અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
૨૦ જૂન, ૨૦૨૩
૨૦ જૂન, ૨૦૨૩
અસરાનીએ કામ મેળવવા અવાજ ઉઠાવ્યો
અસરાની અભિનેતા બનવા એક વર્ષ સુધી મુંબઈમાં પ્રયત્ન કર્યા પછી માત્ર એક ફિલ્મ ‘ખોટા પૈસા’ માં ‘મહેમાન’ તરીકે
ઊભા રહી પાછા ઘરે આવ્યા અને ત્રણ વર્ષ કોલેજ કર્યા પછી ફરી એક વખત અભિનયમાં જવાની બારી ખૂલતી દેખાઈ. પૂનામાં ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ નામની તાલીમ સંસ્થા ખૂલી હોવાનું જાણવા મળ્યું. આમપણ એ મુંબઈથી આવ્યા પછી તાલીમની જરૂર નથી એવી ગેરસમજ દૂર થઈ ગઈ હતી અને પછી ઘણાએ કહ્યું હતું કે તાલીમ લેવી જોઈએ. અસરાની અને એમના મિત્ર મણિ કૌલે ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ માટે સાથે જ અરજી કરી હતી. અસરાની સ્ક્રીન ટેસ્ટમાં પાસ થયા પછી ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા.
અસરાનીએ યશ ચોપડા, રાજેન્દ્રસિંહ બેડી, ઋષિકેશ મુખર્જી વગેરેની ટીમને ઇન્ટરવ્યુ આપ્યો. અસરાનીએ નિર્દેશક તરીકે તાલીમ માટે અરજી કરી હતી એટલે પૂછવામાં આવ્યું કે ‘જંગલી’ જેવી ફિલ્મ બનાવી શકો છો? ત્યારે અસરાનીએ હા પાડી હતી. મણિ કૌલે અભિનેતા બનવા પ્રવેશ મેળવ્યો હતો અને નિર્દેશક બન્યા હતા જ્યારે અસરાની નિર્દેશક બનવા પ્રવેશ મેળવી અભિનેતા બન્યા હતા. અસરાની ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયા. પ્રવેશ મેળવ્યા પછી પહેલા દિવસે શિક્ષક રોશન તનેજાએ એમનો અવાજ સાંભળ્યો અને કહી દીધું કે તારી ‘વોઈસ પ્લેસમેન્ટ’ બરાબર નથી. અસરાનીને થયું કે એણે તો રેડિયો અને સ્ટેજ માટે કામ કર્યું છે. બધાએ એનો અવાજ વખાણ્યો છે.

રોશને એમને સમજાવ્યું કે તારો અવાજ સાત-આઠ માણસ બોલતા હોય એવો નીકળે છે. અને એમણે અસરાનીને બોલવાની તાલીમ આપી. બે વર્ષ સુધી સખત તાલીમ લીધા પછી અસરાની બહાર આવ્યા પણ ક્યાંય કામ મળતું ન હતું. ત્યારે એમની પાસેના ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ ના પ્રમાણપત્રની કોઈએ કિંમત કરી નહીં. તાલીમ પછી પણ કામ માટે સ્ટુડિયોના ચક્કર લગાવતા રહ્યા. તે ઋષિકેશ મુખર્જીને તો કેટલીય વખત કરગર્યા હતા. ત્યારે એક સ્ટુડિયોમાં ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ ના આચાર્ય જગતજી મળી ગયા. અસરાની બેકાર ફરતા હોવાનું જાણી ઇન્સ્ટીટ્યુટમાં શિક્ષકની નોકરી આપી. દરમ્યાનમાં ઇન્દિરા ગાંધી સૂચના અને પ્રસારણ મંત્રી હતા ત્યારે એક દિવસ પૂનાની મુલાકાતે આવ્યા હતા.
અસરાની એમને મળ્યા ગયા અને કહ્યું કે તેની પાસે ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ નું પ્રમાણપત્ર હોવા છતાં ફિલ્મોમાં કામ મળી રહ્યું નથી. અસરાનીની વાતને એમણે ગંભીરતાથી લીધી હશે અને મુંબઈ આવીને નિર્માતાઓને કહ્યું કે ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ માં તાલીમ લેનારાને કામ આપવું જોઈએ. અને એ પછી નિર્માતાઓએ ધીમે ધીમે એમને તક આપવાનું શરૂ કર્યું હોવાનું અસરાનીએ એક મુલાકાતમાં કહ્યું છે. અસરાનીએ અવાજ ઉઠાવ્યા પછી એના પછીની બેચના જયા ભાદુરી, નવીન નિશ્ચલ, શત્રુધ્ન સિંહા વગેરેને પણ જલદી કામ મળ્યું હતું. અસરાનીને ‘ઉમંગ’ વગેરે ફિલ્મોમાં નાની ભૂમિકાઓ મળી હતી. પરંતુ જ્યારે ઋષિકેશ મુખર્જીની ‘ગુડ્ડી’ મળી અને હિટ રહી. ત્યારે કલાકારોની સાથે પૂનાની ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ નું પણ નામ થયું અને એમાંથી તાલીમ લઈને આવનારાને સન્માન મળવા લાગ્યું હતું. ‘ગુડ્ડી’ પછી અસરાનીને આઠ ફિલ્મોમાં કામ મળ્યું હતું. પછી ‘ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ’ ની નોકરી છોડીને મુંબઈમાં વસવાટ કરવા લાગ્યા હતા.
