નવી દિલ્હીઃ ભારત અને કેનેડાની વચ્ચે ચાલી રહેલા ટેન્શનની અસર હવે બ્રિટનમાં પણ દેખાવા લાગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનમાં ભારતીય એમ્બેસેડર વિક્રમ દોરાઇસ્વામીને ખાલિસ્તાની સમર્થકોએ સ્કોટલેન્ડના એક ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. આ ઘટના હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી ઊભા થયેલા વિવાદ પછી આવી છે. આ કથિત વિડિયો સામે આવ્યા પછી ભારતે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય રાજદૂત વિક્રમ દોરાઈસ્વામી ગુરુદ્વારાના આમંત્રણ પર ત્યાં ગયા હતા, તેઓ ત્યાં પહોંચ્યા કે તરત જ ત્યાં પહેલાથી હાજર ખાલિસ્તાની સમર્થકોએ તેમને અટકાવ્યા. ખાલિસ્તાનીઓની આ કાર્યવાહી બાદ ભારતીય રાજદૂતના સુરક્ષા કર્મચારીઓએ તેમની કારને ઘેરી લીધી હતી અને સુરક્ષાની સ્થિતિને જોતાં તેમનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો.
VIDEO | "He (Vikram Doraiswami, the Indian High Commissioner to the United Kingdom) was stopped from visiting the Gurdwara in Scotland by some people as seen in the video. I condemn this as it is a God’s place where there are 4 doors which symbolise that there is no… pic.twitter.com/jp2j9PD3sX
તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ભારતીય રાજદૂત પાસે ગયા અને તેમને કહ્યું હતું કે તેઓ અહીં પ્રવેશી નહીં શકે. ત્યાર બાદ તેઓ ચાલ્યા ગયા. આ ખાલિસ્તાની જૂથે કહ્યું હતું કે અમારી તેમની સાથે હળવી બોલાચાલી થઈ હતી. અમને નથી લાગતું કે ગુરુદ્વારા કમિટી જે કંઈ થયું તેનાથી બહુ ખુશ છે. પરંતુ બ્રિટનના કોઈ પણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત નથી.
આ વીડિયોમાં એક ખાલિસ્તાની ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીને પણ ધમકી આપી હતી કે ભારતીય અધિકારીઓને ગુરુદ્વારામાં પ્રવેશ નહીં આપવાનો. જોકે આ મામલો એમ્સેડરની સુરક્ષાથી જોડાયેલો છે, જેથી આ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
માટે વપરાશકર્તાઓ પાસે સક્રિય Wi-Fi અને/અથવા સેલ્યુલર ડેટા કનેક્ટિવિટી, તેમજ Android ભૂકંપ ચેતવણીઓ અને સ્થાન સેટિંગ્સ બંને ચાલુ હોવા આવશ્યક છે. જે વપરાશકર્તાઓ આ ચેતવણીઓ પ્રાપ્ત કરવા માંગતા નથી તેઓ તેમના ઉપકરણ સેટિંગ્સમાં ભૂકંપ ચેતવણીઓને સરળતાથી નિષ્ક્રિય કરી શકે છે.
આ રીતે કરો ચેટિંગ્સ
સૌથી પહેલા તમારા ફોનની સેટિંગ્સ ઓપન કરો.
આ પછી “earthquake warning ” ટેબ માટે સર્ચ કરો.
એકવાર તમે આ ટેબ શોધી લો, તેને એક્ટિવ કરો.
તમને અમુક અક્ષોને મંજૂરી આપવા માટે કહેવામાં આવશે તે આપો.
જ્યારે તમને ભૂકંપની ચેતવણી મળે ત્યારે શું અપેક્ષા રાખવી
જો તમારો ફોન ભૂકંપ શોધે છે, તો તમને અંદાજિત સ્થાન અને તીવ્રતા સહિત ભૂકંપ વિશેની માહિતી સાથે ચેતવણી પ્રાપ્ત થશે. એલર્ટમાં ભૂકંપની સ્થિતિમાં શું કરવું તેની સૂચનાઓ પણ આપવામાં આવશે.
ભૂકંપની ચેતવણી બે પ્રકારની છે
સાવચેત રહો
આ સૂચના પ્રકાશ ધ્રુજારીની આગોતરી ચેતવણી પ્રદાન કરે છે અને જ્યારે ટેપ કરવામાં આવે ત્યારે વધારાની માહિતી પ્રદાન કરે છે.
