Home Blog Page 2649

અમદાવાદમાં છે ગુજરાતનું એક માત્ર પુરુષોત્તમ ભગવાનનું મંદિર

અધિક માસમાં ભગવાન પુરુષોત્તમના સ્વરૂપની સેવા-પુજાનું વિશેષ મહત્વ હોય છે. ત્રણ વર્ષે એક વખત આવતા અધિક માસમાં ભક્તો ભાવથી એકટાણું અને ઉપવાસ કરતા હોય છે. ત્યારે 600થી 700 વર્ષ જુનું પુરુષોત્તમ ભગવાનનું ઐતિહાસિક મંદિર અમદાવાદમાં આવેલું છે.

હિન્દુ પંચાગ પ્રમાણે ત્રણ વર્ષે અધિક માસ આવે છે. જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર આ મહિનામાં દાન, ઘર્મ કરવાથી ભગવાનના વિશેષ આર્શિવાદ પ્રાપ્ત થાય છે. સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ ભગવાનનું એક માત્ર મંદિર અમદાવાદના માણેક ચોકમાં આવેલી લાખા પટેલની પોળ છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મંદિરના પુજારી ભાવિક જાની કહે છે, સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ ભગવાનનું આ એક માત્ર મંદિર છે,  ભક્તો માટે આ મંદિરનું સવિશેષ મહત્વ છે. મંદિરમાં પુરુષોત્તમ રાયજીની જે પ્રતિમા છે તે સ્વયંભુ છે. મંદિરના ઇતિહાસ વિશે વાત કરતા ભાવિક જાની કહે છે, એક વણિક શેઠના સપનામાં ઠાકોરજી આવ્યા, અને એમને ભોયરામાંથી ખોદકામ કરી મુર્તિ નિકાળવાનું કહ્યું, હાલ મંદિર છે ત્યાં ખોદકામ કરવાથી પ્રતિમા મળી જે સ્થાપિત કરવામાં આવી છે. જયારે પુરુષોત્તમ રાયજીની પ્રતિમા પાતાળ કુવામાંથી ખોદકામ કરતા મળી હતી. આ મુર્તિ 600 વર્ષ જુની છે. અમે પાંચ પેઢીથી આ મંદિરની પુજા કરીએ છીએ. પુરુષોત્તમ માસમાં મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે. લોકો દુર દુરથી ભગવાનના દર્શન કરવા અને મનોકામના પુર્ણ થાય એ માટે આવે છે. અધિક માસ દરમિયાન ત્રીસે દિવસ જુદા-જુદા દાનનો મહિમાં રહેલો છે. માટે ભાવિકો આ મહિનામાં વિવધ દાન કરે છે.

પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં રોજ મનોરથ થાય છે. ફળ, ફુલ, અનાજ અને જુદા-જુદા અનેક પ્રકાના હિંડાળો પણ થાય છે. ભક્તો નિજ દર્શન કરવા આવે છે.

(હેતલ રાવ,પ્રજ્ઞેશ વ્યાસ)

વિમાનપ્રવાસીઓના સામાનમાંથી દરરોજ 25,000 જેટલી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળતી હોય છે

નવી દિલ્હીઃ દેશના એવિએશન ક્ષેત્રમાં સુરક્ષા દેખરેખ માટે રચાયેલી સંસ્થા બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસનનું કહેવું છે કે દેશના વિમાનીમથકો ખાતે વિમાન પ્રવાસીઓનાં સામાનમાંથી દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં, આશરે 25,000 જેટલી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતી હોય છે. એને કારણે સુરક્ષાકર્મીઓને ઘણો બધો સમય લાગી જતો હોય છે.

(પ્રતિકાત્મક તસવીર)

હસને કહ્યું કે, સુરક્ષા મામલે એક પણ ભૂલ થાય એ પાલવે નહીં. પ્રવાસીઓએ પોતે જ એમનાં સામાનમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ રાખવાનું બંધ કરવું જોઈએ, કારણ કે એનાથી બધાયનો સમય બચી જશે. એવિએશન વિભાગે 31 જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી દેશમાં ‘એવિએશન સિક્યુરિટી કલ્ચર વીક’નું આયોજન કર્યું છે.

