Home Blog Page 2161

લોકસભા ચૂંટણી 2024: AAP-કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણીને લઈને મહત્વની બેઠક

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ સોમવારે આગામી લોકસભા ચૂંટણી માટે બેઠક વહેંચણી અંગે બેઠક યોજી હતી. આ દરમિયાન બંને પક્ષો દ્વારા બેઠકોની વહેંચણી અને ચૂંટણીના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકોની વહેંચણી અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.  કોંગ્રેસના સાંસદ મુકુલ વાસનિકે કહ્યું કે ઘણા ચૂંટણી મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમે આગામી ચૂંટણી માટે ઘણા મુદ્દાઓ પર બેઠક યોજી હતી. વાતચીત ચાલુ રહેશે અને અમે ફરી મળીશું. ત્યાર બાદ જ સીટ વિતરણ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. દરેક બાબતની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અમે સાથે મળીને ચૂંટણી લડીશું અને ભાજપને જડબાતોડ જવાબ આપીશું.

 

AAP તરફથી રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક, દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશી અને ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે બેઠકમાં હાજરી આપી હતી. કોંગ્રેસ તરફથી રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, મુકુલ વાસનિક, દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અરવિંદર સિંહ લવલી અને પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ અને મોહન પ્રકાશ પણ હાજર હતા.3

હરિયાણામાં સીટની વહેંચણી અંગે પણ ચર્ચા થઈ રહી છે

આમ આદમી પાર્ટીના હરિયાણા પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ કહ્યું કે તેમણે તેમના હાઈકમાન્ડ પાસે હરિયાણામાં ગઠબંધનમાં પાંચ સીટોની માંગણી કરી છે. કોંગ્રેસે હજુ પોતાનું સંગઠન બનાવ્યું નથી, અમે બૂથ સ્તરે સંગઠન બનાવ્યું છે. હરિયાણામાં INDIA ની સીટ વહેંચણીના મુદ્દે સુશીલ ગુપ્તાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ દેશમાં લોકતંત્રને ખતમ કરવાનું વિચારી રહી છે. ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને સીબીઆઈ દેશના દરેક વિપક્ષી નેતાની પાછળ છે. લોકશાહી બચાવવા માટે ભારતની રચના કરવામાં આવી છે. અમે અમારા દમ પર વિધાનસભાની ચૂંટણી લડીશું. આ મહાગઠબંધન લોકસભા ચૂંટણી માટે છે. રાષ્ટ્રીય નેતૃત્વ જે પણ નિર્ણય લેશે અમે તેનું સન્માન કરીશું.

તેમણે કહ્યું કે AAP હરિયાણામાં પાંચ લોકસભા સીટો પર દાવો કરે છે. અમારા રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી 28 જાન્યુઆરીએ જીંદ આવી રહ્યા છે. 28 જાન્યુઆરીએ અમારો પ્રયાસ છે કે દરેક વોર્ડ અને દરેક વિભાગના લોકો જીંદ પહોંચે.

BSE સેન્સેક્સ 671 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના ત્રણ લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સ્થાનિક શેરબજારોમાં જોરદાર વેચવાલી થઈ હતી. નિફ્ટી 21,500ની પાસે આવી ગયો હતો. રોકાણકારોએ એક દિવસમાં આશરે રૂ. ત્રણ લાખ કરોડ સ્વાહા થયા હતા. ભારત અને મોંઘવારીના દરો ઊંચા આવવાની શક્યતા છએ. જેથી હાલમાં આવેલી તેજીથી રોકાણકારોએ સાવચેતીરૂપે શેરોમાં નફારૂપી વેચવાલી કાઢી હતી. મિડકેપ ઇન્ડેક્સ 0.87 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.36 ટકા તૂટ્યા હતા.

BSE સેન્સેક્સ 670.93 પોઇન્ટ તૂટીને 71,355.22ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 197.80 પોઇન્ટ તૂટીને 21,513ના સ્તરે બંધ રહ્યો હતો.

રોકાણકારોએ રૂ. 2.76 લાખ કરોડ ગુમાવ્યા

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ.366.56 લાખ કરોડે આવી ગયું હતું, જે શુક્રવારે રૂ. 369.32 કરોડે હતું. આમ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આશે રૂ. 2.76 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

BSEમાં કુલ 4074 શેરોમાં ટ્રેડિગ થયાં હતાં. એમાં 1910 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 2062 શેરો ઘટીને બંધ રહ્યા હતા. આ સાથે 102 શેરો સપાટ બંધ રહ્યા હતા. એ સિવાય 493 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 12 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટી ટચ કરી હતી.

