નવી દિલ્હીઃ પાકિસ્તાને ઇન્ડિયન એરફોર્સના પાઇલટ અભિનંદન વર્ધમાનને પકડી લીધો હતો અને નહીં છોડવાની વાત પણ કરી હતી, પરંતુ ભારતે નવ મિસાઇલો પાકિસ્તાન તરફ તહેનાત કરી દીધી, ત્યારે બંને પરમાણુ હથિયાર સંપન્ન દેશોની વચ્ચે ટેન્શનનો માહોલ હતો.
ભારતે જેમ મિસાઇલો સરહદે તહેનાત કરી, પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને અને સેનાના ઇરાદા બદલાઈ ગયા હતા. ઇમરાન ખાન સતત વડા પ્રધાન મોદીની વાત કરવા માટે કોલ કરી રહ્યા હતા. પહેલાં પાકિસ્તાન અકડ બતાવી રહ્યું હતું, પરંતુ મિસાઇલ તહેનાત થતાં પાકિસ્તાનની બોલતી બંધ થઈ ગઈ હતી અને એ વાટાઘાટ પર આવી ગયું હતું.
આ ખુલાસો ભૂતપૂર્વ હાઇ કમિશનર અજય બિસારિયાએ નવા પુસ્તક Anger Management: The Troubled Diplomatic Relationships Between India And Pakistanમાં કર્યો છે. તેમણે પુસ્તકમાં દાવો કર્યો છે કે ઇમરાન ખાન વડા પ્રધાન મોદી સાથે વાત કરવા માગતા હતા.એ રાતને પણ મોદીએ કતલની રાત કહી હતી. આ વાત છે 27 ફેબ્રુઆરી,2019એ જ્યારે અભિનંદન વર્ધમાને એક પાકિસ્તાની F-16 તોડી પાડ્યું હતું, પણ તેઓ જેટ પર પાકિસ્તાની મિસાઇલ લાગી ગઈ હતી, તેઓ ઇજેક્ટ કરીને પાકિસ્તાનમાં પડ્યા હતા.
પાકિસ્તાની સેનાએ તેમને તત્કાળ પોતાના કબજામાં લઈ લીધા હતા. પહેલાં તો પાકિસ્તાની સેનાએ અકડ બતાવી હતી, પણ મોદી સરકારે મિસાઇલ પાકિસ્તાની તરફ તાકતાં પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ હતી. ભારતીય સેનાની આ તૈયારી જોઈને પાકિસ્તાની સેના અને સરકાર હલી ગઈ હતી.
અમદાવાદઃ વડા પ્રધાન મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓ આઠથી 10 જાન્યુઆરીએ રાજ્યની મુલાકાતે છે. તેમને હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન થશે. વાઇબ્રન્ટ સમિટની આ વખતની થિમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠકો કરશે, ત્યાર બાદ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના CEO સાથે બેઠક કરશે. બપોરે ત્રણ વાગ્યે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે.
વડા પ્રધાન 10 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના CEO સાથે બેઠક કરશે. વડા પ્રધાન ત્યાર બાદ ગિફ્ટ સિટીની યાત્રા કરશે, જ્યાં સાંજે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ કરશે.
આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. વધુમાં, ઉત્તર-પૂર્વ ક્ષેત્રના વિકાસ મંત્રાલય વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં રોકાણની તકો દર્શાવવા માટે કરશે.આ સમિટ વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો જેમ કે ઉદ્યોગ 4.0, ટેક્નોલોજી અને ઇનોવેશન, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી અને સસ્ટેનેબિલિટી તરફ સંક્રમણ જેવા વિષયો પર સેમિનાર અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વિશ્વ કક્ષાની અત્યાધુનિક ટેક્નોલોજીમાંથી બનાવેલ ઉત્પાદનો પ્રદર્શિત કરશે. ઈ-મોબિલિટી, સ્ટાર્ટ-અપ્સ, MSME, બ્લુ ઈકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રેડ શોના કેટલાક ફોકસ સેક્ટર છે.
નવી દિલ્હીઃ ગુજરાતનાં રમખાણોની પીડિતા બિલકિસ બાનોની સાથે 11 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. ગુજરાત સરકારે આ આરોપીઓને માફી આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપતાં આ આરોપીઓને માફીને રદ કરી દીધી છે. હવે આ આરોપીઓએ બે સપ્તાહમાં સરન્ડર કરવું પડશે.
જસ્ટિસ બીવી નાગરત્ના અને ઉજ્જવલ ભુઇયાની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. આ મામલે બિલકિસ બાનોએ દોષીઓની મળેલી સજામાં છૂટને પડકાર આપતી અરજી દાખલ કરી હતી.
જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે પીડિતાના અધિકાર મહત્ત્વના છે અને મહિલા સન્માની પાત્ર છે. શું મહિલાઓ વિરુદ્ધ જઘન્ય ગુનાઓમાં છૂટ આપી શકાય છે?
