ટેબલ ટેનિસની મિક્સ્ડ ડબલ્સમાં ભારતીય જોડીએ રચ્યો ઇતિહાસ

હાંગજોઉઃ ચીનના હાંજજોઉમાં ચાલી રહેલા એશિયન ગેમ્સ 2023ના સાતમા દિવસે અનેક સ્પર્ધા થશે. સાતમા દિવસે પુરુષોની ડબલ્સ ટેનિસની ફાઇનલ પર બધાની નજર રહેશે. આ સિવાય પુરુષ હોકી પૂલ A મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. ભારતે હવે નવ ગોલ્ડ સહિત કુલ 35 મેડલ મેળવ્યા છે.

ભારતે ટેનિસમાં પહેલો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મિકસ્ડ ડબલ્સ ફાઇનલમાં રોહન બોપન્ના-ઋતુજા ભોસલેની જોડીએ તાઇપેની જોડીને સુપર ટાઇ બ્રેકમાં 2-6,6-3 અને 10-4થી હરાવી હતી. જેથી દેશના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો હતો. જોકે મનિકા બત્રા એશિયન ગેમ્સ 2023માં મહિલા સિંગલ મેચની ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઈ ગઈ હતી.

એશિયન ગેમ્સમાં 2023માં વેઇટલિફ્ટિંગમાં ભારતને મીરાબાઈ ચાનુ પાસેથી ગોલ્ડની આશા રહેશે. તેમની મેચ આજે છે. ભારતનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ શનિવાર સવાર સુધી શૂટિંગમાં કુલ 35 મેડલ જીત્યા છે. સરબજોત સિંહ અને દિવ્યાએ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને શનિવારે સવારે ટીમ ઈન્ડિયા માટે સિલ્વર જીત્યો. જોકે તે ગોલ્ડ ચૂકી ગયો હતો.

એશિયન ગેમ્સ 2023ના છઠ્ઠા દિવસના અંત સુધી ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 33 મેડલ જીત્યા હતા. હવે સાતમા દિવસે પણ ભારત મેડલની આશા રાખશે. શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાશે. બેડમિન્ટનની સેમી ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સાથે થશે. આ મેચ બપોરે રમાશે.