નર્મદાઃ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પાંચ ઓક્ટોબરથી ICC ક્રિકેટ વિશ્વ કપ શરૂ થઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ક્રિકેટ વિશ્વનું શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે અને એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ વિશ્વને ભારતની એકતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે ત્યારે આ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. આ ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રોફીને અવકાશની સાથે ૧૮ દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક ક્રિકેટપ્રેમીઓને મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાની તેની ક્ષમતા બતાવે છે.
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીએ આ વર્ષની શરૂઆતથી જ તેની અદભુત સફર શરૂ કરી છે. પૃથ્વીથી ૧,૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલી સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચી હતી. આ રોમાચક સફરે અખબારો અને ટીવી ચેનલ્સની હેડલાઇન્સ બનાવી હતી. ટ્રોફીની રોમાંચક અને ઐતિહાસિક સફરમાં તેને વિશ્વભરમાં વિવિધ પ્રસિદ્ધ સ્થળોએ લઈ જવામાં આવી છે, જે તેને એકતા અને રમતગમતની શ્રેષ્ઠતાનું પ્રતીક બનાવે છે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પાંચ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ICC ક્રિકેટ વિશ્વ કપ ટુર્નામેન્ટ પહેલાં આ વર્ષે કોઈ ઉદઘાટન સમારોહ નહીં યોજવામાં આવે, એવું રેવ સ્પોર્ટનો અહેવાલ કહે છે. જોકે વિશ્વ કપનો પ્રારંભ ગયા વર્લ્ડ કપના બે ફાઇનલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યુ ઝીલેન્ડની મેચથી થશે.
સામાન્ય રીતે મોટી ટુર્નામેન્ટો માટે ઉદઘાટન સમારોહ યોજવાની પરંપરા છે. જોકે બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ચોથી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદઘાટન સમારોહની યોજના બનાવી હતી. આ આયોજિત સમારંભમાં રણવીર સિંહ, અરિજિત સિંહ, તમન્ના ભાટિયા, શ્રેયા ઘોષાલ અને આશા ભોસલે જેવા બોલીવૂડ સ્ટાર અને સિંગર ભાગ લેવાના હતા. આ ઉપરાંત વિશ્વ કપના ઉદઘાટન સમારંભમાં ફટાકડાની આતિશબજા અને લેસર શો પણ યોજાવાનો હતો.
R Ashwin replaces injured Axar Patel in the 15-member squad.
વળી, આ સાંજે સાત કલાકના કાર્યક્રમમાં કેપ્ટન્સ ડે કાર્યક્રમ પછી બોલીવૂડ સ્ટારનો કાર્યક્રમ યોજાવાનો હતો. જોકે હવે કેપ્ટન ડે કાર્યક્રમ તો યોજાવાનો છે, પણ ઉદઘાટન સમારંભ કોઈક કારણવશ નથી યોજાવાનો. જોકે આની કોઈ સત્તાવાર ઘોષણા પણ નથી કરવામાં આવી.
આ વર્લ્ડ કપ પહેલાં ચોથી ઓક્ટોબરે કેપ્ટન ડે ઉજવણીના કાર્યક્રમમાં બધી ટીમોના કેપ્ટન ભાગ લેશે, જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પણ અમદાવાદમાં હાજર રહેશે. આ વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ યોજાશે, જેની ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.
આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ ના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 42 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,916 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,032 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,458 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 47 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 426 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 9767 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,71,754 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 167 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
કરમ એટલે નસીબ. ખેડૂત જમીનને બરાબર પળોટે નહીં, એને શક્ય તેટલી વધુ વખત ખેડીને તપવા ના દે, જમીન ભેજ ગ્રહણ કરવા માટે અને બીજને અંકુરિત કરવા માટે અનુકૂળ ન બને તો એમાંથી ધાર્યો પાક નીપજે નહીં. પણ જ્યારે એક કે બે પાક લેવાઈ જાય ત્યારે જમીનનો કસ ચૂસાઈને ઓછો થાય, આ પરિસ્થિતીમાં ખાતર નાખીને જમીન વળી પાછી વધુ ફળદ્રુપ બને તેમ કરવું પડે. જેટલી અગત્યતા ખેડની એટલી જ ખાતરની. કદાચ એથીય વધારે અગત્યતા ખાતરની મૂકી શકાય. પણ બરાબર ખેડ કરી હોય, ખાતર પણ નાખ્યું હોય અને વરસાદ પડે જ નહીં તો જો ટ્યૂબવેલ અથવા અન્ય રીતે પાણી આપીને જમીનને ભેજ પૂરો પાડવાનું શક્ય બને તો જ એમાં વાવેલું બીજ અંકુરિત થાય અને ખાતરનું સત્વ મૂળિયાં વાટે ચૂસીને સરસ મજાનો પાક ખેતરમાં લહેરાવા માંડે.