બજારમાં ઝી-સોની વચ્ચે મર્જરનો રૂ. 1000 કરોડનો સોદો રદ થવાની શક્યતા છે. જેને પગલે માર્કેટ સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર પડી હતી.

આ સાથે વૈશ્વિક સંકેતો નબળા હતા અને મુખ્ય એશિયાનાં બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

 

 

 

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૦૮ જાન્યુઆરી, ૨૦૨૪

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૦૮ જાન્યુઆરી, ૨૦૨૪

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આતંકવાદી પન્નુની ધમકી

ખાલિસ્તાન તરફી આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ તેની નાપાક પ્રવૃત્તિઓથી બચી રહ્યો નથી. તેણે ફરી એકવાર ભડકાઉ વીડિયો જાહેર કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પન્નુએ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સામે વિશેષ વિરોધ ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 22 જાન્યુઆરી પહેલા અમૃતસરથી અયોધ્યા સુધીના એરપોર્ટને બંધ કરવાની ધમકી પણ આપી છે. સોમવારે જારી કરાયેલા ભડકાઉ મેસેજ વીડિયોમાં પન્નુએ ખાસ સમુદાયને ભારતથી અલગ ઉર્દીસ્તાન નામનો દેશ બનાવવાનું કહ્યું છે. વીડિયોમાં આ કાર્યક્રમનો વિરોધ કરવાનું કહેવામાં આવ્યું છે. ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

 

બોમ્બે સ્ટોક એક્સચેન્જને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકી 

આ કાર્યક્રમમાં એક લાખથી વધુ ભક્તો ભાગ લેવાના છે. તાજેતરમાં ખોલવામાં આવેલ મહર્ષિ વાલ્મીકી ઈન્ટરનેશનલ એરપોર્ટને અત્યાર સુધીમાં 40 થી વધુ વિનંતીઓ મળી છે. મેગા ઈવેન્ટ દરમિયાન ચાર્ટર્ડ પ્લેન લેન્ડ કરવા માટે આ વિનંતીઓ મળી છે. પન્નુએ ગયા અઠવાડિયે એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં તેણે 12 માર્ચથી બોમ્બે સ્ટોક એક્સચેન્જને નિશાન બનાવીને ભારતને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.

પુસ્તક મેળામાં પણ શ્રીરામ છવાયા

અમદાવાદઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને પગલે લોકોમાં ભારે ઉત્સાહ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત આ પુસ્તક મેળાની સૌથી ઊડીને આંખે એવી બાબત છે. અયોધ્યા, શ્રીરામ, રામ સાથેનું સેલ્ફી પોઈન્ટ, ભગવાન શ્રીરામનાં પુસ્તકો. આ વર્ષની શરૂઆતમાં જ  અયોધ્યામાં શ્રીરામ મંદિરને કારણે અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેના કારણે અત્ર, સર્વત્ર રામ અને અયોધ્યાને ધ્યાનમાં રાખી ઈવેન્ટ્સમાં આકર્ષણ જમાવવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

અમદાવાદના અપૂર્વ શાહે શ્રીરામ ભગવાનની મૂર્તિ આકારનું સ્ટેન્ડ સાથેનું પુસ્તક તૈયાર કર્યુ છે, જે પુસ્તક મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ પુસ્તકના રચયિતા અપૂર્વ શાહ ચિત્રલેખા.કોમને કહે છે, રામ ભગવાનના મંદિરનો સકારાત્મક ચુકાદો આવ્યા પછી હું સતત સાત વાર અયોધ્યા ગયો હતો. રામ ભગવાન અને અયોધ્યાની વિગતો ભેગી કરી છે. એક વર્ષના સમયગાળામાં છ ફૂટનું શ્રીરામના આકારનું નયનરમ્ય પુસ્તક તૈયાર કર્યુ. ‘રામ એક આસ્થા કા મંદિર’ નામના છ ફૂટના આ વિશિષ્ટ પુસ્તકમાં અયોધ્યા અને રામના ગુણોને પ્રસ્તુત કરાયા છે.

બીજી તરફ એક સ્ટોલમાં  ‘કોસ્મોલોજિકલ ટાઈમલાઈન શાસ્ત્ર એવં વિજ્ઞાન કે સમન્વય સે.’

પુસ્તકના લેખક મૌલિક ભટ્ટે રામાયણ સમયની એકદમ અદભુત ઝાંખી તૈયાર કરી છે.

