બિલ્ડરે ત્રણ માળને બદલે બનાવ્યા 23 ગેરકાયદે ફ્લેટ, હવે ચાલશે બુલડોઝર

ગાઝિયાબાદઃ વસુંધરા સેક્ટર-1માં બિલ્ડર દ્વારા હાઉસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલે એક પ્લોટ પર ત્રણ ફ્લેટનો નકશો પાસ કરાવીને 23 ફ્લેટ બનાવ્યા હોવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટમાં આ સંબંધે અરજી દાખલ થયા પછી કોર્ટે ગેરકાયદે બિલ્ડિંગ ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. હાઉસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલે સોસાયટી પર નોટિસ લગાવીને બિલ્ડિંગમાં રહેતા લોકોને પાંચ ઓગસ્ટ સુધી ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી છે. કાઉન્સિલનું કહેવું છે કે પાંચ ઓગસ્ટ સુધી ગેરકાયદે બિલ્ડિંગ ધ્વસ્ત કરવામાં આવશે. આ નોટિસ પછી અહીં રહેતા 18 પરિવારો દહેશતમાં છે.

ગુરુગ્રામની ખાનગી કંપનીમાં નોકરી કરતા બ્રિજેશકુમાર સિંહે વસુંધરા સેક્ટર સ્થિત પ્લોટ સંખ્યા 1-831 પર બનેલા LIG ફ્લેટ વર્ષ 2021માં રૂ. 16 લાખમાં ખરીદ્યો હતો. આ પ્લોટને 17 જુલાઈએ હાઉસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલે ગેરકાયદે જણાવતાં નોટિસ લગાડી છે. કાઉન્સિલે બિલ્ડિંગ પર 27 જુલાઈએ ફરી નોટિસ લગાવી છે. એમાં પાંચ ઓગસ્ટે ધ્વસ્તીકરણની કાર્યવાહી કરવાની માહિતી આપતાં બિલ્ડિંગ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. બ્રિજેશકુમાર સિંહનું કહેવું છે કે બિલ્ડરે 297.60 સ્કેવર મીટરની જમીન પર ત્રણ ફ્લોરનો નકશો પાસ કરાવીને ગેરકાયદે બાંધકામ કરીને 23 ફ્લેટ બનાવ્યા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમણે નેશનલ બેન્કોમાંથી લોન કરાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું છએ. ત્યાર બાદ કોર્પોરેશનને હાઉસ ટેક્સ પર આપી રહ્યા છએ અને વીજ કનેક્શન પણ તેમનાં નામ પર છે. જો બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કર્યું છે તો હાઉસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલે યોગ્ય સમયે એને ધ્વસ્ત કરી દેવું જોઈએ, જેનાથી તેના જેવા લોકોની પરસેવાની કમાણી લગાવીને ફ્લેટ ના ખરીદે.