Home Blog Page 2514

રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, 64 તાલુકામાં થયો ધોધમાર વરસાદ

છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.  ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અતિભારે વરસાદ રહેશે. તેમજ ખેડા, આણંદ, વડોદરા, તાપીમાં અતિભારે વરસાદની શક્યતા છે. સુરત, વલસાડ, ભરૂચમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે.  આજે બપોર ગુજરાતના 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ   શહેરામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  ગોધરામાં  7 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. મોરવા હડફમાં 6 ઈંચ,  તલોદમાં 6 ઈંચ, લુણાવાડામાં 6 ઈંચ  વરસાદ નોંધાયો છે.

રાજ્યના ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે.   આગામી 24 કલાક દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ધાનપુર, સિંગવડ, ફતેપુરા અને સંજેલીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું  સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી.

હવામાન વિભાગની દાહોદ, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ સાથે છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, બનાસકાંઠામાં આગાહી છે. તેમજ 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. અને ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. તથા ભાવનગરમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સાથે જ કચ્છમાં 18 અને 19 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી છે.

ગુજરાતના ખેડૂતો માટે તો આ ખુશીના જ સમાચાર છે, કેમ કે ચાલુ સિઝનમાં ઓગસ્ટ મહિનો આખો કોરો જતાં, તેમજ સપ્ટેમ્બર પણ અડધો પુરો થઈ ગયો છે, પરંતુ પુરતો વરસાદ આવ્યો નથી ત્યારે ખેડુતોમાં ચિંતા વધી હતી, પરંતુ હવે હવામાન વિભાગની આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો સાથે સાથે પંચમહાલ, વડોદરા, બનાસકાંઠાના ભાગો થરાદ, કાંકરેજ ઈકબાલગઢ, પાલનપુર અને ડિસા આ ભાગોમાં પણ વરસાદની શક્યતા છે અને આ ઉપરાંત આ ખેડાના આણંદ, મહેમદાવાદ, કપડવંજ અને બાલસિનોરમાં પણ વરસાદ થશે. અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા છે. આગામી 48 કલાકમાં વડોદરા મધ્ય ગુજરાત સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગરમાં પણ વરસાદ થશે.

નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાયુ છે. તેમજ નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા છે. મહાકાય નંદીની પ્રતિમા પાણીના વહેણમાં તણાઇ ગઈ છે. પ્રતિમા 2 વર્ષ પહેલા સહેલાણીઓ આકર્ષવા મુકાઇ હતી. નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. હાલ, નર્મદા ડેમના 23 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતુર બની છે. ગઇકાલે બપોરે નર્મદા ડેમના સૌ પ્રથમ 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ, તબક્કાવાર કુલ 23 ગેટ ખોલી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા હતા.

હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રિથી ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.  મોડી રાતથી સતત પડી રહેલા વરસાદને કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયાં છે. રેલવે ટ્રેક પર અંદાજે એક ફુટ સુધી પાણી ભરાયેલા છે.   રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા સિગ્નલ  લોકીંગ સિસ્ટમ પર અસર પડી છે.  મુંબઈ -દિલ્હી વચ્ચે ટ્રેન વ્યવહાર પર અસર પડી છે.  મુસાફર ટ્રેનો પસાર કરવા માટેના રેલવે વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

બોડેલીના મુલધર અને જબુગામ વચ્ચેથી પસાર થતી મેરિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.  મુલધર – ટીમ્બી ગામના લોકો માટે કામચલાઉ રસ્તો બંધ થયો છે.  નદીમાં પાણીના હોઈ ત્યારે લોકો તૂટેલા કોઝવે થકી નદીમાંથી પસાર થતા હતા. બોડેલી જબુગામ તરફ જતા મુલધર ટીંબી, ચાચક સહિતના ગામોના લોકોને સામે કિનારે જવું હોય તો 1 કિમીની જગ્યા  15 કિમીનો ફેરો ફરવા મજબૂર થવુ પડે છે.

