અતિશયોક્તિવાળી પેઢી

આજની દુનિયામાં, આપણે બધી જ વસ્તુઓને અતિશયોક્તિથી કરવાની આદત પાડી દીધી છે. આપણે જે કઈ પણ કરીએ છીએ તેને અતિશયોક્તિથી કરીએ છીએ. દાખલા તરીકે, આપણને સાવ સરળ એવી ભોજન કરવાની પ્રક્રિયામાં પણ ક્યાં અટકવું તે આવડતું નથી. જો આપણને કોઈ વસ્તુ આપણાં માટે સારી લાગે છે તો આપણે એવી મૂર્ખામીમાં સરી જઈએ છીએ કે તેનું વધુ હોવું એ આપણાં માટે વધુ સારું રહેશે. વિજ્ઞાનમાં એ વાત સામાન્ય જ્ઞાનની છે કે જે ઓક્સીજન તમે શ્વાસમાં લો છો, જો તે વધુ પડતો લેવાઈ જાય તો તે પણ તમારા માટે મૂશ્કેલી સર્જી શકે છે. પણ, આજે આધુનિક જગતને સતત શીખવાડવું પડે છે કે અતિશયોક્તિ ન કરવી જોઈએ. આપણે અતિશયોક્તિવાળી પેઢી બની ગયા છીએ.

એક દિવસ એવું બન્યું કે શંકરન પિલ્લઈનો એકનો એક છોકરો આઇટી પ્રોફેશનલ તરીકે આફ્રિકા ગયો. ત્યાં તે શોધ કરતો હતો અને તેની મૂલાકાત એક ભૂવા સાથે થઈ. તેના મિત્રે તેને કહ્યું હતું કે આ ભૂવો ઘણા ચમત્કારો કરી શકે એમ છે તેથી તે તેના ભારતમાં રહેતા ઘરડા માતા-પિતા માટે લાભદાયક કોઈ વસ્તુ મેળવવા ગયો. તે જાણતો હતો કે તેના વૃધ્ધ પિતા શંકરન પિલ્લઈ હમેશા યુવાન બનવાનું ઇચ્છતા હતા. તેથી તેણે ભૂવાને પૂછ્યું, “શું તમારી પાસે એવી કોઈ વસ્તુ છે જે યુવાનીને પાછી લાવી શકે, જે મારા માતા-પિતાની ઉમર ઓછી કરી શકે? શું તેવું કઈ છે?” ભૂવાએ કહ્યું, “હા”, અને તેને થોડીક ગોળીઓ આપી અને કહ્યું, “તમારા પિતાને આમાંની એક લેવા કહેજો અને તેમની ઉમર ઘણી ઓછી થઈ જશે.” તેથી છોકરાએ આ ગોળીઓ ભારત મોકલી આપી. છ મહિના પછી જ્યારે તેનો પ્રોજેકટ પૂરો થયો ત્યારે તે ભારત પાછો ફર્યો.

જ્યારે તે ઘરમાં ગયો ત્યારે તેને એક યુવાન પુરૂષને તેની ભર જવાનીમાં હાથમાં એક બાળક સાથે જોયો. તેણે પૂછ્યું, “મારા માતા-પિતા ક્યાં છે?” એક યુવાન શંકરન પિલ્લઈ બોલ્યા, “હું તારો પિતા છું. તે જે ગોળીઓ મોકલી હતી, મેં તે લીધી અને તેણે મને યુવાન બનાવી દીધો. તેણે મારી ઉમર ઓછી કરી નાખી.” છોકરાએ પૂછ્યું, “પણ મમ્મી ક્યાં છે?” શંકરન પિલ્લઈએ તેના હાથમાં રહેલા નાના બાળક તરફ આંગળી ચીંધી અને કહ્યું, “તેણીએ તેવી ત્રણ ગોળીઓ લીધી હતી.”

બસ આવું જ થયું છે. આપણે જે કઈ ચીજ લેવાની શરૂઆત કરીએ છીએ તે વિનાશ સુધી પહોંચાડે તેટલી હદ સુધી લઈએ છીએ. આપણને ભૌતિક વિજ્ઞાન દ્વારા આપવામાં આવેલ અદ્ભુત વસ્તુઓને આપણે માનવતા માટે વિનાશ, દુખ અને પીડાદાયક સાધનોમાં ફેરવી રહ્યા છીએ. આપણે બાહ્ય વિજ્ઞાન અને ટેક્નોલોજીની શોધ એટલા માટે કરી કેમ કે આપણે એવું માનતા હતા કે તે માનવીય સુખાકારી લાવશે. તે ઘણો આરામ લાવ્યા છે. પહેલા ક્યારેય માણસો આટલા ભૌતિક સુખાકારીમાં નહોતા. તેમ છતાં, આપણે એમ કહી શકતા નથી કે તેઓ સારા હશે કેમ કે તેઓ લાખો વર્ષો પહેલાના લોકો કરતાં વધુ શાંત, આનંદિત, પ્રેમાળ અને સુખી બન્યા નથી. હજી પણ આપણે એ જ બાહ્ય અને આંતરિક પીડા અને સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છીએ.

આપણે એ સમજવું જરૂરી છે કે બાહ્ય વિજ્ઞાન અને ટેક્નોલોજી મોટી કિમતે આવે છે. તમે જે કઈ પણ કરો છો – ચાહે તમે સેફટી પિન બનાવો છો કે મોટું મશીન – તમારે તેને ગ્રહમાંથી જ ખોદીને લાવવું પડે છે. જો આપણને ક્યાં અટકવું તે ખબર નથી, તો આ વિજ્ઞાન અને ટેક્નોલોજી ચોક્કસ રીતે માનવતા માટે મોટી તકલીફ બનશે, અને આપણે ત્યાં ખૂબ જ ઝડપથી જઇ રહ્યા છીએ. તમે અપરિપક્વ માણસોને જે કઈ પણ આપો તે મૂશ્કેલીભર્યું છે. જેમ જેમ તેઓ દ્વારા સાંભળવામાં આવતા સાધનો વધુ શક્તિશાળી અને સક્ષમ બનશે, તેમ તેમ તેઓ વધુ જોખમી બનશે. તે વિજ્ઞાન અને ટેકનોલોજી નથી કે જે જોખમી છે. તે માનવીય મૂર્ખતા છે જે હમેશા આ ગ્રહ પર એક જોખમી વસ્તુ છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.