Home Blog Page 216

અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની ૩૪ વર્ષે સેવા નિવૃત્તિ

ગાંધીનગર: અધિક માહિતી નિયામક અરવિંદ પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે માહિતી કમિશનર કે.એલ.બચાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અરવિંદ પટેલની કામગીરી વિશે ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, અરવિંદ પટેલ અત્યંત કર્મઠ, બુદ્ધિશાળી અને ધૈર્યવાન વ્યક્તિત્વ છે. મીડિયા અને જનસંપર્ક જેવા પડકારજનક ક્ષેત્રમાં તેમણે અત્યંત સૂઝબૂઝથી કાર્ય કર્યું છે.અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની ૩૪ વર્ષની સેવાની નિવૃત્તિ એ સિદ્ધિ અને સમર્પણનો કાર્યકાળ રહ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માહિતી વિભાગએ સરકારની કામગીરીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડતું અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિભાગ છે. મર્યાદિત સંશાધનો અને સતત મીડિયાના સંપર્ક વચ્ચે સરકારનું સંકલન કરવાની તેમની પદ્ધતિ ખરેખર પ્રશંસનીય છે.માહિતી કમિશનર કે.એલ. બચાણીએ નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, જ્યારે પણ મીડિયા મેનેજમેન્ટ કે વહીવટી પ્રક્રિયાઓમાં જટિલ સ્થિતિ સર્જાતી હોય છે,એવા સમયે અરવિંદ પટેલની સમયસૂચકતા અને ત્વરિત નિર્ણયશક્તિ હંમેશા માહિતી વિભાગના વહારે આવી છે. ૨૪ કલાક ફરજ માટેની તેમની તત્પરતા એ માહિતી ખાતાની કામગીરીને ગૌરવ અપાવ્યું છે. તેમની કાર્યસંસ્કૃતિ નવા અધિકારીઓ માટે દીવાદાંડી સમાન બની રહેશે તેવો કમિશનરશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીએ અરવિંદ પટેલ સાથેના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન કે મુખ્યમંત્રીના મોટા કાર્યક્રમોમાં જ્યારે મીડિયા પ્લાનિંગના જટિલ પ્રશ્નો ઉભા થતા, ત્યારે તેમનું શાંત રહીને સચોટ સમાધાન લાવવાનું કૌશલ્ય ‘ક્રાઈસિસ મેનેજમેન્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સમારંભમાં સંયુક્ત માહિતી નિયામક સંજય કચોટે સૌને આવકારી પોતાના અનુભવો તાજા કર્યા હતા અને ચારેય ઝોનના સંયુકત નિયામક મિતેશ મોડાસિયા, જયેશ દવે, અરવિંદ મછાર, હેતલ દવેએ પ્રાસંગિક ઉદબોધનમાં અરવિંદ પટેલ સાથેના એમની કામગીરીના અનુભવોનું ભાથું પીરસીને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ આપી હતી. જ્યારે સમાચાર શાખાના નાયબ માહિતી નિયામક દિલીપ ગજ્જરે આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે અરવિંદ પટેલના પરિવારજનો, માહિતી કમિશનરની કચેરી સહિત વિવિધ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

અદાણી ગ્રુપે અસાધારણ પ્રતિભાઓને ‘એબિલિટી એવોર્ડ્સ’થી નવાજી

અમદાવાદ: અદાણી કોર્પોરેટ હાઉસ (ACH) ખાતે ‘GreenX Talks’ની પાંચમી આવૃત્તિનું સફળ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં અદાણી ગ્રુપના એ સિદ્ધાંતને ફરી મજબૂત કરવામાં આવ્યો કે વિકાસ માત્ર આંકડાઓથી નહીં, પણ સમાજના દરેક વર્ગના સમાવેશથી માપવામાં આવે છે.આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ના ડાયરેક્ટર જીત અદાણીએ કર્યું તેમણે જણાવ્યું કે, “Green એટલે જે શાશ્વત છે અને X એટલે માનવીય ભાવનાઓની અસાધારણ શક્તિ. સત્તા હંગામી છે, પણ ચરિત્ર કાયમી છે,” અને દરેક વ્યક્તિ પોતાના ભાગ્યનો વિધાતા પોતે જ છે.

