Home Blog Page 2559

I.N.D.I.A.ની બેઠકમાં કપિલ સિબ્બલ પહોંચતાં કોંગ્રેસમાં નારાજગી

મુંબઈઃ મુંબઈમાં વિરોધ પક્ષોના I.N.D.I.A. ગઠબંધનનો આજે બીજો દિવસ છે. જ્યારે આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલનો અચાનક પ્રવેશ થયો તો કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ ગયા. વાસ્તવમાં સિબ્બલ બેઠકમાં સત્તાવાર આમંત્રિત સભ્ય નથી, પરંતુ તેમની હાજરીથી અનેક કોંગ્રેસી નેતાઓને અસહજ કરી દીધા હતા. કેટલાક નેતાઓ ફોટો સેશનમાં તેમની હાજરીથી નાખુશ થયા હતા. કોંગ્રેસ પણ તેમનાથી નારાજ દેખાઈ હતી.

કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે ફોટો ખેંચાવતાં પહેલાં સિબ્બલના અચાનક આવવાની ફરિયાદ ઉદ્ધવ ઠાકરેથી કરી હતી. જોકે ફારુક અબદુલ્લા અને અખિલેશ યાદવે વેણુગોપાલને મનાવવાના પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે તેમને કોઈનાથી વાંધો નથી. છેવટે કપિલ સિબ્બલને પણ ફોટો સેશનનો ભાગ બનાવવામાં આવ્યા હતા અને બેઠકમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ છોડી SPમાં સામેલ સિબ્બલ

સમાજવાદી પાર્ટી (SP)માં મે, 2022માં કોંગ્રેસ છોડીને સામેલ થયા હતા. સિબ્બલની કોંગ્રેસના મોટા નેતાઓમાં ગણતરી થાય છે. UPA સરકારમાં સિબ્બલ કાયદા મંત્રીથી માંડીને માનવ સંસાધન વિકાસ મંત્રી રહી ચૂક્યા છે, પણ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ નેતૃત્વ તેમનાથી નારાજ છે, કેમ કે કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના જૂથ મનાતા G23નો પણ સિબ્બલ હિસ્સો હતા. આ જૂથે એક પત્ર દ્વારા કોંગ્રેસ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા.

વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ના ઘટક પક્ષોની બે દિવસીય બેઠક ગુરુવારથી મુંબઈમાં શરૂ થઈ છે. આ બેઠકમાં 28 પક્ષોના 63 પ્રતિનિધિઓ સામેલ થશે.

 

 

 

પહેલો સ્વદેશી 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શરૂ

નવી દિલ્હીઃ રાજ્યમાં ભારતનો પહેલો સ્વદેશી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પહેલા સ્વદેશી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાકરાપાર ન્યુક્લિયર પ્રોજેક્ટ (KAPP)એ વીજ ઉત્પાદન શરૂ કરી દીધું છે. પાવર પ્લાન્ટ શરૂ થવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદ વ્યક્ત કર્યો છે. તેમણે આ પ્રસંગે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને શુભેચ્છા પાઠવી હતી.

વડા પ્રધાન મોદીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારતે એ વધુ સફળતા હાંસલ કરી છે. ગુજરાતમાં 700 મેગાવોટ ક્ષમતાવાળા પહેલા સૌથી મોટા સ્વદેશી કાકરાપાર ન્યુક્લિયર વીજ પ્લાન્ટનું યુનિટ-3 સંપૂર્ણ ક્ષમતાની સાથે કામ શરૂ કરી દીધું છે. અમારા વૈજ્ઞાનિકો, એન્જિનિયરોને અભિનંદન.

KAPP-3 700 મેગાવોટ ક્ષમતાનો પ્રથમ સ્વદેશી દબાણયુક્ત હેવી વોટર રિએક્ટર (PHWR) છે. એને ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવ્યો છે.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (NPCIL)એ દેશભરમાં 700 મેગાવોટના 16 PHWR સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. એમાંથી રાજસ્થાનના રાવતભાટા (RAPS 7-8) અને હરિયાણાના ગોરખપુર, મધ્ય પ્રદેશના ચુટકા, રાજસ્થાનના માહી બાંસવાડા અને કર્ણાટકના કૈગામાં ચાર મોટા પાયે 10 સ્વદેશી રૂપથી વિકસિત PHWRના નિર્માણને મંજૂરી આપી દીધી છે. ગુજરાતનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાકરાપાર તાપી નદી પર સુરતથી આશરે 80 કિમી દૂર છે.