જો પિયતની સવલત ન હોય તો માફકસરનો વરસાદ પડવો જોઈએ જેથી બિયારણ ઊગી નીકળે અને છોડ અથવા વેલો વધી શકે. આમ, પહેલાં ખેડ, ત્યારબાદ ખાતર પછી બિયારણ અને છેલ્લે સૌથી અગત્યનું પાણી. આ બધું ભેગું થાય તો જ મબલખ પાક ઉતરે. જો આમાંથી એકની પણ ઉણપ રહે તો ધાર્યું ફળ કે પાક મળે નહીં. આ સંદર્ભમાં આ કહેવત વપરાય છે કે – ‘ખેડ, ખાતર ને પાણી કરમને લાવે તાણી’ એટલે કે અનુકૂળ inputs અને મહેનત ભેગા થાય તો માણસના નસીબ આડેનું પાંદડું ખેસવી શકે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
જિનેવાઃ બ્રિટનની યૂનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત મેલેરિયા બીમારી વિરોધી રસી R21/Matrix-M લેવાની વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ભલામણ કરવામાં આવી છે. સંસ્થાએ આ રસીની આવશ્યક સુરક્ષિતતા, ગુણવત્તા અને અસરકારકતાની વિસ્તૃતપણે ચકાસણી કર્યા બાદ તે ધારાધોરણો અનુસારની હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે.
આ સમીક્ષા WHOના નિષ્પક્ષ સલાહકાર મંડળ – સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ અને મેલેરિયા પોલિસી એડવાઈઝરી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે અને તેમણે ભલામણ કરી છે કે R21/Matrix-M રસી મેલેરિયા બીમારીને રોકવા માટે ઉપયોગમાં લઈ શકાય એમ છે. બાળકોમાં મેલેરિયાને રોકતી WHOની ભલામણ પ્રાપ્ત દુનિયાની બીજી રસી છે. આ રસીનું નિર્માણ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી ખાતે જેનર ઈન્સ્ટિટ્યૂટ અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સહયોગમાં તેમજ યૂરોપીયન એન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ ક્લિનિકલ ટ્રાયલ્સ પાર્ટનરશિપ, વેલકમ ટ્રસ્ટ, યૂરોપીયન ઈન્વેસ્ટમેન્ટ બેન્કના સહકારથી કરવામાં આવ્યું છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદર પૂનાવાલાએ કહ્યું છે, મેલેરિયા બીમારીએ દુનિયાભરમાં અબજો લોકોના જાન પર ખતરો કર્યો છે. WHO સંસ્થાએ અમે બનાવેલી રસીને મંજૂર કરી છે તે આ જીવલેણ બીમારી સામેનો સામનો કરવાના અમારા જંગમાં મોટી સિદ્ધિ સમાન છે. WHOની મંજૂરી અને ભલામણ પ્રાપ્ત થઈ ગઈ છે અને અતિરિક્ત રેગ્યૂલેટરી મંજૂરીઓ પણ મળી જશે એ પછી આવતા વર્ષના આરંભમાં R21/Matrix-M રસીના ડોઝ તૈયાર કરી શકાશે અને ઉપયોગમાં મૂકી શકાશે.
મુંબઈઃ બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય સાથે રૂ. એક કરોડ અને 55 લાખની રકમની છેતરપીંડી કરવા બદલ પોલીસે વિવેકના ભૂતપૂર્વ બિઝનેસ ભાગીદાર સંજય સહાની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિવેકની કંપની ઓબેરોય મેગા એન્ટરટેનમેન્ટ એલએલપીએ પાર્ટનર સંજય સહા, નંદિતા સહા, રાધિકા નંદા તથા અન્ય વિરુદ્ધ ગયા જુલાઈ મહિનામાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આઈપીસીની કલમો 420, 406, 409, 34 અંતર્ગત ફરિયાદ નોંધી હતી. વિવેકના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દેવેન બાફનાએ ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ વિવેકની એક ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફિલ્મ નિર્માણ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને તેમાંથી નફો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં આરોપીઓએ તે રકમનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. પોલીસે આનંદિતા એન્ટરટેનમેન્ટના ત્રણ આરોપી ડાયરેક્ટરમાંના એકની ધરપકડ કરી છે. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં સંજય સહા સામે છેતરપીંડીને લગતા બીજા અનેક કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે એને રીમાન્ડ પર લીધો છે અને વધુ તપાસ કરી રહી છે.
વિવેક ઓબેરોયે ફિલ્મ ઉદ્યોગમાં બિઝનેસ કરવા માટે 2020માં સહા સાથે ભાગીદારી કરી હતી. બંને જણે અનેક નિર્ણયો લીધા હતા અને સહાની કંપની આનંદિતા એન્ટરટેનમેન્ટ દ્વારા એક ફિલ્મ બનાવવાનું નક્કી કરાયું હતું. વિવેકે 2020-2021માં સંજય સહાની કંપનીમાં રૂ. 95 લાખનું મૂડીરોકાણ કર્યું હતું. સહાની કંપનીએ એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકી સાથે મળીને 2021ના માર્ચમાં એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. વિવેકે નવાઝુદ્દીનને રૂ. 51 લાખ ચૂકવ્યા હતા. તે ઉપરાંત લેખક અને ડાયરેક્ટરને પણ પૈસા ચૂકવ્યા હતા. પરંતુ એ દરમિયાન વિવેકને માલુમ પડ્યું હતું કે સંજય સહાએ પોતાની સાથે છેતરપીંડી કરી છે.