કાગડો દહીંથરું લઈ ગયો
કાગડો દહીંથરું લઈ ગયો |
દહીંથરું એ શુભ પ્રસંગે બનતી વાનગી છે. એની ગુણવત્તા ઊંચા પ્રકારની હોય છે. આ વાનગી પકવાનોના ભાગરૂપે મોટા માણસોના જમણવારમાં પીરસાય છે. અથવા કન્યા વિદાય વખતે મા-માટલીમાં મુકાય છે. આમ ખાસ પ્રસંગ માટે અને ખાસ વ્યક્તિઓ માટે બનાવેલ આ વાનગી છે. આથી ઉલટું આવી સારી વસ્તુ યોગ્ય પ્રસંગ અથવા યોગ્ય વ્યક્તિના હાથમાં જવાને બદલે પાત્રતાના ધરાવતા વ્યક્તિના હાથમાં જાય ત્યારે આ કહેવત વપરાય છે.

સામાન્ય રીતે દેખાવે સુંદર અને ગુણિયલ કન્યા જ્યારે ખાસ પાત્રતાના હોય તેવા વ્યક્તિ સાથે લગ્ન કરે ત્યારે આ કહેવત વપરાય છે. જ્યાં કાગડા જેવું ક્ષુદ્ર પક્ષી એટલે કે સાવ સામાન્ય અથવા કદરૂપો મુરતિયો દહીંથરાં જેવી રૂપાળી અને સુશીલ કન્યાને લઈ ગયો એમ કહેવાય.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
રાશિ ભવિષ્ય 20/06/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.
આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જે નવી બ્રાન્ડ “ગિફ્ટ નિફ્ટી’’નું અનાવરણ કર્યું
મુંબઈ તા.19 જૂન, 2023: એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (એનએસઈ આઈએકસ)ની નવી બ્રાન્ડ “ગિફ્ટ નિફ્ટી’’નું ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઈએફએસસી)ના ચેરપર્સન ઈંજેતી શ્રીનિવાસના હસ્તે કરવામાં આવ્યું હતું. અત્યારે સિંગાપોર એક્સચેન્જમાં એસજીએક્સ નિફ્ટી હેઠળ પ્રોડક્ટ્સ ઓફર કરવામાં આવે છે તેને ત્રીજી જુલાઈથી સંપૂર્ણપણે ગિફ્ટ નિફ્ટી હેઠળ ઓફર કરવાની કામગીરીના ભાગરૂપે આ નવી બ્રાન્ડને લોન્ચ કરવામાં આવી છે, જેમાં ભારતની વિકાસ યાત્રામાં વિશ્વના રોકાણકારોને ઉપલબ્ધ તક પ્રતિબિબિંત થાય છે.
શ્રીનિવાસે કહ્યું કે, ‘આઈએફએસસી આંતરરાષ્ટ્રીય નાણાકીય સર્વિસીસની આવશ્યકતાઓને પૂરી કરવા આઈએફએસસીને વૈશ્વિક મથક તરીકે વિકસાવવા કૃતનિશ્ચયી છે. ભારતના વિકાસમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોના વધતા પ્રભાવને જોતાં, ગિફ્ટ નિફ્ટી ભારતીય ઇક્વિટીના વ્યાપક ફલકને પામવા માટેની તક પૂરી પાડે છે. એનએસઈ નાઈનને ગિફ્ટ નિફ્ટી બ્રાન્ડ અને કોર્પોરેટ ઓળખના અનાવરણ નિમિત્તે હું અભિનંદન આપું છું.’