આ પુસ્તક મેળામાં મુલાકાતીઓમાં કુતૂહલ અને જિજ્ઞાસા જગાડતી આ કોસ્મોલોજિકલ ટાઈમલાઈન વિશે નમ્રતાબહેન ઓઝા ચિત્રલેખા.કોમને કહે છે રામ, અયોધ્યા એ સમયગાળો આ બાબતો યુવા પેઢીને સમજાય એ માટે આ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રીરામના સમયની વિગતો એકઠી કરી એનું સંપાદન કરતાં લગભગ 13 વર્ષ જેટલો સમય લાગ્યો છે. આજની રામનવમી અને અયોધ્યાનો ઈતિહાસ, સમયગાળો આ વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરેલી વિગતોથી આસાનીથી સમજી શકે છે.

શહેરના ગુજરાત યુનિવર્સિટી પાસેના GMDC ગ્રાઉન્ડમાં નવમો વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર શરૂ થઈ ગયો છે. 6થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાનારા આ પુસ્તક મેળામાં દેશભરના જાણીતા પ્રકાશકો, શૈક્ષણિક, ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓનાં પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. આ બુક ફેરમાં વિવિધ પુસ્તકોના, પ્રકાશકોના સ્ટોલ્સની સાથે લેખકોનાં વક્તવ્યો અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

 

 

GCCI ની બિઝનેસ વુમન કમિટીના સભ્યોએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની બિઝનેસ વુમન કમિટીના સભ્યોએ હાલમાં જ આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.

ચેરપર્સન કાજલ પટેલ, ઈવેન્ટ હેડ આશા વધાસિયા, પ્રાચી પટવારી અને અન્ય બિઝનેસ વુમન કમિટીના સભ્યોએ આ મુલાકાતમાં ભાગ લીધો હતો.

શ્રીમતી મુર્મુએ પોતાના જીવનની પ્રેરણાદાયી યાત્રા અને પ્રસંગો સભ્યો સાથે શેર કર્યા તેમ જ કમિટીના દરેક સભ્યોએ સંબંધિત કાર્યક્ષેત્રમાં આપેલા યોગદાન અને સમર્પણની પ્રશંસા કરી હતી, આ ઉપરાંત વિવિધ વિષયો પર વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. બિઝનેસ વુમન કમિટીના સભ્યો માટે આ એક યાદગાર અનુભવ હતો.

 

 

 

 

માલદીવનું પ્રમોશન બંધ કરવા સરકારે જારી કર્યા નિર્દેશ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી અને ભારત માટે માલદીવના મંત્રીઓના અપમાનજનક નિવેદન પછી માલદીવના બહિષ્કારનો મુદ્દો  અટકવાનું નામ નથી લેતો. ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવરે દ્વિપક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે માલદીવના MoFAમાં એમ્બેસેડર ડો. અલી નસિર મોહમ્મદની સાથે બેઠક કરી હતી. એવિયેશન એન્ડ ટુરિઝમ કમિટી ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) તરફથી ટુરિઝમ કમિટી ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) તરફથી ટુરિઝમ ટ્રેડ એસોસિયેશન મેમ્બર્સે માલદીવને પ્રમોટ કરવા માટે ના પાડી દીધી હતી. ટુરિઝમ ટ્રેડ એસોસિયેશન મેમ્બર્સ, IATO, TAAI, TAFI, ATOAI, ADTOI અને MICE સામેલ છે. આ બધાને માલદીવનું પ્રમોશન અટકાવવા માટે કહેવામાં આવ્યું છે. જારી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે માલદીવના મંત્રીઓએ એન્ટિ-ઇન્ડિયા વિચારો જાહેર કર્યા છે.

માલદીવના મંત્રીઓનું આવું વલણ ત્યારે સામે આવ્યું, જ્યારે માલદીવમાં ફોરેન એક્સચેન્જ અને રોજગારી સર્જનમાં ભારતની મોટી ભૂમિકા છે.ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સે કહ્યું હતું કે બધા ટુરિઝમ ટ્રેડ એસોસિયેશનને કહ્યું હતું કે તે અહીં આવતી ઇન્ક્વાયરીઝને લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડ તરફ વાળે. એ જગ્યા માલદીવથી વધુ સારી છે. ભારત સિવાય જો બહારની જગ્યાઓને પ્રમોટ કરવી છે તો શ્રીલંકા, મોરિશિયસ, બાલી અને ફુકેતનું પ્રમોશન કરે.

હવે બૉયકોટ માલદીવના ટ્રેન્ડ વચ્ચે અક્ષય કુમાર અને સલમાન સહિત ઘણા સેલેબ્સ વડા પ્રધાન મોદીના સમર્થનમાં સામે આવ્યા છે, જેમના માટે માલદીવ અત્યાર સુધી પ્રિય વેકેશન ડેસ્ટિનેશન હતું. તો બીજી તરફ માલદીવ સરકારે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અપમાનજનક ટિપ્પણી કરનાર ત્રણ મંત્રીઓ મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કર્યા છે.