ગુજરાતમાં દવા સસ્તાભાવે મળશે, વડાપ્રધાનના જન્મદિવસે ખાસ ભેટ મળી

વડાપ્રધાન મોદીના 73મા જન્મદિવસે રાજ્યમાં 73 નવા જેનરિક સ્ટોર ખૂલ્યા છે. ગરીબ લોકોને બ્રાન્ડેડ દવા સસ્તાભાવે મળે એ માટે રેડક્રોસ સોસાયટીએ નિર્ણય કર્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટથી, ઋષિકેશ પટેલે અમદાવાદથી પ્રારંભ કરાવ્યો છે.

 

વડાપ્રધાન મોદીના 73મા જન્મદિવસે ગુજરાત રાજ્યમાં 73 નવા જેનરિક સ્ટોર ખૂલ્યા છે. ગરીબ લોકોને બ્રાન્ડેડ દવા સસ્તાભાવે મળે એ માટે રેડક્રોસ સોસાયટીએ નિર્ણય કર્યો છે.

PM MODI Birthday : સલમાન ખાનથી લઈને કંગના રનૌત સુધી બધાએ શુભેચ્છા પાઠવી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દેશને નવી ઉંચાઈઓ પર લઈ જનાર મોદીજીને આ ખાસ અવસર પર ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. મોદી દરેકના પ્રિય છે અને બોલિવૂડ સ્ટાર્સ પણ તેમને પ્રેમ કરે છે. PMના જન્મદિવસ પર સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સે તેમને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 73 વર્ષના થઈ ગયા છે અને આ ખાસ અવસર પર તેમને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સને મોદીજી સાથે ખાસ લગાવ છે અને દરેક જણ તેમનું સન્માન કરે છે. તેના જન્મદિવસ પર પણ તેને બોલિવૂડ સેલેબ્સ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. આ ખાસ અવસર પર સલમાન ખાનથી લઈને કંગના રનૌતે મોદીજીને શુભેચ્છા પાઠવી છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરી છે.

 

સલમાન ખાન અને કંગના રનૌતે પાઠવી શુભેચ્છા

મોદીને શુભેચ્છા પાઠવતા બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને કહ્યું- માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન. આ સિવાય કંગના રનૌતે ઈન્સ્ટા સ્ટોરી પર નરેન્દ્ર મોદીનો ફોટો શેર કરતા લખ્યું – દુનિયાના સૌથી વધુ પસંદ કરાયેલ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા. એક સામાન્ય માણસ જે પોતાની મહેનતથી નવા ભારતના શિલ્પકાર બન્યા. તમે માત્ર દેશના વડાપ્રધાન જ નથી પરંતુ ભગવાન રામની જેમ તમારું નામ આ દેશ સાથે કાયમ જોડાયેલું છે.હું તમને સ્વસ્થ અને દીર્ઘાયુની કામના કરું છું.

અનુપમ ખેરે પાઠવી શુભેચ્છા

આ સિવાય અનુપમ ખેરે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને તેમની સાથેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ફોટો શેર કરતા તેણે લખ્યું- આદરણીય વડાપ્રધાન @narendramodi જી! જન્મ દિન મુબારખ! ભગવાન તમને લાંબુ અને સ્વસ્થ જીવન આપે! તમે આવનારા ઘણા વર્ષો સુધી એ જ સમર્પણ અને સખત મહેનત સાથે આપણા ભારતનું નેતૃત્વ કરતા રહો. છેલ્લા 9 વર્ષમાં તમે દેશને જે સ્થાન પર પહોંચાડ્યું છે તેના પર વિશ્વના દરેક ખૂણે રહેતા તમામ ભારતીયો ગર્વ અનુભવે છે. તમારી જીવનશૈલી ખૂબ જ પ્રેરણાદાયી છે. મારી માતા, જે તમને સાધુજી કહે છે, તે પણ તમને તેમના પ્રેમાળ આશીર્વાદ મોકલી રહી છે. વિજયી બનો! 🙏🕉️🙏 #HappyBirthdayModiJi

 

અક્ષય કુમાર અને અજય દેવગણે પણ પાઠવી હતી શુભેચ્છા

તમને જણાવી દઈએ કે અનુપમ ખેરની માતા પણ મોદીજીનું ખૂબ સન્માન કરે છે અને તેમના માટે ગિફ્ટ પણ મોકલી છે. આ સિવાય અનુપમ ખેરની પત્ની કિરણ ખેરે પણ પીએમને શુભેચ્છા પાઠવી હતી. ઈન્ડસ્ટ્રીમાંથી અક્ષય કુમાર, હેમા માલિની, રાજકુમાર રાવ અને અજય દેવગણે પણ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

