Home Blog Page 2796

નાણાકીય વ્યવહારો ક્યારેય સાક્ષી વગર અને લેખિત દસ્તાવેજ વગર કરવા નહીં

“પોતાના પુત્રો કે મિત્રાદિક સાથે પણ વ્યવહાર કરવા હોય તોય ક્યારેય લખાણ કર્યા વગર કે સાક્ષી રાખ્યા વગર કરવાં નહીં.” શિક્ષાપત્રીના શ્લોક 143માં અત્યંત મહત્ત્વની આ વાત કરવામાં આવી છે.

અકબર બાદશાહનો દરબાર ભરાયો હતો અને તેમાં કોઈ વ્યક્તિએ પોતાના પાડોશીને ધીરેલાં નાણાં બાબતે રાવ આવી હતી. પાડોશીએ ઉછીનાં નાણાં પાછાં આપવાનો ઇનકાર કર્યો હતો. બાદશાહે બીરબલને બોલાવ્યો અને બીરબલે બન્ને પક્ષોને સાંભળ્યા.

નાણાંની આ લેવડદેવડનો કોઈ દસ્તાવેજ બનાવાયો ન હતો. વળી, તેનો કોઈ સાક્ષી પણ ન હતો. નાણાં ધીરનાર માણસ સીધોસાદો  બ્રાહ્મણ હતો અને દરબારમાં આવીને રડવા લાગ્યો હતો.

પાડોશીને નાણાંની સખત જરૂર હતી એવું સાંભળીને તેનું હૃદય દ્રવી ઊઠ્યું હોવાથી તેણે પોતાના ઘડપણ માટે બચાવેલી મૂડી કરજ પેટે આપી દીદી હતી.

બીરબલે બ્રાહ્મણને પૂછ્યું, “આ વ્યવહાર ક્યાં થયો હતો?” જવાબ મળ્યો, “દૂરના એક સ્થળે વડલાના ઝાડ નીચે તેણે પાડોશીને પૈસા આપ્યા હતા.” બીરબલે બ્રાહ્મણને એ ઝાડની છાલ લાવવાની વિનંતી કરી. બીરબલે કહ્યું કે ઝાડની છાલ આ વ્યવહારની સાક્ષી છે. છાલ લાવવા માટે બ્રાહ્મણને બે કલાકનો સમય અપાયો. બ્રાહ્મણને આ સાંભળીને આઘાત લાગ્યો, પરંતુ બાદશાહના દરબારનો આદેશ હોવાથી તે ઝાડની છાલ લેવા ઉપડ્યો. તેને મનમાં થયું કે બીરબલ મજાક કરી રહ્યો છે. આટલે દૂરથી માત્ર બે કલાકમાં ઝાડની છાલ લઈને પાછા આવવાનું મુશ્કેલ હતું. હવે પોતાની મૂડી પાછી નહીં મળી શકે એવું વિચારતાં-વિચારતાં અને નસીબને દોષ આપતાં આપતાં એ ઝાડની છાલ લાવવા નીકળી પડ્યો.

બીજી બાજુ, દરબારમાં બે કલાકનો સમય પૂરો થવા આવ્યો. પાડોશીએ બીરબલને કહ્યું, “બે કલાક થવા આવ્યા છે, મને હવે જવા દો. એ જગ્યા એટલી દૂર છે કે ત્યાંથી બે કલાકમાં પાછા આવી શકાય એમ જ નથી.” એણે વાક્ય પૂરું કર્યું ત્યાં જ બીરબલે તેને પકડી પાડ્યો, “જો તમારા  બન્ને વચ્ચે વ્યવહાર થયો જ ન હોય તો તને કેવી રીતે ખબર કે એ જગ્યાએથી બે કલાકની અંદર પાછા આવવાનું શક્ય નથી?”

ઉપરોક્ત ટુચકા પરથી સ્પષ્ટ થાય છે કે શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક 143માં જે કહેવાયું છે એ કેટલું જરૂરી છે.

