Home Blog Page 2745

ચંદ્રશેખર પર હુમલો કરનારા ચાર સંદિગ્ધો પોલીસ હિરાસતમાં

નવી દિલ્હીઃ ભીમ આર્મીના વડા ચંદ્રશેખર પર હુમલા પછી UP પોલીસ એક્શનમાં છે. ગઈ કાલે થયેલા હુમલા પછી પોલીસે ચાર સંદિગ્ધ લોકોની અટકાયત કરી છે, જે ગાડીમાં હુમલાખોરો આવ્યા હતા, એને પણ પોલીસે જપ્ત કરી લીધી છે. ચંદ્રશેખર પર હુમલો એ સમયે થયો, જ્યારે તેઓ દિલ્હીથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે ચંદ્રશેખર આઝાદ દેવબંદ ગયા હતા. એ સમયે અજાણ્યા લોકો તેમના કાફલા પર હુમલો કર્યો હતો. તેમની કાર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક ગોળી ચંદ્રશેખરની પીઠને અડીને નીકળી ગઈ હતી. તેમને ઘાયલ અવસ્થામાં દેવબંધની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યુ હતું કે જે સમયે હુમલો થયો હતો, ગાડીમાં પાંચ લોકો સવાર હતા. આ હુમલો અચાનક કરવામાં આવ્યો હતો.

તેમના જણાવ્યા મુજબ હુમલાખોરોની ગાડી સહારનપુર તરફ વળી ગઈ હતી અને તેમના કેટલાક કાર્યકર્તાઓએ આરોપીઓના ચહેરાઓ જોઈ લીધા હતા. ગાડીની ઓળખ સ્વિફટ તરીકે થઈ છે અને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરીને ઓળખ કરવાનો પ્રયાસ જારી છે, કેમ ભીમ આર્મીના વડા પર હુમલો કરવામાં આવ્યો. જોકે આ હુમલા પછી રાજકારણમાં ગરમાટો આવ્યો છે. સપાપ્રમુખે કહ્યું હતું કે જે રાજ્યમાં જન પ્રતિનિધિ સુરક્ષિત નથી, ત્યાં આમ જનતાનું શું થશે. આ હુમલા પર ભીમ આર્મીએ ટ્વીટ કરીને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું.

 

 

 

 

 ગર્વથી કહો, હું ભારતીય છું

ન્યૂ યૉર્કની શાળાઓમાં અંધારાં પર અજવાળાંના વિજયના ઉત્સવ દિવાળીના દિવસે હવેથી રજા આપવામાં આવશે એવા સમાચાર આવે છે. અલબત્ત, ન્યૂ યૉર્ક જ નહીં, દુનિયાના ખૂણે ખૂણે દિવાળી ધામધૂમથી ઊજવાય છે, પણ અમેરિકાનું એક શહેર આ મહાપર્વના દિવસે પોતાની શાળાઓમાં રજા જાહેર કરે એનાથી આપણને ગૌરવ તો થાય.

થવું જ જોઈએ. સુસંસ્કૃત પ્રજાથી શોભતો દેશ એટલે આપણો ભારત. ભારત દેશને કલ્ચરલ મિલિયૉનેરની ઉપમા આપતાં દુનિયાભરના વિદ્વાનોનાં મોં સુકાતાં નથી. દેવો પણ જ્યાં જન્મ મેળવવા પ્રાર્થના કરતાં કહે છેઃ ‘દુર્લભં ભારતે જન્મ.’

ભારતની સંસ્કૃતિની વિશેષતા વર્ણવતાં યજુર્વેદ પણ ગાય છેઃ ‘સા પ્રથમા સંસ્કૃતિઃ વિશ્વવારા!’ સમસ્ત વિશ્વને અપનાવતી સૌપ્રથમ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિના આપણે સપુત છીએ. આથી જ, જરૂર છે ભારતના ભવ્ય અને ગૌરવાન્વિત વારસાને જાણવાની. વિશ્વને મળેલી કંઈકેટલીય શોધો અને જ્ઞાનની જન્મભૂમિ ભારત છે. ભારતે વિશ્વને જે આપ્યું છે તેવું બીજા કોઈએ નથી આપ્યું તે નિર્વિવાદ છે. દશાંશ પદ્ધતિથી માંડીને ખગોળ વિજ્ઞાન અને શસ્ત્રક્રિયા જેવી અનેક શોધો સૌપ્રથમ ભારતમાં થઈ હતી. મૂલ્યોની દૃષ્ટિએ-પારિવારિક એકતા, આધ્યાત્મિક્તા, મંદિરો, ભક્તિ વગેરે અનેક મૂલ્યો ભારતીય મૂળમાં જડાયેલાં હતાં. આ મૂલ્યનિષ્ઠાને લીધે જ આજે પણ ભારતીય સંસ્કૃતિ જીવંત છે. મોહમ્મદ ઈકબાલની સુપ્રસિદ્ધ પંક્તિ આપણને સૌને યાદ છેઃ

