૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૩
૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 07/09/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.
આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.
આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે, વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.
‘તમે વૃદ્ધ થશો તે પહેલા અખંડ ભારત જોશો : મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે કહ્યું કે સંઘ હંમેશા દેશની સાથે ઉભો રહ્યો છે અને આગળ પણ રહેશે. આ દરમિયાન તેમણે અખંડ ભારત વિશે દાવો કર્યો હતો કે જ્યાં સુધી તમે (યુવાનો) વૃદ્ધ થશો તે પહેલા અખંડ ભારત જોશો. આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, સંઘની પરંપરા રહી છે કે જ્યારે દેશ અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાની વાત આવે છે ત્યારે અમે લડવા અને જીવ આપવા માટે સૌથી આગળ મળીશું.
VIDEO | “In the culture of Sangh, wherever there is question of national flag, Sangh workers will always be at the forefront to sacrifice their lives,” says RSS chief Mohan Bhagwat at an event in Nagpur. pic.twitter.com/gC6Syc0rPR
— Press Trust of India (@PTI_News) September 6, 2023
મોહન ભાગવતે શું કહ્યું?
આપણે દેશને ક્યાં સુધી અખંડ ભારત તરીકે જોઈશું એવા પ્રશ્ન પર આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે, હું ક્યાં સુધી કહી શકતો નથી, પરંતુ જો તમે આમ કરવા જશો તો તે વૃદ્ધ થતા પહેલા દેખાઈ જશે. આનું કારણ એ છે કે જેઓ ભારતથી અલગ થયા છે તેઓને લાગે છે કે ભૂલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ લોકો માનવા લાગ્યા છે કે હિન્દુસ્તાન હોવાનો અર્થ નકશા પરની રેખાઓ ભૂંસી નાખવાનો નથી. ભારતીય હોવાનો અર્થ છે ભારતની પ્રકૃતિને સ્વીકારવી.
PM મોદી ઇન્ડોનેશિયા જવા રવાના, કહ્યું- આસિયાન સમિટમાં લેશે ભાગ
પીએમ મોદી બુધવારે ઈન્ડોનેશિયા જવા રવાના થયા હતા. વડાપ્રધાન ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે. ઈન્ડોનેશિયા જતા પહેલા પીએમઓએ વડાપ્રધાનનું નિવેદન જારી કર્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું કે હું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર આસિયાન સંબંધિત બેઠકોમાં ભાગ લેવા જકાર્તા જઈ રહ્યો છું. પીએમએ વધુમાં કહ્યું કે તેઓ આસિયાન નેતાઓ સાથે ભારતની ભાગીદારીના ભાવિ રોડમેપ પર ચર્ચા કરવા આતુર છે. જે હવે ચોથા દાયકામાં પ્રવેશી ચૂકી છે.
શું કહ્યું પીએમ મોદીએ?
વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આસિયાન સાથે જોડાણ એ ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ અમારા સંબંધોમાં નવી ગતિશીલતા લાવી છે. આ પછી પીએમ 18મી ઈસ્ટ એશિયા સમિટ (ઈએએસ)માં ભાગ લેશે. તેમણે કહ્યું કે આ ફોરમ ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, પર્યાવરણ, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિતના ક્ષેત્રના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની ઉપયોગી તક પૂરી પાડે છે. હું આ વૈશ્વિક પડકારોને સામૂહિક રીતે સંબોધવા માટે વ્યવહારિક સહકારના પગલાં પર અન્ય EAS નેતાઓ સાથે વિચારોની આપલે કરવા આતુર છું.
Leaving for Jakarta to take part in ASEAN related meetings. This includes the 20th ASEAN-India Summit, which focuses on a partnership we greatly cherish. I will also take part in the 18th East Asia Summit, which focuses on important developmental sectors like healthcare,…
— Narendra Modi (@narendramodi) September 6, 2023
ગયા વર્ષની ઇન્ડોનેશિયાની સફર યાદ આવી
ગયા વર્ષે બાલીમાં જી-20 સમિટ માટે ઇન્ડોનેશિયાની તેમની મુલાકાતને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ મુલાકાત આસિયાન ક્ષેત્ર સાથે ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવશે. G-20 સમિટને ધ્યાનમાં રાખીને PMની જકાર્તાની મુલાકાત ટૂંકી રાખવામાં આવી છે.