એનએસઈના સીઈઓ અને એમડી આશિષકુમાર ચૌહાણે કહ્યું, ‘ગિફ્ટ નિફ્ટીની નવી ઓળખ વિશ્વના રોકાણકારોને ભારતની વિકાસ યાત્રામાં સામેલ થવાની અનોખી તક અને દિશા પૂરી પાડે છે. વિશ્વના રોકાણકારો ગિફ્ટ સિટી ખાતેના એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ મારફત નિફ્ટી પ્રોડક્ટ્સને પ્રાપ્ત કરી શકશે. વડા પ્રધાન ગિફ્ટ સિટીને વિશ્વમાં સૌથી મોટા પ્રાઈસ સેટર તરીકે ઊભરતું જોવા માગે છે અને તેમાં ગિફ્ટ નિફ્ટીની ભૂમિકા ઉદ્દીપક બની રહેશે.’
એનએસઈ આઈએકસના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણિયમે કહ્યું કે, ‘ગિફ્ટ નિફ્ટી વિશ્વના રોકાણકારોને અમેરિકી ડોલરમાં ટ્રેડ થતાં નિફ્ટી પ્રોડક્ટ્સ ઓફર કરે છે. ગિફ્ટ સિટીના ઈતિહાસમાં આ એક પરિવર્તનશીલ પ્રકરણ બની રહેશે અને આઈએફએસસી ખરા અર્થમાં વૈશ્વિક બની રહેશે.’
એનએસઈ આઈએકસ અને એસજીએક્સ વચ્ચેનું વ્યૂહાત્મક જોડાણ ગિફ્ટ નિફ્ટીના ઓર્ડર્સ એસજીએક્સના મેમ્બર્સ પાસેથી પ્રાપ્ત કરવાનું શક્ય બનાવશે, જે એનએસઈ આઈએફએસસી મારફત પાર પાડવામાં આવશે. પ્રારંભમાં બજારના સહભાગીઓ ગિફ્ટ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેન્ક, ગિફ્ટ નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ગિફ્ટ નિફ્ટી આઈ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ એનએસઈ આઈએકસ પર કરી શકશે અને બાદમાં અન્ય પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. આ કોન્ટ્રેક્ટ્સ લગભગ 21 કલાક માટે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે.
ગડકરી દિલ્હી-પાનીપત હાઈવે પર 11 ફ્લાઈઓવરનું લોકાર્પણ કરશે
નવી દિલ્હીઃ કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરી આવતીકાલે દિલ્હીથી પાનીપત સુધીના આઠ-લેનવાળા નેશનલ હાઈવે પર 11 ફ્લાઈઓવરોનું લોકાર્પણ કરશે. આ જાણકારી હરિયાણાના નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ આપી છે.
આ 11 ફ્લાઈઓવર રૂ. 900 કરોડના ખર્ચે બંધાયેલા 24-કિ.મી. લાંબા એક રોડ પ્રોજેક્ટનો હિસ્સો છે.
ગીતા પ્રેસને ‘ગાંધી શાંતિ પુરસ્કાર’ અપાતાં કોંગ્રેસ-ભાજપ સામસામે
નવી દિલ્હીઃ શું કોંગ્રેસ પાર્ટી સનાતનની સાથે ઊભેલા ગીતા પ્રેસનો વિરોધ ધાર્મિક આધારે કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ઉત્તર પ્રદેશના પ્રકાશક ગીતા પ્રેસને 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની ઘોષણાની ઠેકડી ઉડાડી રહી છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી જ્યુરી દ્વારા ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની ઘોષણા કરી હતી. ગીતા પ્રેસ વિશ્વનું સૌથી મોટું પ્રકાશન છે, જે સનાતનની સેવામાં આશરે 41-42 કરોડ પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. કોંગ્રેસ સાંસદે એની તુલના હિન્દુત્વના વિચારક સાવરકર અને મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને પુરસ્તાક આપવાથી કરી છે.
તેમણે કહ્યું હતું કે ગોરખપુરમાં ગીતા પ્રેસને 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે આ વર્ષે તેના 100 વર્ષ પૂર્ણ કરી રહી છે. લેખક અક્ષય મુકુલે 2015માં ગીતા પ્રેસ પર એક ઉત્કૃષ્ટ જીવનચરિત્ર લખ્યું હતું, જેમાં મહાત્મા ગાંધી સાથેના સંગઠનના સંબંધો અને રાજકીય, ધાર્મિક અને સામાજિક એજન્ડા પર તેમની સાથે ચાલી રહેલી લડાઈઓની વિગત આપવામાં આવી હતી. તેમને આ એવોર્ડ આપવાનો નિર્ણય ખરેખર મજાક સમાન છે. સાવરકર અને ગોડસેને એવોર્ડ આપવા જેવું છે.