પગલાં લેવાની ચેતવણી
મધ્યમથી ભારે ધ્રુજારી અનુભવતા પહેલા વપરાશકર્તાઓનું ધ્યાન ખેંચવા માટે રચાયેલ છે, આ ચેતવણી સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે સંકેત આપે છે.
આ બંને એલર્ટમાં તમને ભૂકંપ દરમિયાન જરૂરી વસ્તુઓની સલામતી વિશે પણ માહિતી મળશે, જેને અનુસરીને તમે સામાન્ય અને મજબૂત ભૂકંપના કિસ્સામાં તમારી કિંમતી વસ્તુઓને સુરક્ષિત કરી શકો છો.
ભૂકંપની ચેતવણીઓ પ્રાપ્ત કરવી શા માટે મહત્વપૂર્ણ છે?
ધરતીકંપ ચેતવણી વિના આવી શકે છે, અને પ્રારંભિક ચેતવણી ચેતવણીઓ રક્ષણાત્મક પગલાં લેવા માટે કિંમતી સેકંડ પ્રદાન કરી શકે છે, જેમ કે પડવું, ઢાંકવું અને પકડી રાખવું. અભ્યાસોએ દર્શાવ્યું છે કે ભૂકંપની પૂર્વ ચેતવણી પ્રણાલીઓ જાનહાનિને 20% ઘટાડી શકે છે. ભારતમાં દરેક Android વપરાશકર્તાને આ મહત્વપૂર્ણ ચેતવણી પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે, Android ભૂકંપ ચેતવણી સિસ્ટમ વિશે વાત ફેલાવવી અને વપરાશકર્તાઓને તેમના ફોન પર ચેતવણીઓ સક્રિય કરવા માટે પ્રોત્સાહિત કરવું મહત્વપૂર્ણ છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા નક્કી કરવામાં આવેલી રૂ. 2000ની નોટની સમયમર્યાદા 30 સપ્ટેમ્બરે પૂરી થઈ જશે. અત્યાર સુધી RBI તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી કે એ ચલણથી બહાર થશે કે એની કeયદેસરતા ખતમ થઈ જશે. આનો અર્થ એ છે કે સમયમર્યાદા પૂરી થયા પછી પણ રૂ. 2000ની નોટની કાયદેસરતા રહેશે.
પહેલી સપ્ટેમ્બર, 2023એ RBI દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે 19 મે, 2023 સુધી ચલણમાં જારી રૂ. 2000ની 93 ટકા બેન્ક નોટ પરત આવી ગઈ છે. એટલે આ નોટ જમા કરવા અને બદલવાની સમયમર્યાદા વધવાની સંભાવના ઓછી છે.
જોકે સિનિયર અધિકારીએ કહ્યું હતું કે RBI રૂ 2000ની નોટ જમા કરાવવા અને બદલવાની તારીખ ઓછામાં ઓછા એક મહિના સુધી લંબાવી શકે છે, કારણ કે આમાં નોન- રેસિડેન્સ ઈન્ડિયનની સાથે વિદેશમાં રહેતા અન્ય લોકોને પણ ધ્યાનમાં રાખવા પડશે.સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બેંકમાં નોટો બદલવા માટે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાના રહેશે નહીં. એક સમયે રૂ. 20,000ની મર્યાદા સુધી, રૂ. 2000ની નોટ બદલી શકાય છે.
2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના સ્થાને, નવી પેટર્નમાં 500 અને 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી હતી. RBIએ વર્ષ 2018-19થી 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું છે. જ્યારે 2021-22માં 38 કરોડ 2000 રૂપિયાની નોટો નાશ પામી છે.
હાંગજોઉઃ ચીનના હાંજજોઉમાં ચાલી રહેલા એશિયન ગેમ્સ 2023ના સાતમા દિવસે અનેક સ્પર્ધા થશે. સાતમા દિવસે પુરુષોની ડબલ્સ ટેનિસની ફાઇનલ પર બધાની નજર રહેશે. આ સિવાય પુરુષ હોકી પૂલ A મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. ભારતે હવે નવ ગોલ્ડ સહિત કુલ 35 મેડલ મેળવ્યા છે.
