Home Blog Page 2610

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, નિવૃત્ત રમતવીરોને દર મહિને રૂપિયા 3 હજારનું પેન્શન આપશે

ગુજરાત રાજ્યમાં નિવૃત્ત રમતવીરોને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર દર મહિને રૂપિયા 3 હજારનું પેન્શન આપશે. જેના લાભ લેવા માટે રમતવીરોએ અરજી કરવાની રહેશે તેમજ રમતગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ જીત્યો હોય તેમને પણ પેન્શન આપવામાં આવશે.રાજ્ય સરકારના આ મહત્વદાયી નિર્ણયમાં રાજ્ય તરફથી રમતમાં મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યને પણ લાભ આપવામાં આવશે. જે સમગ્ર બાબતને લઈ 7 સભ્યની કમિટીએ પેન્શન આપવા અંગે આખરી નિર્ણય કર્યો છે.

સાત સભ્યની કમિટીએ પેન્શન આપવા અંગે આખરી નિર્ણય કર્યો

રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયમાં રાજ્ય તરફથી રમતમાં મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યોને પણ લાભ આપવામાં આવશે. આ માટે સાત સભ્યની કમિટીએ પેન્શન આપવા અંગે આખરી નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે,રમત ગમત અને યુવક સેવા તરીકે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અત્યાર સુધી રમતવીરોને ઘણો પ્રોત્સાહન મળ્યો છે. ત્યારે હજી પણ રમતવીરોમાં એ પ્રોત્સાહન મળી રહે તે માટે હર્ષ સંઘવીની આગેવાનીમાં નિવૃત્ત રમતવીરોને પેન્શન આપવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારનો રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આવવાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હર્ષ સંઘવીના નેતૃત્વમાં છેલ્લા કેટલાક સમયથી રમતવીરોને મોટાભાગની સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હર્ષ સંઘવીના કાર્યકાળ દરમિયાન રમવીરોને પ્રોત્સાહન ભર્યું વાતાવરણ આપવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારના વધુ એક મહત્વ પૂર્ણ નિર્ણયથી રાજ્ય તરફથી રમતમાં મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યોને પણ લાભ આપવામાં આવશે આ માટે સાત સભ્યની કમિટીએ પેન્શન આપવા અંગે આખરી નિર્ણય કર્યો છે.

જો નિયમોની વાત કરવામાં આવે તો જિલ્લામાં વસતા અને પચાસ વર્ષની ઉંમરના નિવૃત્ત રમતવીરો કે, જેઓએ રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત કે સાંધિક રમતમાં મેડલ મેળવેલ હોવો જોઈએ. નિવૃત્ત રમતવીરોને પોતાની કારકિર્દી દરમિયાન રમતગમત ક્ષેત્રે 35 વર્ષથી વધુ વય સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત અથવા સાંધિક રમતમાં ગોલ્ડ સિલ્વર કે બ્રોન્સ મેડલ મેળવેલો હોવો જોઈએ. રાજ્ય તરફથી નેશનલ માટે મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યોને પણ પેન્શન પાત્ર ગણવામાં આવશે.

લાલ કિલ્લા ખાતે વિશેષ મહેમાન બનશે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનનાં સભ્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ ચેષ્ટા રૂપે એક પગલું ભરીને, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO)નાં ૫૦ માનવંતા કર્મયોગીઓને એમનાં જીવનસાથીનાં સંગાથમાં અહીંના પ્રતીકાત્મક લાલ કિલ્લા ખાતે આવતા મંગળવારે દેશના ૭૭મા સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

દેશના સરહદી વિસ્તારોમાં કઠિન અને પડકારજનક પરિસ્થિતિઓમાં વિકાસ અને સુદ્રઢિકરણ કાર્ય કરવામાં અથાગ પરિશ્રમ, નિષ્ઠા અને પ્રતિબદ્ધતા બતાવવા બદલ આ કર્મયોગીઓને આ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. આઝાદ ભારતના ઈતિહાસમાં અને BRO સંસ્થાના ૬૩ વર્ષના ઈતિહાસમાં આ પહેલી જ વાર તેનાં કર્મચારીઓ/સભ્યોને આ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારત, ચીન વચ્ચે સોમવારે કમાન્ડર સ્તરે ૧૯મા દોરની મંત્રણા

લદાખ: ભારત અને ચીન સરહદી વિવાદની તંગદિલી વચ્ચે કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના ચસુલ-મોલ્દો ખાતે આવતીકાલે કોર્પ્સ કમાન્ડર સ્તરની મંત્રણાનો ૧૯મો દોર યોજશે.