The Gandhi Peace Prize for 2021 has been conferred on the Gita Press at Gorakhpur which is celebrating its centenary this year. There is a very fine biography from 2015 of this organisation by Akshaya Mukul in which he unearths the stormy relations it had with the Mahatma and the… pic.twitter.com/PqoOXa90e6
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 18, 2023
ગીતા પ્રેસ આ વર્ષે શતાબ્દી ઊજવી રહી છે. વડા પ્રધાને કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંના એક પ્રકાશકે છેલ્લાં 100 વર્ષોમાં સરાહનીય કાર્ય કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે હું ગીતા પ્રેસ, ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર 2021થી સન્માનિત કરવા પર શુભેચ્છા આપું છું.
I congratulate Gita Press, Gorakhpur on being conferred the Gandhi Peace Prize 2021. They have done commendable work over the last 100 years towards furthering social and cultural transformations among the people. @GitaPress https://t.co/B9DmkE9AvS
— Narendra Modi (@narendramodi) June 18, 2023
જોકે આ અવોર્ડ કોંગ્રેસને વળતો જવાબ આપતાં ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે કોંગ્રેસ ગીતા પ્રેસથી નફરત કરે છે, કેમ કે સનાતન અને હિન્દુ ધર્મનો સંદેશ દરેક ગલીએ ફેલાવે છે.
વિશ્વની ટોચની 10 સ્કૂલોની યાદીમાં ‘રિવરસાઈડ સ્કૂલ’ને મળ્યું સ્થાન
અમદાવાદની સ્વતંત્ર ઈન્ટરનેશનલ સ્કૂલ રિવરસાઈડને તેના અનોખા વિદ્યાર્થીલક્ષી શૈક્ષણિક અભિગમને કારણે વિશ્વમાં ઈનોવેશન માટે ગણાતી ઉત્તમ સ્કૂલો માટેના પ્રાઈઝની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

રિવરસાઈડ સ્કૂલનો ભારતની 5 પ્રેરણાદાયક સ્કૂલની યાદીમાં સમાવેશ કરાયો છે. આ 5 શાળાઓને વિશ્વની 10 ઉત્તમ સ્કુલોની યાદીમાં આવરી લેવામાં આવે છે. જેમને 250000 ડોલરના ઇનામ માટે પસંદ કરાઇ છે. ગત વર્ષે એકસેન્ચર, અમેરિકન એક્સપ્રેસ, યાયાસન હસનહ અને લેમેન ફાઉન્ડેશનના સહયોગથી T4ના નામે ઓળખાતા વિશ્વના આ સૌથી મોટા પ્રતિષ્ઠ એજ્યુકેશન પ્રાઇઝીઝની સ્થાપના કરવામાં આવી હતી.
શિક્ષણમાં ઈનોવેશનને પ્રોત્સાહનનાં આગ્રહી રિવરસાઈડ સ્કૂલનાં સ્થાપક કીરણ બીર સેઠી ચિત્રલેખા.કોમને કહે છે “ઈનોવેશન વિવિધ ક્ષેત્રે અપાર મૂલ્ય ધરાવે છે પરંતુ સ્કૂલોના શિક્ષણમાં તેની ઘણીવાર અવગણના કરવામાં આવે છે. આમ છતાં, હું માનુ છું કે ઈનોવેશનનો શિક્ષણના માર્ગદર્શક સિધ્ધાંત તરીકે સમાવેશ કરવો જોઈએ”

આ વીશે રિવરસાઇડ સ્કૂલના કોમ્યુનિકેશન કોઓર્ડિનેટર, દીપિકા લાલ જોટવાણી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, શરૂઆતથી જ રિવરસાઈડ સ્કૂલે ડિઝાઈન થીંકીંગનો અભિગમ અપનાવ્યો છે અને આઈ કેનનુ શિક્ષણલક્ષી મોડલ અપનાવ્યુ છે જે વિદ્યાર્થીલક્ષી, અભ્યાસની સામગ્રીના આધારે આગળ ધપતુ અને પ્રયોગલક્ષી મોડલ છે. વધૂમાં દીપિકા લાલ કહે છે સ્કૂલના સ્થાપક કીરણ બીર સેઠીના અથાગ પ્રયાસોથી રિવરસાઈડ સ્કૂલ વર્ષ 2004થી સતત એજ્યુકેશન વર્લ્ડના એવોર્ડમાં ભારતની ટોચની 10 સ્કૂલોમાં સ્થાન પામતી રહી છે અને તેના શિક્ષણ શાસ્ત્ર માટે વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત કરી છે. વર્ષ 2008માં રિવરસાઈડ સ્કૂલે FEEL, IMAGINE, DO & SHARE (FIDS) જેવાં ચાર સ્ટેપની સરળ પ્રક્રિયા વડે સમગ્ર વિશ્વમાં સાર્વત્રિક લાગુ કરી શકાય અને સમસ્યા હલ કરી શકાય તેવા નિર્ણાયક ટુલની રજૂઆત કરી. જેના કારણે સહાનૂભૂતિ, સર્જકતા અને સામાજીક જવાબદારીનુ સંવર્ધન થાય છે.