દીવા અદાણીએ આ વિચારધારાને સમર્થન આપતા જણાવ્યું કે, GreenX એ કોઈ પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત કરવાનું માધ્યમ નથી. પરંતુ એ તો માનવીય સામર્થ્યના સન્માનનો મહોત્સવ છે. અહીં પ્રતિભાને તેની શારીરિક મર્યાદાઓના આધારે નહીં, પરંતુ તેની અસાધારણ યોગ્યતા અને મેરિટના આધારે આંકવામાં આવે છે.”સંસ્થાકીય સમાવેશની ભાવના સાથે, કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે એસ. વી. વિદ્યાવતી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સચિવ છે. તેમની ઉપસ્થિતિ દર્શાવે છે કે દેશભરમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અધિકાર-આધારિત માળખાને મજબૂત કરવા, સુવિધાઓ વધારવા અને આજીવિકા, કૌશલ્ય વિકાસ તેમજ સામાજિક સુરક્ષાના માર્ગો બનાવવા માટે ભારત સરકાર સતત પ્રતિબદ્ધ છે.

વિખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રને કહ્યું કે, “જ્યારે જીવન તમને પડકાર આપે ત્યારે મર્યાદાઓ સામે નહીં, પણ મક્કમ ઈરાદાઓ સાથે લડવું જોઈએ.” બીજી તરફ, ‘બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝ’ના સ્થાપક શ્રીકાંત બોલ્લાએ કહ્યું, “જો તમે અશક્ય સપના નથી જોતા, તો તમે ઇતિહાસ રચી શકતા નથી. હું ગઈકાલની નબળાઈ નથી, હું આવતીકાલનું સામર્થ્ય છું.”આ સમારોહમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ દેશના એવા રત્નોને ‘અદાણી એબિલિટી એવોર્ડ્સ’થી નવાજ્યા જેમણે પોતાની શારીરિક મર્યાદાઓને શક્તિમાં ફેરવી છે. એવોર્ડ વિજેતાઓમાં પેરા-સ્પોર્ટ્સ લીડર અજય કુમાર રેડ્ડી, IAS આયુષી ડાબાસ, લેફ્ટનન્ટ કર્નલ સી. દ્વારકેશ, સામાજિક કાર્યકર માલવિકા અય્યર, કલાકાર શીલા શર્મા, ઉદ્યોગસાહસિક શ્રીકાંત બોલ્લા, સુધા ચંદ્રન, અલીના આલમ (મિટ્ટી કાફે) અને મીરા શેનોય(Youth4Jobs)નો સમાવેશ થાય છે. ભારતીય બ્લાઈન્ડ મહિલા ક્રિકેટ ટીમનું સન્માન એ સૌથી યાદગાર ક્ષણ બની રહી.

બોલિવિયામાં ચલણી નોટો લઈને જતું એરફોર્સનું વિમાન ક્રેશ

બોલિવિયા: ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ એક લશ્કરી કાર્ગો વિમાન, જે નોટો લઈને જઈ રહ્યું હતું તે રાજધાની લા પાઝ નજીક ઉતરતી વખતે ક્રેશ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસે રોકડ ઉપાડનારા લોકોને ભગાડ્યા હતા. સ્થાનિક મીડિયા ફૂટેજ દર્શાવે છે કે, C-130 હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ પ્લેન, એલ અલ્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે પરથી ઉતરી ગયું અને એક એવન્યુમાં અથડાયું. જેમાં ઓછામાં ઓછી એક કાર કચડી ગઈ અને ટ્રકને નુકસાન થયું.

“લગભગ 20 લોકો છે, કદાચ થોડા વધુ,” અલ અલ્ટોમાં પોલીસના વડા કર્નલ રેને ટેમ્બોએ શુક્રવારે (27 ફેબ્રુઆરી, 2026) મોડી રાત્રે પત્રકારોને જણાવ્યું હતું. અગ્નિશામકોએ અગાઉ ઓછામાં ઓછા 15 લોકોના મોતની સંખ્યા જણાવી હતી. “અમે અકસ્માતમાં દુઃખદ રીતે ભોગ બનેલા આ લોકોના મૃતદેહ મેળવી રહ્યા છીએ,” રાષ્ટ્રીય અગ્નિશામક વિભાગના કર્નલ પાવેલ ટોવરે પત્રકારોને જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે.