મારા બાળપણનો એક કિસ્સો પણ અહીં ટાંકવા જેવો છે. મારાં માતાના દૂરના કઝીન સાથે એ બનાવ બન્યો હતો. તેમનો પરિવાર સાગના લાકડાનો વેપાર કરતો હતો. તેઓ બર્મા (જેનું નવું નામ મ્યાંમાર છે)થી લાકડા મગાવનારા મોટા આયાતકાર હતા.

તેમણે મગાવેલો મોટો સ્ટોક બર્માથી આવ્યો હતો. એ વખતે તહેવારોની મોસમ હતી. તેમણે વીમો કઢાવવામાં ઢીલ કરી. તેમનું બદનસીબ કે વીમો કઢાવતાં પહેલાં પાડોશીની વખારમાં આગ લાગી અને તેમની વખાર પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. રાતોરાત તેઓ રસ્તા પર આવી ગયા. પગભર થવા માટે તેમને પછી વર્ષો લાગી ગયાં.

આવાં તો અનેક ઉદાહરણ મેં મારી કારકિર્દીમાં જોયાં છે. દસ્તાવેજો કરાવવાનું કહેવામાં આવતું હોવા છતાં લોકો એ બાબતે દુર્લક્ષ કરતા હોય છે. દસ્તાવેજ કરાવી લેવાની વાત આવે ત્યારે સામેવાળાને અવિશ્વાસ કર્યા જેવું લાગશે એવું વિચારીને બન્ને પક્ષો એ કામ ટાળતા હોય છે, પરંતુ વ્યવહારમાં એ વલણ બરોબર નથી.

લાંબા સમયના મારા ક્લાયન્ટ રાહુલને એક વખત દસ્તાવેજ કરાવવાની જરૂર પડી હતી. તેના પરિવારની વારસાગત જમીન બાબતે કાકા-બાપા અને પિતરાઈઓ વચ્ચે થયેલી સમજૂતીનો દસ્તાવેજ કરાવવાની મેં જ્યારે વાત કરી ત્યારે તેણે કહ્યું, “અમારા ઘરમાં બધા હળીમળીને રહે છે અને એકબીજા પર પૂરેપૂરો ભરોસો રાખે છે. મારા કાકાને હું કેવી રીતે કહી શકું કે તમે આ કાગળ પર સહી કરો? તેમને લાગશે કે મને તેમના પર વિશ્વાસ નથી.”

પરિવારમાં સુમેળ હોવાથી કોઈ વાંધો આવ્યો નહીં, પરંતુ થોડાં વર્ષો પછી તેમણે મોટી જમીનના ટુકડા કરીને પ્લોટ પાડવાનું તથા દરેક કુટુંબીજનના નામે ટાઇટલ ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું ત્યારે સ્થાનિક રજિસ્ટ્રારે પરસ્પર સમજૂતી કાયદેસર કરાઈ હોવાનું દર્શાવતો અને કોઈક સરકારી સંસ્થામાં રજિસ્ટર્ડ હોય એવો દસ્તાવેજ રજૂ કરવાનો આગ્રહ રાખ્યો.

આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે દગાખોરી, વિશ્વાસભંગ, ગોટાળાથી બચવાની સાથે સાથે નિયમોના પાલન માટે તથા કાનૂની જરૂરિયાતો પૂરી કરવા માટે તમામ નાણાકીય વ્યવહારોના દસ્તાવેજ બનાવડાવી લેવા જોઈએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

 

અશોક કુમારે માલિકની પત્ની સાથે ફિલ્મ કરી   

અશોક કુમારના પિતા પોતે જાણીતા વકીલ હોવાથી એમને પણ વકીલ બનાવવા ઇચ્છતા હતા. એમને કલકત્તામાં વકીલાતનો અભ્યાસ પણ કરાવ્યો હતો. પરંતુ એમને કંઈક અલગ કરવું હતું એટલે મુંબઈ આવી ગયા અને ‘બોમ્બે ટૉકીઝ’ ના કેમેરા વિભાગમાં ટેકનિશિયનની નોકરી મેળવી લીધી હતી. અશોક કુમારનો અભિનેતા બનવાનો વિચાર કે આયોજન કશું ન હતું. અચાનક જ મોટી તક મળી ગઈ. ત્યારે ‘બોમ્બે ટૉકીઝ’ ના માલિક હિમાંશુ રાયે પત્ની દેવિકા રાની સાથે હીરો તરીકે નજમુલ હુસેનને લઈ ‘અછૂત કન્યા’ (૧૯૩૬) નું નિર્માણ શરૂ કર્યું હતું.