યુનાન-ઓ-મિસ્ર-ઓ-રૂમા, સબ મિટ ગયે જહાં સે/અબ તક, મગર બાકી, હૈ નામોં નિશાં હમારા, કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી, સદિયોં રહા હૈ દૌરે જહાં હમારા… સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા.

ભારતીય સંસ્કૃતિમાં એવું કંઈક અનેકાનેક આક્રમણોની વચ્ચે પણ એ અડીખમ ઊભી છે. એમાં પણ ભારતીય શાસ્ત્રોની તો શી વાત કરવી. આ શાસ્ત્રોમાં એવા જ્ઞાનનો ખજાનો છે, જેમાં વિશ્વના મૂળભૂત પ્રશ્નોના સમાધાન સમાયેલાં છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં કેવળ જીવન પસાર કરવાની નહીં, પરંતુ જીવન સાફલ્યની પદ્ધતિ સમાયેલી છે, જેમાં કેવળ માહિતી નથી, પરંતુ આચરણ અને આધ્યાત્મિક્તાથી ભરપૂર જ્ઞાન સમાયેલું છે. એક સમય હતો, જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ જ્ઞાન પામવા તક્ષશિલા અને નાલંદા જેવી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે પડાપડી કરતા.

ભારતનાં શાસ્ત્રોએ અનેક એવા રોલ મૉડેલ આપણી સમક્ષ મૂક્યા છે, જે આજેય આપણને પ્રેરિત કરતા રહે છે. આજે તૂટતાં ગૃહસ્થ જીવનનું સમાધાન આપે છે સતી સાવિત્રી, જેણે પતિવ્રતા નારીનો આદર્શ પ્રસ્થાપિત કરી દીધો. મિલકત માટેના પ્રશ્નોનું સમાધાન આપે છે, ઉપનિષદ-કાળની મૈત્રેયી, જેણે લૌકિક સંપત્તિનો ત્યાગ કરીને આંતરિક સંપત્તિ પામવા પ્રસ્થાન કર્યું. અંધ માતા-પિતાની સેવા કરનાર શ્રવણ આજેય લાખો ભારતીયોને મા-બાપની સેવાનો આદર્શ પૂરો પાડે છે. આકર્ષક પ્રલોભનોમાં લોભાતાં બાળકોને ધ્યેયની સ્પષ્ટતા કરાવે છે, તેજસ્વી બાળક નચિકેતા, જેણે જ્ઞાન પામવા માટે યમરાજનાં મોહ પમાડનારાં પ્રલોભનોને પળવારમાં તરછોડી દીધાં. આ સૂચિ પર પૂર્ણવિરામ મૂકવું અઘરું છે. આ બધા આદર્શો આજે પણ સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારે છે.

ગૌરવ અનુભવવું એ સારી લાગણી છે, પરંતુ શેના માટે અનુભવવું એ પણ સમજવાની જરૂર છે. આજે આપણે ગૌરવ અનુભવીએ છીએ પ્રથમ ક્રમાંક આવવાથી, સારી નોકરી કે જીવનસાથી પ્રાપ્ત થવાથી, પરંતુ બીજા વર્ષે નાપાસ થવાય, નોકરી છૂટી જાય, લગ્ન તૂટી જાય તો, પૂર્વે અનુભવેલું ગૌરવ ગારમાટીમાં મળી જાય છે. તેનું કારણ છે આજનો સમાજ પાશ્ચાત્ય સંસ્કૃતિના વંટોળમાં ફંગોળાય છે. આપણે ટૂંકા ગાળાના ગૌરવને પામવા વલખાં મારીએ છીએ અને શાશ્વત ગૌરવને પામવા માટે સહેજ પણ સાવચેતી દાખવતા નથી. માટે જરૂર છે, ભારતના ભવ્ય વારસાને જાણવાની અને માણવાની.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોરાનાના 47 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,144 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,905 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,60,690 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 77 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1549એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 58,087 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.24 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,38,165 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 436 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

