પહેલો સ્વદેશી 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શરૂ

નવી દિલ્હીઃ રાજ્યમાં ભારતનો પહેલો સ્વદેશી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પહેલા સ્વદેશી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાકરાપાર ન્યુક્લિયર પ્રોજેક્ટ (KAPP)એ વીજ ઉત્પાદન શરૂ કરી દીધું છે. પાવર પ્લાન્ટ શરૂ થવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદ વ્યક્ત કર્યો છે. તેમણે આ પ્રસંગે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને શુભેચ્છા પાઠવી હતી.

વડા પ્રધાન મોદીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારતે એ વધુ સફળતા હાંસલ કરી છે. ગુજરાતમાં 700 મેગાવોટ ક્ષમતાવાળા પહેલા સૌથી મોટા સ્વદેશી કાકરાપાર ન્યુક્લિયર વીજ પ્લાન્ટનું યુનિટ-3 સંપૂર્ણ ક્ષમતાની સાથે કામ શરૂ કરી દીધું છે. અમારા વૈજ્ઞાનિકો, એન્જિનિયરોને અભિનંદન.

KAPP-3 700 મેગાવોટ ક્ષમતાનો પ્રથમ સ્વદેશી દબાણયુક્ત હેવી વોટર રિએક્ટર (PHWR) છે. એને ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવ્યો છે.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (NPCIL)એ દેશભરમાં 700 મેગાવોટના 16 PHWR સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. એમાંથી રાજસ્થાનના રાવતભાટા (RAPS 7-8) અને હરિયાણાના ગોરખપુર, મધ્ય પ્રદેશના ચુટકા, રાજસ્થાનના માહી બાંસવાડા અને કર્ણાટકના કૈગામાં ચાર મોટા પાયે 10 સ્વદેશી રૂપથી વિકસિત PHWRના નિર્માણને મંજૂરી આપી દીધી છે. ગુજરાતનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાકરાપાર તાપી નદી પર સુરતથી આશરે 80 કિમી દૂર છે.