વાર્તાઓ મારફત વિદ્યાર્થીઓમાં મૂલ્ય ઘડતરના પ્રયોગો

મુંબઈઃ વર્તમાન સમયની મૂળભૂત જરૂરિયાત ‘મૂલ્ય ઘડતર’ને લક્ષ્યમાં રાખીને કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ)એ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (એસવીપીવીવી) માં શરૂ કરેલા કાર્યક્રમને વિદ્યાર્થીઓ તરફથી સારો અને સકારાત્મક પ્રતિભાવ મળવા લાગ્યો છે. કેઈએસના વાઈસ પ્રેસિડન્ટ મહેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ કાર્યક્રમની શ્રેણીમાં ગયા સપ્તાહમાં ફરીવાર જાણીતા કવિ અને વક્તા મુકેશ જોષીએ પોતાની આગવી છટાથી વાર્તાઓ કહીને વિદ્યાર્થીઓને પોતપોતાના જીવનમાં મૂલ્યોને સહજ રીતે સાંકળી લેવાની સમજ આપી હતી.

‘અતિથિ દેવો ભવ’ની સંસ્કૃતિ ધરાવતા આપણા દેશમાં મહેમાનોનું સ્વાગત કરવા બાબત વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ સમજ આપતી ચર્ચા મુકેશ જોષીએ કરી હતી. મહેમાનોનું સ્વાગત કરવાની આપણી આ પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. તેનું ઉદાહરણ આપતા તેમણે  શાંતનુ અને ઋષિપત્ની જ્ઞાનમતિનો કિસ્સો સંભળાવ્યો હતો. આ દંપતીએ પોતાના આંગણે પધારેલા નારદ મુનિનું ખૂબ જ ઉત્સાહથી અને પ્રેમથી સ્વાગત કર્યું હતું. જેના પરિણામ રૂપે નારદ મુનીએ એમને આશીર્વાદ આપ્યા હતા અને વચન માંગવા કહ્યું હતું. ત્યારે આ ઋષિદંપતીએ પુત્ર રત્નની ઈચ્છા દર્શાવી હતી. નારદ મુનિએ તેમને ભગવાન બ્રહ્માની આરાધના કરવા જણાવ્યું હતું. ઋષિદંપતીની આરાધનાથી દેવાધિદેવ બ્રહ્મા પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું હતું. તે વરદાનરૂપે એમને પ્રાપ્ત થયેલો પુત્ર તે શ્રવણ. ત્યારબાદ શ્રવણનો વધ, રાજા દશરથને શ્રવણના માતા-પિતા તરફથી અપાયેલો શ્રાપ વગેરેની ચર્ચા વિદ્યાર્થીઓને ગળે ઉતરે એવી શૈલીમાં કરી હતી. પરંતુ સામાન્ય માણસોને જાણમાં ન હોય તેવી જે વાતનો એમાં ઉલ્લેખ કર્યો હતો તે શ્રવણના જન્મ સાથે જોડાયેલી વાત હતી. જ્યારે શ્રવણના માતા-પિતાની આરાધનાથી પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ વરદાન માગવા કહ્યું હતું ત્યારે ઋષિદંપતીએ પુત્રરત્ન પ્રાપ્તિની ઈચ્છા દર્શાવી હતી. આ ઈચ્છા પૂર્ણ તો થાય, પરંતુ એની સામે એમની દ્રષ્ટિ હણાઈ જશે એવું બ્રહ્માજીએ કહ્યું હતું. તેમછતાં આ દંપતીએ દ્રષ્ટિ જતી કરીને પણ પુત્ર પ્રાપ્તિની માગણી કરી હતી.