ભારતે ટેનિસમાં પહેલો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મિકસ્ડ ડબલ્સ ફાઇનલમાં રોહન બોપન્ના-ઋતુજા ભોસલેની જોડીએ તાઇપેની જોડીને સુપર ટાઇ બ્રેકમાં 2-6,6-3 અને 10-4થી હરાવી હતી. જેથી દેશના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો હતો. જોકે મનિકા બત્રા એશિયન ગેમ્સ 2023માં મહિલા સિંગલ મેચની ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઈ ગઈ હતી.
એશિયન ગેમ્સમાં 2023માં વેઇટલિફ્ટિંગમાં ભારતને મીરાબાઈ ચાનુ પાસેથી ગોલ્ડની આશા રહેશે. તેમની મેચ આજે છે. ભારતનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ શનિવાર સવાર સુધી શૂટિંગમાં કુલ 35 મેડલ જીત્યા છે. સરબજોત સિંહ અને દિવ્યાએ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને શનિવારે સવારે ટીમ ઈન્ડિયા માટે સિલ્વર જીત્યો. જોકે તે ગોલ્ડ ચૂકી ગયો હતો.
એશિયન ગેમ્સ 2023ના છઠ્ઠા દિવસના અંત સુધી ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 33 મેડલ જીત્યા હતા. હવે સાતમા દિવસે પણ ભારત મેડલની આશા રાખશે. શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાશે. બેડમિન્ટનની સેમી ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સાથે થશે. આ મેચ બપોરે રમાશે.
અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે અમિત શાહે ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ છે. તેમની સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે સભાને સંબોધન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોકો માગે એ પહેલાં જ સરકારે વિકાસનાં કામો કર્યાં છે. આ પ્રસંગે ધારાસભ્યો, સાંસદો, ભાજપ અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં છે.ગૃહપ્રધાન દ્વારા ઔડાનાં રૂ. 1700 કરોડ રૂપિયાનાં વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી કોર્પોરેશન અને ઔડાનાં 1650 કરોડ રૂપિયાનાં વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં રૂ. 413.32 કરોડના 14 લોકાર્પણ અને રૂ. 1237.38 કરોડનાં 25 કામોનું ખાતમુહૂર્ત કરાવામાં આવશે. ગાંધીનગર લોકસભામાં ત્રાગડ ગામનું તળાવ, કોતરપુર વોટર વર્કસની મોટેરા સુધીની લાઇન, 18 આવાસ યોજનાના મકાનો વગેરેનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સરખેજ-ઓકાફ, જગતપુર, ભાડજ અને ઓગણજ તળાવનું ડેવલપમેન્ટ, આવાસ યોજનાનાં મકાનો, નવા એસટીપી, નવી ડ્રેનેજ લાઇન સહિતની વિવિધ કામોના ખાતમુહુર્ત કરવામાં આવશે. એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટી પાછળ મલાબાર કાઉન્ટી-3 પાસેના મેદાનમાં તેમની જાહેર સભા યોજવામાં આવશે.
અંદાજે ₹1650 કરોડના AMC અને AUDAના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમથી લાઈવ… https://t.co/8UcxRkP74G
તેમણે જણાવ્યું હતું કે આજે 1500 કરોડથી વધારાના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેની માગણી પણ જનતાએ નથી કરી છતાં લોકો માગે એ પહેલાં કામ કરવાની પરંપરા અમારી છે. AMC અને ઔડાની 21 યોજનાની ખાતમુહૂર્ત અને 18નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીં G- 20નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર ભાઈના કાળમાં ચંદ્ર પર તિરંગો લહેરાયો છે.
Live: માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના વરદ્હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિતિ. https://t.co/FwzCbrMF9Y
G-20નું આયોજન જે ભારતે કર્યું તે આવનારા 25 વર્ષ માટે અન્ય દેશો માટે શીખવા જેવું છે. જ્યારે આંતરરષ્ટ્રીય સ્તરે વિષમતા હોય ત્યારે રોજના ડેકલેરેશન પાસ કરાવવા મોટું કામ છે. નરેન્દ્ર મોદીએ મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં 33 ટકા રિઝર્વેશન અપાવ્યું છે. નીતિ નિર્માણ માટે મહિલાઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. નવી સંસદમાં કોઈ વિઘ્ન ન આવે એટલે ગણેશ ચોથે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં પહેલું બિલ નારી શક્તિ માટે મહિલા આરક્ષણનું લાવવામાં આવ્યું હતું.