નિર્માતા સંદીપ સિંહની મોટા બજેટવાળી ફિલ્મમાં કામ કરશે કંગના

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી યુવા ફિલ્મ નિર્માતા સંદીપ સિંહની નવી ફિલ્મમાં કામ કરતી જોવા મળશે. પોતે સંદીપ સિંહની નવી, મહત્ત્વાકાંક્ષી મોટા બજેટવાળી ફિલ્મમાં કામ કરશે એવી જાહેરાત કંગનાએ જ સોશિયલ મિડિયાના માધ્યમથી કરી છે. કંગનાએ એમ પણ કહ્યું છે કે, હું અને સંદીપ 13 વર્ષથી એકબીજાંનાં દોસ્ત છીએ અને ઘણા વખતથી સાથે કામ કરવા ઈચ્છતાં હતાં. આખરે હવે એક ઉત્તમ વિષય અને સશક્ત પાત્ર મળ્યું છે, જેમાં કામ કરવા હું ઉત્સાહિત થઈ છું. આ ફિલ્મ મારી કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ સાબિત થશે. ફિલ્મમાં મારું પાત્ર અદ્દભુત પ્રકારનું હશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે.’

કંગના સાથે કામ કરવાનું મારું સપનું દાયકા બાદ સાકાર થશેઃ સંદીપસિંહ

નિર્માતા સંદીપ સિંહે પણ કહ્યું છે કે, ‘કંગના સાથે કામ કરવાનું મારું સપનું હવે પૂરું થશે. હું છેલ્લા એક દાયકાથી એની સાથે કામ કરવાની આતુરતાપૂર્વક રાહ જોતો હતો. મને એ વાતનો આનંદ છે કે આખરે આ ફિલ્મ દ્વારા મારો દ્રષ્ટિકોણ અને સપનું, બંને સાથે સાકાર થઈ રહ્યા છે. ભૂતકાળમાં મેં નિર્માતા તરીકે કંગનાને મારી અમુક ફિલ્મોમાં કામ કરવાની ઓફર કરી હતી, પરંતુ એ તમામ ઓફર એની પ્રતિભાને અનુરૂપ નહોતી. તેથી મેં એને ધ્યાનમાં રાખીને ઉચિત વિષય અને યોગ્ય સમયની રાહ જોવાનું પસંદ કર્યું હતું. કંગનાની અભિનય પ્રતિભા જોઈને તેને માટે અનુરૂપ વાર્તા શોધવી એક મુશ્કેલ કામ હતું. હવે જ્યારે એક સશક્ત વાર્તા મારા ધ્યાનમાં આવી ત્યારે મને થયું કે આ ભૂમિકાને ખરો ન્યાય કંગના જ આપી શકશે. મેં તરત જ એનો સંપર્ક કર્યો હતો અને એને વાર્તા સંભળાવી હતી. અને આ વખતે એ મને ના પાડી શકી નહીં.’

2023ના ‘મહાન વસાહતીઓ’ની યાદીમાં વર્લ્ડ બેન્ક પ્રમુખ અજય બંગાનો સમાવેશ

ન્યૂયોર્કઃ દુનિયાની પ્રતિષ્ઠિત પરોપકારી સંસ્થાએ ‘મહાન પરદેશી વસાહતીઓ’ની તેની વાર્ષિક (વર્ષ 2023ની) યાદીમાં વિશ્વ બેન્કના પ્રમુખ અજય બંગાનું નામ પણ સામેલ કર્યું છે. ન્યૂયોર્કની કાર્નેગી કોર્પોરેશન સંસ્થાનું કહેવું છે કે આ માનવંતા ઈમિગ્રન્ટ્સે એમનાં કાર્યો અને યોગદાનો દ્વારા અમેરિકા અને તેના લોકતાંત્રિક ઢાંચાને સમૃદ્ધ બનાવ્યું છે અને વધારે મજબૂત બનાવ્યું છે.