આ પીએમ મોદીનો કાર્યક્રમ છે
વડાપ્રધાન મોદી 7 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 3 વાગ્યે જકાર્તા પહોંચશે. આ પછી, સવારે 7 વાગ્યે તેઓ આસિયાન ઇન્ડિયા સમિટ સ્થળ માટે રવાના થશે અને સમિટમાં ભાગ લેશે. 8:45 વાગ્યે તે પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે.
ગુરુવારે સાંજે પરત આવશે
આ મીટિંગ પછી તરત જ પીએમ દિલ્હી જવા રવાના થશે અને લગભગ 6.45 વાગ્યે દિલ્હીમાં ઉતરશે. આ પછી, પીએમ મોદી 8 સપ્ટેમ્બરે દિલ્હીમાં ત્રણ દેશોના રાજ્યોના વડાઓ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથેની મુલાકાત પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા આસિયાન (એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ)ના વર્તમાન અધ્યક્ષ તરીકે સમિટનું આયોજન કરી રહ્યું છે. ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય ઘણા દેશો આસિયાનમાં સંવાદ ભાગીદાર છે.
PAK vs BAN: પાકિસ્તાને સુપર-4માં બાંગ્લાદેશને હરાવ્યું
પાકિસ્તાને એશિયા કપ 2023માં તેનું જોરદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને વધુ એક શાનદાર જીત નોંધાવી. બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમે સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. લાહોરમાં રમાયેલી આ મેચમાં પણ પાકિસ્તાનના ઝડપી બોલરોની તાકાત જોવા મળી હતી, જેના આધારે પાકિસ્તાને બાંગ્લાદેશને માત્ર 193 રન પર રોકી દીધું હતું. ત્યારપછી ઈમામ ઉલ હક અને મોહમ્મદ રિઝવાનની શાનદાર અડધી સદીના કારણે પાકિસ્તાને 40 ઓવરની અંદર આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
Pakistan sign off their home leg of #AsiaCup2023 in style with a comfortable win over Bangladesh 💪
📝 #PAKvBAN: https://t.co/p8sERaWRSR pic.twitter.com/o8XCPK4bCk
— ICC (@ICC) September 6, 2023
પાકિસ્તાનમાં આ ટુર્નામેન્ટની છેલ્લી મેચ હતી
એશિયા કપ 2023ના યજમાન પાકિસ્તાનમાં આ ટુર્નામેન્ટની છેલ્લી મેચ હતી અને પાકિસ્તાની ટીમે ગદ્દાફી સ્ટેડિયમમાં સંપૂર્ણ વર્ચસ્વ બતાવીને પોતાનું સફળ અભિયાન ચાલુ રાખ્યું હતું. પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ નેપાળ અને ભારત સામે જે તબાહી મચાવી હતી તે 6 સપ્ટેમ્બર બુધવારે પણ ચાલુ રહી હતી. સતત ત્રીજી મેચમાં પાકિસ્તાને વિરોધી ટીમને ઓલ આઉટ કરી દીધી અને તેનો સ્ટાર ઝડપી બોલરો રહ્યો.
હિન્દી ફિલ્મ ‘જોરમ’ની પસંદગી કરાઈ બુસાન ફિલ્મોત્સવમાં
મુંબઈઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મનોજ બાજપેઈને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘જોરમ’ની પસંદગી પ્રતિષ્ઠિત બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘અ વિન્ડો ઈન એશિયન સિનેમા’ વર્ગમાં કરવામાં આવી છે. આ ફિલ્મોત્સવ ઓક્ટોબરમાં યોજાવાનો છે.
આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં મોહમ્મદ ઝીશાન અયૂબ, સ્મિતા તાંબે, મેઘા માથુર, તનિષ્ઠા ચેટરજી, રાજશ્રી દેશપાંડે જેવા અન્ય કલાકારો પણ છે. મનોજ બાજપેઈએ એક વ્યાકૂળ પિતાનો રોલ કર્યો છે જે એની પુત્રીને બચાવવા મથામણ કરે છે.
આ ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયોઝ અને મખીજા ફિલ્મે કર્યું છે. ફિલ્મનો આ વર્ષના આરંભમાં રોટ્ટરડેમ ખાતે પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો અને સિડની ફિલ્મ ફેસ્ટિવલ, ડરબન ફિલ્મ ફેસ્ટિવલ અને એડિનબર્ગ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તે દર્શાવવામાં આવી હતી. ડરબન ફિલ્મોત્સવમાં બાજપેયીને ‘જોરમ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડરબનમાં એવોર્ડ જીતનાર આ પહેલી ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર ઝી5 દ્વારા રિલીઝ કરવામાં આવશે.
બદામ-સંદેશ
જન્માષ્ટમીમાં કાનુડાને ધરાવવા માટે લાલાની મનભાવન મીઠાઈ બદામ-સંદેશ બનાવી લો. સંદેશ બનાવવામાં થોડો સમય જશે. પણ બહુ જ સરસ મીઠાઈનો પ્રસાદ તૈયાર થશે.