આ ઉદાહરણ પરથી એમણે બાળકોને સમજાવ્યું કે ધોરણ 10 પછી જ્યારે કોઈ એક ક્ષેત્ર પસંદ કરવાનું હોય છે ત્યારે તમારે પણ તમારા મનની વાત સાંભળીને વડીલોના મંતવ્ય જાણીને અને શિક્ષકોની પણ સલાહ પછી યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

શ્રવણ પાણી લેવા જાય છે એ વાર્તા કરતા કરતા વર્તમાન સમયની માંગ – પાણીનો બગાડ ન થવો જોઈએ અને પાણી કેવી રીતે બચાવવું જોઈએ એ પણ એમણે સમજાવ્યું હતું.

માતા-પિતાને પગે લાગીને નીકળો

ભગવાન રામની એક બહેન પણ હતી જેનું નામ શાંતા હતું. મહાભારતમાં શાંતનું નામના રાજા હતા, આવી રીતે આવી અનેક અજાણી માહિતી તેમણે પોતાના વક્તવ્યમાં આવરી લીધી હતી. તે ઉપરાંત તેમણે બાળકોને એક અનોખું હોમવર્ક આપ્યું હતું જેમાં ન તો લખવાનું હતું કે ન તો કંઈ વાંચવાનું હતું, પરંતુ રોજ સવારે ઘરેથી બહાર નીકળો ત્યારે માતા-પિતાને પગે પડીને નીકળવાની સલાહ હતી.  કવિએ આજે પણ મરીઝની પંક્તિ – “બસ એટલી સમજણ મને પરવરદિગાર દે,

સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે… “નું પુનરાવર્તન કરી ગત વક્તવ્યમાં રોપાયેલા સારા વિચારના બીજની યાદ અપાવી હતી. 

મહેશભાઈ શાહે બાળકોને જણાવ્યું હતું કે, ‘આપણે મારામારીથી સારાસારી તરફ જવાનું છે. એટલે કે એક જણ મારે તો આપણે સામેથી મારીએ છીએ તેમ એ સારો છે તો હું સારો કેમ નહીં? એ વિચાર ધ્યાનમાં રાખીને આપણે સારા વ્યક્તિ બનવાનું છે.’

કેઈએસના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉ. સંગીતા શ્રીવાસ્તવ તથા શાળાનાં વાઈસ પ્રિન્સિપાલ  ક્ષમા વાલાન્જુએ હાજર રહી વિધાર્થઓનો ઉત્સાહ વધાર્યો હતો.

(દીપ્તિ રાઠોડ)

(લેખિકાઃ શાળાનાં શિક્ષિકા છે)

બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ

બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, કોલકાતાની સિયાલદહ કોર્ટે ઝરીન ખાનના નામ પર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ખરેખર, અહીં એક કંપનીએ અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.અભિનેત્રી સામે વર્ષ 2018માં 6 ઈવેન્ટમાં હાજરી ન આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોલકાતા અને ઉત્તર 24 પરગણામાં 6 કાલી પૂજા કાર્યક્રમોમાં હાજરી ન આપવા બદલ તેમની સામે ફરિયાદો મળી હતી. આ ફરિયાદ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની વતી નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જે બાદ નારકેલડાંગા પોલીસે સિયાલદહ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. મામલો સામે આવ્યા બાદ અમે આ મામલે ઝરીન ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

સલમાન ખાન સાથે કરિયરની શરૂઆત કરી હતી

ઝરીન ખાને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2010માં સલમાન ખાન સાથેની ફિલ્મ ‘વીર’થી કરી હતી. આ ફિલ્મ દ્વારા અભિનેત્રીને ઘણી ખ્યાતિ પણ મળી હતી. પરંતુ થોડા સમય પછી અભિનેત્રીના કામની પ્રશંસા કરવાને બદલે દર્શકોએ અભિનેત્રી કેટરીના કૈફ સાથે તેના દેખાવની તુલના કરવાનું શરૂ કર્યું. જે બાદ અભિનેત્રી ધીરે-ધીરે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. અભિનેત્રીએ થોડા સમય પહેલા કેટરિનાની સરખામણીમાં પોતાનું મૌન તોડ્યું હતું. આ અંગે ઝરીન ખાને કહ્યું હતું કે, જ્યારે મારી સરખામણી કેટરિના સાથે થાય છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. કારણ કે હું પોતે પણ તેનો મોટો પ્રશંસક છું અને મને તે ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આ સરખામણીએ મારી કારકિર્દી પર પ્રતિકૂળ અસર કરી હતી. સરખામણીને કારણે ઉદ્યોગના લોકોએ મને મારી કુશળતા સાબિત કરવાની તક આપી ન હતી.