અજય બંગાએ આ વર્ષના જૂન મહિનાથી વિશ્વ બેન્કના નવા પ્રમુખ તરીકેનું પદ સંભાળી લીધું છે. તેઓ વર્લ્ડ બેન્કનું નેતૃત્ત્વ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય છે. તેઓ ફાઈનાન્સિયલ ક્ષેત્રમાં 30 વર્ષથી પણ વધુ સમયનો અનુભવ ધરાવે છે. તેઓ વર્લ્ડ બેન્કની નીતિઓમાં આમૂલ પરિવર્તન લાવવા માગે છે. તેઓ ખાસ કરીને દુનિયાના દેશોમાં પ્રવર્તતી ગરીબીની સમસ્યાનો મુકાબલો કરવા, પર્યાવરણ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા અને લોકો માટે દુનિયાભરમાં રોજગારની તકો ખુલ્લી મૂકાવવા પર વિશેષ ધ્યાન આપવા માગે છે.

સુવિચાર – ૨૯ જૂન, ૨૦૨૩

સુવિચાર – ૨૯ જૂન, ૨૦૨૩

૨૯ જૂન, ૨૦૨૩

૨૯ જૂન, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 29/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પંચાંગ 29/06/2023

એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયા આયર્લેન્ડના પ્રવાસે જશે, 3 મેચની સિરીઝની જાહેરાત

વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટુર્નામેન્ટનું શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવે માત્ર એક્શન શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. જોકે આમાં હજુ થોડો સમય છે. ત્યાં સુધી તમામ ટીમો અલગ-અલગ શ્રેણી અને ટૂર્નામેન્ટમાં વ્યસ્ત રહેશે અને પોતાની તૈયારીઓને તેજ કરતી રહેશે. ટીમ ઈન્ડિયા પણ સતત વ્યસ્ત રહેશે. આ દરમિયાન તે એશિયા કપ પણ રમશે. પરંતુ આ ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ખેલાડીઓ આયર્લેન્ડની મુલાકાત લેશે જ્યાં ત્રણ મેચની સિરીઝ રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમાશે

જો કે, ટીમ ઈન્ડિયા હાલમાં બ્રેક પર છે અને થોડા દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમાશે. આ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ પછી બધાને એશિયા કપની રાહ જોવી પડશે, પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયા આયર્લેન્ડનો નાનો પ્રવાસ પણ કરશે.

આયર્લેન્ડ સામે 3 મેચની શ્રેણી

ક્રિકેટ આયર્લેન્ડે ભારતીય ટીમના પ્રવાસની તારીખોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ગયા વર્ષની જેમ ફરી એકવાર બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. ગત વખતે જ્યાં બે T20 મેચ રમાઈ હતી ત્યાં આ વખતે શ્રેણીમાં 3 મેચ રમાશે. આ પ્રવાસની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી પરંતુ હવે મેચોની તારીખો પણ કન્ફર્મ થઈ ગઈ છે. આ ત્રણ મેચની T20 શ્રેણી આયર્લેન્ડની રાજધાની ડબલિન નજીકના માલાહાઇડ શહેરમાં રમાશે. તેની શરૂઆત 18 ઓગસ્ટથી થશે અને છેલ્લી મેચ 23 ઓગસ્ટે રમાશે. શ્રેણીની બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે.

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમ આયર્લેન્ડ જશે

આ સિરીઝ માટે પણ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમ આયર્લેન્ડ જશે. ગત વર્ષે પણ હાર્દિક આયર્લેન્ડમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો હતો. આ પ્રવાસમાં તેણે પહેલીવાર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. ભારતે તે શ્રેણી 2-0થી પોતાના નામે કરી હતી. ત્યારે તે માત્ર અસ્થાયી કેપ્ટન હતો પરંતુ આ વખતે તે પૂર્ણ સમય ટી20 કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે.

ભારત vs આયર્લેન્ડ T20 શ્રેણી

  • 18 ઓગસ્ટ – 1લી T20, મૈલાહાઇડ
  • 20 ઓગસ્ટ – બીજી T20, મૈલાહાઇડ
  • 23 ઓગસ્ટ – 3જી T20, મૈલાહાઇડ