એ દિવસે હીરો નજમુલ આવી શક્યો નહીં. હિમાંશુના આ ફિલ્મ પર ઘણા રૂપિયા લાગ્યા હતા. કોઈપણ સંજોગોમાં શૂટિંગ શરૂ કરવું જરૂરી હતું. નજમુલ ના આવ્યો એટલે કોઈ નવા હીરોને લઈને પણ ફિલ્મ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. કેમકે જાણીતો હીરો તરત મળી શકે એમ ન હતો. ત્યારે એમને ત્યાં કામ કરતા અશોક કુમાર પર નજર પડી. અશોક ફિલ્મની પ્રિન્ટના ડબ્બા ઉઠાવીને લઈ જઇ રહ્યો હતો. હિમાંશુએ અશોક કુમારને બોલાવ્યા અને સીધું જ પૂછી લીધું:‘તું આ ફિલ્મમાં હીરોની ભૂમિકા કરશે?’ એમની વાત સાંભળીને અશોક કુમાર નવાઈ પામ્યા અને કહ્યું કે પોતાને અભિનય કરતાં કે સંવાદ બોલતા આવડતું નથી. અશોક કુમાર કામ કરવા તૈયાર હતા.

હિમાંશુએ એમને બધું શીખવવાનો ભરોસો આપ્યો. ત્યારે અશોક કુમારના બનેવી શશધર મુખર્જી ત્યાં જ કામ કરતા હતા. એમણે પણ હીરો બનવાની સલાહ આપી. પરંતુ ફિલ્મના જર્મન નિર્દેશક ફ્રેંજ ઓસ્ટેને દેવિકા રાની સાથેના એક પ્રેમ દ્રશ્યની શરૂઆતમાં અશોક કુમારને ગભરાયેલા જોઈને એમની જોડી જામી રહી ન હોવાનો અભિપ્રાય આપ્યો. દેવિકા રાની અશોક કુમારના માલિક હિમાંશુ રાયના પત્ની અને એમનાથી મોટી ઉંમરના હતા. એ કારણે અશોક કુમારને કામ કરવામાં ખચકાટ થતો હતો. હિમાંશુ અશોક કુમારને પ્રોત્સાહન આપવા લાગ્યા. એમણે બંગાળીમાં જ સંવાદ બોલવાનું પણ શીખવ્યું.

અશોક કુમાર માટે દેવિકા સાથે પ્રેમાલાપનું દ્રશ્ય કરવામાં મુશ્કેલી એ હતી કે શુટિંગમાં બનેવી શશધર પણ ઉપસ્થિત રહેતા હતા. એમણે અભિનય કરતી વખતે ત્યાં શશધર હાજર ના રહે એવી શરત મૂકી. હિમાંશુએ એ માની લીધી. શુટિંગ શરૂ થયું ત્યાં અશોક કુમારને સેટ ઉપરની ગેલેરીમાં શશધર ફરતા દેખાયા. એમણે શુટિંગ અટકાવી દીધું. હિમાંશુએ એમને ફરી સમજાવ્યા અને હિંમત વધારી કે દેવિકા તમારી માલકિણ નહીં પ્રેમિકા છે એમ વિચારીને અભિનય કરો. અભિનય કરતી વખતે તમારી આસપાસ કોઈ નથી એમ વિચારવાનું. એ વખતે અશોક કુમારની બધી શરમ જતી રહી અને ખચકાટ વગર શુટિંગ પૂરું કર્યું. જો એ દિવસે હીરો નજમુલ હાજર રહ્યો હોત તો અશોક કુમારને જલદી આવી તક મળી ના હોત. અને પછી હિમાંશુ રાયે પ્રોત્સાહિત ના કર્યા હોત તો અભિનયમાં કદાચ આગળ વધી શક્યા ના હોત.