બાગપતઃ ઉત્તર પ્રદેશના બાગપતમાં પૈસાની લેવડદેવડના વિવાદમાં ધોરણ 11ના વિદ્યાર્થીની હત્યા થઈ છે. આરોપ છે કે રૂ. 20ની લેતીદેતીના વિવાદમાં ચાર આરોપીઓએ યુવકનું ગળું દબાવીને અને મારપીટ કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પરિવારજનોએ આ કેસની સૂચના પોલીસને આપી છે. ઘટનાસ્થળે પોલીસે મૃતકના મૃતદેહને કબજે કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે બધા લોકો ખેતરમાં કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર યુવક ઋતિક પડોશમાં જ એક દુકાન પર આવ્યો હતો, જ્યં તેનું ગળું મરોડીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બડોત કોતવાલી ક્ષેત્રના ખામપુર ગામની છે, જ્યાં ધોરણ 11નો વિદ્યાર્થી ઋતિકની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રૂ. 20ની લેતીદેતીના વિવાદની વાત બહાર આવી છે. 17 વર્ષીય ઋતિક રાજપુર નિવાસી સોહમવીરનો પુત્ર હતો. તે HR ઇન્ટર કોલેજ ખામપુરમાં ધોરણ 11મા હતો. તે ગામની ફાસ્ટફૂડની એક દુકાન પર શુક્રવારે સાંજે કંઈક ખાવા ગયો હતો. ત્યાં પહેલેથી ગામના ચાર યુવક ઊભા હતા. એ દરમ્યાન માત્ર રૂ. 20ને લઈ આપસમાં ચણભણ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો હતો કે મારામારી શરૂ થઈ હતી અને ચારે યુવકોએ ઋતિકની ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ચાર યુવકો ભાગી ગયા હતા.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,782 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,307 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 63 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 444 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 23,426 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,71,587 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 100 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મનુસ્મૃતિના શ્લોક 4.257માં વાનપ્રસ્થાશ્રમ વિશે અગત્યનો બોધ આપવામાં આવ્યો છે. વૃદ્ધાવસ્થાને માંદગી અને મૃત્યુ એ બન્ને અભિશાપ ઉપરાંતનો ત્રીજો અભિશાપ કહેવામાં આવે છે. આ શ્લોકમાં કહેવાયું છે કે મનુષ્યે બાહ્ય જગતનો ત્યાગ કરીને અંતરાત્માની ખોજ શરૂ કરવી જોઈએ.
અહીં આપણે ફરી એક વખત ધન-સંપત્તિની ચર્ચા સુધી જ મર્યાદિત રહીશું.
ઘણા વડીલો 65, 70 કે તેનાથી પણ મોટી ઉંમરે પોતાનાં કામ-ધંધો છોડતા નથી. તેમને આંતરિક જગતમાં ડોકિયું કરવા માટે ઘણી તકલીફ પડે છે. જો કે, તેમને કહેવાનું કે પોતાનાં કામ-ધંધામાંથી નિવૃત્ત થઈને અંતરમનની યાત્રા શરૂ કરવી જોઈએ.
નોકરિયાતો માટે તો નિવૃત્તિની ઉંમર પહેલેથી નક્કી હોય છે. એ દિવસે આપોઆપ તેમણે નિવૃત્ત થઈ જવું પડે છે. જો કે, પોતાનો વ્યવસાય કરતા વ્યાવસાયીઓ અને બિઝનેસમેનો માટે નિવૃત્તિની કોઈ મર્યાદા નથી હોતી. આથી તેમણે પોતે જ એના વિશે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જો તેઓ એ ના કરી શકે તો લાગણીના વમળમાં ફસાઈ જવાનું જોખમ હોય છે.