 

 

 

 

 

પતંગ મહોત્સવ 2024 નું શાનદાર આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૮ જાન્યુઆરીએ વડોદરા, ૯ જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, ૧૦ જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, ૧૧ જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, ૧૨ જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

પાકની કેદમાં અભિનંદન હતો, ત્યારે કતલની હતી રાત, જાણો…

નવી દિલ્હીઃ પાકિસ્તાને ઇન્ડિયન એરફોર્સના પાઇલટ અભિનંદન વર્ધમાનને પકડી લીધો હતો અને નહીં છોડવાની વાત પણ કરી હતી, પરંતુ ભારતે નવ મિસાઇલો પાકિસ્તાન તરફ તહેનાત કરી દીધી, ત્યારે બંને પરમાણુ હથિયાર સંપન્ન દેશોની વચ્ચે ટેન્શનનો માહોલ હતો.

ભારતે જેમ મિસાઇલો સરહદે તહેનાત કરી, પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને અને સેનાના ઇરાદા બદલાઈ ગયા હતા. ઇમરાન ખાન સતત વડા પ્રધાન મોદીની વાત કરવા માટે કોલ કરી રહ્યા હતા. પહેલાં પાકિસ્તાન અકડ બતાવી રહ્યું હતું, પરંતુ મિસાઇલ તહેનાત થતાં પાકિસ્તાનની બોલતી બંધ થઈ ગઈ હતી અને એ વાટાઘાટ પર આવી ગયું હતું.

આ ખુલાસો ભૂતપૂર્વ હાઇ કમિશનર અજય બિસારિયાએ નવા પુસ્તક Anger Management: The Troubled Diplomatic Relationships Between India And Pakistanમાં કર્યો છે. તેમણે પુસ્તકમાં દાવો કર્યો છે કે ઇમરાન ખાન વડા પ્રધાન મોદી સાથે વાત કરવા માગતા હતા.એ રાતને પણ મોદીએ કતલની રાત કહી હતી. આ વાત છે 27 ફેબ્રુઆરી,2019એ જ્યારે અભિનંદન વર્ધમાને એક પાકિસ્તાની F-16 તોડી પાડ્યું હતું, પણ તેઓ જેટ પર પાકિસ્તાની મિસાઇલ લાગી ગઈ હતી, તેઓ ઇજેક્ટ કરીને પાકિસ્તાનમાં પડ્યા હતા.

પાકિસ્તાની સેનાએ તેમને તત્કાળ પોતાના કબજામાં લઈ લીધા હતા. પહેલાં તો પાકિસ્તાની સેનાએ અકડ બતાવી હતી, પણ મોદી સરકારે મિસાઇલ પાકિસ્તાની તરફ તાકતાં પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ હતી. ભારતીય સેનાની આ તૈયારી જોઈને પાકિસ્તાની સેના અને સરકાર હલી ગઈ હતી.

 

 

 

PM મોદી વાઇબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યની ત્રિદિવસીય મુલાકાતે

અમદાવાદઃ વડા પ્રધાન મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓ આઠથી 10 જાન્યુઆરીએ રાજ્યની મુલાકાતે છે.  તેમને હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન થશે. વાઇબ્રન્ટ સમિટની આ વખતની થિમ ગેટવે ટુ ધ ફ્યુચર છે.  તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠકો કરશે, ત્યાર બાદ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના CEO સાથે બેઠક કરશે. બપોરે ત્રણ વાગ્યે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે.

વડા પ્રધાન 10 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના CEO સાથે બેઠક કરશે. વડા પ્રધાન ત્યાર બાદ ગિફ્ટ સિટીની યાત્રા કરશે, જ્યાં સાંજે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ કરશે.

આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. વધુમાં, ઉત્તર-પૂર્વ ક્ષેત્રના વિકાસ મંત્રાલય વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં રોકાણની તકો દર્શાવવા માટે કરશે.આ સમિટ વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો જેમ કે ઉદ્યોગ 4.0, ટેક્નોલોજી અને ઇનોવેશન, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી અને સસ્ટેનેબિલિટી તરફ સંક્રમણ જેવા વિષયો પર સેમિનાર અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વિશ્વ કક્ષાની અત્યાધુનિક ટેક્નોલોજીમાંથી બનાવેલ ઉત્પાદનો પ્રદર્શિત કરશે. ઈ-મોબિલિટી, સ્ટાર્ટ-અપ્સ, MSME, બ્લુ ઈકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રેડ શોના કેટલાક ફોકસ સેક્ટર છે.