કોરાનાના 186 નવા કેસો, કોઈનું મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 186 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,92,462 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,888 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,58,259 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 240 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2501એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 88,112 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.11 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,29,668 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 781 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

વજુ કોટકના ‘પ્રભાતનાં પુષ્પો’ હવે ઓડિયો સ્વરૂપે: આજે મુંબઈમાં લોકાર્પણ

મુંબઈઃ ગુજરાતીઓના લોકપ્રિય સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક તંત્રી‌ અને લેખક વજુ કોટક લિખિત ચિંતનકણિકાઓ ‘પ્રભાતનાં પુષ્પો’થી ભાગ્ય જ કોઈ ગુજરાતી વાચક અજાણ હશે. વર્ષો સુધી ‘ચિત્રલેખા’ના ઉઘડતાં પાને પ્રકાશિત થયેલી આ કોલમ ‘પ્રભાતનાં પુષ્પો’ અત્યંત લોકપ્રિય નીવડી છે એ કહેવાની જરૂર નથી.

હવે ‘ચિત્રલેખા’ અને વજુ કોટકના ચાહકો માટે ખુશખબર છે કે ‘પ્રભાતનાં પુષ્પો’નું ઓડિયો સંસ્કરણ પણ રિલીઝ થવા જઈ રહ્યું છે.

પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા અને હરીશ ભીમાણી

10 જૂન, શનિવારે મુંબઈમાં બીકેસીસ્થિત એનએસઈ બિલ્ડિંગ ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાનાર આ ખાસ કાર્યક્રમમાં ‘પ્રભાતનાં પુષ્પો’ના ઓડિયો સંસ્કરણનું લોકાર્પણ જાણીતા કથાકાર પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યા, સિદ્ધહસ્ત કલાકાર મનોજ જોશી, જાણીતા લેખક અને વક્તા જય વસાવડા, મહારાષ્ટ્ર સરકારના પ્રવાસન વિભાગના મંત્રી મંગલ પ્રતાપ લોઢા અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે.

મનોજ જોશી અને જય વસાવડા

‘પ્રભાતનાં પુષ્પો’ના લખાણોને સ્વર આપ્યો છે જાણીતા ઉદ્દઘોષક હરીશ ભીમાણીએ. જ્યારે સંગીત છે દીપક શાહનું. હરીશ ભીમાણી પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે.

આશિષકુમાર ચૌહાણ અને મંગલપ્રભાત લોઢા

આ કાર્યક્રમમાં પ્રભાતનાં પુષ્પોના લખાણો પરથી જાણીતા કલાવૃંદ દ્વારા બે વિશેષ પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવનાર છે. લક્ષ્ય શર્મા, કંચન ખિલારે અને સાત્વિક મહાજન જેવા કલાકારો આજ ચિંતનકણિકાઓને સ્ટેજ પર પર્ફોર્મ કરશે. ‘સ્ટોરી સર્કસ’ ગ્રુપના ફાઉન્ડર ઉલ્કા મયુરે આ પરફોર્મન્સનું વિઝયુલાઈઝેશન, કોરિયોગ્રાફી અને નિર્દેશન કર્યું છે.

નેહલ ગઢવી

કાર્યક્રમનું સંચાલન નેહલ ગઢવી કરશે. વાચકો આ કાર્યક્રમને ‘ચિત્રલેખા’ના Facebook પેજ પર અને YouTube ચેનલ પર જીવંત નિહાળી શકશે.

Prabhat na Pushpo live concert

 

૧૦ જૂન, ૨૦૨૩

૧૦ જૂન, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 10/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

પંચાંગ 10/06/2023

ફોરેક્સ માર્કેટમાં ખાતરીપૂર્વકના વળતરની ઓફરથી સાવચેત રહો: એનએસઈની ચેતવણી

મુંબઈ તા.9 જૂન, 2023:  “લક્ષ્મી રાવ” નામની એક વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરવા પર નિશ્ચિત વળતરની ખાતરી અને  સિક્યુરિટીઝ માર્કેટમાં ટ્રેડિંગ માટેની ટિપ્સ પૂરી પાડી રહી છે અને રોકાણકારોને તેમના તેમના ખાતાના ક્રેડેન્શિયલ માગી ખાતાંને હેન્ડલ કરવાની ઓફર કરી રહી છે, એનાથી ચેતવાની જાહેર સલાહ નેશનલ સ્ટોક એક્સચેન્જે આપી છે. આ વ્યક્તિ ફોન નંબર “7259527529” મારફત કામકાજ કરે છે.