મારી જાણમાં મહેશભાઈ નામના એક વડીલ છે. તેઓ કેમિકલ માર્કેટમાં વેપારી છે. આખી જિંદગી તેમણે સંઘર્ષ કર્યો છે, પરંતુ છેલ્લાં પંદર વર્ષોથી તેમને ઘણી જ રાહત છે. તેમના બન્ને દીકરાઓ તેમના બિઝનેસમાં સારી રીતે ગોઠવાઈ ગયા છે. એટલું જ નહીં, તેમણે બિઝનેસનો વિસ્તાર પણ કર્યો છે. તેમની દીકરી લગ્ન કરીને આગ્રામાં સાસરે આનંદમંગલમાં છે. દીકરાઓએ અનેકવાર વિનંતી કરી હોવા છતાં મહેશભાઈ ઑફિસે જવાનું બંધ કરતા નથી. ક્યારેક તેમને તબિયત પણ સાથ આપતી નથી, પરંતુ તેમની મુખ્ય સમસ્યા એ છે કે ઘરે સમય કેવી રીતે કાઢવો એની એમને જરા પણ ખબર નથી પડતી. તેમને કોઈ શોખ-હૉબી નથી અને ક્યારેક તેઓ ઑફિસે જાય છે ત્યારે કોઈકનું પૅમેન્ટ મોડું પડ્યું હોય અથવા તો ડિલિવરી મોડી પડી હોય કે પછી કર્મચારીઓને લગતા પ્રશ્નો હોય તો તેઓ ઊંચા-નીચા થઈ જાય છે. તેમના દીકરાઓ આ બધી પરિસ્થિતિને સંભાળી લે એવા કાબેલ છે. તેમના પરિવાર પાસે સંપત્તિ પણ સારા એવા પ્રમાણમાં છે.
ફક્ત મહેશભાઈ નહીં, ઘણા વડીલો આવા જ પ્રકારની સમસ્યા ધરાવે છે. તેઓ મનમાં ડોકિયું કરવાની – અંતરાત્માની ખોજ કરવાની સ્થિતિ માટે તૈયાર હોતા નથી. જો બાહ્ય જગતમાંથી બહાર નીકળીને અંદર તરફની યાત્રા શરૂ ન થાય તો વૃદ્ધાવસ્થા અભિશાપ બની શકે એમ છે. બાહ્ય જગતને લીધે મોટી ઉંમરે તબિયતને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે, બીજી કોઈ તકલીફ આવી શકે છે.
વધુ ને વધુ વડીલો તબિયત સારી ન હોવા છતાં યુવાનોની જેમ બહાર ખાવું બહાર હરવું-ફરવું, લોકોની સાથે ટોળટપ્પાં કરવાં, એ બધી પ્રવૃત્તિઓમાં રુચિ લેતા હોય છે. આ બધું તો ગૃહસ્થાશ્રમમાં કરવાનું હોય છે, કારણ કે એ સમયે માણસ સશક્ત હોય છે, ભાવનાત્મક રીતે મજબૂત હોય છે અને પરિપક્વતા હોય છે. વૃદ્ધાવસ્થામાં પરિપક્વતા હોય છે, પરંતુ શારીરિક શક્તિ ક્ષીણ થતી જાય છે અને લાગણીઓમાં ઉતાર-ચડાવ આવવા લાગે છે અને બુદ્ધિ પણ ક્ષીણ થતી જાય છે. તેથી જ ઈશ્વરની સમીપ જઈને વૃદ્ધાવસ્થાનો આનંદ માણવો જોઈએ. મનની અંદર ઊંડા ઊતરવા માટે પુસ્તકો વાંચી શકાય, કોઈ સખાવતી સંસ્થાની સાથે સંકળાઈને કાર્ય કરી શકાય, તેને મદદ કરી શકાય, મેડિટેશન કરી શકાય, સંગીત સાંભળી શકાય, વગેરે અનેક પ્રવૃત્તિઓ કરી શકાય છે. તેનાથી વિપરીત, જો ટીવી, સ્માર્ટફોન, ટૅબ્લેટ, વગેરેની સાથે જોડાયેલા રહેવામાં આવે તો મગજ ચકરાવે ચડી જાય છે. તેનું કારણ એ છે કે બાહ્ય જગતના દેખાતી દરેક વસ્તુ નવા તરંગો લઈને આવે છે અને એ તરંગો માનસિક-ભાવનાત્મક સમતુલાને બગાડી નાખે છે.
મનુસ્મૃતિમાં એમ નથી કહેવાયું કે માણસે ઘરબાર છોડીને જંગલમાં રહેવા જવું જોઈએ. તેમાં તો એમ જ કહેવાયું છે કે કામ-ધંધાની ધુરા નવી પેઢીને સોંપીને જાત સાથેનો સંવાદ શરૂ કરવામાં આવવો જોઇએ. આપણા અંતરાત્માને સાથે વાત કરવાને બદલે બાહ્ય જગતની સાથે સંધાન સાધવાનું મોટી ઉંમરે ઓછું કરી દેવું જોઈએ. જ્યારે આવું થાય ત્યારે વૃદ્ધાવસ્થા અભિશાપ નહીં, પણ આનંદ બની રહે છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)