આ દોષીઓને 2008માં મુંબઈની એક ટ્રાયલ કોર્ટે આજીવન જેલની સજા સંભળાવી હતી. ખંડપીઠે બધા 11 દોષીઓને જેલ પરત ફરવા અને મહારાષ્ટ્ર સરકારથી નવી સજા માફીની માગ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 2017માં બોમ્બે હાઇકોર્ટે તેમની સજા યથાવત્ રાખી હતી અને કેસ ગુજરાતથી મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરી દીધો હતો. કોર્ટે કહ્યુંહ તું કે ગુજરાત સરકારને નિર્ણય લેવાનો અધિકાર નથી.2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના સમયે બાનોની ઉંમર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008એ CBIની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. 15 ઓગષ્ટ 2022એ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા.
નવી દિલ્હીઃ દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 619 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 199 કેસો નોંધાયા છે અને કેરળમાં 148 કેસ નોંધાયા છે. આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 110, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશમાં 30, દિલ્હીમાં 15 અને રાજસ્થાનમાં ચાર કેસ નોંધાયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 605 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,16,604 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,33,396 લોકોનાં મોત થયાં છે.
દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,81,341 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 838 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4002 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,81,656 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 56 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે. લોકોને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.
સદ્ગુરુ: જેને તમે ચેતના તરીકે બોલાવો છો તે કોઈ કૃત્ય, વિચાર કે ગુણવત્તા પણ નથી – તે સર્જનનો મૂળ આધાર છે. જો સ્વાતંત્ર્ય તમારો ઉચ્ચતમ ધ્યેય છે, તો તમારે ત્યાગ તરફ જવું પડશે.
સભાનતાનો હંમેશા તમારા જીવનમાં એક વલણ હોય છે. તમારી પાસે તેનો માર્ગ છે કે નહીં તે પ્રશ્ન છે. આ માર્ગને અવગણવા માટેનું કારણ એ છે કે જો તમે તેમાં પ્રવેશ કરો છો, તો તમે અદૃશ્ય થઈ જશે – તમારૂ અસ્તિત્વ નહીં રહે. તમને ગૌરવ કે શરમ, દુઃખ અને આનંદ મળશે નહીં, પરંતુ તમે જે કરવા માંગો છો તે બધું કરી શકશો. જુઓ, હું જે કરવા માંગું છું તે બધું કરી રહ્યો છું, પણ ખરેખર કંઈ છે જ નહીં. તમારી પાસે જીવનમાં કોઈ સિદ્ધિઓ નહીં હોય, અને તમે તમારી સાથેની તુલનામાં વધુ સારૂ કે ખરાબ નહીં રહે. તમે ન તો ઉપર અથવા નીચે જશો, પણ તમે જે પણ ઇચ્છો તે કરી શકશો. તમે જે રીતે ઇચ્છો તે રીતે જીવનનો અનુભવ કરી શકો છો.
આપણે લોકોના મનને સંપૂર્ણપણે ખોટી રીતે વિકસી રહ્યા છીએ. તો પછી આપણે કેવી રીતે તેમને શાંતિપૂર્ણ અને આનંદી બનવાની અપેક્ષા રાખી શકીએ? તે કામ કરશે નહીં. જ્યાં સુધી તમે યોગ્ય વસ્તુઓ કરશો નહીં, ત્યાં સુધી તમારી સાથે યોગ્ય વસ્તુઓ થશે નહીં. જો તમારું શરીર સરળતાથી અહીં બેસી નહિ શકે, તો દેખીતી રીતે, એની સાથે કંઇક ઠીક નથી, પછી ભલે તમે તબીબી રૂપે સામાન્ય પ્રમાણિત હોવ.
હું આશ્ચર્યચકિત થયો જયારે મને ખબર પડી કે અમેરિકામાં તબીબી પાઠયપુસ્તકો મુજબ અઠવાડિયામાં બે વાર શૌચાલય જવાનું સામાન્ય માનવામાં આવે છે. યોગ સંસ્કૃતિ મુજબ, યોગીઓને દિવસમાં બે વખત શૌચાલયમાં જવું જોઈએ, કારણ કે મળમૂત્ર સિસ્ટમમાં રહેવું જોઈએ નહીં. જે બહાર જવું જોઈએ તે શક્ય હોય એટલી વહેલી તકે બહાર જવું જોઈએ. જ્યારે તમે સવારે ઊઠો ત્યારે પ્રથમ વસ્તુ તે થવી જોઈએ. અઠવાડિયામાં બે વાર એટલે સરેરાશ, તમે મળમૂત્ર તમારા શરીરમાં ત્રણ દિવસ માટે રાખો છો, અને તમે તમારા મનને ઠીક રાખવાની અપેક્ષા રાખો છો? તે ઠીક રહેશે નહીં કારણ કે તમારું મોટું આંતરડું અને તમારું મગજ સીધા જોડાયેલ છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
બાંગ્લાદેશના વડા પ્રધાન અને અવામી લીગના વડા શેખ હસીના પાંચમી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. હિંસા અને મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા બહિષ્કારને કારણે થયેલી ચૂંટણીમાં તેમની પાર્ટીએ 50 ટકાથી વધુ મતો જીત્યા હતા. હસીના (76) 2009થી સત્તામાં છે અને તેમની પાર્ટી અવામી લીગે પણ ડિસેમ્બર 2018માં છેલ્લી ચૂંટણી જીતી હતી. આ એકતરફી ચૂંટણીમાં તેઓ સતત ચોથી વખત અને એકંદરે પાંચમી વખત સત્તા પર આવશે તે પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવતું હતું.