(ફાઈલ તસવીર)

ભારતીય જૂથની આગેવાની ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સ કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ રાશિમ બાલી લેશે. મંત્રણામાં વિદેશ મંત્રાલય અને ITBP દળના અધિકારીઓ પણ જોડાય એવી ધારણા છે.

વાહ ભાઈ વાહ! – ૧૩ ઓગસ્ટ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૩ ઓગસ્ટ, ૨૦૨૩

૧૩ ઓગસ્ટ, ૨૦૨૩

૧૩ ઓગસ્ટ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 13/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

IND vs WI: ભારતે ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું

ભારતે ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને આસાનીથી હરાવ્યું છે. આ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. આ રીતે 5 ટી-20 મેચોની સિરીઝ 2-2ની બરાબરી પર આવી ગઈ છે. ભારતીય ટીમને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ હતો. ટીમ ઈન્ડિયાએ 17 ઓવરમાં 179 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત માટે બંને ઓપનર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે પચાસ રનનો આંકડો પાર કર્યો હતો.

શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની શાનદાર બેટિંગ

શુભમન ગિલ 47 બોલમાં 77 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલ 51 બોલમાં 84 રન બનાવીને નોટઆઉટ રહી હતી. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ રીતે ભારતીય ટીમે આસાનીથી મેચ જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે એકમાત્ર સફળતા રોમેરો શેફર્ડને મળી હતી. જો કે હવે શ્રેણી 2-2 થી બરાબરી પર આવી ગઈ છે. આ રીતે સિરીઝની પાંચમી મેચ નિર્ણાયક મેચ બની રહેશે. જે ટીમ પાંચમી મેચ જીતશે તે શ્રેણી જીતશે.

આ મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટે 178 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શિમરોન હેટમાયરે સૌથી વધુ રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયરે 39 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય શાઈ હોપે 29 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી. જ્યારે અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમારે 1-1 વિકેટ પોતાના નામે કરી હતી.

પંચાંગ 13/08/2023

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023: ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ટાઈટલ જીત્યું

ભારતીય ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીનો ખિતાબ જીતી લીધો છે. મનપ્રીત સિંહના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક ફાઇનલમાં મલેશિયાને 4-3થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. વાસ્તવમાં, આ રોમાંચક ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ત્રીજા હાફના અંત સુધી 3-1થી પાછળ હતી, પરંતુ તે પછી ભારતીય ખેલાડીઓએ શાનદાર રમત બતાવી. ત્રીજા હાફના અંતે ભારતે માત્ર 1 મિનિટમાં 2 ગોલ કરીને હારેલી રમતને પલટી નાખી હતી. ભારત તરફથી કેપ્ટન મનપ્રીત સિંહે 45મી મિનિટે ગોલ કર્યો હતો. આ પછી તરત જ ભારતે ફરી ગોલ કર્યો. આ રીતે ગેમ 3-3ની બરાબરી પર આવી ગઈ હતી. ભારત માટે 56મી મિનિટે આકાશદીપ સિંહે વળતો હુમલો કર્યો અને શાનદાર ફિલ્ડ ગોલ કર્યો. આ રીતે ભારતીય ટીમ ટાઇટલ મેચ 4-3થી જીતવામાં સફળ રહી હતી.

 


ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં શાનદાર શરૂઆત કરી હતી

ભારતીય ટીમે ફાઈનલની શાનદાર શરૂઆત કરી હતી. મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમને આઠમી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જુગરાજ સિંહે આ પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ 1-0થી આગળ થઈ ગઈ હતી, પરંતુ આ પછી મલેશિયાએ શાનદાર રમત રજૂ કરી હતી. મલેશિયાએ 14મી મિનિટે કર્યું. આ પછી મલેશિયાએ 18મી મિનિટે ગોલ કર્યો હતો. આ રીતે મલેશિયાની ટીમ 2-1થી આગળ રહી હતી. આ દરમિયાન ભારતીય ટીમને ગોલ કરવાની તકો મળતી રહી, પરંતુ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી. તે જ સમયે, મલેશિયા માટે 28મી મિનિટે મોહમ્મદ અમીનુદ્દીને પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ટીમને 3-1થી આગળ કરી દીધી હતી. આ રીતે ભારતીય ટીમ 3-1થી પાછળ રહી ગઈ હતી. પરંતુ ત્રીજા હાફની છેલ્લી મિનિટોમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર રમત બતાવી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ લગભગ 1 મિનિટમાં 2 ગોલ કર્યા હતા.

