સીમા હૈદર ગર્ભવતી છે? અફવા છે કે બાળક સચીન મીણાનું છે

નોએડા (ઉત્તર પ્રદેશ): પોતાનાં ભારતીય પ્રેમી સચીન મીણા સાથે લગ્ન કરવા અને સચીનની સાથે ઉ.પ્ર.માં એના ઘરમાં રહેવા માટે પાકિસ્તાનની સરહદ પાર કરીને ભારત આવેલી મહિલા સીમા હૈદર વિશે નવા સમાચાર એ છે કે તે ગર્ભવતી થઈ છે. સીમા તેનાં પાકિસ્તાની પતિ ગુલામ હૈદરથી ચાર સંતાનની માતા બની છે અને હવે તે પાંચમી વાર ગર્ભવતી થઈ છે. આ પાંચમું બાળક સચીન મીણાનું હોવાની સચીનના ગામમાં અફવા છે.

નેપાળ માર્ગે ભારત આવ્યાં બાદ સીમા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રાબૂપુરા ગામમાં રહે છે. તે પાકિસ્તાનની જાસૂસ હોવાના અહેવાલોને પગલે ઉત્તર પ્રદેશ એટીએસ દળ અને ગુપ્તચર એજન્સીઓ તેની તપાસ કરી રહ્યા છે. સીમા અને સચીન અમુક મહિનાઓ પહેલાં નેપાળમાં પહેલી વાર મળ્યા હતા. એમણે ત્યાં જ લગ્ન કરી લીધાં હોવાનું મનાય છે. મીણા અને તેના પરિવારજનોએ સીમાને તેનાં ચાર સંતાનોની સાથે સરહદ ઓળંગીને ભારત આવવામાં મદદ કરી હતી.