ધોરણ 11ના વિદ્યાર્થીની રૂ. 20ની લેતીદેતીમાં ચાર યુવકોએ હત્યા કરી

બાગપતઃ ઉત્તર પ્રદેશના બાગપતમાં પૈસાની લેવડદેવડના વિવાદમાં ધોરણ 11ના વિદ્યાર્થીની હત્યા થઈ છે. આરોપ છે કે રૂ. 20ની લેતીદેતીના વિવાદમાં ચાર આરોપીઓએ યુવકનું ગળું દબાવીને અને મારપીટ કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પરિવારજનોએ આ કેસની સૂચના પોલીસને આપી છે. ઘટનાસ્થળે પોલીસે મૃતકના મૃતદેહને કબજે કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે બધા લોકો ખેતરમાં કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર યુવક ઋતિક પડોશમાં જ એક દુકાન પર આવ્યો હતો, જ્યં તેનું ગળું મરોડીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બડોત કોતવાલી ક્ષેત્રના ખામપુર ગામની છે, જ્યાં ધોરણ 11નો વિદ્યાર્થી ઋતિકની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રૂ. 20ની લેતીદેતીના વિવાદની વાત બહાર આવી છે. 17 વર્ષીય ઋતિક રાજપુર નિવાસી સોહમવીરનો પુત્ર હતો. તે HR ઇન્ટર કોલેજ ખામપુરમાં ધોરણ 11મા હતો. તે ગામની ફાસ્ટફૂડની એક દુકાન પર શુક્રવારે સાંજે કંઈક ખાવા ગયો હતો. ત્યાં પહેલેથી ગામના ચાર યુવક ઊભા હતા. એ દરમ્યાન માત્ર રૂ. 20ને લઈ આપસમાં ચણભણ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો હતો કે મારામારી શરૂ થઈ હતી અને ચારે યુવકોએ ઋતિકની ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ચાર યુવકો ભાગી ગયા હતા.