લોનના માસિક હપ્તાની ચૂકવણીમાં સંભવિત નિષ્ફળ જનારાઓને એસબીઆઈ ચોકલેટ મોકલશે

મુંબઈઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) દેશની સૌથી મોટી કેન્દ્ર સરકાર સંચાલિત બેન્ક છે. તેણે લોન લેનાર ગ્રાહકો, ખાસ કરીને રીટેલ ગ્રાહકો હપ્તા સમયસર ચૂકવતા રહે એ માટે એક અનોખી રીત અપનાવી છે. માસિહ હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જવાની સંભાવનાવાળા ગ્રાહકોને તે ચોકલેટનું પેકેટ મોકલીને શુભેચ્છા પાઠવશે. 

બેન્ક દ્વારા જણાવ્યા મુજબ, અમને એવું માલુમ પડ્યું છે કે જ્યારે કોઈ લોનધારક બેન્કમાંથી કરવામાં આવેલા રીમાઈન્ડર ફોન કોલનો જવાબ આપવાનું ટાળે ત્યારે અમે સમજી લઈએ કે એનો ઈરાદો હપ્તો સમયસર ચૂકવવાનો નથી. તેથી એવા લોકોને એમના ઘેર અચાનક જઈને મળવું એ જ શ્રેષ્ઠ રસ્તો છે એવું અમે નક્કી કર્યું છે. આ રીત અપનાવવા પાછળનો અમારો હેતુ લોનની રકમની વસૂલી વધારવાનો છે.

એક તરફ ઋણ લેનાર છૂટક ગ્રાહકોની સંખ્યા વધતી જાય છે અને બીજી બાજુ વ્યાજના દર વધતા રહેતા હોવાથી હપ્તાની સમયસર ચૂકવણી ન કરવાના અપરાધનું પ્રમાણ પણ વધતું જાય છે. એસબીઆઈની રીટેલ લોનનું કદ 2022ના જૂન ક્વાર્ટરમાં રૂ. 10,34,111 કરોડ હતું, તે આ વર્ષના જૂન ક્વાર્ટરમાં 16.46 ટકા વધીને રૂ. 12,04,279 કરોડ થયું છે.

ભારતે આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો, શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું

2023 એશિયા કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ આસાનીથી શ્રીલંકાને હરાવ્યું અને ટાઇટલ જીત્યું. ભારતે રેકોર્ડ આઠમી વખત એશિયા કપ ટ્રોફી જીતી છે. ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં જ સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યો હતો. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 51 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમે આ સાધારણ લક્ષ્યાંક માત્ર 37 બોલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ 19 બોલમાં 27 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો અને ઈશાન કિશન 18 બોલમાં 23 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ માત્ર 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામે કોઈપણ વિપક્ષી ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી.

 

શ્રીલંકાના 9 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા

ભારતીય ઝડપી બોલરોની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાના 9 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. માત્ર કુસલ મેન્ડિસ (17) અને દુષણ હેમંથા (13) જ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. જ્યારે પથુમ નિસાંકા 02, કુસલ પરેરા 00, સદિરા સમરવિક્રમા 00, ચારિથ અસલંકા 00, ધનંજય ડી સિલ્વા 04, દાસુન શનાકા 00, દુનિથ વેલાલાગે 08 અને પ્રમોદ મધુશન 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.


ઝડપી બોલરોએ તમામ ઝડપી

ફાઈનલ મેચમાં સિરાજ સામે શ્રીલંકાના બેટ્સમેનો લાચાર દેખાતા હતા. રસપ્રદ વાત એ હતી કે શ્રીલંકાની તમામ 10 વિકેટ ભારતના ફાસ્ટ બોલરોએ લીધી હતી. એશિયા કપના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે, જ્યારે ફાસ્ટ બોલરોએ તમામ 10 વિકેટ ઝડપી હોય. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6, હાર્દિક પંડ્યાએ 3 અને જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી.

