદ્ધ FIR નોંધી છે. ફોગાટે દેખાવકારો સામે FIR નોંધવા બદલ પોલીસની ટીકાર કરતાં કહ્યું હતું કે મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કરનારા બ્રિજભૂષણની વિરુદ્ધ FIR નોંધવા માટે પોલીસેને સાત દિવસ લાગ્યો હતો. અને શાંતિથી દેખાવો કરવા માટે અમારી સામે FIR નોંધવા સાત કલાક પણ નથી લાગ્યા.