સોશિયલ મીડિયા પર ફરતી તસવીરો અનુસાર, વિમાને ખેતરમાં લેન્ડિંગ કરતા પહેલા લા પાઝની બાજુમાં આવેલા એલ અલ્ટો શહેરમાં વાહનોને ટક્કર મારી હતી. વિમાન ક્રેશ થયું ત્યારે તે ઉડાન ભરી રહ્યું હતું કે ઉતરાણ કરી રહ્યું હતું તે અંગે વિરોધાભાસી અહેવાલો હતા. વિમાનનો કાટમાળ, નાશ પામેલી કાર અને મૃતદેહો રસ્તા પર પથરાયેલા હતા. સોશિયલ મીડિયા પર ફરતી થયેલી તસવીરોમાં લોકો પૈસા લેવા માટે દોડી રહ્યા હતા જ્યારે પોલીસ તેમને વિખેરવાનો પ્રયાસ કરી રહી હતી. અધિકારીઓએ ટર્મિનલ પર જતી અને જતી બધી ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી.

વોટર લિસ્ટ જારી થવા પહેલાં CM મમતા ફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા અંગે રાજકીય અને કાનૂની લડત સતત તેજ બની રહી છે. આજે અંતિમ મતદાર યાદી જાહેર થવાની છે. એ પહેલાં શુક્રવારે મુખ્ય મંત્રી મમતા બેનર્જી ફરી એક વાર આ મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં છે. રાજ્ય સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ચૂંટણી પંચ ન્યાયિક અધિકારીઓને લઈને નવી માર્ગદર્શિકા (ગાઇડલાઇન્સ) જારી કરી રહ્યો છે.

સિબ્બલનું કહેવું છે કે કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને વિશ્વાસમાં લીધા વગર ન્યાયિક અધિકારીઓને તાલીમ અને સૂચનાઓ આપવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ તેમણે ફરિયાદ કરી હતી કે પંચ નક્કી કરી રહ્યો છે કે કયા દસ્તાવેજ સ્વીકારવાના અને કયા નહીં. ખાસ કરીને SDO દ્વારા જારી કરાયેલા ડોમિસાઇલ સર્ટિફિકેટને સ્વીકારવામાં ન લેવાની બાબત પણ કોર્ટમાં ઉઠાવવામાં આવી હતી.

એના પર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો પંચ તાલીમ નહીં આપે તો પછી કોણ આપશે? કોર્ટે એ પણ કહ્યું કે દરેક નાના મુદ્દે રોજ કોર્ટ આવવું પડે તો કામકાજ મુશ્કેલ બની જશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ કહ્યું હતું કે ન્યાયિક અધિકારીઓ પર શંકા કરવાનું બંધ કરો. સુપ્રીમ કોર્ટ અગાઉ જ નિર્દેશ આપી ચૂકી છે કે SIR પ્રક્રિયાની દેખરેખ ન્યાયિક અધિકારીઓની દેખરેખ હેઠળ રહેશે અને દસ્તાવેજોની તપાસ પણ તે આધારે જ થશે.

આ મુદ્દે રાજકીય નિવેદનો પણ તેજ બન્યાં છે. તૃણમૂલ કોંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણી પંચ ભાજપના દબાણમાં કામ કરી રહ્યો છે અને મતદાર યાદીમાંથી નામ કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ ભાજપનું કહેવું છે કે SIR પ્રક્રિયાનું ઉદ્દેશ નકલી નામ દૂર કરીને મતદાર યાદીને સ્વચ્છ બનાવવાનો છે.

રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર થવામાં હવે લગભગ 24 કલાક પણ બાકી નથી. તે પહેલાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે લોકોના મતાધિકારની રક્ષા માટે તે કોર્ટ ગઈ છે, જ્યારે વિરોધ પક્ષ આને ચૂંટણી પહેલાં વાતાવરણ બનાવવા માટેનો પ્રયાસ ગણાવી રહ્યો છે.

PM મોદીનો રાજસ્થાન-ગુજરાત પ્રવાસ: કરોડોની યોજનાઓની ભેટ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાજસ્થાન અને ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ મહિલાઓના આરોગ્ય, યુવાનોના રોજગાર અને ભારતની ટેકનોલોજિકલ આત્મનિર્ભરતા સાથે જોડાયેલી અનેક મોટી યોજનાઓનો પ્રારંભ કરશે.

 રાજસ્થાનમાં રૂ. 16,680 કરોડની યોજનાઓની ભેટ

વડા પ્રધાનમંત્રી સવારે રાજસ્થાનના અજમેર પહોંચશે. અહીં તેઓ રૂ. 16,680 કરોડથી વધુ ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે શહેરી વિકાસ, સ્વચ્છ પીવાનું પાણી, માર્ગ નેટવર્ક, સિંચાઈ, ઊર્જા અને ઔદ્યોગિક આધારો સાથે સંબંધિત છે. આ અવસરે તેઓ વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.

આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પગલું

મહિલાઓના ઉત્તમ આરોગ્ય માટે વડા પ્રધાન અજમેરથી 14 વર્ષની કિશોરીઓ માટે ‘હ્યુમન પેપિલોમાવાયરસ’ (HPV) રસીકરણનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કરશે. આ પહેલનો હેતુ સર્વાઇકલ કેન્સરથી બચાવ કરવાનો છે, જે મહિલાઓમાં કેન્સર સંબંધિત બીમારીઓનું એક મુખ્ય કારણ છે.

પીવાનું પાણી અને ઊર્જા ક્ષેત્રે સુધારો

દરેક ઘરે સ્વચ્છ પાણીના સંકલ્પને આગળ વધારતા વડા પ્રધાન નોનેરા અને પરવન અકવાડ પીવાના પાણીની યોજનાઓના વિવિધ પેકેજનો શિલાન્યાસ કરશે. એ સાથે જ રાજસ્થાનને રિન્યુએબલ એનર્જી હબ બનાવવા માટે નવા ટ્રાન્સમિશન સિસ્ટમનું ઉદ્ઘાટન કરશે. તેઓ પાંચ 220 કેએવી અને બે 400 કેએવી ગ્રિડ સબસ્ટેશનોના શિલાન્યાસ પણ કરશે જેથી વીજ પુરવઠો અવરોધ વિના સુનિશ્ચિત થાય.

 યુવાનોને મળશે નિમણૂકપત્ર

રોજગારને ક્ષેત્રે વડા પ્રધાન રાજસ્થાનના વિવિધ સરકારી વિભાગોમાં પસંદ થયેલા 21,800થી વધુ યુવાનોને નિમણૂકપત્ર વિતરણ કરશે. આ પગલું યુવાનોને સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 ગુજરાતમાં સેમી-કન્ડક્ટર ક્રાંતિનો પ્રારંભ

વડા પ્રધાન બપોરે ગુજરાતના સાણંદ પહોંચશે. અહીં તેઓ માઇક્રોન કંપનીની સેમી-કન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારતના સેમી-કન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલો પ્રથમ પ્રોજેક્ટ છે, જેની કિંમત રૂ. 22,500 કરોડથી વધુ છે. આ અવસરે તેઓ ઉપસ્થિત જનસમૂહને સંબોધિત કરશે.  આ પ્લાન્ટ ભારતને વૈશ્વિક સેમી-કન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં મજબૂત સ્થાન અપાવવાનું મહત્વપૂર્ણ પગલું છે. અહીં ‘મેડ-ઇન-ઇન્ડિયા’ મેમરી મોડ્યુલોનું ઉત્પાદન થશે, જે વૈશ્વિક બજારોમાં નિકાસ કરવામાં આવશે. આ સુવિધા લગભગ 5 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે અને વિશ્વના સૌથી મોટા ક્લીનરૂમ સ્પેસમાંની એક છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગની વધતી વૈશ્વિક માગ પૂરી કરવામાં મદદરૂપ થશે.

પંચાંગ 28/02/2026

ગુલકંદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬

મમરાની ટિક્કી

મમરાની પણ ટિક્કી બની શકે છે? હમ્મ, નાસ્તામાં કંઈક વેરાયટી જોઈતી હોય તો આ પણ એક સ્વાદિષ્ટ નાસ્તો બની શકે છે!

સામગ્રીઃ મમરા 2 કપ, રવો ¼ કપ, ચણાનો લોટ ¼ કપ, દહીં ¼ કપ, લીલા મરચાં 3-4, આદુનો ટુકડો 1 ઈંચ, કાંદો 1, હળદર ¼ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, જીરા પાઉડર ½ ટી.સ્પૂન, સફેદ તલ 3-4 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો અથવા લીંબુનો રસ ½ ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, સિમલા મરચું ઝીણું ચોરસ સમારેલું 2 ટે.સ્પૂન, બાફેલા મકાઈના દાણા 2 ટે.સ્પૂન, તેલ ટિક્કી તળવા માટે

રીતઃ મમરાને 2-3 પાણીએથી ધોઈને પાણી નિતારી લો. મમરાને એક મોટા બાઉલમાં કાઢી લઈ તેને હાથેથી જ થોડા મેશ કરીને દહીં મેળવી લો. તેમાં સમારેલો ઝીણો કાંદો, સિમલા મરચું, મકાઈના દાણા, સમારેલી કોથમીર ઉમેરી દો. લીલા મરચાં પણ સમારીને ઉમેરી દો. આદુને ખમણીને મેળવો. હવે તેમાં 1 ટે.સ્પૂન, સફેદ તલ, રવો, ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું તેમજ લીંબુનો રસ મેળવીને લોટ જેવું મિશ્રણ બાંધી લો.