‘જવાન’ની સીક્વલ આવશે: દિગ્દર્શક એટલીનું સમર્થન

ચેન્નાઈઃ શાહરૂખ ખાનને ડબલ રોલમાં ચમકાવતી ‘જવાન’ ફિલ્મ બોક્સ ઓફિસ પર હજી પણ ધૂમ મચાવી રહી છે. દુનિયાભરમાં ગઈ 7 સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂ. 750 કરોડની કમાણીના આંકને પાર કરી લીધો છે. શાહરૂખે અગાઉ સોશિયલ મિડિયા પર એક સવાલના જવાબમાં સંકેત આપ્યો હતો કે ‘જવાન’ની સીક્વલ આવી શકે છે.

હવે આ ફિલ્મના યુવા દિગ્દર્શક એટલીએ સમર્થન આપ્યું છે કે ‘જવાન’નો બીજો ભાગ આવશે. એટલીનું ખરું નામ છે અરૂણ કુમાર. મદુરાઈમાં જન્મેલા એટલી 36 વર્ષના છે. પિન્કવિલા પોર્ટલ સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે, ‘મેં મારી દરેક ફિલ્મમાં ખુલ્લો અંત બતાવ્યો છે અને આજ સુધી મેં ક્યારેય મારી કોઈ ફિલ્મની સીક્વલ બનાવવાનું વિચાર્યું નથી. તે છતાં, જવાનની બાબતમાં, જો મને કંઈક નક્કર વિષય મળશે તો એનો બીજો ભાગ બનાવીશ. જવાનની સીક્વલ બનાવવા વિશે મેં ખુલ્લું મન રાખ્યું છે. હું મોડા-વહેલો એનો બીજો ભાગ બનાવીશ. વિક્રમ રાઠોર મારો હિરો છે અને એના પરાક્રમોને હું આગળ વધારીશ.’

‘જવાન’ ફિલ્મમાં શાહરૂખ ખાને ભૂતપૂર્વ કમાન્ડો વિક્રમ રાઠોર અને એના જેલર પુત્ર આઝાદનો રોલ કર્યો છે. ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત નયનતારા, વિજય સેતુપતી, દીપિકા પદુકોણ (નાનકડી ભૂમિકામાં), સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, સુનીલ ગ્રોવર, સંજીતા ભટ્ટાચાર્ય તથા અન્યો છે. ફિલ્મનું નિર્માણ શાહરૂખની પત્ની ગૌરી ખાને કર્યું છે. ગૌરવ વર્મા સહ-નિર્માતા છે.

Asia Cup Final : શ્રીલંકાની ટીમ 50 રનમાં ઓલઆઉટ, સિરાજના તરખાટ સામે લંકન ટીમ ઘુંટણીએ

શ્રીલંકાની ટીમ મોહમ્મદ સિરાજની સામે ટકી શકી ન હતી અને આ ટાઇટલ મેચમાં માત્ર 50 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. વનડેમાં શ્રીલંકાનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ એશિયા કપમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે. શ્રીલંકાની ટીમ 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પંડ્યાએ 16મી ઓવરના બીજા બોલ પર મેથિસા પથિરાનાને આઉટ કરીને શ્રીલંકાના દાવનો અંત કર્યો હતો. વનડેમાં શ્રીલંકાનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે.

એશિયા કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાની હાલત ખરાબ કરી દીધી છે. કેપ્ટન રોહિત શર્મા ભલે ટોસ હારી ગયો હોય, પરંતુ બોલિંગ કરવા છતાં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એવું શાનદાર પ્રદર્શન કર્યું કે તેની ખતરનાક બોલિંગથી શ્રીલંકન બેટિંગ ઓર્ડર સંપૂર્ણ રીતે પરાસ્ત થઈ ગયો અને અડધી ટીમ માત્ર 12 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ. આશ્ચર્યજનક વાત એ હતી કે મોહમ્મદ સિરાજે માત્ર એક જ ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું પરંતુ આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ભારતે પ્રથમ જ ઓવરમાં શ્રીલંકાને આંચકો આપ્યો હતો અને ત્રીજા બોલ પર જ જસપ્રિત બુમરાહે કુસલ પરેરાને આઉટ કર્યો હતો. પરંતુ મોહમ્મદ સિરાજે તરખાત મચાવ્યો હતો. તેણે તેની બીજી ઓવર અને ઇનિંગની ચોથી ઓવરમાં ચાર વિકેટ લીધી, એટલું જ નહીં, તેણે કુલ 10 બોલમાં 5 વિકેટ લીધી અને શ્રીલંકાની ટીમને ઘુંટણીએ બેસાડી દીધી હતી.