શાળાની સફળતા વીશે વાત કરતા દીપિકા લાલ કહે છે, સ્કૂલનાં સ્થાપક કીરણ સેઠી કોઇ એક વ્યક્તિને યોગદાન નથી આપતા, તેમનું કહેવું છે રિવરસાઈડ સ્કૂલની સફળતાનો યશ તેની સમર્પિત ફેકલ્ટીના સમુદાય, લગાવ ધરાવતા માતા-પિતા, મોટીવેશન ધરાવતા વિદ્યાર્થીઓ અને કટિબધ્ધ સપોર્ટ સ્ટાફ તેમજ વિશ્વના ઉમદા પાર્ટનર્સને આપી શકાય. આ બધાંએ સાથે મળીને સમગ્રલક્ષી શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા વાયબ્રન્ટ સમુદાયની રચના કરી છે. છેલ્લા 20 વર્ષથી રિવરસાઈડ તમામ બાબતોમાં ઈનોવેશનને મોખરે રાખવાનો ગૌરવ અનુભવે છે.” વિશ્વની ઉત્તમ 10 સ્કૂલોમાં રિવરસાઈડ સ્કૂલને મળેલું નોમિનેશન એ વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક નાગરિક બને તે માટેની સામગ્રી અને ચારિત્ર્યના સંવર્ધન માટેની કટિબધ્ધતાનું પ્રમાણ છે.

પાંચ ઉત્તમ સ્કૂલ તરીકેના ઈનામોમાં સમુદાય સાથે સહયોગ, પર્યાવરણ પ્રત્યે સક્રિયતા, ઈનોવેશન, વિપરીત પરિસ્થિતિમાંથી બહાર આવવાનો અને તંદુરસ્ત જીવનને સપોર્ટ કરવાનો સમાવેશ થાય છે. કોવિડ પછીની સ્થિતિમાં આ બાબતો નવી પેઢીના વિદ્યાર્થીઓનો વિકાસ કરવામાં મહત્વની ભૂમિકા બજાવે છે અને સમાજની પ્રગતિમાં ભારે યોગદાન આપે છે. આ ઈનામો પોતાના વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવીને સમુદાયમાં સાચો તફાવત ઉભો કરતી ઉત્તમ પ્રણાલી ધરાવતી સ્કૂલો વચ્ચે વહેંચવામાં આવશે.

T4 એજ્યુકેશનના સ્થાપક અને વિશ્વની ઉત્તમ સ્કૂલો માટેના પ્રાઈઝના પ્રણેતા વિકાસ પોટા જણાવે છે કે “વિશ્વની ઉત્તમ સ્કૂલોના પ્રાઈઝ માટે જે સ્કૂલોને શોર્ટલીસ્ટ કરાઈ છે અને તે જે શિક્ષણ આપે છે તેમાં એક બાબત સામાન્ય છે. આ સ્કૂલો મજબૂત સ્કૂલ કલ્ચર ધરાવે છે. તેમના આગેવાનો જાણે છે કે અપવાદરૂપ શિક્ષણવિદ્દોને આકર્ષીને તેમને કઈ રીતે પ્રેરણા પૂરી પાડવી, પરિવર્તન માટે પ્રેરક બનાવવા અને ઉત્તમ શિક્ષણ તથા ભણતર માટેનું વાતાવરણ ઉભુ કરવું. હું, નગર નિગમ પ્રતિભા બાલિકા વિદ્યાલય, ઓબેરોય ઈન્ટરનેશનલ સ્કૂલ, ધ રિવરસાઈડ સ્કૂલ, સ્નેહાલય ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ અને શિંદેવાડી પબ્લિક સ્કૂલને વર્ષ 2023ના વિશ્વની શ્રેષ્ઠ પ્રાઈઝ માટે ટોપ 10 સ્કૂલોની યાદીમાં નોમિનેટ થવા બદલ અભિનંદન પાઠવું છું. આ અનુકરણીય ભારતીય શિક્ષણ સંસ્થાઓ અને તેમણે સંવર્ધન કરેલી સંસ્કૃતિમાંથી દુનિયાભરની સ્કૂલોને શિખવા મળશે.”