 

 

 

 

 

કોરાનાના 49 નવા કેસો, એકનું પણ મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 49 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,216 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,930 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,788 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 71 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1498એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 20,244 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.47 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,67,852 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 252 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

‘હું તારાથી ડરતો નથી’: સમીર વાનખેડેનો શાહરૂખને વળતો જવાબ?

મુંબઈઃ શાહરૂખ ખાનની આગામી હિન્દી ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું. તેનો એક સંવાદ (‘બેટે કો હાથ લગાને સે પહલે, બાપ સે બાત કર’) ચર્ચાસ્પદ બન્યો છે. ઈન્ટરનેટ અને સોશિયલ મિડિયા પર આ ડાયલોગ વિશે અનેક પ્રકારની અટકળો થઈ રહી છે કે શું શાહરૂખે આ ડાયલોગ કોઈ વ્યક્તિને ચોક્કસ રીતે ઉદ્દેશીને ફિલ્મમાં મૂક્યો છે? આ અટકળો તેજ થઈ છે. એનું કારણ છે કેફી દ્રવ્યોના ગેરકાયદેસર ધંધા, વ્યસન વિરુદ્ધ કામ કરતી કેન્દ્ર સરકારી એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેએ એક્સ (ટ્વિટર) પર મૂકેલી એક પોસ્ટ. તે પોસ્ટમાં વાનખેડેએ નિકોલ લાયન્સનું એક અંગ્રેજી વિધાન શેર કર્યું છે, જેમાં કહ્યું છે, ‘આગ સાથે રમત રમવાનું અને મેં સળગાવી દીધેલા દરેક બ્રિજની રાખ પર નાચવાનું મને ગમે છે. હું તારાથી જરાય ડરતો નથી.’

ઘણા નેટયૂઝર્સ હવે એવું ધારવા લાગ્યા છે કે શું વાનખેડેએ આ રીતે શાહરૂખને વળતો જવાબ આપ્યો છે?

શાહરૂખ અને વાનખેડે વચ્ચેનો વિવાદ મુંબઈના સમુદ્રકાંઠા નજીક લાંગરવામાં આવેલા લક્ઝરી ક્રૂઝ જહાજ કોર્ડેલિયા પર 2021ના ઓક્ટોબરમાં બહાર આવેલા ડ્રગ્સ કૌભાંડને લગતો છે. સમીર વાનખેડે, જે તે સમયે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈસ્થિત ઝોનલ ડાયરેક્ટર હતા. એમણે કોર્ડેલિયા જહાજ પર પ્રતિબંધિત કેફી દ્રવ્ય પકડી પાડ્યું હતું અને ડ્રગ્સની ગેરકાયદેસર વહેંચણીના કેસમાં કથિત સંડોવણીના આરોપસર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ બીજી અનેક ઘટનાઓ બની હતી જેને કારણે સમીર વાનખેડે જ આરોપી બની ગયા. એમની પર આરોપ છે કે એમણે આર્યન ખાન ધરપકડ કેસમાં લાંચ લીધી હતી.

ઓગસ્ટ કોરો ગયો, સપ્ટેમ્બરમાં ચોમાસું ફરી સક્રિય થવાની આગાહી

મુંબઈઃ છેક 1901ની સાલ બાદ આ વર્ષે પહેલી વાર દેશમાં ઓગસ્ટનો મહિનો ચોમાસાના વરસાદની દ્રષ્ટિએ સૌથી વધારે કોરો રહ્યો છે. આને કારણે વરસાદની ખાધ ઊભી થઈ છે. પરંતુ, નૈઋત્ય ખૂણેથી ભારતમાં જૂન મહિનામાં પ્રવેશતું ચોમાસું સપ્ટેમ્બરમાં ફરી સક્રિય થવાની ધારણા છે. આને કારણે દેશના મધ્ય અને દક્ષિણી ભાગોમાં સપ્તાહાંતે વરસાદ પડી શકે છે એમ ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રએ જણાવ્યું છે.