હાથને તેલવાળા કરીને આ લોટમાંથી લૂવા લઈ તેને ગોળ ચપટા આકારના વાળી લો. એક પ્લેટમાં સફેદ તલ લઈને વાળેલી ટિક્કીની બંને બાજુએ થોડાં થોડાં લગાડી લો.

એક પેન અથવા કઢાઈમાં તેલ ગરમ કરી ગેસની મધ્યમ આંચે ટિક્કી બંને બાજુએથી સોનેરી રંગની તળી લો.

તૈયાર ટિક્કી ટોમેટો કેચ-અપ કે લીલી ચટણી સાથે પીરસો.

૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬

VIDEO: લગ્ન બાદ વિજય-રશ્મિકાની પહેલી ઝલક જોઈ લો

ઉદયપુરની સુંદર વાદીઓમાં લગ્ન કર્યા પછી ફિલ્મ જગતના સૌથી ચર્ચિત નવદંપતી વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના પહેલી વાર જાહેરમાં સાથે દેખાયા. તેઓએ મીડિયાને પતિ-પત્ની તરીકે આવકાર આપ્યો. બંને સ્ટાર્સ અતિ ખુશ અને ઉત્સાહિત દેખાતા હતા. શુક્રવારે, તેમના લગ્નના બીજા દિવસે “પાવર કપલ” ઉદયપુર એરપોર્ટ પર જોવા મળ્યું, જ્યાંથી તેઓ પોતાનું નવું જીવન શરૂ કરવા માટે હૈદરાબાદ પાછા ફર્યા. તેઓ એકદમ સુંદર લાગતા હતા, અને ચાહકો તેમને જોવા માટે વધુ ઉત્સાહિત છે.

એરપોર્ટ પર સાદગી અને પ્રેમનું મિશ્રણ સ્પષ્ટ દેખાયું

આ કપલ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ ત્યાં હાજર પાપારાઝી અને ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા. વિજય અને રશ્મિકાએ તેમનો પહેલો જાહેર દેખાવ સરળ છતાં પ્રભાવશાળી રાખ્યો. તેઓ હાથ પકડીને એરપોર્ટ તરફ ચાલતા જોવા મળ્યા, અને તેમના લગ્નનો આનંદ અને ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે પાપારાઝીનું સ્મિત સાથે સ્વાગત કર્યું, તેમની સાદગીએ ફરી એકવાર ચાહકોના દિલ જીતી લીધા. બંને મોટા સ્મિત સાથે આગળ આવ્યા, ત્યારબાદ અભિનેત્રીએ ફ્લાઈંગ કિસ કરી અને પછી હાથ જોડીને અભિવાદન કર્યું. રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા વાતચીતમાં ખોવાયેલા જોવા મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રશ્મિકા મંદાનાએ પરંપરાગત લાલ ભારતીય સૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેણીએ સિંદૂર લગાવ્યું હતું અને તેના ચહેરા પર લગ્નનો હરખ અને ચમક હતી. આ દરમિયાન વિજય દેવરકોન્ડા તેના સ્ટાઇલિશ ઇન્ડો-વેસ્ટર્ન પોશાકમાં હેન્ડસમ અને ક્લાસી દેખાતા હતા. સોશિયલ મીડિયા પર ચાહકો તેમને પર્ફેક્ટ કપલ કહી રહ્યા છે, તેમના હાથમાં પવિત્ર દોરો બાંધેલો પણ દેખાયો.

ઉદયપુરમાં શાહી લગ્ન યોજાયા

વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાએ ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઉદયપુરના વૈભવી ITC ગ્રાન્ડ મેમેન્ટોસમાં લગ્ન કર્યા. આ સમારોહ ખાનગી હતો, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને ફિલ્મ ઉદ્યોગના કેટલાક નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. હવે જ્યારે આ કપલ ઘરે પરત ફર્યું છે, ત્યારે સોશિયલ મીડિયા પર ચાહકો તેમના લગ્નના ફોટા અને વિડિઓઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.