સંખ્યાબંધ કરદાતાઓ ITR ભરવાની ડેડલાઇન ચૂકે એવી શક્યતા

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 છે. આ સમયમર્યાદા ચૂકવાથી ભારે નુકસાન થઈ શકે છે. પછી ભલે તમારી પાસે ચુકવણી કરવા માટે કોઈ ટેક્સ ના હોય. ચાલુ વર્ષે દેશના અને ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે અને પૂરની સ્થિતિને કારણે સંખ્યાબંધ કરદાતાઓ ITR ડેડલાઇન ચૂકી જવાની શક્યતા છે. જોકે આ ડેડલાઇન પછી પણ ITR ભરાઈ શકે છે પણ કરદાતાએ એ માટે દંડ ભરવો પડશે.

હાલમાં કરવામાં આવેલા સર્વેમાં માલૂમ પડ્યું હતું કે 14 ટકાથી વધુ વ્યક્તિગત કરદાતાઓ ITR ભરવાની 31 જુલાઈની ડેડલાઇન ચૂકી જવાની શક્યતા છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી NCR સહિત પૂર પ્રભાવિત રાજ્યોમાં વ્યક્તિ કરદાતાઓ વિષમ પરિસ્થિતિને કારણે ITR ભરવામાં અસમર્થ છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દેશભરના 315 જિલ્લાઓમાં 12,000 ઉત્તરદાત્તા- કરદાતાઓની પ્રતિક્રિયા પર આધારિત છે, એમ લોકલસર્કલ્સનો સર્વે કહે છે.  

કરદાતા ITR ભરવા માટે સમયમર્યાદા વધારવાની માગ કરી રહ્યા છે, પણ સરકાર આ સંબંધે કોઈ રાહત આપવાના પક્ષમાં નથી. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે શુક્રવારે નાણાકીય વર્ષ 2022-23નાં 5-03 કરોડથી વધુ ITR દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 88 ટકા કરદાતાઓએ ઓનલાઇન ITR ફાઇલ કર્યાં હતાં. આ સાથે 31 જુલાઈ, 2022એ 5.83 કરોડ ITR દાખલ થયાં હતાં, જે એના આગામી વર્ષના 4.83 કરોડની તુલનાએ ઘણા વધુ હતા.

 

 

 

સીમા હૈદર ગર્ભવતી છે? અફવા છે કે બાળક સચીન મીણાનું છે

નોએડા (ઉત્તર પ્રદેશ): પોતાનાં ભારતીય પ્રેમી સચીન મીણા સાથે લગ્ન કરવા અને સચીનની સાથે ઉ.પ્ર.માં એના ઘરમાં રહેવા માટે પાકિસ્તાનની સરહદ પાર કરીને ભારત આવેલી મહિલા સીમા હૈદર વિશે નવા સમાચાર એ છે કે તે ગર્ભવતી થઈ છે. સીમા તેનાં પાકિસ્તાની પતિ ગુલામ હૈદરથી ચાર સંતાનની માતા બની છે અને હવે તે પાંચમી વાર ગર્ભવતી થઈ છે. આ પાંચમું બાળક સચીન મીણાનું હોવાની સચીનના ગામમાં અફવા છે.

નેપાળ માર્ગે ભારત આવ્યાં બાદ સીમા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રાબૂપુરા ગામમાં રહે છે. તે પાકિસ્તાનની જાસૂસ હોવાના અહેવાલોને પગલે ઉત્તર પ્રદેશ એટીએસ દળ અને ગુપ્તચર એજન્સીઓ તેની તપાસ કરી રહ્યા છે. સીમા અને સચીન અમુક મહિનાઓ પહેલાં નેપાળમાં પહેલી વાર મળ્યા હતા. એમણે ત્યાં જ લગ્ન કરી લીધાં હોવાનું મનાય છે. મીણા અને તેના પરિવારજનોએ સીમાને તેનાં ચાર સંતાનોની સાથે સરહદ ઓળંગીને ભારત આવવામાં મદદ કરી હતી.