સપ્ટેમ્બર મહિનામાં વરસાદ 91-109 ટકાની રેન્જમાં રહે એવી ધારણા છે. આ મહિનામાં સારો એવો વરસાદ પડશે તો પણ જૂનથી સપ્ટેમ્બરના મોસમી સમયગાળાનો સરેરાશ વરસાદ તો દર વર્ષની સરખામણીમાં ઓછો જ રહેશે. વિષુવવૃત્તીય (ભૂમધ્યરેખા)માં આવેલા પ્રશાંત (પેસિફિક) મહાસાગરમાં હવામાનનું ‘એલ નિનો’ પરિબળ સર્જાતાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં દેશમાં વરસાદની ખાધ રહી જવા પામી છે. પરંતુ હવે, અરબી સમુદ્ર અને બંગાળના અખાતની સમુદ્ર સપાટીના તાપમાનમાં સકારાત્મક ફેરફાર થયો છે જે ‘એલ નિનો’ પરિબળની અસરને ઘટાડી શકે છે.

૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૩

૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૩

Chitralekha Gujarati – September 11, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 01/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.

પંચાંગ 01/09/2023

એશિયા કપઃ ભારત-પાક મેચને વરસાદનું વિઘ્ન નડી શકે છે

કેન્ડી (શ્રીલંકા): ટીમદીઠ 50 ઓવરોવાળી મેચોની એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે બીજી સપ્ટેમ્બરના શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની, જે મેચ અહીંના પલ્લીકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. પણ એ મેચમાં વરસાદ વિલન બની શકે છે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય એવુંય બની શકે છે.

એ દિવસે બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની એક્યૂવેધર કંપનીએ આગાહી કરી છે. એને કારણે બંને દેશના ક્રિકેટપ્રેમીઓમાં નિરાશા છવાઈ ગઈ છે. ખાનગી વેધશાળા એક્યૂવેધરનું અનુમાન છે કે શનિવારે કેન્ડીમાં સવારના ભાગમાં વરસાદ પડવાની 94 ટકા સંભાવના છે. પરંતુ સમય આગળ વધશે તેમ એ સંભાવના ઘટતી જશે. જેમ કે, બપોરે 74 ટકા અને સાંજે 67 ટકા. એશિયા કપ સ્પર્ધા પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્તપણે યોજાઈ રહી છે. બધી મેચો ડે-નાઈટ છે. શ્રીલંકામાંની મેચો ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યાથી શરૂ થાય છે. ટોસ અઢી વાગ્યે ઉછાળવામાં આવે છે. ગઈ કાલથી શરૂ થયેલી સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ-Bમાં છે. ત્રીજી ટીમ છે નેપાળ. ગઈ કાલે સ્પર્ધાની પ્રારંભિક મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રનથી પરાજય આપ્યો હતો.

વરસાદની આગાહીને કારણે શનિવારની મેચ વિશે અત્યારથી જ તૈયારી કરવાનો આયોજકો પાસે પૂરતો સમય છે. વરસાદ વિલન બને તો મેચને 20-20 ઓવરોવાળી પણ કરી શકાય. ધારો કે બંને ટીમને પોઈન્ટ્સ વહેંચી દેવામાં આવશે તો પાકિસ્તાન ગ્રુપની ટોચની ટીમ બનીને આપોઆપ સુપર-4 રાઉન્ડમાં પહોંચી જશે. ભારતે ત્યારબાદ 4 સપ્ટેમ્બરે નેપાળને હરાવવું જ પડશે. ઉલ્લેખનીય છે કે, 2019માં, માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફ્ફર્ડ મેદાન પર વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ વરસાદે વિઘ્ન નાખ્યું હતું. તે મેચમાં ભારત ડીએલએસ પદ્ધતિ અનુસાર 89 રનથી વિજયી બન્યું હતું.