શેખ મુજીબુર રહેમાન, તેમની પત્ની અને તેમના ત્રણ પુત્રોની ઓગસ્ટ 1975માં લશ્કરી અધિકારીઓ દ્વારા તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. તેમની પુત્રીઓ હસીના અને રીહાન્ના આ હુમલામાં બચી ગયા કારણ કે તેઓ વિદેશમાં હતા. BNPએ 2014ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ 2018ની ચૂંટણીમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન હસીનાની સત્તારૂઢ અવામી લીગે સતત ચોથી વખત ચૂંટણી જીતી છે, કારણ કે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા (78)ની પાર્ટી BNPએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત જાહેર થયા બાદ ખાલિદા નજરકેદ છે. દેશમાં ચૂંટણી લડી રહેલા 27 રાજકીય પક્ષોમાં વિપક્ષી રાષ્ટ્રીય પાર્ટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બાકીના સત્તાધારી અવામી લીગની આગેવાની હેઠળના ગઠબંધનના સભ્યો છે, જેને નિષ્ણાતોએ ‘ચુંટણી જૂથ’ના ઘટકો તરીકે વર્ણવ્યા છે.
મુખ્ય વિરોધ પક્ષે ચૂંટણીનો બહિષ્કાર કરીને 6 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી 8 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યા સુધી 48 કલાકની દેશવ્યાપી સામાન્ય હડતાળનું આહ્વાન કર્યું છે. પાર્ટીનો દાવો છે કે વર્તમાન સરકાર હેઠળ કોઈપણ ચૂંટણી નિષ્પક્ષ અને વિશ્વસનીય નહીં હોય.
5 જાન્યુઆરી ભારતીય નૌકાદળે ઉત્તર અરબી સમુદ્રમાં સોમાલિયાના કિનારે હાઇજેક થયેલા એમવી લીલા નોરફોક જહાજ પર બચાવ કામગીરી હાથ ધરી હતી અને તેમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ભારતીય નૌકાદળના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ભારતીય નૌસેનાએ બે દિવસ પહેલા ખૂબ જ ખતરનાક ઓપરેશન કર્યું હતું.
VIDEO | “Aditya L1 will be directly exposed to the Sun, without any interference from the shadows of the moon and the earth. The scientific exploration of Aditya-L1 will be very easy for researchers. Similar to the historical success of Chandrayaan, this represents another… pic.twitter.com/OaIVvRA2sI
પીએમ મોદીએ જયપુરમાં પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં કહ્યું, “અરબી સમુદ્રમાં આગળ વધી રહેલા વેપારી જહાજમાંથી તકલીફનો સંદેશ મળતાની સાથે જ ભારતીય નૌકાદળ અને મરીન કમાન્ડો ઝડપથી સક્રિય થઈ ગયા. આ જહાજમાં 21 લોકો હતા જેમાંથી 15 ભારતીય હતા.ભારતીય દરિયાકાંઠેથી લગભગ 2000 કિમી દૂર પહોંચ્યા બાદ ભારતીય નૌકાદળે તમામને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા હતા.તમે બધાએ વીડિયો જોયો જ હશે જેમાં તે જહાજના ભારતીય કર્મચારીઓ ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે.
ચાંચિયાઓએ જહાજને હાઇજેક કર્યું હતું
આ બચાવ કામગીરી બાદ નૌકાદળે કહ્યું કે ભારતીય નૌકાદળની ચેતવણી બાદ ચાંચિયાઓએ એમવી લીલા જહાજને છોડી દીધું હતું. નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું કે આ બચાવ યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. 5 જાન્યુઆરીએ બપોરે 3:15 કલાકે ચાંચિયાઓએ એમવી લીલા જહાજને હાઇજેક કર્યું હતું. માલવાહક જહાજ MV લીલા નોર્ફોક લાઇબેરિયાનો ધ્વજ લહેરાવી રહ્યું હતું. ભારતીય નૌકાદળ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અપહરણ કરાયેલા જહાજ પર એરક્રાફ્ટ P8I અને પ્રિડેટર MQ9B ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. નૌકાદળ દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે એમવી લીલા નોરફોક જહાજને હાઇજેક કર્યા બાદ યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) પોર્ટલ પર સંદેશ મોકલ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક અજાણ્યા હથિયારધારી માણસો જહાજમાં ઘૂસ્યા હતા.
નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.
અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.
પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.
તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.