શહેરમાં નશામાં ધૂત નબીરા કારચાલકે છ લોકોને ફંગોળ્યા

સુરતઃ શહેરમાં અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી દુર્ઘટનાનું પુનરાવર્તન થયું છે. તથ્ય પટેલે કરેલા કારઅકસ્માત જેવો જ કાર અકસ્માત શહેરમાં થયો છે. કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે BRTS રૂટમાં ત્રણ બાઇકચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લોકોએ કારચાલકને પકડી મેથીપાક આપ્યો હતો. આ સાથે જ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ ‘આ તથ્યનો ભાઈ જ છે’ કહી કડક સજાની માગ કરી હતી.

ઉત્રાણના રાજપૂત ફળિયામાં રહેતો 27 વર્ષીય સાજન પટેલ બર્થડે પાર્ટીમાં દારૂ પીને સ્વિફ્ટ કાર નંબર GJ-05- RR-9995 લઈને રચના સર્કલ જવા નીકળ્યો હતો. જવાહનરનગર ચાર રસ્તા પરથી બેફામ જતા આ યુવકે કાર ધીમી કરવાને બદલે સ્પીડમાં હંકારી હતી. સાજન પટેલ ગાડીઓની લે-વેચનો ધંધો કરે છે. સાજન સ્વસ્થ થતાં પોલીસે તેની ધરપકડ કરી છે.

કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે BRTS રૂટમાં ત્રણ બાઇક અને બે રાહદારી સહિત છ જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા. પૂરપાટ ઝડપી આવી રહેલી સ્વિફ્ટ કારે એક બાદ એક એમ ત્રણ બાઇકોને અડફેટે લીધાં હતાં. લોકોએ કારચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે તે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.

કારચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઇકચાલકોને ઢસડી નાખ્યા હતા. ત્યાર બાદ કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢી માર પણ માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના દોડી આવી હતી અને કારચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

અતિશયોક્તિવાળી પેઢી

આજની દુનિયામાં, આપણે બધી જ વસ્તુઓને અતિશયોક્તિથી કરવાની આદત પાડી દીધી છે. આપણે જે કઈ પણ કરીએ છીએ તેને અતિશયોક્તિથી કરીએ છીએ. દાખલા તરીકે, આપણને સાવ સરળ એવી ભોજન કરવાની પ્રક્રિયામાં પણ ક્યાં અટકવું તે આવડતું નથી. જો આપણને કોઈ વસ્તુ આપણાં માટે સારી લાગે છે તો આપણે એવી મૂર્ખામીમાં સરી જઈએ છીએ કે તેનું વધુ હોવું એ આપણાં માટે વધુ સારું રહેશે. વિજ્ઞાનમાં એ વાત સામાન્ય જ્ઞાનની છે કે જે ઓક્સીજન તમે શ્વાસમાં લો છો, જો તે વધુ પડતો લેવાઈ જાય તો તે પણ તમારા માટે મૂશ્કેલી સર્જી શકે છે. પણ, આજે આધુનિક જગતને સતત શીખવાડવું પડે છે કે અતિશયોક્તિ ન કરવી જોઈએ. આપણે અતિશયોક્તિવાળી પેઢી બની ગયા છીએ.