મોહમ્મદ સિરાજની ઓવર..

  • 3.1 ઓવર: પથુમ નિશાંક રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ. (2-8)
  • 3.2 ઓવર: ડોટ બોલ
  • 3.3 ઓવર: સાદિરા સમરવિક્રમા LBW આઉટ. (3-8)
  • 3.4 ઓવર: અસલંકા ઈશાન કિશનના હાથે કેચ આઉટ. (4-8)
  • 3.5 ઓવર: ધનંજય ડી સિલ્વાએ ચોગ્ગો ફટકાર્યો.
  • 3.6 ઓવર: ધનંજય ડી સિલ્વાએ તેનો કેચ વિકેટકીપરને આપ્યો. (5-12)

 

મોહમ્મદ સિરાજ અહીં જ ન અટક્યો, ઇનિંગની છઠ્ઠી ઓવરમાં તેણે શ્રીલંકાને વધુ એક ઝટકો આપ્યો અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને ક્લીન બોલ્ડ કર્યો. સિરાજે તેની પ્રથમ 6 ઓવરમાં 6 વિકેટ લીધી હતી અને આ માટે તેણે માત્ર 13 રન આપ્યા હતા. મોહમ્મદ સિરાજ હાલમાં ODI રેન્કિંગમાં નવમો બોલર છે, તે રેન્કિંગના ટોપ-10માં એકમાત્ર ભારતીય બોલર છે.

મોહમ્મદ સિરાજની 6 વિકેટ:

  1. પથુમ નિશાંક (2)
  2. એસ. સમરવિક્રમ (0)
  3. અસલંકા (0)
  4. ધનંજય ડી સિલ્વા (4)
  5. ડી. શનાકા (0)
  6. મેન્ડિસ (17)

આ સાથે મોહમ્મદ સિરાજે વનડે ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી લીધી છે. મોહમ્મદ સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં 29 મેચ રમી છે અને તેના નામે 52 વિકેટ છે. સિરાજે વનડે ક્રિકેટમાં પ્રથમ વખત 5 વિકેટ લીધી છે. 29 વર્ષના મોહમ્મદ સિરાજે 21 ટેસ્ટ મેચમાં 59 અને 8 ટી-20 મેચમાં 11 વિકેટ ઝડપી છે.

એશિયા કપ 2023 : લંકાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, સિરાજનો તરખાત, 12 રનમાં 5 વિકેટ ગુમાવી

એશિયા કપની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમોની નજર ટાઈટલ પર રહેશે. શ્રીલંકાની ટીમને યજમાન હોવાનો ફાયદો મળશે.ભારત સામેની ફાઇનલ મેચ માટે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ફિલ્ડિંગ માટે પહેલા મેદાનમાં ઉતરી હતી. મોહમ્મદ સિરાજના તરખાટ સામે શ્રીલંકન ટીમ ઘુંટણી પડી ગઈ હતી. માત્ર 12 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

 

ભારત સામેની ફાઈનલ મેચ માટે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ફિલ્ડિંગ માટે પહેલા મેદાનમાં ઉતરશે. અક્ષર પટેલ ફાઈનલ મેચનો ભાગ નહીં હોય. અક્ષર બાંગ્લાદેશ સામે રાઉન્ડ-4ની છેલ્લી મેચ રમી રહ્યો હતો ત્યારે ઈજાગ્રસ્ત થયો હતો. અક્ષર પટેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.

શ્રીલંકાએ પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. મહિષ થિક્ષાના પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર છે. તેના સ્થાને હેમંતને તક આપવામાં આવી છે. શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (વિકેટમાં), સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલેગ, દુષણ હેમંથા, પ્રમોદ મદુશન, મતિશા પાથિરાના.