માધુરી દીક્ષિત અને નીના ગુપ્તા પર ફિલ્માવવામાં આવેલા ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતનો વિવાદ થયો હતો પણ એ સૌથી વધુ લોકપ્રિય બન્યું હતું અને એક અઠવાડિયામાં એની એક લાખ ઓડિયો કેસેટ વેચાઈ હતી. આ ગીત પાછળની એની સાથે સંકળાયેલા લોકોએ કહેલી અનેક વાતો રસપ્રદ છે. નિર્દેશક સુભાષ ઘઇએ ફિલ્મ ‘ખલનાયક’ (૧૯૯૩) માટે આ ગીત લખવા ગીતકાર આનંદ બક્ષીને એક સ્થિતિ કહી સંભળાવી હતી અને એક મુજરા પ્રકારનું ગીત જરૂરી હોવાનું કહ્યું હતું. ત્યારે બક્ષીએ એને લોકગીત પ્રકારનું બનાવવા સૂચન કર્યું હતું. માધુરી જે સ્થિતિમાં ગીત ગાતી હતી એમાં આ વાત બંધબેસતી હતી.
બક્ષીએ એના પર ગીત તૈયાર કરીને જ્યારે ફોન કર્યો અને પહેલી લીટી ‘ચોલી કે પીછે ક્યા હૈ’ સંભળાવી ત્યારે સુભાષને આંચકો લાગ્યો. એમણે કહ્યું કે આ કેવું ગીત બનાવ્યું છે? અને આ ગીત આપણે બનાવી શકીએ નહીં એવો વિચાર પ્રગટ કરી દીધો. આનંદ બક્ષીએ ધીરજ રાખીને આખું ગીત સાંભળવા કહ્યું. જ્યારે ‘ચોલી મેં દિલ હૈ મેરા, ચુનરી મેં દિલ હૈ મેરા, યે મેં દુંગી મેરે યાર કો, પ્યાર કો’ લખાવ્યું ત્યારે સુભાષ પ્રભાવિત થઈ ગયા અને એમને આખું ગીત ગમી ગયું. આ ગીતમાં માધુરી માટે અવાજ આપનાર ગાયિકા અલકા યાજ્ઞિકને તો ખબર જ ન હતી કે એમાં ‘ચોલી કે પીછે ક્યા હૈ’ જેવા શબ્દો છે. કેમકે એ શબ્દો ઇલા અરુણના સ્વરમાં રેકોર્ડ થવાના હતા. જે ગીત સાથે દિગ્ગજો સંકળાયેલા હોય એના માટે શંકા કરવાનું અલકા માટે કોઈ કારણ ન હતું.
અલકા જ્યારે ગીત રેકોર્ડ કરવા સ્ટુડિયોમાં ગયા ત્યારે સંગીતકાર લક્ષ્મીકાન્ત- પ્યારેલાલે ફક્ત એમને બોલવાની પંક્તિઓ જ લખાવી હતી. કેમકે ઇલાનું રેકોર્ડિંગ અલગથી થવાનું હતું. ઇલાએ જ્યારે ‘ચોલી કે પીછે ક્યા હૈ’ શબ્દોવાળું ગીત ગાયું છે એવી ખબર પડી ત્યારે એની માતાએ એમ કહ્યું હતું કે આપણાં એટલા ખરાબ દિવસો નથી આવી ગયા કે આવું ગીત ગાવું પડે. ઇલાની માતાને પહેલાં આ ગીત બિલકુલ ગમ્યું ન હતું પણ પાછળથી એના વખાણ કર્યા હતા. લક્ષ્મીકાન્ત- પ્યારેલાલે આ ગીતમાં પહેલી વખત શરણાઈ જેવા એક નાના વાજિંત્ર સુંદરીનો પહેલી વખત પ્રયોગ કર્યો હતો.
ગીત માટે માધુરીએ નૃત્ય નિર્દેશક સરોજ ખાન સાથે બહુ મહેનતથી ડાન્સ શીખ્યો હતો. પણ થયું એવું કે જે દિવસે ગીતનું શૂટિંગ શરૂ થવાનું હતું એ જ દિવસે તબિયત ખરાબ થઈ હતી અને તાવ આવ્યો હતો. સેટ અને ડાન્સરો સાથે આખું યુનિટ તૈયાર હતું એટલે સુભાષે ગીતનો કેટલોક ભાગ નીના ગુપ્તા પર ફિલ્માવવાનું નક્કી કર્યું હતું. નીનાને ડાન્સ આવડતો ન હતો તેથી માત્ર એના ચહેરાના ક્લોઝઅપ્સ લીધા હતા અને એ એણે બહુ સરસ રીતે આપ્યા હતા. ૩૯ માં ફિલ્મફેરમાં ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીત માટે અલકા યાજ્ઞિક અને ઇલા અરુણને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયનનો જ્યારે કોરિયોગ્રાફી માટે સરોજ ખાનને એવોર્ડ મળ્યો હતો.