એક દિવસ એવું બન્યું કે શંકરન પિલ્લઈનો એકનો એક છોકરો આઇટી પ્રોફેશનલ તરીકે આફ્રિકા ગયો. ત્યાં તે શોધ કરતો હતો અને તેની મૂલાકાત એક ભૂવા સાથે થઈ. તેના મિત્રે તેને કહ્યું હતું કે આ ભૂવો ઘણા ચમત્કારો કરી શકે એમ છે તેથી તે તેના ભારતમાં રહેતા ઘરડા માતા-પિતા માટે લાભદાયક કોઈ વસ્તુ મેળવવા ગયો. તે જાણતો હતો કે તેના વૃધ્ધ પિતા શંકરન પિલ્લઈ હમેશા યુવાન બનવાનું ઇચ્છતા હતા. તેથી તેણે ભૂવાને પૂછ્યું, “શું તમારી પાસે એવી કોઈ વસ્તુ છે જે યુવાનીને પાછી લાવી શકે, જે મારા માતા-પિતાની ઉમર ઓછી કરી શકે? શું તેવું કઈ છે?” ભૂવાએ કહ્યું, “હા”, અને તેને થોડીક ગોળીઓ આપી અને કહ્યું, “તમારા પિતાને આમાંની એક લેવા કહેજો અને તેમની ઉમર ઘણી ઓછી થઈ જશે.” તેથી છોકરાએ આ ગોળીઓ ભારત મોકલી આપી. છ મહિના પછી જ્યારે તેનો પ્રોજેકટ પૂરો થયો ત્યારે તે ભારત પાછો ફર્યો.

જ્યારે તે ઘરમાં ગયો ત્યારે તેને એક યુવાન પુરૂષને તેની ભર જવાનીમાં હાથમાં એક બાળક સાથે જોયો. તેણે પૂછ્યું, “મારા માતા-પિતા ક્યાં છે?” એક યુવાન શંકરન પિલ્લઈ બોલ્યા, “હું તારો પિતા છું. તે જે ગોળીઓ મોકલી હતી, મેં તે લીધી અને તેણે મને યુવાન બનાવી દીધો. તેણે મારી ઉમર ઓછી કરી નાખી.” છોકરાએ પૂછ્યું, “પણ મમ્મી ક્યાં છે?” શંકરન પિલ્લઈએ તેના હાથમાં રહેલા નાના બાળક તરફ આંગળી ચીંધી અને કહ્યું, “તેણીએ તેવી ત્રણ ગોળીઓ લીધી હતી.”

બસ આવું જ થયું છે. આપણે જે કઈ ચીજ લેવાની શરૂઆત કરીએ છીએ તે વિનાશ સુધી પહોંચાડે તેટલી હદ સુધી લઈએ છીએ. આપણને ભૌતિક વિજ્ઞાન દ્વારા આપવામાં આવેલ અદ્ભુત વસ્તુઓને આપણે માનવતા માટે વિનાશ, દુખ અને પીડાદાયક સાધનોમાં ફેરવી રહ્યા છીએ. આપણે બાહ્ય વિજ્ઞાન અને ટેક્નોલોજીની શોધ એટલા માટે કરી કેમ કે આપણે એવું માનતા હતા કે તે માનવીય સુખાકારી લાવશે. તે ઘણો આરામ લાવ્યા છે. પહેલા ક્યારેય માણસો આટલા ભૌતિક સુખાકારીમાં નહોતા. તેમ છતાં, આપણે એમ કહી શકતા નથી કે તેઓ સારા હશે કેમ કે તેઓ લાખો વર્ષો પહેલાના લોકો કરતાં વધુ શાંત, આનંદિત, પ્રેમાળ અને સુખી બન્યા નથી. હજી પણ આપણે એ જ બાહ્ય અને આંતરિક પીડા અને સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છીએ.

આપણે એ સમજવું જરૂરી છે કે બાહ્ય વિજ્ઞાન અને ટેક્નોલોજી મોટી કિમતે આવે છે. તમે જે કઈ પણ કરો છો – ચાહે તમે સેફટી પિન બનાવો છો કે મોટું મશીન – તમારે તેને ગ્રહમાંથી જ ખોદીને લાવવું પડે છે. જો આપણને ક્યાં અટકવું તે ખબર નથી, તો આ વિજ્ઞાન અને ટેક્નોલોજી ચોક્કસ રીતે માનવતા માટે મોટી તકલીફ બનશે, અને આપણે ત્યાં ખૂબ જ ઝડપથી જઇ રહ્યા છીએ. તમે અપરિપક્વ માણસોને જે કઈ પણ આપો તે મૂશ્કેલીભર્યું છે. જેમ જેમ તેઓ દ્વારા સાંભળવામાં આવતા સાધનો વધુ શક્તિશાળી અને સક્ષમ બનશે, તેમ તેમ તેઓ વધુ જોખમી બનશે. તે વિજ્ઞાન અને ટેકનોલોજી નથી કે જે જોખમી છે. તે માનવીય મૂર્ખતા છે જે હમેશા આ ગ્રહ પર એક જોખમી વસ્તુ છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