મણિપુર હિંસા પર રાહુલે PM મોદી પર પ્રહારો કર્યા, કહ્યું- દરેક જગ્યાએ લોહી, હત્યા, બળાત્કાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાંસદ તરીકે પુનઃસ્થાપિત થયા પછી શનિવારે પ્રથમ વખત કેરળમાં તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડ પહોંચ્યા અને એક સભાને સંબોધિત કરી. આ દરમિયાન લોકસભા સાંસદે મણિપુરમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મણિપુરમાં તેમણે જે અનુભવ્યું, તે પહેલા ક્યારેય જોયું નથી. મીડિયાને સંબોધતા રાહુલ ગાંધીએ મણિપુરની મહિલાઓ સાથે કરેલી બેઠકોનો ઉલ્લેખ કર્યો અને તેમની સાથે બનેલી દુ:ખદ ઘટના વિશે જણાવ્યું. તેણે એક માતાની વાર્તા કહી જેણે તેના પુત્રને ગુમાવ્યો હતો અને તેની પાસે તેને યાદ કરવા માટે તેની માત્ર એક તસવીર હતી. રાહુલે બીજી એક મહિલા વિશે વાત કરી જે તેની સાથે બનેલી આઘાતજનક ઘટનાને યાદ ન રાખી શકી અને બેહોશ થઈ ગઈ. કોંગ્રેસ સાંસદે કહ્યું, બધે લોહી છે, દરેક જગ્યાએ હત્યાઓ થઈ રહી છે અને બળાત્કાર થઈ રહ્યા છે. મણિપુરમાં પણ આવી જ સ્થિતિ છે. વડાપ્રધાન સંસદમાં 2 કલાક, 13 મિનિટ બોલ્યા, પરંતુ તેઓ મણિપુર પર બોલ્યા નહીં. 2 મિનિટ પણ બોલ્યા નહીં.

 

લોકોને મુશ્કેલી પડી રહી છે

કોંગ્રેસ નેતાએ કહ્યું કે મણિપુરમાં હજારો લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. કોઈનું ઘર બાળવામાં આવ્યું છે, કોઈની બહેન પર બળાત્કાર થયો છે. કોઈના ભાઈની તો કોઈના માતા-પિતાની હત્યા થઈ છે. જાણે કોઈએ મણિપુરમાં કેરોસીન છાંટીને આગ લગાવી દીધી હોય…”

કેબિનેટ મંત્રીઓએ મજા કરી

મણિપુર મુદ્દે ચર્ચાના અભાવ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, “PM મોદી અને કેબિનેટ મંત્રીઓએ સંસદમાં ચર્ચા દરમિયાન ‘ખૂબ મસ્તી’ કરી હતી. વડાપ્રધાને 2 કલાક 13 મિનિટ સુધી વાત કરી હતી. તેમણે કોંગ્રેસ, મારા અને વિશે વાત કરી હતી. ભારતના ગઠબંધન વિશે. તેમણે મણિપુર પર માત્ર 2 મિનિટ વાત કરી.”


મણિપુરને એક કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

રાહુલ ગાંધીએ મણિપુરને ફરીથી એક કરવાની પ્રતિજ્ઞા લીધી અને કહ્યું કે ભાજપ માને છે કે તેઓએ મણિપુરને બરબાદ કરી દીધું છે. ભાજપ અને આરએસએસને સમજાતું નથી કે પરિવાર શું છે? તેઓ સમજી શકતા નથી કે તેઓ તમને અને મને અલગ કરવાનો પ્રયાસ કરે છે, આપણે નજીક આવીએ છીએ.


વાયનાડના લોકોનો આભાર વ્યક્ત કર્યો

રાહુલ ગાંધીએ પણ વાયનાડના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે તેમને લાગે છે કે જો અમે રાહુલને અયોગ્ય ઠેરવીશું તો તેમના વાયનાડ સાથેના સંબંધો બગડી જશે. જો તમે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવશો તો તેમના વાયનાડ સાથેના સંબંધો વધુ મજબૂત થશે.