જેઓ ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરે છે એમને ચેતવવામાં આવે છે કે “માધવરાવ” નામની વ્યક્તિ કે જે “તિરુમાલા ટ્રેડ” સાથે સંકળાયેલી છે અને મોબાઈલ નંબર “8459828236” મારફત કામ કરે છે તે ફોરેક્સ માર્કેટમાં રોકાણ કરવા પર નિશ્ચિત વળતરની ખાતરી આપી રહી છે

એનએસઈની ચેતવણી મુજબ ઈન્વેસ્ટર્સે આવાં પ્રોડક્ટ્સમાં રોકાણ ન કરવું, કારણ કે નિર્દેશાત્મક, ખાતરીબંધ વળતરવાળાં પ્રોડક્ટ્સ ફોરેક્સ અને સિક્યુરિટીઝ માર્કેટમાં ઓફર કરવાં એ ગુનો છે. રોકાણકારોએ આવી વ્યક્તિને પોતાના ટ્રેડિંગ ખાતાની વિગતો પૂરી ન પાડવી અને પાસવર્ડ શેર ન કરવા. ઉક્ત વ્યક્તિ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બર નથી કે મેમ્બર સાથે જોડાયેલી અધિકૃત વ્યક્તિ નથી.

બીએસઈ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનું ટર્નઓવર રૂ.1,72,960 કરોડની નવી સપાટીએ

મુંબઈ તા. 9 જૂન, 2023: બીએસઈના તાજેતરમાં રિલોન્ચ કરવામાં આવેલા એસએન્ડપી સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર ચોથા સપ્તાહની સમાપ્તિએ રૂ.1,72,960 કરોડના નવા શિખરે પહોંચ્યું હતું. ઓપ્શન્સમાં રૂ.1,72,917 કરોડ અને ફ્યુચર્સમાં રૂ.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.

શુક્રવારે 6.34 લાખ સોદાઓમાં કુલ 27.54 લાખ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. એક્સપાયરી પૂર્વે કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ.12,650 કરોડના મૂલ્યના 2.02 લાખ કોન્ટ્રેક્ટ્સની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

સેન્સેક્સ અને બેન્કેક્સના રિલોન્ચિગ બાદ, ઓપન ઈન્ટરેસ્ટનો આંકડો એકધારો વધતો જાય છે એ દર્શાવે છે કે બજારના વધુને વધુ સહભાગીઓને આ કોન્ટ્રેક્ટ્સમાં રસ પડી રહ્યો છે. આ સેગમેન્ટમાં 170થી અધિક મેમ્બર્સ ટ્રેડિંગમાં સામેલ થયા હતા.

આઇસી15 ઇન્ડેક્સ 185 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે વોલેટિલિટી જોવા મળી હતી. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 400 પોઇન્ટની રેન્જમાં વધ્યો-ઘટ્યો હતો. એના ઘટકોમાંથી સોલાના, એક્સઆરપી, પોલીગોન અને બિટકોઇન વધ્યા હતા, જ્યારે કાર્ડાનો, બીએનબી, શિબા ઇનુ અને યુનિસ્વોપ ઘટ્યા હતા.

અમેરિકામાં સંસદની નાણાકીય સેવાઓ સંબંધિત સમિતિએ સ્ટેબલકોઇન અંગેનો નવો ખરડો બહાર પાડ્યો છે. એના પર સંસદમાં ચર્ચા થશે અને સ્ટેબલકોઇનનું નિયમન કરવા માટે ખરડો પસાર કરવામાં આવશે. બીજી બાજુ, યુરોપિયન યુનિયને શૈક્ષણિક અને વ્યાવસાયિક વેરિફિકેશન માટે બ્લોકચેઇનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.50 ટકા (185 પોઇન્ટ) વધીને 37,169 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,984 ખૂલીને 37,332ની ઉપલી અને 36,889 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.