કોરાનાના 55 નવા કેસો, બેનાં મોત   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 55 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બેનાં મોત  થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,588 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,917 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,245 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 37 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1467એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 13,352 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.37 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,52,748 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 303 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

હોસ્ટેલ, પેઈંગ ગેસ્ટના ભાડા પર હવે લાગશે 12% જીએસટી

મુંબઈઃ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા લોકો ઉપર પણ હવે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ થવાનો છે. હોસ્ટેલમાં રહેવા માટે અને પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા માટે જે રકમનું ભાડું ભરવામાં આવે તેની ઉપર વાર્ષિક દરે 12 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે. આ આદેશ કર્ણાટકમાં ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ્સ (એએઆર) દ્વારા બે અલગ અલગ અરજીઓ પરની સુનાવણી વખતે આપવામાં આવ્યો છે.

એએઆરના ચુકાદા અનુસાર, હોસ્ટેલમાં રહેનારાઓ અને પેઈંગ ગેસ્ટ તરીકે રહેનારાઓને ‘નોન-રેસિડેન્શલ’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે તેથી હવે એમણે નાની હોટેલો અને ઈન્સ (ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ વગેરે)માં રહેનારાઓની જેમ 12 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે. એએઆરના સંસદસભ્યો રવિપ્રસાદ અને કિરણ રેડ્ડીએ તેમના ચુકાદામાં કહ્યું કે, રહેવાસીઓ દ્વારા PG કે હોસ્ટેલ માટેનું જે ભાડું ચૂકવવામાં આવે તે નવા નોટિફિકેશન હેઠળ જીએસટી મુક્તિને પાત્ર નથી, કારણ કે એમને પૂરી પાડવામાં આવતી આ સેવાઓને આવાસના ઉપયોગ માટે રહેવાસીઓ પાસેથી લેવામાં આવતા ભાડાની સાથે સરખાવી શકાય નહીં. કોઈ પણ નિવાસી ફ્લેટ, ઘર, PG અથવા હોસ્ટેલને એક સરખા ગણાવી શકાય નહીં. આ પરિસ્થિતિમાં, હોસ્ટેલ અને પીજી જેવા વ્યાવસાયિક વ્યવહાર કરનાર સ્થાનો પર 12 ટકા જીએસટી લાગશે. 

જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ગોળીબાર; ચારનાં મરણ

મુંબઈઃ આજે વહેલી સવારે લગભગ પાંચ વાગ્યે બનેલા એક ચોંકાવનારા બનાવમાં, રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના એક જવાને મુંબઈ આવી રહેલી જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ગોળીબાર કરતાં ચાર જણના મરણ થયા હતા. આરોપી જવાનની ધરપકડ કરવામાં આવી છે. મૃતકોમાં આરપીએફના ટીકા રામ નામના એક સહાયક ઈન્સ્પેક્ટર તથા ત્રણ નાગરિકનો સમાવેશ થાય છે. આ ઘટના 12956 ટ્રેન વસઈ અને ભાયંદર વચ્ચે હતી ત્યારે એના B5 કોચમાં બની હતી.

આરપીએફના જવાને અચાનક પ્રવાસીઓ પર તેના ઓટોમેટિક શસ્ત્ર વડે ગોળીબાર શરૂ કર્યો હતો. આરોપી જવાનને ચેતન તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે બોરીવલી સ્ટેશન પર ટ્રેન ધીમી ગતિમાં હતી ત્યારે અને ઊભી રહે એ પહેલાં ઉતરી ગયો હતો. ટ્રેન બાદમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચી હતી.

૩૧ જૂલાઈ, ૨૦૨૩

૩૧ જૂલાઈ, ૨૦૨૩