સામગ્રીઃ
- બદામ 1 કપ
- ગાયનું દૂધ 1 લિટર
- લીંબુનો રસ 4 ટે.સ્પૂન
- દળેલી ખાંડ 1 કપ
- બદામ સજાવવા માટે 8-10
રીતઃ બદામને હૂંફાળા ગરમ પાણીમાં 2-3 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ બદામની છાલ કાઢીને તેને મિક્સીમાં પીસી લો.
દૂધને એક વાસણમાં ગરમ કરવા મૂકો. એક વાટકીમાં લીંબુનો રસ 4 ટે.સ્પૂન લઈ તેમાં 4 ટે.સ્પૂન પાણી મેળવો. દૂધમાં ઉભરો આવે એટલે લીંબુનો રસ 2 ટે.સ્પૂન મેળવી 1 મિનિટ માટે કડછી વડે દૂધ હલાવો. ત્યારબાદ ફરીથી 2 ટે.સ્પૂન લીંબુનો રસ મેળવી હલાવતા રહો. દૂધ ફાટવા આવે પાણી તેમાંથી છૂટું પડવા લાગે એટલે 5-7 મિનિટમાં પનીર તૈયાર થઈ જશે.

હવે આ પનીરને સ્ટીલની ગળણીમાં ગાળી લો. ઉપરથી ઠંડું પાણી રેડી દો. ત્યારબાદ પનીરને એક સુતરાઉ કાપડમાં બાંધીને એ જ સ્ટીલની ગળણીમાં 1 કલાક માટે મૂકી રાખો. જેથી તેમાં રહેલું પાણી પણ નિતરી જાય,
હવે પનીરને હથેળી વડે થોડું કુણી લો. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ તેમજ પીસેલી બદામ ઉમેરીને લોટની જેમ આ મિશ્રણ બાધી દો.

એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે તેમાં આ મિશ્રણને ગરમ થવા મૂકો. ફક્ત 2-3 મિનિટ તવેથા વડે ફેરવીને ગરમ થવા દો. બહુ વધુ ગરમ ના કરવું. 2 મિનિટ બાદ તેમાંથી શીંગદાણા જેટલું મિશ્રણ લઈ તેને ગોલો વાળી જુઓ. જો આ મિશ્રણ હાથમાં ચોંટતું ના હોય અને લીસો ગોલો વળી જાય તો ગેસ બંદ કરીને મિશ્રણ નીચે ઉતારી લો.
આ મિશ્રણના ગોલા વાળી તેને થોડા ચપટાં કરીને તેની ઉપર એક એક બદામ લગાડીને સજાવી દો. સંદેશને ચોરસ આકાર પણ આપી શકો છો.

મુંબઈની શાળાની નેત્રહીન વિદ્યાર્થિનીઓએ માણ્યો દહીહાંડી ઉત્સવ

લાલાને લાડ લડાવે છે ભક્તો…
જન્માષ્ટમી આવી રહી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અનેક સ્વરૂપમાં પોતાના ભક્તોને રીઝવતા કનૈયાનું એક બાળ સ્વરૂપ પણ છે. ભક્તો એને લાલો કહે છે. આજે પણ એવા ભક્તો છે જે કૃષ્ણભગવાનના બાળ સ્વરૂપ લાલાને પોતાના વહ્લાલાસોયા બાળકની જેમ રાખે છે.

લાલો અમારા ઘરની ધડકન છે
બાળપણથી જ જે લાલા સાથે મોટા થયા છે એ પૂર્વેશ પટેલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, અમારા ઘરમાં બધા પછી પહેલા લાલો. હું નાનો હતો ત્યારે મારા દાદીમાં લાલાની પૂજા કરતા પછી મારા મમ્મી કરતા અને હવે મારા પત્ની પણ કરે છે.

લાલા પ્રત્યે લાગણી વ્યક્ત કરતા પૂર્વેશ ભાઈ કહે છે કે, પૂજા કોઈ પણ કરે, પરંતુ લાલાના મંદિરની સજાવટ કરવાનું કામ મારું. અને એમાં પણ જન્માષ્ટમીના દિવસે તો અમે આખુય ઘર સજાવીએ. લાલો અમારા ઘરની ધડકન છે. અમે બધા લાલા સાથે એવી રીતે જોડાઈ ગયા છીએ કે અમને તો એમ લાગતુ જ નથી કે આ જગતનો નાથ છે. લાલો અમારા માટે તો અમારુ બાળક છે. ભગવાન પણ બાળક હોઈ શકે એ લાલાને જોયા પછી જ ખબર પડે.

ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જ રહે છે
હું તો આ વર્ષે જ લાલાને લાવી છું પણ લાગે છે ભવોભવની લાગણીઓ જોડાઈ છે એની સાથે. આ શબ્દો છે અમદાવાદના નીલમ દવેના. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, લાલાનું બાળ સ્વરૂપ મારા ઘરે છે. મારા પતિને કેન્સર છે પણ લાલાનો પ્રભાવ એવો છે કે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જ રહે છે.

વધુમાં નીલમ બહેન કહે છે, મારા દિકરાઓ કોઈ પણ વસ્તુ લાવે તો કહે મમ્મી પહેલા લાલાને આપ. લાલો તો અમારા હૈયાનો હાર છે. એ ભગવાન છે છતા પણ અમને તો જાણે અમારા પરિવારનું નાનું બાળક હોય એમ લાગે છે. આખો દિવસ એની પાછળ અને એના કામમાં જાય છે. લાલાને ઉઠાડવાનો, નાસ્તો કરાવવો, જમવાનું આપવું. જેમ નાના બાળક પાછળ દિવસ જાય એવી જ રીતે લાલા પાછળ સમય જાય. છતા એક ઔલોકિક શાંતિ અનુભવાય. કાલે તો મારા લાલાની બર્થડે છે. એની માટે મારા દિકરા સરપ્રાઈઝ ગીફ્ટ લાવ્યા છે. ચાંદીની વાંસળી અને જળ ભરવા માટે ચાંદીની જાળી લાવ્યા છે. અમારા માટે આ જન્માષ્ટમી ખાસ છે કારણ કે પહેલી વાર મારો લાલો ઘરે આવ્યો છે.

રીસાઇ જાય ત્યારે વાઘા પહેરવામાં નાટક કરે મારો લાલો
વર્ષોથી લાલાને રાખતા પાયલ ગજ્જર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “લાલો બધા માટે ભગવાન છે પણ મારા માટે તો બાળક છે. એ ભગવાનનું સ્વરૂપ છે એમાં કોઇ બે મત નથી, પરંતુ અમારા સબંધ એનાથી પણ પર છે. જ્યારે મે લાલાને લાવવાનો વિચાર કર્યો હતો. ત્યારે મને લાગતુ હતુ કે હું કેવી રીતે લાલાને રાખીશ મારાથી કોઇ ભુલ તો નહી થઇ જાય ને ? પણ જ્યારે લાલો મારા ઘરે આવ્યો ત્યારે મારી દરેક મુશ્કેલી દુર થઇ ગઇ, મારી સવાર લાલાની સાથે જ થાય છે. એને સ્નાન કરાવવું, વાઘા પહેરાવવા, શણગાર કરવો પુજા કરવી, નાસ્તો કરાવવાથી લઇને રાત્રે સુતા સમય સુધી બાળકની જેમ જ હું એની દેખરેખ રાખું છું. અને હા મારે જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે લાલાને મારી મમ્મીના ઘરે મુકીને જઉં છું.

પાયલ વધુમાં કહે છે, કોઇ પણ તહેવાર આવે, લાલા માટે દરેક વસ્તુ આવી જ જાય છે. હોળી હોય તો એ મારી સાથે પીચકારી રમે, ઉતરાયણ હોય તો પતંગ ચગાવે, નવરાત્રીમાં રાસ રમે, ખાસ ઉજવણી એના જન્મ દિવસની થાય. જન્માષ્ટમીના દિવસે મારા ઘરે બહુ મોટો ઉત્સવ થાય છે. અમારા ઘરમાં કોઇ પણ બિમાર હોય તો લાલાના હાવભાવ પણ બદલાઇ જાય છે. જ્યારે એ રીસાઇ જાય ત્યારે વાઘા પહેરવામાં નાટક કરે, વાંસળી હાથમાંથી પાડી નાંખે ત્યારે અમને ખબર પડી જાય કે આજે લાલો રીસાયો છે.

ઘણા ભક્તો એવા પણ છે જેમના ઘરે લાલજી માટે અલગ રૂમ, ફ્રીજ, એસી, તીજોરી જેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જેનો ઉપયોગ માત્ર લાલજી માટે જ કરાય છે. કદાચ આવી વાતો માન્યામાં ના આવે પણ લાલજી માટે પોતાનું બધુ ન્યોછાવર કરનાર ભક્તો આજે પણ છે. કદાચ આ જ કારણે આજે પણ સૈકાઓ પછી દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ પુથ્વી પર અવતરે છે જેનો ઉત્સવ આખુ વિશ્વ મનાવે છે. માટે જ ભગવાનનું બાળ સ્વરૂપ લાલો આજે પારણે ઝુલે છે.
હેતલ રાવ
પ્રજ્ઞેશ વ્યાસ











